પેડુ અને કમરમાં દુખાવો
પેડુ અને કમરનો દુખાવો ગર્ભાવસ્થા દરમિયાન પાંચમાંથી એક મહિલાને અસર કરી શકે છે. આ દુખાવો પેડુની આગળ, પાછળ અથવા બાજુમાં હોઈ શકે છે અને જ્યારે તમે સક્રિય હોવ ત્યારે સામાન્ય રીતે વધુ દુખાવો થાય છે. તે કેટલાક માટે હળવી અસ્વસ્થતાનું કારણ બની શકે છે, અને અન્ય લોકો માટે તે ખૂબ જ કમજોર બનાવી શકે છે.
પથારીમાં પડખું ફરતી વખતે, પથારીમાંથી ઉઠતી વખતે અને કારમાંથી બહાર નીકળતી વખતે તમારા ઘૂંટણને એકસાથે રાખવાનો પ્રયાસ કરો. દરમિયાન જો તમારી દૈનિક પ્રવૃત્તિઓ પીડાનું કારણ બનતી હોય તો પ્રવૃત્તિઓ દરમિયાન શરીરના એક બાજુ પર વધુ તાણ નાખવાનું ટાળો.
દાખલા તરીકે:
- નીચે (ખુરશી પર) બેસીને કપડાં પહેરો
- એક સમયે એક પગથિયું ચઢો
- હાથમાં પકડવાની થેલી કરતાં પીઠ પર લેવાતા થેલાનો ઉપયોગ કરો.
જો તમને પેડુનાં દુખાવાની સમસ્યા થઈ રહી હોય તો નિષ્ણાત મહિલા સ્વાસ્થ્ય ફિઝિયોથેરાપિસ્ટ (અંગવ્યાયામ ચિકિત્સક) ને મળવા વિશે તમારી દાયણને પૂછો.