જો તમે કોઈ પણ લાંબા ગાળાની સ્થિતિ માટે દવાઓ લઈ રહ્યા હોવ, તો પહેલા તમારા GP સાથે વાત કર્યા વિના તેમને લેવાનું બંધ કરશો નહીં અથવા ડોઝ બદલશો નહીં. જો તમને અમુક દવાઓની સલામતી વિશે ખાતરી ન હોય, તો તમારા GP અથવા સ્થાનિક દવાવાળા સાથે વાત કરો. સ્તનપાન કરતી વખતે ઘણી દવાઓ સુરક્ષિત હોય છે પરંતુ તમારા GP સાથે વાત કરો જે પુષ્ટિ કરી શકે અથવા સુરક્ષિત વિકલ્પની ભલામણ કરી શકે.તમારા GP તમને પ્રસૂતિ મુક્તિ પ્રમાણપત્ર માટે સહી કરેલ ફોર્મ પ્રદાન કરી શકે છે. આ તમને તમારા બાળકના જન્મ પછી એક વર્ષ સુધી મફત NHS પ્રિસ્ક્રિપ્શન્સ માટે હકદાર બનાવશે.