હાલમાં એવી ભલામણ કરવામાં આવે છે કે તમામ ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ફ્લૂ અને મોટી ઉધરસની રસી આપવામાં આવે. ગર્ભાવસ્થાના પ્રારંભમાં આ વિશે તમારી દાયણ અથવા તમારા GPને ત્યાં કામ કરતી નર્સને પૂછો. જો તમે મુસાફરી કરી રહ્યા હો, તો કૃપા કરીને મુસાફરીની સલામતી વિશેની માહિતી જુઓ.
શું તમે રસીકરણ માટે મુલાકાતનો સમય લીધો છે?
કૃપા કરીને ધ્યાન રાખો કે તમે મુલાકાતનો સમય સાચવો.
રસીકરણ અત્યારે અને ભવિષ્યમાં ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે, તેથી તમારા અને તમારા પરિવાર માટે વર્તમાન રસીકરણની માહિતી રાખવી ખરેખર મહત્વપૂર્ણ છે. જો તમે ગર્ભવતી હો અથવા નાના બાળકો હોય તો આ ખાસ કરીને મહત્વનું છે.જ્યાં સુધી તમારામાં COVID-19 નાં લક્ષણો ન હોય અને તમે COVID-19 નાં લક્ષણોને કારણે સ્વયં એકલા રહેવું સ્વીકાર્યું ન હોય ત્યાં સુધી તમારે તમારી મુલાકાતમાં સામાન્ય રીતે હાજરી આપવી જોઈએ.જો તમને સમસ્યા હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને તમારી GP પ્રેક્ટિસને કૉલ કરો.
ફ્લૂની રસી
ફ્લૂની રસી દર વર્ષે શિયાળામાં ઉપલબ્ધ હોય છે અને ગર્ભાવસ્થાના દરેક તબક્કે સલામત છે. તમને ફ્લૂની રસીની ભલામણ કરવામાં આવે છે કારણ કે જ્યારે સગર્ભા હોય ત્યારે ફ્લૂ પકડવાથી તમારા અને તમારા બાળક બંને માટે ગંભીર ગૂંચવણો થઈ શકે છે.
મોટી ઉધરસની રસી
મોટી ઉધરસની રસી તમામ ગર્ભવતી મહિલાઓ માટે ભલામણ કરવામાં આવે છે અને તે ગર્ભાવસ્થાના 16 થી 38 અઠવાડિયાની વચ્ચે આપી શકાય છે. આદર્શ રીતે મહિલાઓ ગર્ભાવસ્થાના 16 થી 32 અઠવાડિયાની વચ્ચે રસીકરણ કરાવવું જોઈએ કારણ કે આથી શ્રેષ્ઠ રીતે સુનિશ્ચિત થાય છે કે આ રસીને લીધે તમારા બાળકને પાસે મોટી ઉધરસ સામે રોગપ્રતિકારક તાકાતનો વિકાસ કરવા માટે પૂરતો સમય છે. નાના બાળકોમાં હૂપિંગ મોટી ઉધરસ ને લીધે ન્યુમોનિયા અને મગજને નુકસાન પહોંચાડવા જેવી તકલીફ થઈ શકે છે, તેથી ગર્ભાવસ્થા દરમિયાન બૂસ્ટર રસી લેવાથી તમારા બાળકને સુરક્ષિત રહેવામાં મદદ મળશે.
ગર્ભાવસ્થામાં સેક્સ કરવું સલામત છે, સિવાય કે તમારા સંભાળ પ્રદાતાએ તેની વિરુદ્ધ સલાહ આપી હોય.કેટલાક યુગલોને ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ આનંદદાયક લાગે છે, જ્યારે કેટલાકને તેમની સેક્સ ડ્રાઇવ માટેની ઈચ્છામાં ફેરફાર જણાય છે અને તેઓને એવું લાગતું નથી કે તેઓ વારંવાર અથવા બિલકુલ સેક્સ કરવા માગે છે. જો તમને સેક્સ માણવાનું મન ન થતું હોય, તો અન્ય રીતો વિશે વિચારો કે જેનાથી તમે તમારા જીવનસાથી સાથે ઘનિષ્ઠતા અને સમીપતા અનુભવી શકો. તમારા જીવનસાથી સાથે તમારી લાગણીઓ વિશે વાત કરો અને જો તમને તેમની જરૂર હોય તો ગોઠવણો કરો. તમારા સ્તનોમાં દુખાવો અને કોમળતા હોઈ શકે છે, અને જેમ જેમ તમારો પેટનો ભાગ વધે છે તેમ તેમ અમુક સ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે. સંભોગ કરવાથી તમારા બાળકને નુકસાન થઈ શકતું નથી, અને શું થઈ રહ્યું છે તેને તેની જાણ નહીં થાય.
જ્યારે ગર્ભવતી હોવ ત્યારે ગેરકાયદેસર અથવા શેરી દવાઓનો ઉપયોગ તમને અને તમારા બાળકને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. જો તમે (અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ) આવી દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તરત જ મદદ લેવી મહત્વપૂર્ણ છે. તમે તમારી દાયણ, GP અથવા ઉપલબ્ધ કોઈપણ નિષ્ણાત સારવાર સેવાઓ સાથે વાત કરી શકો છો.24 કલાક તાત્કાલિક મદદ અને સમર્થન માટે આ સલાહ લાઇનનો સંપર્ક કરો:FRANK:Tel: 0300 123 600Text: 82111
ધૂમ્રપાન કરવું અને નિષ્ક્રિય ધુમાડો શ્વાસમાં લેવો એ તમારા અને તમારા અજાત બાળક માટે અત્યંત હાનિકારક છે.એક સિગારેટમાં 4,000 જેટલા રસાયણો હોય છે જે તમારા લોહીના પ્રવાહ દ્વારા તમારા અજાત બાળક સુધી જાય છે. દિવસમાં ફ્ક્ત એક જેટલું ઓછું ધૂમ્રપાન કરવાથી પણ સગર્ભાવસ્થા અને બાળજન્મમાં જટિલતાઓનું જોખમ વધી શકે છે. જ્યારે તમે સગર્ભા હો ત્યારે શક્ય તેટલી વહેલી તકે ધૂમ્રપાન છોડવાથી આ સામે રક્ષણ મળી શકે છે:
જન્મ સમયે ઓછું વજન
પૂર્વ-અવધિ જન્મ
કસુવાવડ
મૃત્યુ
સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ (SIDS)/પારણાંમાં મૃત્યુ
જન્મ
આધાર
ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકારની મદદથી તમારી ધૂમ્રપાન છોડવાની શક્યતા વધારે છે. ગર્ભાવસ્થા એ સારા માટે ધૂમ્રપાન છોડવાનો આદર્શ સમય છે. તમારી દાયણ અથવા GP તમને સ્થાનિક ધૂમ્રપાન બંધ કરવાની સેવાઓનો સંદર્ભ આપી શકે છે અથવા તમે 0300 123 1044 પર NHS ધૂમ્રપાન હેલ્પલાઇન દ્વારા સ્વ-સંદર્ભ મેળવી શકો છો. તમને ધૂમ્રપાન બંધ કરવા માટેનો સહકાર તમે ક્યાં રહો છો તેના પર અને તમારી વ્યક્તિગત પસંદગીઓ પર આધાર રાખે છે. ધૂમ્રપાન બંધ કરો સેવાઓ સામાન્ય રીતે આપે છે:
સાપ્તાહિક સમર્થન કાં તો રૂબરૂ, ફોન પર અથવા ઑનલાઇન
ધૂમ્રપાન બંધ કરવામાં મદદ કરવા પ્રિસ્ક્રિપ્શન પર અથવા મફત દવા
મોટાભાગની નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી ગર્ભાવસ્થામાં વાપરવા માટે સલામત છે. તમારા ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકાર તમને સગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન છોડવામાં મદદ કરવા માટે યોગ્ય પદ્ધતિ શોધવામાં તમને મદદ કરવા સક્ષમ હોવા જોઈએ.
ઈ-સિગારેટ
જોખમ મુક્ત ન હોવા છતાં, ઈ-સિગારેટ ધૂમ્રપાનના જોખમનો એક નાનો ભાગ ધરાવે છે. જો ઈ-સિગારેટ અથવા ‘વેપિંગ’નો ઉપયોગ તમને ધૂમ્રપાન મુક્ત રહેવામાં મદદ કરે છે, તો તે તમારા અને તમારા બાળક માટે ધૂમ્રપાન કરવાનું ચાલુ રાખવા કરતાં ઘણું વધુ સુરક્ષિત છે. જો તમે ઈ-સિગારેટનો ઉપયોગ કરવા માંગતા હો, તો પણ તમે નિષ્ણાત ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકાર પાસેથી મફત નિષ્ણાતની મદદ મેળવી શકો છો.
કાર્બન મોનોક્સાઇડ સ્ક્રીનીંગ
કાર્બન મોનોક્સાઇડ પરીક્ષણ તમામ મહિલાઓને નોંધણી વખતે અને ફરીથી ગર્ભાવસ્થાના 36 અઠવાડિયામાં આપવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડ એ એક ઝેરી ગેસ છે જે તમારા ફેફસામાં જાય છે જ્યારે તમે ધૂમ્રપાન કરો છો અથવા કોઈ અન્યની સિગારેટનો નિષ્ક્રિય ધુમાડો શ્વાસમાં લો છો. જો બોઈલર, કૂકર અથવા કાર એક્ઝોસ્ટ ખામીયુક્ત હોય તો તે પણ શોધી શકાય છે. ઘરગથ્થુ ગેસ ઉપકરણોની નિયમિત તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. મફત આરોગ્ય અને સલામતી ગેસ સલાહ 0800 300 363 (સોમવારથી શુક્રવાર) પર ઉપલબ્ધ છે. ધુમ્રપાન અને કાર્બન મોનોક્સાઇડ વિશે વધુ માહિતી માટે નીચેની લિંક્સ વાંચો.
કેટલીકવાર એવી કોઈ વ્યક્તિ સાથે વાત કરવી સહેલું હોય છે જે તમને જાણતા નથી. તે તમારી બધી સમ્સયાઓને અવાજ આપવા અને અર્થમાં લાવવાનો પ્રયત્ન કરવા અથવા તમારામાં આવતા કેટલાક નકારાત્મક વિચારોને નિયંત્રિત કરવાની જગ્યા હોઈ શકે છે.
જો આ સૂચનાઓ તમને મદદરૂપ ન થતી હોય, અને તમે બે અઠવાડિયાથી વધુ સમય માટે અલ્પતા કે ચિંતા અનુભવો છો, તો તે કંઈક વધુ ગંભીર હોઈ શકે છે. તમે સારું અનુભવવા માટે મદદ મેળવી શકો છો, તમારા વિકલ્પો વિશે તમારી મિડવાઇફ (દાયણ) અથવા ડૉક્ટર સાથે વાત કરી શકો છો અને કે તમને ક્યાં સહકાર મળી શકે છે.ગર્ભાવસ્થામાં તમારા મનોભાવને જાણવા માટે મોમેન્ટ હેલ્થ (ક્ષણિક સ્વાસ્થય) ઍપનો ઉપયોગ કરો.
તરવું, ચાલવું, દોડવું, નૃત્ય કરવું, યોગ – જે પણ તમારા માટે કામ કરે છે – તે ગર્ભાવસ્થા દરમિયાન કરતા રહો. વ્યાયામ તમને કંઈક અલગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે, અને તે તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે. એન્ડોર્ફિન્સનો ઉછાળો, અથવા તણાવ-મુક્ત સ્ટ્રેચ, તમને સારું અનુભવવામાં અને સારી ઊંઘમાં મદદ કરી શકે છે.સારું પોષણ તમને સ્વસ્થ રાખશે અને તમારા બાળકના વિકાસમાં અને ખીલવામાં મદદ કરશે.
દરરોજ પોતાના માટે સમય કાઢો
એવું કંઈક કરો જે તમને ગમે છે જે ફક્ત તમારા માટે છે.દાખલા તરીકે:
ગરમ સ્નાન લો
કેટલાક સંગીત સાંભળીને ખુશ રહો
તમારી આંખો બંધ કરો
ધીમેધીમે તમારા ઉપસેલા પેટને મસાજ કરો
રોજનિશી રાખો.
જે તમને શાંતિનો અનુભવ કરાવે તે પસંદ કરો. આમ કરવાથી તમારા બાળકનાં મગજના વિકાસમાં પણ મદદ થશે.તમારા બાળકને જાણવામાં ની લિંકમાં તમે તમારા અજાત બાળક સાથે સંબંધ બાંધવાથી સુખાકારીને કેવી રીતે મદદ મળી શકે તે વિશે વધુ વાંચી શકો છો.
અનેક મહિલાઓ જોવા મળે છે કે ધ્યાન અને શ્વાસ લેવાની તકનીકો તેમને માત્ર ગર્ભાવસ્થામાં આરામ કરવા માટે જ મદદ નથી કરતી, પરંતુ પ્રસૂતિ દરમિયાન પીડાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. તમારી દાયણને પૂછો કે તમારા મેટરનિટી યુનિટમાં કયા વર્ગો ઉપલબ્ધ છે.
તમે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો
તમે કેવું અનુભવો છો તે વિશે વાત કરો. તમારી છાતી પરથી ભાર ઉતારવાથી અને તમારી ચિંતાઓને સમજદાર અને વિશ્વાસપાત્ર મિત્ર, કુટુંબના સભ્ય અથવા કામ પરના સહકર્મી સાથે વાત કરવાથી બધો જ ફરક પડી શકે છે.
કુટુંબ અથવા મિત્રો પાસેથી વ્યવહારુ મદદ માટે પૂછો
જો તમે તમારી ગર્ભાવસ્થાનો શારીરિક અથવા ભાવનાત્મક રીતે સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં હોવ તો – થોડી મદદ મેળવો.પછી ભલે તે ઘરકામ, અથવા ખરીદી, અથવા બાળ સંભાળ (જો તમને અન્ય બાળકો હોય) માટે હોય, જો તમે કરી શકો તો મદદ માટે પૂછો. તમારી જાતને થકવી ન નાખો અને જ્યારે તમને જરૂર હોય ત્યારે આરામ કરો.જો તમારી પાસે નજીકના સહાયક સંબંધ નથી, તો તમારી દાયણ સાથે તમને કેવું લાગે છે તે વિશે વાત કરો.
ઘણી મહિલાઓ માટે બાળજન્મનો વિચાર ચિંતા-ઉશ્કેરણીજનક છે અને કેટલીક એવું કહી શકે છે કે આ એક અણધારી ઘટના માટેનો સામાન્ય પ્રતિભાવ છે જ્યાં પરિણામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, કેટલીક મહિલાઓ માટે બાળજન્મ વિશે ગંભીર ચિંતા તેમના ગર્ભાવસ્થા અને બાળકનાં જન્મના અનુભવ પર ખૂબ નકારાત્મક અસર કરી શકે છે, આ સ્થિતિને ક્યારેક ટોકોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી સ્ત્રીઓને બાળકને જન્મ આપવા વિશે થોડો ડર હોય છે, પરંતુ તમને ગંભીર ચિંતા થવાની શક્યતા વધુ હોય છે જો:
તમને વ્યાપક સ્ત્રીરોગ વિશેની સમસ્યાઓ હતી
પ્રસૂતિનો ડર તમારા પરિવારમાં છે અને તમે કુટુંબમાંથી જન્મ વિશે ભયાનક વાર્તાઓ સાંભળી હોય
તમને ચિંતા/વ્યગ્રતાની સમસ્યા છે
તમારે દરેક સમયે નિયંત્રણમાં રહેવાની સખત જરૂર છે
તમને અગાઉ બાળજન્મનો આઘાતજનક અનુભવ થયો છે
તમે બાળપણમાં જાતીય શોષણનો અનુભવ કર્યો હતો
તમે જાતીય હુમલો અથવા બળાત્કારનો અનુભવ કર્યો છે
તમને ડિપ્રેશન છે.
તમારે શું કરવું જોઈએ?
શક્ય તેટલી વહેલી તકે તમારી ગર્ભાવસ્થામાં તમારા ડર વિશે તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવો. તેઓએ તમને ગંભીર ચિંતા અનુભવતી સ્ત્રીઓને ટેકો આપવા માટે પ્રશિક્ષિત હેલ્થકેર પ્રોફેશનલ પાસે મોકલવા જોઈએ. સંશોધન દર્શાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક આધાર સાથે ડર ઘટાડી શકાય છે. તેઓ તમને જન્મના વિવિધ પ્રકારોના જોખમો અને ફાયદાઓ વિશે પણ માહિતી આપશે.
હું મારી જાતને કેવી રીતે મદદ કરી શકું?
તમે જેટલી વહેલી મદદ મેળવી શકો તેટલી સારી:
તમારા જીવનસાથી અને કુટુંબીજનો/મિત્રો સાથે વાત કરો જો તમને આમ કરવામાં આરામદાયક લાગે તો
વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી વાંચો – બ્લોગ્સ અથવા ઇન્ટરનેટ ફોરમમાંથી માહિતી પર આધાર રાખશો નહીં
પ્રસૂતિ વિભાગ અથવા જન્મ કેન્દ્રની મુલાકાત લેવાની વ્યવસ્થા કરો જેથી કરીને તમે તેઓના વાતાવરણથી પરિચિત થઈ શકો
જો તમે પીડાનો સામનો કરવા અંગે ચિંતિત હોવ, તો તમારી દાયણ સાથે પીડા રાહત વિકલ્પોની ચર્ચા કરો અથવા તમારા જન્મસાથી અને દાયણ સાથે ભાગીદારીમાં વિગતવાર જન્મ આપવા વિશેની યોજના લખો.
તમને વાત કરવાનાં ઉપચારથી ફાયદો થઈ શકે છે. તમારી દાયણ, ઑબ્સ્ટેટ્રિશિયન અથવા GP તમને સંદર્ભ આપી શકે અથવા તમે તમારી સ્થાનિક ઇમ્પ્રૂવિંગ એક્સેસ ટુ સાયકોલોજિકલ થેરાપીઝ (IAPT) નો સંદર્ભ આપી છો.
તમારી એપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે, તમારી દાયણ તમને તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછશે જેથી તેઓ શોધી જાણી શકે કે તમને કોઈ વધારાના સહકારની જરૂર છે કે નહીં. દરેક સ્ત્રીને આ પ્રશ્નો પૂછવામાં આવે છે. જો તમને કોઈ ચોક્કસ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ન હોય તો પણ, જો તમે બેચેની અનુભવી રહ્યાં હોવ અથવા તમને લાગે કે તમે અલગ છો અને/અથવા તમારી પાસે કોઈ સહકાર નથી તો તમારી દાયણ સાથે વાત કરવી એ સારો વિચાર છે.તમારી દાયણ તમને પૂછશે:
તમે કેવું અનુભવો છો
શું તમને ક્યારેય માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હોય છે કે ક્યારેય પહેલાં થઈ છે, જેમ કે બાયપોલર ઈફેક્ટિવ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અથવા સ્કિઝોફેક્ટિવ ડિસઓર્ડર, અગાઉના પ્રસૂતિ પછીનું સાયકોસિસ, ગંભીર ડિપ્રેશન (હતાશા) અથવા અન્ય માનસિક બીમારી
શું તમે ક્યારેય નિષ્ણાત માનસિક આરોગ્ય સેવા દ્વારા સારવાર લીધી છે
ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકનાં જન્મ પછી નજીકના સંબંધીને ક્યારેય ગંભીર માનસિક બીમારી થઈ છે.
તમને કેવું લાગે છે તે વિશે તમારી દાયણ સાથે પ્રમાણિક રહેવું મહત્વપૂર્ણ છે. તેઓ તમારા માટે કોઈ મત બાંધશે નહીં, અને જો તમને તેની જરૂર હોય તો તેઓ તમને સહકાર અથવા સારવાર મેળવવામાં મદદ કરી શકે છે. જો તમારી દાયણને લાગે કે તમારી સાથે વાત કર્યા પછી તમને વધુ સહકારની જરૂર છે, તો તેઓ તમને તમારી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય સેવા જેમ કે વાત કરવાના ઉપચારો, નિષ્ણાત દાયણ, નિષ્ણાત પેરીનેટલ સેવાઓ અથવા તમારા GP પાસે મોકલશે.
પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમો
કોમ્યુનિટી પેરીનેટલ માનસિક આરોગ્ય ટીમ એવી માતાઓને મદદ કરે છે જેઓ મધ્યમથી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહી હોય. તેઓ હાલની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી મહિલાઓને ગર્ભધારણ પૂર્વેની સલાહ પણ આપે છે જેઓ ગર્ભાવસ્થાનું આયોજન કરી રહી છે. તેઓ વ્યાવસાયિકોની શ્રેણી ધરાવે છે અને કુટુંબ કેન્દ્રિત મદદ આપે છે. આ ટીમો પ્રસૂતિ સેવાઓ, આરોગ્ય મુલાકાતીઓ, વાત કરવાનો ઉપચાર, GP, અન્ય સમુદાય સેવાઓ અને ત્રીજા ક્ષેત્રની સંસ્થાઓ સાથે નજીકથી કામ કરે છે.
ગર્ભાવસ્થામાં તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સુખાકારી
બાળકની અપેક્ષા કરવી એ આનંદકારક અને ઉત્તેજક સમય હોઈ શકે છે. જો કે, સગર્ભા સ્ત્રીઓને ચિંતા, હતાશા અથવા ભાવનાત્મક તકલીફનો અનુભવ થવો એ પણ સામાન્ય બાબત છે. વધુ માં વધુ ચારમાંથી એક મહિલા ગર્ભાવસ્થા દરમિયાન ભાવનાત્મક મુશ્કેલીઓ અનુભવે છે. આ કોઈને પણ થઈ શકે છે, તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે વધુ જાણવા માટે નીચેના પેજનું સંશોધન કરો.