ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પછી લગભગ 25 માંથી એક બાળક બ્રીચ પોઝિશનમાં (પગ નીચેનાં ભાગમાં) હોય છે. જો તમારું બાળક બ્રીચ પોઝિશનમાં જ છે, તો તમારે તમારા બાળકને ફેરવવાનો પ્રયાસ કરવાના, સિઝેરિયન જન્મ આપવાના અથવા યોનિમાર્ગથી જન્મ આપવાના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરવો પડશે. તમારી પસંદગી ગમે તે હોય, પણ તેનાંથી તમારૂં અને તમારા બાળકનું સ્વાસ્થ્ય જળવાવું જોઇએ. પરંતુ, ઉપલબ્ધ દરેક વિકલ્પના ફાયદા અને જોખમોને ધ્યાનમાં લેવું પણ જરૂરી છે.બાળકનું માથું નીચે ફેરવવાથી તમે યોનિમાર્ગથી જન્મ આપી શકો છો, લગભગ 80% બ્રીચ બેબીને ફેરવવાનો પ્રયાસ કરવાની પ્રક્રિયાને એક્સટર્નલ સેફાલિક વર્ઝન (ECV) કહેવાય છે. જો બાળક બ્રીચ પોઝિશનમાં જ રહે છે, તો એમાંથી માત્ર 60% બાળકો જ યોનિમાર્ગે જન્મે એવી શક્યતા છે. કેટલાકને પ્રસૂતિ પહેલાં જ સિઝેરિયન જન્મની જરૂર પડશે, અને કેટલાકને પ્રસૂતિ દરમિયાન સિઝેરિયન ડિલિવરીની જરૂર પડશે.બ્રીચ પોઝિશનમાં બાળક ધરાવતી તમામ મહિલાઓને 39 અઠવાડિયામાં આયોજિત સિઝેરિયન જન્મનો વિકલ્પ આપવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે આ સમય સુધી આપણને બાળકની બ્રીચ અવસ્થાની જાણ થઈ જાય છે. સિઝેરિયન જન્મને લીધે, પેરીનેટલ મૃત્યુદર (મૃત્યુ) દર 1,000 માં 0.5 જેટલો ઘટે છે, જેની સરખામણીમાં માથાનાં ભાગથી જન્મ પછી થતાં મૃત્યુનો દર 1,000 માં 1 અને બ્રીચ બર્થ પછી થતાં મૃત્યુનો દર 1,000 માં 2 જેટલો છે. ટૂંકા ગાળામાં, યોનિમાર્ગથી થયેલાં જન્મ પછી તમારા બાળકને વિશેષ સંભાળની જરૂર પડે તેવી શક્યતા પણ વધી જાય છે. જો કે બે વર્ષની ઉંમર સુધીમાં બ્રીચ બેબીના સિઝેરિયન જન્મ અને બ્રીચ યોનિમાર્ગના જન્મની વચ્ચે સમાન અભ્યાસો કોઈ તફાવત બતાવતા નથી.યોનિમાર્ગથી જન્મ કરાવવાથી રિકવરી ઝડપી થાય છે અને સિઝેરિયન સર્જરી સાથે સંકળાયેલા જોખમો ટળી જાય છે. આમાં ભારે રક્તસ્રાવ અને ચેપ જેવા જોખમોનો સમાવેશ થાય છે. સિઝેરિયનનો ઘા ભવિષ્યની તમામ ગર્ભાવસ્થામાં માતા અને બાળક માટે કેટલાક જોખમોમાં વધારો પણ કરે છે. માથાની તરફથી થતાં જન્મની સરખામણીમાં યોનિમાર્ગથી થતાં બ્રીચ બર્થ પછી પેરીનિયલ પરિણામો (અકબંધ રહે છે) સમાન અથવા વધુ સારા હોય છે અને ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી ઓછી હોય છે. કોઈપણ રીતે થતાં જન્મની જેમ જ તમારી પાસે પેઈન રિલીફની સમાન પસંદગી હોવી જોઈએ, અને જન્મની સ્થિતિ પસંદ કરવાની સ્વતંત્રતા પણ હોવી જોઈએ. પરંતુ આમાંના કેટલાક વિકલ્પ તમારી ટીમના અનુભવ પર આધાર રાખતાં હોવાથી તમારે તેમની સાથે ચર્ચા કરવી જોઈએ.તમારા ડૉક્ટર અથવા નિષ્ણાત દાયણ તમને એવી ચોક્કસ ક્લિનિકલ પરિસ્થિતિઓ વિશે વધુ માહિતી આપી શકશે જે તમને લાગુ પડે છે અને જે બ્રીચ જન્મને વધુ અથવા ઓછા સુરક્ષિત બનાવે છે. યોનિમાર્ગથી થતાં બ્રીચ જન્મને સલામત બનાવતું સૌથી મહત્વપૂર્ણ પરિબળ જન્મ સમયે હાજરી આપતા વ્યાવસાયિકોની તાલીમ, કૌશલ્ય અને અનુભવ છે. જો તમારી હોસ્પિટલમાં આ માટે કુશળ એટેન્ડન્ટ ઉપલબ્ધ ન હોય અને તમે યોનિમાર્ગ દ્વારા બ્રીચ જન્મ આપવાનું નક્કી કરો છો, તો તમને આ કામ કરી શકે એવી હોસ્પિટલમાં રેફરલની ઑફર કરવી જોઈએ.