Hand expressing colostrum before your baby is born

તમારા બાળકનાં જન્મ પહેલાં તમારું સૌથી પ્રથમ દૂધ હાથથી જાતે કાઢવું

Close up of woman in a bra demonstrating hand-expressing using a model of a false breast held against her chest માતાઓનાં સ્તનમાં ગર્ભાવસ્થાના મધ્યમાં કોલોસ્ટ્રમ (પ્રારંભિક સ્તનમાંનું દૂધ) ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. તમારું બાળક આવે તે પહેલાં આ દૂધ કેવી રીતે કાઢવું તે શીખવું ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, ખાસ કરીને જો તમારું બાળક અકાળે જન્મે અથવા તમારાથી અલગ થવાની સંભાવના હોય અથવા જો તમને ડાયાબિટીસ (મધુમેહ) હોય અથવા હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્ત ચાપ) માટે દવા લેતા હોયવ. જો તમે ઈચ્છો તો તમારી ગર્ભાવસ્થાના લગભગ 37 અઠવાડિયાથી આ શરૂ કરી શકો છો, અને તમે તમારા કોલોસ્ટ્રમ (પ્રારંભિક સ્તનમાંનું દૂધ) ને એકત્ર કરીને તેનો ફ્રીઝરમાં સંગ્રહ કરી શકો છો. જ્યારે તમે પહેલીવાર હાથથી જાતે દૂધ કાઢવાનું શરૂ કરો છો, ત્યારે તમે કોલોસ્ટ્રમ (પ્રારંભિક સ્તનમાંનું દૂધ) ના થોડા ટીપાં જ કાઢી શકો છો – આ સામાન્ય છે અને તેનો અર્થ એ નથી કે તમારા સ્તનમાં દૂધ નથી. તમારા બાળકના આગમનની તૈયારીના ભાગ રૂપે આ પધ્ધતિ નો અભ્યાસ કરવો તે હજુ પણ યોગ્ય છે. વધુ માહિતી માટે સંબંધિત લિંક્સ વાંચો અને તમારી મિડવાઇફ (દાયણ) અથવા શિશુના ખોરાકના નિષ્ણાત સાથે વાત કરો. બાળકના જન્મ પછી નામના વિભાગમાં એક્સપ્રેસિંગ મિલ્ક (જાતે દૂધ કાઢવું) વિભાગની અંદર જાતે દૂધ કેવી રીતે કાઢવું તે જુઓ.

જાતે દૂધ કાઢવાનું ક્યારે વિચારવું

કોઈ પણ બાળકની અપેક્ષા રાખી રહેલી માતા ગર્ભાવસ્થાના 37 અઠવાડિયાથી તેનાં સ્તનમાંથી જાતે દૂધ કાઢી શકે છે. તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જો તમે જાણતા હોવ કે તમારા બાળકને જન્મ પછીના પ્રથમ થોડા કલાકોમાં લોહીમાં ખાંડ ઓછી થવાનું જોખમ વધારે છે. આમાં શામેલ હોઈ શકે છે:
  • ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ (મધુમેહ) અથવા પહેલાલેથી અસ્તિત્વમાં રહેલા ડાયાબિટીસ (મધુમેહ) ધરાવતી સ્ત્રીઓ
  • ફાટેલા હોઠ અને અથવા તાળવુંવાં અને જન્મજાત સ્થિતિઓ સાથે જન્મ પહેલાંના સમયગાળા દરમિયાન નિદાન કરાયેલ શિશુઓ
  • એવી મહિલાઓ જે બાળકને પૂર્વ આયોજિત (‘ઇલેક્ટિવ’) શસ્ત્રક્રિયા દ્વારા જન્મ આપવાની હોય
  • એવા શિશુઓ જેની વૃદ્ધિ ગર્ભાશયની અંદર અટકી ગઈ હોય
  • સ્તન હાયપોપ્લાસિયા (અવવૃદ્ધિ) ધરાવતી માતાઓ
  • હાઈપરએન્ડ્રોજેનેસિસ (અંડાશયમાં નાની ગાંઠોનો રોગ) ધરાવતી સ્ત્રીઓ
  • જે મહિલાઓએ સ્તનની સર્જરી કરાવી હોય
  • મલ્ટિપલ સ્ક્લેરોસિસ અથવા રુમેટોઇડ નો રોગ ધરાવતી સ્ત્રીઓ
  • એલર્જી અથવા બળતરા જેવાં આંતરડાનાં રોગનો કુટુંબનો જૂનો ઇતિહાસ
  • હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તચાપ) વાળી માતાઓ
  • બીટા બ્લોકર લેતી માતાઓ (દા.ત. લેબેટાલોલ).

સ્તનપાન અને ડાયાબિટીસ

  • જે બાળકોને સ્તનપાન કરાવવામાં આવ્યું હોય તેઓને બાળપણમાં ડાયાબિટીસ (મધુમેહ) થવાની શક્યતા ઓછી હોય છે
  • એવી ભલામણ કરવામાં આવે છે કે જે માતાઓને ડાયાબિટીસ (મધુમેહ) છે તેઓ તેમના બાળકને કોઈપણ ફોર્મ્યુલા (ડબ્બાનું) દૂધ આપવાનું ટાળે
  • જો તમને ડાયાબિટીસ (મધુમેહ) હોય અને તમે ઇન્સ્યુલિન પર આશ્રિત હોવ તો તમને લાગશે કે જ્યારે તમે સ્તનપાન કરાવતા હોવ ત્યારે તમને ઓછાં ઇન્સ્યુલિનની જરૂર હોય અને વધુ ખાવાની જરૂર પડી શકે છે.
  • જો તમને સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ (મધુમેહ) થયો હોય અને તમે સ્તનપાન કરાવતા હોવ તો પછીના જીવનમાં તમને ડાયાબિટીસ (મધુમેહ) થવાની શક્યતા ઓછી હોય છે.

જાતે દૂધ કાઢવાની ભલામણ ક્યારે કરવામાં આવતી નથી

નીચેના સંજોગોમાં પ્રસૂતિપૂર્વ જાતે દૂધ કાઢવાની ભલામણ કરવામાં આવતી નથી:
  • જોખમી અથવા અકાળ પ્રસૂતિની પીડાનો ઇતિહાસ
  • યોનીમાર્ગનાં મોઢાંની અસમર્થતા
  • યોનીમાર્ગનાં મોઢાં આગળ ટાંકા લેવામાં આવ્યા હોય
How to harvest your colostrum

Information for partners (preparing for birth)

ભાગીદારો માટેની માહિતી (જન્મની તૈયારી)

Pregnant woman washing up at a kitchen sink with a man standing behind her holding her affectionately

પ્રસૂતિની પીડા અને જન્મ પહેલાં

તમારા જીવનસાથી સાથે જન્મસાથી તરીકેની તમારી ભૂમિકા અને જન્મ સમયે હાજર રહેવા વિશે તમને કેવું લાગે છે તેની ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે. તમે સાથે મળીને જન્મ આપવાની યોજના વિશે લખી શકો છો અને જો તેને આ યોજનાને કોઈ પણ કારણોસર બદલવાની જરૂર હોય તો તેણીને ટેકો આપી શકો છો. તમે આ પણ કરી શકો છો:
  • ખાતરી કરો કે અંતિમ અઠવાડિયામાં તમારો હંમેશા સંપર્ક કરી શકાય છે
  • જો તમે પ્રસૂતિ એકમમાં બાળકને જન્મ આપવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમે ત્યાં કેવી રીતે જશો તે ગોઠવો
  • ખાતરી કરો કે કારમાં હંમેશા બળતણ હોય છે અને ખાતરી કરો કે તમે કારની સીટ ફિટિંગનું પરીક્ષણ કર્યું છે. તમે કારમાં કારની સીટ રાખી શકો છો
  • પ્રસૂતિ એકમના તમારા રૂટનું પરીક્ષણ કરવા માટે ટ્રાયલ રન કરો અને ખાતરી કરો કે તમારી પાસે પાર્કિંગ મીટરમાં આપવા માટે છુટ્ટા પૈસા છે
  • પ્રસૂતિ યૂનિટની બેગ પેક કરવામાં મદદ કરો અને ખાતરી કરો કે તમને જે વસ્તુઓની જરૂર છે તે તમે પેક કરોરી છે
  • બાળકનાં જન્મ પછી અમુક ભોજન તૈયાર કરવા/પહેલેથી બનાવીને ફ્રીજમાં મુકી રાખવા વિશે વિચારો જેથી તમારે ઘરે સૌથી પહેલા રસોઈ બનાવવાની ચિંતા ન કરવી પડે
  • શું અપેક્ષા રાખવી તે વિશે જાણો અને શીખો જેથી કરીને તમે તમારા જીવનસાથી અને બાળકની સંભાળ રાખવા માટે શક્ય તેટલું તૈયાર થઈ શકો, આના વિભાગો વાંચો:

જન્મ પછીની તૈયારી

બાળકનો જન્મ ઘણીવાર એટલી મોટી ઘટના બની જાય છે કે પિતૃત્વ અને વાલીપણા પર વધારે સમય કે ધ્યાન આપવામાં આવતું નથી. બાળકના જન્મથી સંબંધો બદલાય જાય છે, જવાબદારીઓનો સ્વીકાર થાય છે અને નોંધપાત્ર નાણાકીય અસર પડે છે, જ્યારે તે તીવ્ર આનંદ અને ગર્વનો સમય પણ છે. 10% જેટલા નવા બનેલા પિતા જન્મ પછીના ડિપ્રેશન (હતાશા)થી પીડાઈ શકે છે, તેથી જો તમે તમારા મૂડમાં ફેરફાર અનુભવવાનું શરૂ કરો, તો તમારા પરિવાર, મિત્રો અને GP સાથે વાત કરો (અને see here).

Giving birth to your breech baby

બ્રીચ બેબીને જન્મ આપવો

The words breech birth composed of wooden letters. Pregnant woman in the background ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પછી લગભગ 25 માંથી એક બાળક બ્રીચ પોઝિશનમાં (પગ નીચેનાં ભાગમાં) હોય છે. જો તમારું બાળક બ્રીચ પોઝિશનમાં જ છે, તો તમારે તમારા બાળકને ફેરવવાનો પ્રયાસ કરવાના, સિઝેરિયન જન્મ આપવાના અથવા યોનિમાર્ગથી જન્મ આપવાના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરવો પડશે. તમારી પસંદગી ગમે તે હોય, પણ તેનાંથી તમારૂં અને તમારા બાળકનું સ્વાસ્થ્ય જળવાવું જોઇએ. પરંતુ, ઉપલબ્ધ દરેક વિકલ્પના ફાયદા અને જોખમોને ધ્યાનમાં લેવું પણ જરૂરી છે. બાળકનું માથું નીચે ફેરવવાથી તમે યોનિમાર્ગથી જન્મ આપી શકો છો, લગભગ 80% બ્રીચ બેબીને ફેરવવાનો પ્રયાસ કરવાની પ્રક્રિયાને એક્સટર્નલ સેફાલિક વર્ઝન (ECV) કહેવાય છે. જો બાળક બ્રીચ પોઝિશનમાં જ રહે છે, તો એમાંથી માત્ર 60% બાળકો જ યોનિમાર્ગે જન્મે એવી શક્યતા છે. કેટલાકને પ્રસૂતિ પહેલાં જ સિઝેરિયન જન્મની જરૂર પડશે, અને કેટલાકને પ્રસૂતિ દરમિયાન સિઝેરિયન ડિલિવરીની જરૂર પડશે. બ્રીચ પોઝિશનમાં બાળક ધરાવતી તમામ મહિલાઓને 39 અઠવાડિયામાં આયોજિત સિઝેરિયન જન્મનો વિકલ્પ આપવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે આ સમય સુધી આપણને બાળકની બ્રીચ અવસ્થાની જાણ થઈ જાય છે. સિઝેરિયન જન્મને લીધે, પેરીનેટલ મૃત્યુદર (મૃત્યુ) દર 1,000 માં 0.5 જેટલો ઘટે છે, જેની સરખામણીમાં માથાનાં ભાગથી જન્મ પછી થતાં મૃત્યુનો દર 1,000 માં 1 અને બ્રીચ બર્થ પછી થતાં મૃત્યુનો દર 1,000 માં 2 જેટલો છે. ટૂંકા ગાળામાં, યોનિમાર્ગથી થયેલાં જન્મ પછી તમારા બાળકને વિશેષ સંભાળની જરૂર પડે તેવી શક્યતા પણ વધી જાય છે. જો કે બે વર્ષની ઉંમર સુધીમાં બ્રીચ બેબીના સિઝેરિયન જન્મ અને બ્રીચ યોનિમાર્ગના જન્મની વચ્ચે સમાન અભ્યાસો કોઈ તફાવત બતાવતા નથી. યોનિમાર્ગથી જન્મ કરાવવાથી રિકવરી ઝડપી થાય છે અને સિઝેરિયન સર્જરી સાથે સંકળાયેલા જોખમો ટળી જાય છે. આમાં ભારે રક્તસ્રાવ અને ચેપ જેવા જોખમોનો સમાવેશ થાય છે. સિઝેરિયનનો ઘા ભવિષ્યની તમામ ગર્ભાવસ્થામાં માતા અને બાળક માટે કેટલાક જોખમોમાં વધારો પણ કરે છે. માથાની તરફથી થતાં જન્મની સરખામણીમાં યોનિમાર્ગથી થતાં બ્રીચ બર્થ પછી પેરીનિયલ પરિણામો (અકબંધ રહે છે) સમાન અથવા વધુ સારા હોય છે અને ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી ઓછી હોય છે. કોઈપણ રીતે થતાં જન્મની જેમ જ તમારી પાસે પેઈન રિલીફની સમાન પસંદગી હોવી જોઈએ, અને જન્મની સ્થિતિ પસંદ કરવાની સ્વતંત્રતા પણ હોવી જોઈએ. પરંતુ આમાંના કેટલાક વિકલ્પ તમારી ટીમના અનુભવ પર આધાર રાખતાં હોવાથી તમારે તેમની સાથે ચર્ચા કરવી જોઈએ. તમારા ડૉક્ટર અથવા નિષ્ણાત દાયણ તમને એવી ચોક્કસ ક્લિનિકલ પરિસ્થિતિઓ વિશે વધુ માહિતી આપી શકશે જે તમને લાગુ પડે છે અને જે બ્રીચ જન્મને વધુ અથવા ઓછા સુરક્ષિત બનાવે છે. યોનિમાર્ગથી થતાં બ્રીચ જન્મને સલામત બનાવતું સૌથી મહત્વપૂર્ણ પરિબળ જન્મ સમયે હાજરી આપતા વ્યાવસાયિકોની તાલીમ, કૌશલ્ય અને અનુભવ છે. જો તમારી હોસ્પિટલમાં આ માટે કુશળ એટેન્ડન્ટ ઉપલબ્ધ ન હોય અને તમે યોનિમાર્ગ દ્વારા બ્રીચ જન્મ આપવાનું નક્કી કરો છો, તો તમને આ કામ કરી શકે એવી હોસ્પિટલમાં રેફરલની ઑફર કરવી જોઈએ.

Giving birth to your breech baby: Frequently asked questions

બ્રીચ બેબીને જન્મ આપવો: વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

જ્યારે કોઈ દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત ગર્ભાવસ્થાના 36 માં અઠવાડિયે અથવા એનાં પછી તમારું પેટ જુએ છે, ત્યારે એમને એવી શંકા થઈ શકે છે કે ગર્ભાશયમાં તમારૂં બાળક પગનાં ટેકે સૂઈ રહ્યું છે. પછી સામાન્ય રીતે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરીને આની પુષ્ટિ કરવામાં આવે છે. જો આ શંકા પ્રસૂતિ પીડા દરમિયાન થાય, તો આંતરિક તપાસ દ્વારા બાળકની સ્થિતિ તપાસી શકાય છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પછી જો બાળક બ્રીચ પોઝિશનમાં હોય, તો ત્રણ વિકલ્પોની શક્યતા હોય છે: 1. એક્સટર્નલ સેફાલિક વર્ઝન (બાહ્ય માથાનું વૃતાંત) (ECV) – તમારા પેટ પર દબાણનો ઉપયોગ કરીને પહેલાં બાળકનું માથું બહારની તરફ ફેરવવું 2. યોનિમાર્ગથી આયોજિત બ્રીચ જન્મ 3. પ્લાન કરેલ સિઝેરિયન જન્મ. જો બ્રીચ પોઝિશનની જાણ પ્રસૂતિ દરમિયાન જ પહેલી વાર થાય તો શક્ય છે કે ECV શક્ય ન બને, ત્યારે મહિલાએ યોનિમાર્ગથી બ્રીચ જન્મ અને સિઝેરિયન જન્મ – આ વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની રહેશે.

કયા ટેસ્ટ ધ્યાનમાં લેવાશે/કરવામાં આવશે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?

જો પ્રસૂતિ પહેલા બ્રીચ સ્થિતિનો પતો લાગે, તો તમારા બાળકના વિકાસની તપાસ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવી શકે છે. આનાથી જન્મ પદ્ધતિ પસંદ કરવામાં તમને માર્ગદર્શન મળી શકે છે.

મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?

જો તમને લાગતું હોય કે બાળક બ્રીચ પોઝિશનમાં છે અને તમારું પાણી તૂટી ગયું છે અથવા તમે લેબરમાં છો, તો તમારે તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમની જાણ તાત્કાલિક કરવી જોઈએ?

જો તમારું પાણી તૂટી જાય અને તમારું બાળક પગનાં ટેકે સૂઈ રહ્યું હોય, તો બાળકની નાળ નીચે હોવાની શક્યતા વધી જાય છે – આને અમ્બિલિકલ કોર્ડ પ્રોલેપ્સ કહેવામાં આવે છે. જો આવું થાય, તો તમારે તપાસ માટે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો કોર્ડનો લૂપ યોનિમાર્ગની બહાર દેખાય, તો તમારે તરત જ 999 પર કૉલ કરવો જોઈએ.

આની મારી જન્મ પસંદગી પર શી અસર થશે?

તમારી દાયણ અને ડૉક્ટર તમારી સાથે તમારા વિકલ્પોની ચર્ચા કરશે. તમારી પસંદગીઓનો આધાર બ્રીચ પ્રેઝન્ટેશનનું નિદાન ગર્ભાવસ્થાના અંતમાં અથવા પ્રસૂતિ દરમિયાન થાય છે તેના પર નિર્ભર રહેશે.

ભવિષ્યની ગર્ભાવસ્થા માટે આનો અર્થ શું થશે? આવું ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

જો તમારા બાળકનો જન્મ સિઝેરિયન દ્વારા થયો હોય, તો આની અસર ભવિષ્યની ગર્ભાવસ્થા પર પડી શકે છે.

હું આ સ્થિતિ વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકું?

For your birth partner

તમારા બાળકનાં જન્મમાં ભાગીદાર માટે

Close up of packed lunch sandwich with fruit ❏ કાર પાર્ક માટેના સિક્કા /કારની પાર્ક ચુકવણીની વિગતો ❏ પીણાં અને નાસ્તો ❏ ફોન અને ચાર્જર ❏ કેમેરા ❏ પુસ્તકો મેગેઝિન ❏ આરામદાયક કપડાં/ચંપલ/શોર્ટ્સ ❏ રાતે રહેવાનાં કપડાં/ટોયલેટરી વગેરે, જો રાતે રહેવાનું આયોજન (યોજના) હોય તો/રહી શકે એમ હોય તો

For your baby

તમારા બાળક માટે

New born baby in vest worn over nappy ❏ 1 x નેપીઝ (લંગોટ/ચડ્ડી – બાળકનું બાળોતિયું) નું પેક ❏ કપડાં; સ્લીપસુટ અને વેસ્ટ (બંડી) (દરેકમાંથી 3-4) ❏ ઘણી સુતરાઉ અને ઊની ટોપીઓ ❏ ઘરે જવા માટે કપડાં ❏ મોજાં/મિટન્સ (x2 જોડી) ❏ કોટન વૂલ/વોટર વાઇપ્સ ❏ મલમલ ચોરસ/બિબ્સ ❏ બાળકને ઘરે લઈ જવા માટે કારની સીટ – અગાઉથી કેવી રીતે ઉપયોગ કરવો તે શીખો! ❏ બેબી નાનાં બાળકનો ધાબળો/શાલ જો તમે તમારા બાળકને ઉપરનું દૂધ આપવાનું વિચારી રહ્યા હોવ; તો તમારી દાયણ પાસે તપાસ કરો કે તમારે પ્રસૂતિ એકમમાં શું લઈ જવાની જરૂર છે.

For you

તમારા માટે

Pregnant woman unpacks her bag at her maternity unit ❏ પ્રસૂતિ નોંધો અને વ્યક્તિગત દેખભાળ યોજના ❏ કોઈ પણ દવાઓ કે જે તમે નિયમિતપણે લેતા હોવ ❏ પ્રસૂતિ વખતે પહેરવા માટે આરામદાયક કપડાં ❏ ચપ્પલ અને/અથવા ફ્લિપ-ફ્લોપ ❏ ડ્રેસિંગ વખતે પહેરવાનો ઝભ્ભો અને પાયજામા/નાઈટ ડ્રેસ (રાત્રે પહેરવાનાં કપડાં) (2) જે આગળના ભાગે ખુલે છે (બાળકને સ્તનપાન કરાવવાની સરળતા માટે) ❏ ઘરે પહેરવા માટે આરામદાયક કપડાં ❏ ક્રોપ ટોપ/બિકીની ટોપ જો વોટર/બર્થિંગ પૂલ (પાણીનાં પૂલ) નો ઉપયોગ કરવાનાં હોવ તો ❏ આરામદાયક બ્રા/ફીડિંગ (સ્તનપાન કરાવવાની) બ્રા ❏ જન્મ આપ્યા પછી પહેરવા માટે નીકર (ચડ્ડી) – મોટી મોટા સાઈઝ માપની , સુતરાઉ અને આરામદાયક અને/અથવા ડિસ્પોઝેબલ (એક વખત વાપરીને ફેંકી દેવાની) નીકર (ચડ્ડી) ❏ પુખ્ત મોટા સાઈઝ માપનો ટુવાલ (2) જો પાણીનાં પૂલ નો ઉપયોગ કરવાનાં હોવ તો ❏ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, હેરબ્રશ, હેર ટાઈ (વાળ બાંધવાની ક્લિપ) અને લિપ બામ (હોઠ સુકાય નહીં એટલે લગાવવાનો મલમ) સહિતની ટોયલેટરીઝ (સામાન) ❏ મેટરનિટી (પ્રસૂતિ પછી વાપરવાના) સેનિટરી પેડ્સના 2 પેક પેકેટ (જાડા અને અતિ-શોષક) ❏ બ્રેસ્ટ (સ્તન માટેનાં) પેડ્સ ❏ મજૂરીમાં પ્રસૂતિની પીડા વખતે ઉપયોગમાં લેવા માટેનું મસાજનું તેલ ❏ ચશ્મા/કોન્ટેક લેન્સીસ ❏ સંગીત વગાડવા માટે પોર્ટેબલ સ્પીકર્સ/ઇયરફોન ❏ પીણાં, નાસ્તો અને પીણાં પીવા માટે સ્ટ્રો ❏ પાણીનો છંટકાવ કરવાનું સાધન/પંખો ❏ વધારાના ઓશીકા(ઓ) ❏ ટેન્સ મશીન (જો તમે તેનો ઉપયોગ કરવાનું વિચારતા હો) ❏ પુસ્તકો/મેગેઝિન ❏ ફોન અને ચાર્જર

External cephalic version (ECV)

બાહ્ય સેફાલિક સંસ્કરણ (ECV)

Two cross-section diagrams shows a baby in the womb in breech position and then a baby in the womb in head down position આ એક એવી પ્રક્રિયા છે જેમાં ડૉક્ટર અથવા નિષ્ણાત મિડવાઇફ (દાયણ) તેઓના હાથ વડે તમારા પેટ પર હળવા દબાણનો ઉપયોગ કરીને બાળકને યોગ્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરે છે. ECV લગભગ 50% સ્ત્રીઓમાં સફળ છે અને સામાન્ય રીતે સલામત છે. ECV પછી દર 200માંથી એક બાળકને ઇમરજન્સી સિઝેરિયન શસ્ત્રક્રિયા દ્વારા ડિલિવરી કરાવવાની જરૂર પડશે, અને તમારા બાળકની સ્થિતિ સારી રહે તેની ખાતરી કરવા માટે પ્રક્રિયા પહેલા અને પછી તેનું નિરીક્ષણ કરવામાં આવશે.

બ્રીચ બાળકો માટે મોક્સિબસ્ટન

આ એક પરંપરાગત ચાઈનીઝ વિધિ છે જેનો ઉપયોગ બ્રીચ સ્થિતિમાં રહેલા બાળકો ને ફેરવવા માટે થઈ શકે છે. આ વિધિમાં ગર્ભાવસ્થાના 34-36 અઠવાડિયાથી અંગૂઠા વચ્ચે મોક્સા-સ્ટીક (સૂકા જડીબુટ્ટીઓની ચુસ્તપણે ભરેલી નળી) સળગાવવામાં આવે છે. તેની કોઈ જાણીતી નકારાત્મક આડઅસર નથી અને પુરાવા સૂચવે છે કે તે બ્રીચ સ્થિતિમાં રહેલા બાળકને ફેરવવામાં સફળ થઈ શકે છે. વધુ માહિતી માટે તમે તમારી મિડવાઇફ (દાયણ) અથવા સ્થાનિક એક્યુપંક્ચરિસ્ટને પૂછી શકો છો.
NHS External Cephalic Version (for Breech Baby)

Choosing place of birth

જન્મ સ્થળની પસંદગી કરવી

Sign post with signs to hospital or home birth આ એક નિર્ણય છે જે તમે ગર્ભાવસ્થાના લગભગ 34-36 અઠવાડિયામાં તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે ચર્ચા કર્યા પછી લેશો, પરંતુ આ સમય પહેલાં તમારી પસંદગીઓ વિશે વિચારવાનું શરૂ કરવું મદદરૂપ થશે. તમે કોઈ પણ સમયે તમારા બાળકને ક્યાં જન્મ આપવો તે અંગે તમારો વિચાર બદલી શકો છો. જો તમે તમારા બાળકને ઘરે અથવા મિડવાઇફરી લીડ યુનિટ (જન્મ કેન્દ્ર)માં રાખવાનું પસંદ કરો છો, તો પ્રસૂતિ પહેલા અથવા દરમિયાન કેટલીક ઘટનાઓ અથવા જટિલતાઓનો અર્થ થાય છે કે લેબર વોર્ડમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપવામાં આવે છે.

ઘર

ઘરે – તમારા પોતાના ઘરનાં આરામદાયક વાતાવરણમાં બે દાયણો અને તમે જેને તમારી સાથે રહેવા માટે પસંદ કરો છો તમે બર્થિંગ પૂલ ભાડે રાખી શકો છો અને જો તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારી દાયણ તમને ગેસ અને એર (હવા) (એન્ટોનોક્સ) આપી શકે છે.

મિડવાઇફ-લેડ યુનિટ (MLU)/ (દાયણની આગેવાની વાળું જન્મ કેન્દ્ર)

આ પ્રસૂતિ એકમની અંદરનો એક વોર્ડ છે. ત્યાં ઘરેલું અને શાંત વાતાવરણ છે અને ન્યૂનતમ સહાયતા સાથે બાળકનાં સામાન્ય જન્મમાં સહકાર આપે છે. મિડવાઇફ્સ (દાયણો) અને પસંદ કરેલા જન્મ ભાગીદારો તમને ટેકો આપવા માટે તમારી બાજુ પર હાજર છે. તમારી પસંદગીના પ્રસૂતિ એકમના આધારે તમારી પાસે બર્થિંગ પૂલ, ગેસ અને એર (એન્ટોનોક્સ), એરોમાથેરાપી અને અફીણ આધારિત પીડા રાહતની પસંદગી હશે.

ઑબ્સ્ટેટ્રિક-લેડ યુનિટ (OLU) પ્રસૂતિવિશેષ કેન્દ્ર/લેબરવૉર્ડ/ડિલિવરી સ્યુટ

આ પ્રસૂતિ એકમનો એક વોર્ડ છે જ્યાં ડોકટરો અને દાયણોની ટીમ દ્વારા તમને સંભાળ પૂરી પાડવામાં આવશે. ન્યૂનતમ હસ્તક્ષેપ સાથે સામાન્ય જન્મ હંમેશા ધ્યેય છે, જો તે કરવું સલામત છે તો. જે મહિલાઓને તેની જરૂર છે તેમના માટે વધુ વિશિષ્ટ તબીબી સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ છે.
Options for place of birth

Getting ready for birth

જન્મ માટે તૈયાર થવું

Heavily pregnant woman supporting her bump with her hands