Mental health and wellbeing concerns: Frequently asked questions
માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીની સમસ્યાઓ: વારંવાર પૂછાતા પ્રશ્નો
નિદાન કેવી રીતે થાય છે?
આનું નિદાન ગર્ભાવસ્થા પહેલા થાય છે. આદર્શ રીતે માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ/સમસ્યાઓ ધરાવતી તમામ મહિલાઓને ગર્ભાવસ્થા પહેલા તેમના માનસિક સ્વાસ્થ્યને સારૂં બનાવવા માટે ગર્ભધારણ પહેલા સલાહ લેવી જોઈએ. તમારા GP પ્રસૂતિ ટીમને આ વિશે સૂચિત કરશે, જો કે તમારા માટે પ્રથમ એપોઇન્ટમેન્ટ (બુકિંગ એપોઇન્ટમેન્ટ) સમયે તમારી દાયણને જણાવવું જરૂરી છે જેથી તેઓ તમને આ માટે જરૂરી એવો યોગ્ય સહકાર પૂરો પાડી શકે.
આનો અર્થ શું છે?
મારા માટે:
ગર્ભાવસ્થા દરમિયાન તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. જો પારિવારિક ઈતિહાસમાં કોઇને માનસિક સમસ્યા હોય તો ગર્ભાવસ્થા દરમિયાન તમારૂં માનસિક સ્વાસ્થ્ય બગડવાનું જોખમ વધુ છે. જો તમે માનસિક રીતે અસ્વસ્થ અનુભવો છો તો તમે તમારી દાયણને જણાવો અને તમારો પરિવાર પ્રસૂતિ ટીમને જાણ કરે તે અગત્યનું છે.
મારા બાળક માટે:
જો તમે પોતાની દેખભાળ નહીં રાખો, તો તમારા બાળકનાં સ્વાસ્થ્યને પણ જોખમ છે.
મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
જો તમને લાગે કે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, તો તમારે શક્ય તેટલી વહેલી તકે કોઈને જાણ કરવી જોઈએ.
ક્યા ટેસ્ટ ધ્યાનમાં લેવામાં આવશે/ કરી શકાય છે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?
તમારી જરૂરિયાતના સ્તરના આધારે તમારી લોકલ પેરીનેટલ મેન્ટલ હેલ્થ ટીમ તમારી સંભાળ લેશે, જે તમારા માટે કોઈ નિષ્ણાતને રેફર પણ કરી શકે છે.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
ખરાબ મૂડ અને નિરાશાજનક વિચારો, અસહાયતા અથવા એકલતાની લાગણી.
આ સંદર્ભે ભલામણો કેવી રીતે કરવામાં આવે છે?
ઉપચારનાં વિકલ્પો
અમે કાઉન્સેલિંગ અથવા દવા આપી શકીએ છીએ. ઘણી દવાઓ ગર્ભાવસ્થામાં લેવા માટે સલામત છે. જો તમે ગર્ભાવસ્થા પહેલાં દવા લેતાં હોવ તો તમારે કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારા GP અને મેડિકલ ટીમ સાથે તમારી ચાલુ સારવાર વિશે ચર્ચા કરવી જોઈએ.
જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?
જન્મ પછી તમારા અને તમારા બાળકનાં સ્વાસ્થ્યની જાળવણીની યોજના તૈયાર છે તેની ખાતરી કરવા માટે જન્મ પહેલાં જ બર્થ પ્લાન પર તમારી સંમતિ હોવી જોઈએ.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
ગર્ભાવસ્થા દરમિયાન તમારા માનસિક સ્વાસ્થ્ય અને લક્ષણોને ઑપ્ટિમાઇઝ કરો.
ભવિષ્યમાં/મારા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે આનો શું અર્થ થશે અને હું આને કેવી રીતે પ્રભાવિત કરી શકું?
ભવિષ્યની ગર્ભાવસ્થા માટે તમારા સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટે ગર્ભનિરોધક અને ફોલો-અપનો પ્લાન બનાવવો જોઈએ. આમાં સ્વાસ્થ્ય અને દવાઓનો રિવ્યુ સામેલ હોઈ શકે છે.