આંખોની દેખભાળ
જ્યાં સુધી તમારા બાળકને ચેપ ન લાગે ત્યાં સુધી તમારા બાળકની આંખોની કોઈ ખાસ સફાઈની આવશ્યકતા નથી. જો કે, આંખની ચીકણી, લાલાશ અથવા સ્રાવના કોઈ પણ નિશાની માટે જુઓ. આ કોઈ દેખીતા કારણ વગર થઈ શકે છે પરંતુ એક અથવા બંને આંખોમાં પીળા સ્રાવ તરીકે દેખાઈ શકે છે. જો આવું થાય, તો કૃપા કરીને તમારી દાયણ અથવા આરોગ્ય તપાસનીશને જાણ કરો, જે આંખ(ઓ)માંથી સ્વૉબ(સફાઈ કરવાનું કે લૂછવાનું પોતું કે કૂચો) કરી શકે છે અને/અથવા તમારા ડૉક્ટરને સારવાર સૂચવવા માટેની વ્યવસ્થા છે. 