અલ્સેરેટિવ કોલાઇટિસ અને ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ (IBD): વારંવાર પૂછાતા પ્રશ્નો
આનું નિદાન કેવી રીતે થાય છે? આ નિદાન ગર્ભાવસ્થા પહેલા કરવામાં આવે છે. IBD, ક્રોહન ડિસીઝ અથવા અલ્સેરેટિવ કોલાઇટિસ ધરાવતી તમામ મહિલાઓએ ગર્ભધારણ કરતાં પહેલાં પોતાને સંપૂર્ણપણે સ્વસ્થ બનાવવા માટે પ્રિકન્સેપ્શન કાઉંસેલિંગ મેળવવું જોઈએ.
આનો અર્થ શું છે?
મારા માટે:
તમને પ્રિટર્મ ડિલિવરી થવાનું અને લક્ષણોમાં વધારો થવાનું (વધુ બગડવાનું) જોખમ છે. ગર્ભાવસ્થા દરમિયાન તમારે હોસ્પિટલની વધુ મુલાકાતો લેવાની જરૂર પડી શકે છે અને તમને પ્રી-એક્લેમ્પસિયા થવાનું ઊંચું જોખમ છે.
ક્યા ટેસ્ટ ધ્યાનમાં લેવામાં આવશે/આવી શકાય છે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?
લક્ષણો વધુ બગડે, તો તમને અન્ય ટેસ્ટ કરવાની જરૂર પડી શકે છે.
મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઇએ?
પેટમાં દુખાવો, તમારા મળમાં લોહી અને/અથવા લાળ અથવા વારંવાર મળ પસાર કરવાની જરૂર.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમારા લક્ષણો વધુ બગડ્યા હોવાનું લાગતું હોય.
સારવારના વિકલ્પો વિશે શી ભલામણો કરવામાં આવે છે?
ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગમાં લેવાતી મોટાભાગની દવાઓ સુરક્ષિત હોય છે. તમે તમારી સ્થિતિ અનુસાર વિશેષ દવા (જે જૈવિક તરીકે ઓળખાય છે) લઈ શકો છો. જો તમને ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક દરમિયાન આ દવાની જરૂર પડતી હોય તો તમે તમારાં બાળકને તેનાં જન્મના છ મહિના સુધી BCG અને રોટા વાયરસની જીવંત રસી નહીં આપી શકો. તમારા બાળકના જન્મ પછી તમારી મેડિકલ ટીમ સાથે આ અંગેની ચર્ચા ચોક્કસ કરો.
જન્મનાં સમયને લગતી કઈ ભલામણો કરવામાં આવે છે?
36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને તમારી ડિલિવરીની યોજના બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ.
આ મારી જન્મની પસંદગીને કઈ રીતે અસર કરશે?
જો તમે અગાઉ ઓપરેશન કરાવ્યું હોય તો તમારે તમારા બાળકને સિઝેરિયન-સેક્શન દ્વારા જન્મ આપવો પડશે.
જન્મ પછીની દેખભાળ પર આ કેવી અસર કરી શકે છે?
ડિલિવરી પહેલા જ બર્થ પ્લાન નક્કી હોવો જોઈએ જેથી તમે સ્તનપાન દરમિયાન જે દવાઓ લો છો તે સલામત છે તેની ખાતરી થઈ જાય. જો જન્મ પછી તમારાં લક્ષણો વધુ બગડે તો તમારે દવા વધારવાની અથવા બદલવાની જરૂર પડી શકે છે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આવું ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
બે ગર્ભાવસ્થા વચ્ચે તમારા સ્વાસ્થ્ય અને તમારા લક્ષણોને ઑપ્ટિમાઇઝ કરો.આનો ભવિષ્યમાં/મારા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે શું અર્થ થશે અને હું આને કઈ રીતે સુધારી શકું?ભવિષ્યની ગર્ભાવસ્થા માટે તમારા સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટે ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન તૈયાર કરવાં જોઈએ.