હાલમાં એવી ભલામણ કરવામાં આવે છે કે તમામ ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ફ્લૂ અને મોટી ઉધરસની રસી આપવામાં આવે. ગર્ભાવસ્થાના પ્રારંભમાં આ વિશે તમારી દાયણ અથવા તમારા GPને ત્યાં કામ કરતી નર્સને પૂછો. જો તમે મુસાફરી કરી રહ્યા હો, તો કૃપા કરીને મુસાફરીની સલામતી વિશેની માહિતી જુઓ.
શું તમે રસીકરણ માટે મુલાકાતનો સમય લીધો છે?
કૃપા કરીને ધ્યાન રાખો કે તમે મુલાકાતનો સમય સાચવો.
રસીકરણ અત્યારે અને ભવિષ્યમાં ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે, તેથી તમારા અને તમારા પરિવાર માટે વર્તમાન રસીકરણની માહિતી રાખવી ખરેખર મહત્વપૂર્ણ છે. જો તમે ગર્ભવતી હો અથવા નાના બાળકો હોય તો આ ખાસ કરીને મહત્વનું છે.જ્યાં સુધી તમારામાં COVID-19 નાં લક્ષણો ન હોય અને તમે COVID-19 નાં લક્ષણોને કારણે સ્વયં એકલા રહેવું સ્વીકાર્યું ન હોય ત્યાં સુધી તમારે તમારી મુલાકાતમાં સામાન્ય રીતે હાજરી આપવી જોઈએ.જો તમને સમસ્યા હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને તમારી GP પ્રેક્ટિસને કૉલ કરો.
ફ્લૂની રસી
ફ્લૂની રસી દર વર્ષે શિયાળામાં ઉપલબ્ધ હોય છે અને ગર્ભાવસ્થાના દરેક તબક્કે સલામત છે. તમને ફ્લૂની રસીની ભલામણ કરવામાં આવે છે કારણ કે જ્યારે સગર્ભા હોય ત્યારે ફ્લૂ પકડવાથી તમારા અને તમારા બાળક બંને માટે ગંભીર ગૂંચવણો થઈ શકે છે.
મોટી ઉધરસની રસી
મોટી ઉધરસની રસી તમામ ગર્ભવતી મહિલાઓ માટે ભલામણ કરવામાં આવે છે અને તે ગર્ભાવસ્થાના 16 થી 38 અઠવાડિયાની વચ્ચે આપી શકાય છે. આદર્શ રીતે મહિલાઓ ગર્ભાવસ્થાના 16 થી 32 અઠવાડિયાની વચ્ચે રસીકરણ કરાવવું જોઈએ કારણ કે આથી શ્રેષ્ઠ રીતે સુનિશ્ચિત થાય છે કે આ રસીને લીધે તમારા બાળકને પાસે મોટી ઉધરસ સામે રોગપ્રતિકારક તાકાતનો વિકાસ કરવા માટે પૂરતો સમય છે. નાના બાળકોમાં હૂપિંગ મોટી ઉધરસ ને લીધે ન્યુમોનિયા અને મગજને નુકસાન પહોંચાડવા જેવી તકલીફ થઈ શકે છે, તેથી ગર્ભાવસ્થા દરમિયાન બૂસ્ટર રસી લેવાથી તમારા બાળકને સુરક્ષિત રહેવામાં મદદ મળશે.