Epilepsy: Frequently asked questions

એપીલેપ્સી(વાઈ): વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

તમે ગર્ભવતી થાઓ તે પહેલાં જ કદાચ તમને વાઈનું નિદાન થયું હશે. આ બીમારી આંચકીનું કારણ બને છે અને આને લીધે ધ્રુજારી અને જીભ કરડવાથી લઈને આખા શરીરને અથવા શરીરના માત્ર અમુક ચોક્કસ ભાગોને અસર થાય છે જેમ કે ભાન ગુમાવવું અને સ્થિતપ્રજ્ઞ થઈ જવું. આદર્શ રીતે તમને ગર્ભાવસ્થા પહેલા તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે પ્રિ-કંસેપ્શન કાઉંસેલિંગ ઓફર કરવામાં આવશે.

આનો અર્થ શું છે?

મારા માટે

ગર્ભાવસ્થા આંચકી થવાના થ્રેશોલ્ડને ઘટાડી શકે છે તેથી તમે આવી મેડિકલ સ્થિતિમાં નિષ્ણાત પ્રસૂતિ નિષ્ણાત અને ન્યુરોલોજીસ્ટની દેખરેખ હેઠળ રહો એ મહત્વપૂર્ણ છે. બાળક માટે સ્પિના બિફિડા જેવી વિકૃતિઓનું જોખમ ઘટાડવા માટે તમને (આદર્શ રીતે તમારી ગર્ભાવસ્થાના ત્રણ મહિના પહેલાં) 5 મિલિગ્રામ ફોલિક એસિડ લેવાનું કહેવામાં આવશે અને તમારે ગર્ભાવસ્થા દરમિયાન અથવા જન્મનાં સમયની આસપાસ તમારી દવા વધારવાની અથવા વધારાની દવાઓ લેવાની જરૂર પડી શકે છે.

મારા બાળક માટે

ગર્ભાવસ્થામાં સોડિયમ વાલપ્રોએટ નામની દવા સિવાયની એન્ટિ-એપીલેપ્સી દવાઓ ગર્ભાવસ્થામાં ઉપયોગમાં લેવા માટે સલામત છે. તમારી વાઈની અસરકારક રીતે સારવાર થવી ઘણી જરૂરી છે કારણ કે ગર્ભાવસ્થામાં વારંવાર આવતી આંચકી બાળકના વિકાસને અસર કરી શકે છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમારા લોહીમાં એન્ટિ-એપીલેપ્ટિક દવાનું સ્તર ચકાસવા અને તમને એ દવાની વધુ જરૂર નથી તેની ખાતરી કરવા માટે તમારે વધારાના બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે. તમારા બાળકની કરોડરજ્જુ અસામાન્ય હોવાની શક્યતા ઘટાડવા માટે તમને 5 મિલિગ્રામ ફોલિક એસિડ લેવાની ભલામણ કરવામાં આવશે. તમારા બાળકની વૃદ્ધિ ચકાસવા માટે તમારે વધારાનાં સ્કેન કરાવવા પડી શકે છે.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

Yજો તમને તમારી ગર્ભાવસ્થા દરમિયાન આંચકી આવે, તો તમારે તાત્કાલિક તમારી મેડિકલ ટીમને જણાવવું જોઈએ જેથી તેઓ તમને યોગ્ય સ્તરની સારવાર આપી શકે અને તમારા બાળકનું સ્વાસ્થ્ય તપાસવા માટે જરૂરી ટેસ્ટ કરી શકે.

જો તમને આંચકી આવે તો તમને રિકવરી પોઝિશનમાં કેવી રીતે મૂકવા એ તમારા જીવનસાથી અને પરિવારનાં સભ્યોને સમજાવવું જોઈએ.

જન્મ સમયે અને જન્મ પછીના પ્રથમ 24 કલાકમાં આંચકીનું જોખમ સૌથી વધુ હોય છે.

સંભવિત સૂચન

ઉપચારનાં વિકલ્પો

સામાન્ય રીતે તમે તમારી ગર્ભાવસ્થાની શરૂઆતમાં જે દવા લેતા હોવ તે જ દવા લેવાની સૂચન આપવામાં આવે છે (પરંતુ સોડિયમ વાલ્પ્રોએટ નહીં), પરંતુ ગર્ભાવસ્થામાં આંચકીને નિયંત્રિત કરવા માટે તમારે ડોઝ વધારવા અથવા અન્ય દવાઓ ઉમેરવાની જરૂર પડી શકે છે. આ તે સમયે મહત્વપૂર્ણ છે જ્યારે તમે જન્મ આપો, એ સમયે તમારી ઊંઘમાં ખલેલ પડવાને લીધે પણ આંચકી આવવાની સંભાવના પણ વધી જાય છે.

જન્મ આપવાનો સમય

સામાન્ય રીતે જન્મનો સમય તમારી આંચકીથી પ્રભાવિત થતો નથી. તમારી મેડિકલ ટીમ તમારા પ્રસુતિ પીડા ઓછી કરવા માટે એપિડ્યુરલ લેવાની સૂચન આપી શકે છે જેથી કરીને તમને આરામ મળે અને તમને વધુ પડતો થાક લાગવાનું જોખમ ઘટી જાય.

આનાથી મારી જન્મ આપવાની પસંદગીને શી અસર થઈ શકે?

શક્ય છે કે તમારી ટીમ ભલામણ કરશે કે તમે જ્યાં ડૉક્ટર્સ હંમેશા હાજર હોય ત્યાં હોસ્પિટલમાં અને લેબર વૉર્ડ જેવી ખાસ જગ્યાએ બાળકને જન્મ આપો, જેથી પ્રસુતિ દરમિયાન કે એનાં પછી તરત વાઈનો હુમલો આવે તો તમારી સારવાર તરત થઈ શકે. જો તમને આંચકીની સમસ્યા હોય, તો પાણીમાં લેબર ન કરવાની ભલામણ કરવામાં આવે છે.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

તમે વાઈ માટે આપવામાં આવતી સલાહને અનુસરો તે ખરેખર મહત્વનું છે, જેમ કે સ્નાન કરવાને બદલે શાવર લેવો. વધુમાં, તમને સલાહ અપાશે કે તમારા બાળકની લંગોટ ઊંચી સપાટી પર નહીં, પરંતુ ફ્લોર પર ચેન્જ મેટનો ઉપયોગ કરીને બદલો. નીચેની લિંક્સમાં ઘણી બધી અન્ય મદદરૂપ ટિપ્સ ઉપલબ્ધ છે.