તમારી દાયણ/મેટરનિટી યૂનિટને ક્યારે કૉલ કરવો
તમારા મેટરનિટી ટ્રાયજ/એસેસમેન્ટ યૂનિટ (મૂલ્યાંકન એકમ) અથવા બર્થ સેન્ટર (જન્મ કેન્દ્ર)ને કૉલ કરો જો:
- તમારી પાણીની થેલી ટૂટી જાય છે
- તમને યોનિમાર્ગમાં તાજો લાલ રક્તસ્રાવ થાય છે
- તમારું બાળક હંમેશની જેમ વારંવાર હલતું નથી
- તમારાં ગર્ભાશયનું મજબૂત અને નિયમિત સંકોચન થાય છે
- તમને સતત પેટમાં દુખાવો રહે છે
- તમે અસ્વસ્થ અનુભવો છો અથવા તમે ચિંતિત છો
