પેડુની કસરતો પેડુના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે ગર્ભાવસ્થા અને બાળજન્મ દરમિયાન વધારાના તાણ હેઠળ હોય છે. આ કસરતો નિયમિતપણે અપનાવવાથી તમને ગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછીની અસ્વસ્થતા અનુભવવાની સંભાવના ઘટાડશે અને તમારા શરીરને પ્રસૂતિ પછી સ્વસ્થ થવામાં મદદ કરશે. આ વ્યાયામ ભવિષ્યમાં થવાની શક્યતા ધરાવનાર પેશાબ અને મળની સમસ્યાનું જોખમ પણ ઘટાડી શકે છે, તેમજ પેડૂને મૂળ જગ્યાએથી આગળ ધસી આવવાનાં કોઈપણ લક્ષણોને ઘટાડી શકે છે.તમે ગર્ભવતી થાવ તે સાથે જ આ વ્યાયામ શરૂ કરી દેવી જોઈએ અને તમારી ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન પણ આ કસરતો ચાલુ રાખવી જોઈએ.
તમારે પેડુની કસરતો કેવી રીતે કરવી
આરામથી સૂઈ જાઓ અથવા બેસો અનેશરૂઆતમાં કલ્પના કરો કે તમે યોનિમાર્ગ તરફ સંકોચન ચાલુ રાખીને પાછળના માર્ગની આસપાસના સ્નાયુઓને સ્ક્વિઝ કરીને તમારી જાતને પવન/પેશાબ પસાર કરવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છો. શૌચાલયમાં હોય ત્યારે આ ન કરો, અને તમારા પેશાબને રોકી રાખશો નહીં કારણ કે આ મૂત્રાશયના કાર્યમાં સમસ્યાઓ તરફ દોરી શકે છે. તમારે આ સ્નાયુઓ પાસેથી બે રીતે કામ લેવું જોઈએ:
થોડી સેકંડ માટે સ્નાયુઓને દબાવવાં અને હળવેથી છોડવાં. આને 10 વખત સુધી પુનરાવર્તિત કરો, ધીમે ધીમે સ્નાયુઓ પરનાં દબાવને લાંબા સમય સુધી પકડી રાખો (લગભગ 10 સેકન્ડ સુધી).
સ્નાયુઓને દબાવો અને તરત જ છોડો. આ ક્રિયાનું 10 વાર પુનરાવર્તન કરો.
જો તમને તમારા પેશાબ કરવાની, પવન(ગેસ) છોડવાની, આંતરડાની હિલચાલના નિયંત્રણમાં કોઈ સમસ્યા હોય અથવા યોનિમાર્ગમાં ભારેપણાંનાં કોઈપણ લક્ષણો હોય, તો તમારે તમારી દાયણ સાથે આ વિશે ચર્ચા કરવી જોઈએ અને તેઓ મહિલાના સ્વાસ્થ્ય ફિઝિયોથેરાપિસ્ટ (અંગવ્યાયામ ચિકિત્સક) ને મળવા જવાની ભલામણ કરી શકે છે.સગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી પણ નિયમિત પેડુની કસરતો ચાલુ રાખવાનું તમને પ્રોત્સાહન આપવા માટે NHSએ ભલામણ કરેલ સ્નાયુઓને દબાવવાની કસરતની ઍપનો ઉપયોગ કરો.