Gestational diabetes: Frequently asked questions

ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ: વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

જો નીચેના જોખમી પરિબળોમાંથી કોઈ તમને લાગુ પડતા હોય તો GDM માટે તમારી તપાસ કરવામાં આવશે:
  • મેદવૃદ્ધિ
  • અગાઉ 4.5 કિલો વજનનું બાળક
  • ડાયાબિટીસ સાથેનો પારિવારિક ઇતિહાસ
  • તમારી વંશીયતા
  • અગાઉની ગર્ભાવસ્થા સમયે થયેલો ડાયાબિટીસ અથવા
  • તમારા પેશાબમાં સતત શુગર હોય છે. ખાંડયુક્ત પીણું પીધા પછી તમારાં બ્લડ શુગર (ગ્લુકોઝ) સ્તરને માપતી બ્લડ ટેસ્ટ આ નિદાનની પુષ્ટિ કરશે.

આનો અર્થ શું છે?

મારા માટે: GDM તમારી ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-એક્લેમ્પસિયા થવાની અને પછીના જીવનમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતામાં વધારો કરે છે. મારા બાળક માટે: કસુવાવડ થવાનું જોખમ ઘણું વધારે છે. તમારા બ્લડમાં શુગરનું સ્તર તમારા બાળકના કદમાં વધારો કરી શકે છે. આને લીધે બાળકને જન્મ આપવાનું તમારા માટે મુશ્કેલ બની શકે છે અને બાળકને શોલ્ડર ડાયસ્ટોસિયા થવાનું જોખમ વધી જાય છે. તમારા બાળકને પણ જીવનમાં આગળ સ્થૂળતા અથવા ડાયાબિટીસ મેલીટસ થવાનું જોખમ રહેશે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમારે ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીનાં સંયુક્ત ક્લિનિકની અનેક વાર મુલાકાત લેવી પડશે. તમારે તમારા આહારમાં ફેરફાર કરવો પડશે અને શારીરિક પ્રવૃત્તિ વધારવી પડશે. જીવનશૈલીમાં આ ફેરફારો તમારા બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરશે.

કયા ટેસ્ટ કરાશે/ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?

તમને તમારા બ્લડ શુગરનું લેવલ કેવી રીતે તપાસવું તે શીખવવામાં આવશે અને તમારું ટારગેટ બ્લડ શુગર લેવલ શું હોવું જોઈએ એ જણાવવામાં આવશે. તમને દિવસમાં ચાર વખત તમારા બ્લડ શુગરનું સ્તર માપવાનું કહેવામાં આવશે, એક વખત નાસ્તો કરતાં(ઉપવાસ) પહેલાં અને દરેક ભોજનનાં એક કલાક પછી. બાળકનો જન્મ થાય ત્યાં સુધી તમારે આ દરરોજ કરવું પડશે.

મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?

સામાન્ય રીતે GDMનાં કોઈ લક્ષણો હોતા નથી. જો તમારું બ્લડ શુગર લેવલ ઊંચું હોય તો તમને લાગશે કે તમને પેશાબ લાગ્યો છે, તમને તરસ લાગે છે અથવા યોનિમાર્ગમાં થ્રશ (યોનિમાર્ગમાં ખંજવાળ અને સફેદ થ્રશ)થાય છે.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

જો તમને અસ્વસ્થતા લાગે અથવા તમારા બાળકનું હલનચલન સામાન્ય કરતા ઓછું હોય.

સારવારના વિકલ્પો વિશે ભલામણો કેવી રીતે કરવામાં આવે છે?

સૌપ્રથમ તમને આહારમાં ફેરફાર વિશે સલાહ આપવામાં આવશે અને જો આનાથી ફાયદો ન થાય, તો તમને મેટફોર્મિન અથવા ઇન્સ્યુલિન આપવામાં આવશે. આ બધી દવાઓ તમારા બાળક માટે સુરક્ષિત છે.

જન્મનાં સમય વિશે ભલામણો કેવી રીતે કરવામાં આવે છે?

જન્મનો સમય બાળકના કદ અને તમારા બ્લડ શુગર કંટ્રોલના આધારે બદલાઈ શકે છે.

આની મારી જન્મ આપવાનાં વિકલ્પની પસંદગી પર શી અસર થશે?

અમે તમને નિયત તારીખ પહેલાં તમારા બાળકની ડિલિવરીની સલાહ આપીશું.

જન્મ પછી આના માટે શું કાળજી રાખવી પડે છે?

બાળકને જન્મ આપ્યા પછી તમે બ્લડ ગ્લુકોઝ લેવલ તપાસવાનું બંધ કરી શકો છો.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આવું ફરીથી ન બને એ માટે હું શું કરી શકું?

GDMને લીધે ભવિષ્યની ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક ખોરાક લેવો અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી અને ગર્ભાવસ્થા પછી પણ આ જીવનશૈલી ચાલુ રાખવી મહત્વપૂર્ણ છે. આને લીધે ભવિષ્યની ગર્ભાવસ્થામાં ઊભાં થતાં જોખમમાં ઘટાડો થશે.

મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું એ માટે શું કરી શકું?

GDMને લીધે ભવિષ્યમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ પૌષ્ટિક ખોરાક અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ ચાલુ રાખવી મહત્વપૂર્ણ છે. આને લીધે ભવિષ્યમાં તમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટશે. તમને ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ છે કે નહીં તે તપાસવા માટે તમારે દર વર્ષે GPની મુલાકાત લેવી પડશે.

આ સ્થિતિ વિશેની વધુ માહિતી હું ક્યાંથી મેળવી શકું?

Diabetes UK website Symptoms of gestational diabetes