બાહ્ય સેફાલિક સંસ્કરણ (ECV)
આ એક એવી પ્રક્રિયા છે જેમાં ડૉક્ટર અથવા નિષ્ણાત મિડવાઇફ (દાયણ) તેઓના હાથ વડે તમારા પેટ પર હળવા દબાણનો ઉપયોગ કરીને બાળકને યોગ્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરે છે.
ECV લગભગ 50% સ્ત્રીઓમાં સફળ છે અને સામાન્ય રીતે સલામત છે. ECV પછી દર 200માંથી એક બાળકને ઇમરજન્સી સિઝેરિયન શસ્ત્રક્રિયા દ્વારા ડિલિવરી કરાવવાની જરૂર પડશે, અને તમારા બાળકની સ્થિતિ સારી રહે તેની ખાતરી કરવા માટે પ્રક્રિયા પહેલા અને પછી તેનું નિરીક્ષણ કરવામાં આવશે.
બ્રીચ બાળકો માટે મોક્સિબસ્ટન
આ એક પરંપરાગત ચાઈનીઝ વિધિ છે જેનો ઉપયોગ બ્રીચ સ્થિતિમાં રહેલા બાળકો ને ફેરવવા માટે થઈ શકે છે. આ વિધિમાં ગર્ભાવસ્થાના 34-36 અઠવાડિયાથી અંગૂઠા વચ્ચે મોક્સા-સ્ટીક (સૂકા જડીબુટ્ટીઓની ચુસ્તપણે ભરેલી નળી) સળગાવવામાં આવે છે. તેની કોઈ જાણીતી નકારાત્મક આડઅસર નથી અને પુરાવા સૂચવે છે કે તે બ્રીચ સ્થિતિમાં રહેલા બાળકને ફેરવવામાં સફળ થઈ શકે છે. વધુ માહિતી માટે તમે તમારી મિડવાઇફ (દાયણ) અથવા સ્થાનિક એક્યુપંક્ચરિસ્ટને પૂછી શકો છો.
NHS External Cephalic Version (for Breech Baby)
