Urinary tract infections (UTIs)

પેશાબની નળીઓનો ચેપ (યૂટીઆઈ)

Close up of test tubes containing urine samples પેશાબની નળીઓનો ચેપ ગર્ભાવસ્થામાં વધુ સામાન્ય છે. તમારે ચિહ્નો અને લક્ષણો માટે ધ્યાન આપવું જોઈએ, અને જો તમને લાગે કે તમને ચેપ લાગ્યો હોઈ શકે છે તો તમારા GP અથવા મિડવાઈફ (દાયણ) નો તાત્કાલિક સંપર્ક કરો. આ ચેપનાં લક્ષણોમાં પેશાબ કરતી વખતે દુખાવો, સામાન્ય કરતાં ઘણી વાર ઓછી માત્રામાં પેશાબ કરવો અથવા વાદળછાયા અને વિચિત્ર ગંધવાળા પેશાબનો સમાવેશ થાય છે. Signs that you might have bacterial vaginosis (BV) are:
  • thin white or grey vaginal discharge
  • strong, fishy odour, especially after having sex
  • pain, itching or burning in or around the vagina
  • burning sensation when you urinate
ગર્ભાવસ્થામાં પુષ્કળ પાણી પીવાથી પેશાબની નળીઓનો ચેપ ની ઘટનાને ઘટાડવામાં મદદ મળી શકે છે.

Sepsis during pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન સેપ્સિસ (ચામડી ઉપર ગડગૂમડનો સડો)

Sepsis infection particles under a microscope ગર્ભાવસ્થા દરમિયાન અને/અથવા તમારા બાળકના જન્મ પછી ચેપને ક્યારેય દુર્લક્ષ ન કરવો જોઈએ. કેટલાક ચેપ સેપ્સિસ તરીકે ઓળખાતી વધુ ગંભીર પરિસ્થિતિમાં વધી શકે છે, જ્યાં ચેપ લોહીના પ્રવાહમાં અને આખા શરીરમાં ફેલાઈ જાય છે. જો ઉપચાર ન કરવામાં આવે તો સેપ્સિસ આઘાત, કોઈ પણ અંગ નકામું થઇ શકે છે અને મૃત્યુ થઇ શકે છે. જ્યારે મોટાભાગની મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન અથવા પછી ચેપ અથવા સેપ્સિસથી પીડાતી નથી, જો તેઓ કરે તો તેને ઓળખી કાઢવાની અને ઝડપથી ઉપચાર કરાવવાની જરૂર હોય છે.

સેપ્સિસના લક્ષણો

ચેપના પ્રથમ લક્ષણો સામાન્ય રીતે તમારા ટેમ્પરેચર, હાર્ટ રેટ અને શ્વાસમાં વધારો થવા લાગે છે. તમે અસ્વસ્થ પણ મહેસુસ કરી શકો છો, શરદી અને ફ્લૂ જેવા લક્ષણો અને તમારા પેટ અને/અથવા ઝાડામાં ચિંતાજનક દુખાવો થઈ શકે છે. સેપ્સિસ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી શકે છે તેથી જો તમે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોવ તો સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળજન્મ પછી ચેપ કેવી રીતે અટકાવી શકાય છે?

સારી વ્યક્તિગત સ્વચ્છતા મદદરૂપ થાય છે. આમાં નિમ્નલિખિતનો સમાવેશ થઈ શકે છે: દૈનિક સ્નાન, સારી રીતે હાથ ધોવા અને સૂકવવા, પેરીનેલ એરિયા (યોનિ અને પાછળના માર્ગની વચ્ચે) સ્વચ્છ, શુષ્ક રાખવું અને પ્રસૂતિ/સેનિટરી પેડ્સને વારંવાર બદલવું આવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. શૌચાલયમાં જતા પહેલા અને પછી અને પ્રસૂતિ/સેનિટરી પેડ બદલતા પહેલા તમારા હાથ ધોવા મહત્વપૂર્ણ છે.

મને ચેપ અથવા સેપ્સિસ થવાની સંભાવના ક્યારે હોઈ શકે છે?

ગર્ભાવસ્થા દરમિયાન અથવા તમારા બાળકના જન્મ પછી સેપ્સિસ થઈ શકે છે. નિમ્નલિખિત સંજોગોમાં ચેપ લાગવાનું જોખમ વધી જાય છે:
  • ગર્ભપાત અથવા ERPC થયા પછી (ERPC – ગર્ભાધાનના જાળવી રાખેલા ઉત્પાદનોને કાઢી નાખવું એ ગર્ભાશયમાંથી પેશીઓને હટાવાની સર્જિકલ પ્રક્રિયા છે)
  • મેમ્બ્રેનનું અકાળ ભંગાણ (જ્યારે તમારું બાળક જન્મે તે પહેલાં પાણી બહાર નીકળી જાય છે)
  • જો તમારા બાળકના જન્મના 24 કલાકથી વધુ સમય પહેલાં તમારું પાણી બહાર નીકળી જાય છે
  • જો તમને પેશાબમાં ચેપ (UTI) થયો હોય
  • જો તમારા બાળકનો જન્મ સમય પહેલા/વહેલો થયો હોય (તેની નિયત તારીખ પહેલા)
  • તમારા બાળકને જન્મ આપ્યા પછી – ગંભીર ચેપનો વિકાસ થવાનો આ સૌથી સામાન્ય સમય છે; વિશેષ રીતે જો તમે તમારા બાળકને ઇમરજન્સી સિઝેરિયન વિભાગ દ્વારા, ફોર્સેપ્સ અથવા વેક્યૂમ ડિલિવરી દ્વારા, અથવા જો તમને પેરીનેલ જખમ અથવા એપિસોટોમી હોય તો).

મારે ક્યારે દાયણ અથવા ડૉક્ટર પાસે જવું જોઈએ?

જો તમને સમસ્યા હોય, અસ્વસ્થ હોવ અને/અથવા જો તમને નિમ્નલિખિત માંથી કોઈ પણ લક્ષણો જણાય તો તમારે તમારા GP અથવા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરવો જોઈએ:
  • પેશાબ કરતી વખતે દુખાવો/બળતરા અથવા પેશાબ કરવા માટે જોર લાગવું પડે, આ પેશાબની નળીઓનો વિસ્તાર ચેપનું લક્ષણ હોઈ શકે છે
  • યોનિમાર્ગ સ્રાવ જે દુર્ગંધયુક્ત અને/અથવા અસામાન્ય રંગનો હોઈ શકે છે, આ જનન માર્ગના ચેપ (યોનિ/ગર્ભાશયના ચેપ) ની નિશાની હોઈ શકે છે.
  • પેટનો દુખાવો જે સાદા એનાલેસીયાથી ઠીક થતો જણાતો નથી, આ ગર્ભાશય/જખમના ચેપ અથવા ફોલ્લાની નિશાની હોઈ શકે છે.
  • ઠંડી લાગવી, ફલૂના પ્રકારના લક્ષણો અથવા ચક્કર અને અસ્વસ્થતા અનુભવવી
  • ઝડપી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી
  • ધબકારા ઝડપી થવા
  • ગળફા સાથે અથવા તેની સાથે સતત ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો એ છાતીમાં ચેપ અથવા પલ્મોનરી એમબોલિઝમ (ફેફસામાં લોહીની ગંઠાઈ) ની નિશાની હોઈ શકે છે.
  • એક જખમ જે સારી રીતે રૂઝાઈ રહ્યો નથી, તૂટી ગયો છે અથવા લાલ થઈ ગયો છે
  • સ્તનના એક ભાગમાં તીવ્ર દુખાવો
  • ઝાડા
  • યોનિમાર્ગ રક્તસ્રાવમાં (તમારા બાળકના જન્મ પછી) અચાનક વધારો.
તાત્કાલિક સલાહ માટે તમે જ્યાં જન્મ આપ્યો હતો તે પ્રસૂતિ એકમ, તમારી દાયણ અથવા GP નો વધુ માહિતી માટે સંપર્ક કરો.

Toxoplasmosis

ટોક્સોપ્લાસ્મોસિસ (સંક્રમિત બિલાડીથી થતો એક ચેપી રોગ)

Cat walking out of its litter tray ટોક્સોપ્લાસ્મોસીસ એ એક ચેપ (સંક્રમણ) છે જે બિલાડીના મળ (પૂ), દૂષિત માટી અથવા દૂષિત માંસ સાથે સીધા સંપર્ક દ્વારા ગ્રસિત થવાય છે. મોટા ભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે તેમને આ રોગ છે, પરંતુ તે ફ્લૂ (ઇન્ફલુએન્ઝા) જેવા લક્ષણોનું કારણ બની શકે છે અને તે તમારા અજાત બાળકને નુકસાન પહોંચાડી શકે છે. ગર્ભવતી મહિલાઓને બાગકામ કરતી વખતે અથવા બિલાડીના કચરાનું સંચાલન કરતી વખતે મોજા પહેરવાની અને માટીના તમામ નિશાનો દૂર કરવા માટે ફળો અને શાકભાજીને સારી રીતે ધોવાની સલાહ આપવામાં આવે છે. અમે ટોક્સોપ્લાસ્મોસિસ માટે નિયમિતપણે પરીક્ષણ કરતા નથી કારણ કે આ રોગ ખૂબ જ દુર્લભ છે.

Sexually Transmitted Infections (STIs)

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) (જાતીય રોગ)

Close up of test tube labelled STI test ક્લેમીડિયા, હર્પીસ અને ગોનોરિયા જેવા જાતીય રોગો વધુને વધુ સામાન્ય બની રહ્યા છે અને જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન આ ચેપી રોગોની સારવાર ન કરવામાં આવે તો તમારા બાળક માટે જોખમી બની શકે છે. જો તમે ચિંતિત હોવ કે તમે અથવા તમારા જીવનસાથીને કોઈપણ જાતીય રોગના સંપર્કમાં આવ્યા હશે તો કૃપા કરીને સંપૂર્ણ જાતીય સ્વાસ્થ્ય તપાસ માટે તમારા સ્થાનિક જાતીય સ્વાસ્થ્ય સેવા ક્લિનિકમાં જાવ.

Systemic Lupus Erythematosus (SLE): Frequently asked questions

સિસ્ટમિક લ્યુપસ એરીથેમેટોસસ (SLE): વારંવાર પૂછાતા પ્રશ્નો

લ્યુપસ (ચામડીનો ચાંદાવાળો રોગ) ધરાવતી મોટા ભાગની મહિલાઓ સુરક્ષિત રીતે ગર્ભવતી થઈ શકે છે અને યોગ્ય સમર્થન અને કાળજી સાથે સામાન્ય ગર્ભાવસ્થા પસાર કરીને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. જોકે, કોઈ બીમારી ન ધરાવતી મહિલાઓની સરખામણીમાં SLE સાથેની ગર્ભાવસ્થા ધરાવતી માતા અને બાળક બન્નેને વધુ જોખમ છે. આ કારણોસર, તમારી પ્રસુતિ ટીમ આવી ગર્ભાવસ્થાને ‘ઉચ્ચ જોખમભરી સ્થિતિ’ ગણશે અને તમારી આ ક્લિનિકલ કંડિશન માટે તમારી યોગ્ય કાળજી લેવાય છે અને તેમાં ઘણા હેલ્થકેર પ્રોફેશનલ્સ સામેલ છે તેની ખાતરી કરશે. અમે ભલામણ કરીએ છીએ કે ગર્ભાવસ્થા પહેલાં અને દરમિયાન લેવામાં આવેલી દવાઓ સંબંધિત માહિતી અને સલાહ માટે તમે BUMPS વેબસાઇટ (ગર્ભાવસ્થામાં દવાઓનો શ્રેષ્ઠ ઉપયોગ) જુઓ. તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરતાં પહેલાં કોઈ પણ દવા બંધ ન કરવી કારણકે આમ કરવું તમારા અથવા તમારા બાળક માટે હાનિકારક હોઈ શકે છે.

મારી ગર્ભાવસ્થા માટે આનો અર્થ શું છે?

મારા માટે:

સામાન્ય રીતે, ગર્ભાવસ્થા SLE ફ્લેર થવાનું (બગડવાનું) કારણ નથી, પરંતુ એ થવાનું વધુ જોખમ એવી મહિલાઓમાં નોંધવામાં આવે છે જેમને ગર્ભાવસ્થાના છ મહિનામાં એવું થયું હોય, જેમને ખૂબ જ સક્રિય રોગ હોય, અથવા જો SLEની સારવાર બંધ કરવામાં આવી હોય. જો ફ્લેર થાય, તો તે ઘણીવાર ગર્ભાવસ્થાના પ્રથમ અથવા બીજા ત્રિમાસિક દરમિયાન અથવા જન્મ પછીના પ્રથમ થોડા મહિનામાં થાય છે. ફ્લેરની તાત્કાલિક જાણ કરવી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાં લીધે જોખમ વધે છે. જોખમમાં પ્રી-એક્લેમ્પસિયા, નસોમાં ઊંડે સુધી અથવા ફેફસામાં લોહીનું ગંઠાઈ જવું, ગંભીર ચેપ અને સ્ટ્રોકનો સમાવેશ થઈ શકે છે.

મારા બાળક માટે

કોઈ શારિરીક સમસ્યા ન ધરાવતી મહિલાની સરખામણીમાં ગર્ભાવસ્થામાં SLE હોવું કસુવાવડ, અકાળ જન્મ, ગર્ભાશયમાં ધીમી વૃદ્ધિ (ઇન્ટ્રાયુટેરિન વૃદ્ધિ પર પ્રતિબંધ) અને મૃત્યુનાં જોખમમાં વધારો કરે છે,. અગાઉની કસુવાવડ, એન્ટિફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ, સગર્ભાવસ્થા પહેલાં અથવા દરમિયાન સક્રિય લ્યુપસ, કિડની રોગ અને પ્રી-એક્લેમ્પસિયા જેવા પરિબળો આ જોખમને વધારે છે. તમારા બ્લડ ટેસ્ટમાં એન્ટિ-રો અને એન્ટિ-લા એન્ટિબોડીઝ માટે તમારી એન્ટિબોડીઝની સ્થિતિની તપાસ થશે. જો આ બન્ને હાજર હોય, તો આ એન્ટિબોડીઝ પ્લેસેન્ટાને ઓળંગીને બાળકને અસર કરી શકે છે, જેના કારણે બાળકમાં જન્મજાત હાર્ટ બ્લોકનું 2% જોખમ અને ક્યુટેનીયસ નિયોનેટલ લ્યુપસ (જેમાં ચોક્કસ એન્ટિબોડીઝ માતાથી બાળકને મળે છે) નું 5% જોખમ રહે છે. જો કે, નવજાત લ્યુપસ હોવાને લીધે તમારા બાળકને પુખ્ત વયના જીવનમાં SLE થવાની શક્યતા વધી જતી નથી.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

મેડિકલ ટીમનો ઉદ્દેશ્ય તમારી સ્થિતિ અને તમારી ક્લિનિકલ સ્થિતિ માટે કેરને પર્સનલાઈઝ કરવાનો રહેશે. તમારે નિષ્ણાત સલાહકારની આગેવાની હેઠળનાં મેટર્નલ મેડિસિન એન્ટેનેટલ ક્લિનિકની વારંવાર મુલાકાત લેવી પડશે અને તમારી મિડવાઇફરી ટીમ દ્વારા સંભાળની સાથે, બાળકના વિકાસ પર દેખરેખ રાખવા માટે નિયમિત સ્કેન પણ ઓફર કરવામાં આવશે. જો તમારામાં Ro અને La એન્ટિબોડીઝ છે, તો ટીમ તમારા બાળક માટે સ્પેશિયાલિસ્ટ હાર્ટ સ્કેન (ઇકોકાર્ડિયોગ્રામ)નું આયોજન કરશે. પ્રી-એક્લેમ્પસિયાના તમારા જોખમને ઘટાડવા માટે તમને 12અઠવાડિયાથી 36 અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 75mg એસ્પિરિન લેવાની સલાહ આપવામાં આવશે. તમને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સની જરૂર પણ પડી શકે છે. લોહીના ગંઠાવાનું (થ્રોમ્બોસિસ થવાનું) જોખમ વધી જતું હોવાથી તમને લોહીને પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું પણ કહેવામાં આવી શકે છે. અન્ય મેડિકલ સારવાર તમારા રોગની તીવ્રતા અનુસાર આપવામાં આવશે અને તમારી ક્લિનિકલ ટીમ તમારી સાથે આની વિગતવાર ચર્ચા કરશે.

કયા ટેસ્ટ કરાવશો/ ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?

ગર્ભાવસ્થાની શરૂઆતમાં, બેઝલાઇન બ્લડ ટેસ્ટમાં કિડની અને લિવર ફંક્શન ટેસ્ટ, જો અગાઉ કરવામાં આવ્યા ન હોય તો એન્ટિ-રો અને લા એન્ટિબોડીઝ જેવા એન્ટિબોડી પરીક્ષણો અને અન્ય રોગ સંબંધિત ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. પ્રોટીન માટે પેશાબની તપાસ કરવામાં આવશે. તમારા ભૂતકાળના મેડિકલ ઇતિહાસના આધારે, ઇકોકાર્ડિયોગ્રામ, લંગ ફંક્શન ટેસ્ટ જેવા અન્ય પરીક્ષણો પણ કરવામાં આવી શકે છે. જો તમને વિટામિન ડીની ઉણપનું જોખમ હોય, તો તે લેવલ પણ તપાસવામાં આવશે. સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન, તમારું બ્લડ પ્રેશર, પેશાબમાં પ્રોટીનનું સ્તર અને લોહીના પરિણામોની નજીકથી દેખરેખ રાખવામાં આવશે. જો તમને હાયપરટેન્શન, પ્રી-એક્લેમ્પસિયા અને/અથવા રીનલ ડિસીઝ હોય તો બ્લડ પ્રેશર અને પેશાબની તપાસની માત્રા વધારવામાં આવશે.

મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?

ગર્ભાવસ્થા-સંબંધિત લક્ષણો અને SLEનાં લક્ષણો વચ્ચે તફાવત કરવો મુશ્કેલ હોઈ શકે છે. તમે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન જે ફેરફારો જોશો તેનો સંબંધ તમારા SLE સાથે જ હોવો જરૂરી નથી, પરંતુ તમને સમસ્યા કરાવે તેવા કોઈ પણ લક્ષણો વિશે જણાવવું મહત્વપૂર્ણ છે. તમારે એવા ટ્રિગર્સનો ટાળવા જોઈએ જે તમારા ફ્લેરને વધારી શકે છે.

એવા કયા લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

SLEના ફ્લેર તમારા લક્ષણોને વધુ ખરાબ કરે છે અને તમને અસ્વસ્થતાનો અનુભવ કરાવે છે. મોટે ભાગે, આમાં તમે અગાઉ નોંધેલા લક્ષણોનો સમાવેશ થાય છે અને કેટલાક લોકોમાં નવા લક્ષણો પણ વિકસિત થાય છે. સામાન્ય લક્ષણો કે જે ફ્લેર સૂચવે છે તેમાં ચેપ વગર જ શરીરના તાપમાનમાં વધારો, સાંધામાં પીડા અને સોજો, થાકમાં વધારો, ફોલ્લીઓ, મોં અથવા નાકમાં અલ્સર અને તમારા પગમાં સોજામાં વધારો વગેરે સમાવિષ્ટ છે. શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, હૃદયના ધબકારા, પીડાદાયક સોજો, અસ્વસ્થતા અનુભવવી, તીવ્ર માથાનો દુખાવો, ચમકતી લાઇટ્સ દેખાવી અથવા પેટના ઉપરના ભાગમાં દુખાવો અનુભવવો, સંકોચન, યોનિમાર્ગ રક્તસ્રાવ, પટલ ફાટવું અથવા બાળકની હલનચલન ઓછી થવી જેવા લક્ષણોની તમારે સત્વરે જાણ કરવી જોઈએ;

મારી દેખભાળ વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?

ઉપચારનાં વિકલ્પો

ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન દવાઓના ઉપયોગ અંગે ઘણાં સર્વોચ્ચ માર્ગદર્શક સિદ્ધાંતો છે. દવાઓ વ્યક્તિગત ક્લિનિકલ કંડિશનનાં આધારે અલગ અલગ હશે. સામાન્ય રીતે, SLE દવાઓ જે ગર્ભાવસ્થામાં, સ્તનપાન દરમિયાન સલામત હોય છે અને રિમીશન જાળવવા અને/અથવા ફ્લેરની સારવાર માટે જરૂરી હોય છે તેમાં હાઇડ્રોક્લોરોક્વિન, એઝાથિઓપ્રિન, સાયક્લોસ્પોરીન અને ટેક્રોલિમસનો સમાવેશ થાય છે. એસ્પિરિન અને પેરાસિટામોલ ગર્ભાવસ્થામાં સલામત છે. કોર્ટીકોસ્ટેરોઈડ સક્રિય રોગને નિયંત્રિત કરવા માટે સલામત છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે દવાઓ જરૂરી બને છે.

જન્મનો સમય

SLE ધરાવતા લોકોમાં પ્રિટર્મ જન્મ થવાની એટલે કે 37 અઠવાડિયા પહેલાં જન્મ થવાની શક્યતા વધુ હોય છે. સક્રિય લ્યુપસ, કિડની રોગ, હાયપરટેન્શન અને પ્રી-એક્લેમ્પસિયાની હાજરીમાં જોખમ ઘણું વધે છે. જન્મ સ્વયંભૂ શરૂ થઈ શકે છે અથવા તમારા અથવા તમારા બાળકના સ્વાસ્થ્યને લગતા જોખમને કારણે ઇંડ્યુસ કરવામાં આવી શકે છે. તમારી ટીમ તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમારી સાથે જન્મના સમય વિશે ચર્ચા કરશે.

આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરી શકે?

SLE ધરાવતી મોટાભાગની મહિલાઓ માટે યોનિમાર્ગમાંથી જન્મ આપવો શક્ય બને છે, પરંતુ આ પસંદગી ગર્ભાવસ્થા કેવી રીતે આગળ વધે છે, અગાઉના જન્મો અને અન્ય સંભવિત સમસ્યાઓ પર આધારિત છે. તમારી વ્યક્તિગત જન્મ પસંદગીઓની ચર્ચા ટીમ સાથે કરો.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

તમારી ટીમે જન્મ પછી તમારી અને તમારા બાળકની સંભાળ માટે તમારી સાથે કેર પ્લાન બનાવવો જોઈએ. જે દવા ચાલુ રાખવાની જરૂર છે અને સ્તનપાન કરતી વખતે લેવામાં સલામત છે એ દવા વિશે તમને માર્ગદર્શન આપવામાં આવશે. જન્મ પછી SLE ફ્લેર થવાનું જોખમ વધી જાય છે અને તમારે તરત જ આની જાણ કરવી જોઈએ જેથી દવાઓ એડજસ્ટ કરી શકાય. તમારે લોહીને પાતળું કરવાની દવાઓની જરૂર પડશે કારણ કે જન્મ પછી લોહીના ગંઠાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ દવાને જન્મ પછી છ અઠવાડિયા સુધી ચાલુ રાખવાની જરૂર પડી શકે છે.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે?

તમારી આગળની તમામ ગર્ભાવસ્થાને સફળ બનાવવા માટે ભાવિ ગર્ભાવસ્થાની યોજના કરવી મહત્વપૂર્ણ છે. બીજા બાળક માટે પ્રયત્ન કરતા પહેલા એક વર્ષ રાહ જોવી અને સારવાર લીધાં પછી ઓછામાં ઓછા છ મહિના સુધી તમારું SLE નિષ્ક્રિય હોય, પછી ગર્ભધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય મૂલ્યાંકન અને દવાની યોજનાને સક્ષમ કરવા માટે તમે ગર્ભાવસ્થા માટે પ્રયત્ન શરૂ કરો તેના ત્રણથી છ મહિના પહેલાં તમારે તમારા ડૉક્ટરને મળવું જોઈએ. જ્યાં સુધી તમે બીજી ગર્ભાવસ્થા માટે પ્રયાસ કરવા ન ઇચ્છતા હોવ ત્યાં સુધી ગર્ભનિરોધકનો ઉપયોગ કરો.

Type 2 diabetes: Frequently asked questions

ટાઈપ 2 ડાયાબિટીસ: વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

આનું નિદાન ગર્ભાવસ્થા પહેલાં કરવામાં આવે છે. આદર્શ રીતે ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતી તમામ મહિલાઓને શારિરીક રીતે સ્વસ્થ બનાવવા માટે પ્રિ-કંસેપ્શન કાઉંસેલિંગ ઑફર કરવામાં આવે છે.

આનો અર્થ શું છે?

મારા માટે: ગર્ભાવસ્થા પહેલાથી અસ્તિત્વમાં રહેલાં આંખનાં ડાયાબિટીસને અથવા કિડનીની સમસ્યાઓને વધારી શકે છે અથવા વધુ બગાડી શકે છે. તમને ડાયાબિટીક કીટોએસિડોસિસ અને પ્રી-એક્લેમ્પસિયાનું જોખમ વધારે હોય છે. તમારે ગર્ભાવસ્થા દરમિયાન હોસ્પિટલની વધુ મુલાકાત લેવાની જરૂર પડશે અને તમારી ડિલીવરી જલ્દી(પ્રેગ્નન્સીનાં 3- 8 અઠવાડિયાની આસપાસ) થઈ જશે એવી સંભાવના છે. મારા બાળક માટે: કસુવાવડ અથવા મૃત બાળકનો જન્મ થવાનું જોખમ વધારે હોય છે. ગર્ભધારણ સમયે જો તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર સતત ઊંચું રહેતું હોય, તો બાળકમાં જન્મજાત ખામી હોવાનું જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં હાઈ બ્લડ સુગર લેવલને લીધે તમારા બાળકના કદમાં વધારો થાય છે અથવા એનો વિકાસ રોકાઈ (વૃદ્ધિની ગતિ ધીમી થાય) શકે છે. આ બાબત તમારા બાળકની ડિલિવરી વધુ જટિલ બનાવી શકે છે. તમારા બાળકનાં જન્મ પછી તેનાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાની શક્યતા વધુ હોય છે અને સાથે જ તેને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે જેનાં માટે નિષ્ણાતની સહાયની જરૂર પડે છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમારે સંયુક્ત ડાયાબિટીસ અને પ્રેગ્નન્સી ક્લિનિકની અવારનવાર મુલાકાત લેવી પડશે. તમારું પ્રથમ સ્કેન 7-9 અઠવાડિયામાં થવું જોઈએ અને તમારે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન વધારાના સ્કેન કરાવવાની જરૂર પડી શકે છે. તમને તમારા આહારમાં ફેરફાર કરવા અને તમારી શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખવા/વધારવાનું કહેવામાં આવશે.

કયા ટેસ્ટ કરાશે/ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?

તમને તમારા બ્લડ શુગર લેવલને દિવસમાં ઓછામાં ઓછા 4 વાર માપવાનું કહેવામાં આવશે: એક વાર નાસ્તો કરતાં પહેલાં (ઉપવાસ પછી) અને દરેક ભોજનનાં એક કલાક પછી. તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ માટે વધુ સપોર્ટ આપવામાં આવશે અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ સેન્સર આપવામાં આવશે. ગર્ભાવસ્થા દરમિયાન તમારે નિયમિત આંખની તપાસ કરાવવાની જરૂર પડશે. તમારા બ્લડ પ્રેશરને પણ નિયમિત રીતે તપાસવામાં આવશે.

મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?

પ્રથમ ત્રિમાસિકમાં મોર્નિંગ સિકનેસ તમારા બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે. જો તમને ઉલટી થતી હોય તો તમને એન્ટિ-સિકનેસ દવાઓની જરૂર પડી શકે છે, તેથી તમારી નિષ્ણાત પ્રસુતિ ટીમને જણાવો. ગર્ભાવસ્થા દરમિયાન એન્ટિ-સિકનેસ દવા વાપરવામાં સલામત હોય છે.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

જો તમને અસ્વસ્થતા લાગે અથવા તમે નિયમિત ઇન્સ્યુલિન લેવામાં અસમર્થ હોવ, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો પેટમાં તમારું બાળક હલતું ન હોય તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.

ઉપચારનાં વિકલ્પો વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?

તમારે ગર્ભધારણનાં ઓછામાં ઓછા 3 મહિના પહેલાં અને ગર્ભાવસ્થાનાં 16 અઠવાડિયા સુધી દરરોજ 5mg ફોલિક એસિડ લેવું જોઈએ. પ્રી-એક્લેમ્પસિયાના જોખમને ઘટાડવા માટે તમારે 12થી 36 અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 75mg-150mg એસ્પિરિન લેવી જોઈએ. મેટફોર્મિન અને ઇન્સ્યુલિન ગર્ભાવસ્થામાં ઉપયોગ માટે સલામત દવાઓ છે. જેમ જેમ તમારી ગર્ભાવસ્થા પ્રગતિ આગળ વધે છે, તેમ તેમ તમને વધુ ઇન્સ્યુલિનની જરૂર પડી શકે છે.

જન્મનાં સમય વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?

તમને લગભગ 38માં અઠવાડિયે ડિલિવરી કરવાની સલાહ આપવામાં આવશે. ડિલીવરી વહેલી પણ થઈ શકે છે જો તમને, તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને અથવા તમારા બાળકને કોઈ સમસ્યા હોય. 36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને જન્મ માટે યોજના બનાવવી જોઇએ.

આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરશે?

જો તમારી ટીમને લાગે કે પ્રસુતિ પીડા શરુ કરાવવી તમારા માટે સુરક્ષિત છે, તો તમને તે ઑફર કરવામાં આવી શકે છે. લેબર દરમિયાન તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની જરૂર પડશે.

જન્મ પછીની દેખભાળ પર આની શી અસર થાય છે?

જન્મ પછી તમારા પર અને તમારા બાળક પર ખૂબ નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે. જન્મ પછી તમારા બાળકને લોહીમાં શુગરનું સ્તર ઓછું થવાનું જોખમ રહેલું છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમે જોઈ શકો છો કે ફીડ કરતી વખતે અને તેનાં પછી તમારૂં ગ્લુકોઝનું સ્તર ઝડપથી ઘટી જાય છે. તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતને નિયંત્રિત કરવા માટે ડિલિવરી પહેલા જ જન્મની યોજના નક્કી કરી લેવી જોઈએ.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

બે ગર્ભાવસ્થા વચ્ચે પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આને પ્રભાવિત કરી શકું?

મેટરનિટી કેરમાંથી રજા મળતા પહેલાં તમારે ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન નક્કી કરી લેવો જોઈએ.

Type 1 diabetes: Frequently asked questions

ટાઈપ 1 ડાયાબિટીસ: વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

આ નિદાન ગર્ભાવસ્થા પહેલા કરવામાં આવે છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતી તમામ મહિલાઓને શારિરીક રીતે સ્વસ્થ બનવા માટે પ્રી-કન્સેપ્શન કાઉન્સેલિંગ ઑફર કરવામાં આવશે.

આનો અર્થ શું છે?

મારા માટે: પહેલાથી અસ્તિત્વમાં રહેલાં આંખનાં ડાયાબિટીસને અથવા કિડનીની સમસ્યાઓને ગર્ભાવસ્થા વધારી શકે છે અથવા વધુ બગાડી શકે છે. પ્રથમ ત્રિમાસિકમાં તમને લો બ્લડ સુગર થવાનું જોખમ વધારે રહેલું છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં તમને ડાયાબિટીક કીટોએસિડોસિસ અને પ્રી-એક્લેમ્પસિયા અને પ્રિટર્મ ડિલિવરીનું જોખમ વધારે હોય છે. તમારે ગર્ભાવસ્થા દરમિયાન હોસ્પિટલની વધુ મુલાકાત લેવાની જરૂર પડશે અને તમે નિષ્ણાત ટીમની દેખરેખ હેઠળ હશો. મારા બાળક માટે: કસુવાવડ અથવા મૃત બાળકનો જન્મ થવાનું જોખમ વધુ રહે છે. ગર્ભધારણ સમયે અને પ્રથમ ત્રિમાસિક દરમિયાન જો તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઊંચું હોય, તો જન્મજાત અસાધારણતા (તમારા બાળકમાં જન્મજાત ખામી)નું જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં હાઈ બ્લડ સુગર લેવલને લીધે તમારા બાળકના કદમાં વધારો થાય છે અથવા એનો વિકાસ રોકાઈ (વૃદ્ધિની ગતિ ધીમી થાય) શકે છે. આ બાબત તમારા બાળકની ડિલિવરી વધુ જટિલ બનાવી શકે છે. તમારા બાળકનાં જન્મ પછી તેનાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાની શક્યતા વધુ હોય છે અને સાથે જ તેને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે જેનાં માટે નિષ્ણાતની સહાયની જરૂર પડે છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમારે ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીનાં સંયુક્ત ક્લિનિકની મુલાકાત અવારનવાર લેવી પડશે. તમારું પ્રથમ સ્કેન 7-9 અઠવાડિયામાં થવું જોઈએ અને તમારે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન વધારાના સ્કેન કરાવવાની જરૂર પડશે. તમને તમારા આહારમાં ફેરફાર કરવા અને તમારી શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખવા/વધારવાનું કહેવામાં આવશે.

કયા ટેસ્ટ કરાશે/ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?

તમને તમારા બ્લડ શુગર લેવલને અવારનવાર માપવાનું કહેવામાં આવશે. તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ માટે વધુ સપોર્ટ આપવામાં આવશે અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ સેન્સર અને કીટોન મીટર આપવામાં આવશે. તમને યાદ અપાવવામાં આવશે કે તમારા લોહીમાં શર્કરાનું ટારગેટ સ્તર શું હોવું જોઈએ અને તમારે તમારા બ્લડ ગ્લુકોઝને ઓછામાં ઓછા 70% જેટલો સમય તે શ્રેણીમાં રાખવાનું ટારગેટ રાખવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તમારે નિયમિત આંખની તપાસ કરાવવાની જરૂર પડશે. તમારા બ્લડ પ્રેશર અને કિડની બ્લડ ટેસ્ટને પણ ખૂબ બારીકીથી મોનિટર કરવામાં આવશે.

મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન આપવું જોઈએ?

પ્રથમ ત્રિમાસિકમાં મોર્નિંગ સિકનેસ તમારા બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે. જો તમને ઉલટી થતી હોય તો તમને એન્ટિ-સિકનેસ દવાઓની જરૂર પડી શકે છે, તેથી તમારી નિષ્ણાત મેટર્નિટી ટીમને આ બાબતની જાણ કરો. સગર્ભાવસ્થા દરમિયાન એન્ટિ-સિકનેસ દવા વાપરવામાં સલામત હોય છે. તમારી ઓછી બ્લડ શુગર વિશે તમે અજાણ હોવ એવી શક્યતા વધુ છે. તમારી પાસે ઘરે ગ્લુકોગન પેન હોવી જોઈએ અને તમે બીમાર હો તો કટોકટીમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તમારા જીવનસાથી/કુટુંબને જાણ હોવી જોઈએ.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

જો તમને અસ્વસ્થતા લાગે અથવા તમે નિયમિત ઇન્સ્યુલિન લેવામાં અસમર્થ હોવ, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો પેટમાં તમારું બાળક હલતું ન હોય તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.

ઉપચારનાં વિકલ્પો વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?

તમારે ગર્ભધારણનાં ઓછામાં ઓછા 3 મહિના પહેલાં અને ગર્ભાવસ્થાનાં 16 અઠવાડિયા સુધી દરરોજ 5mg ફોલિક એસિડ લેવું જોઈએ. પ્રી-એક્લેમ્પસિયાના જોખમને ઘટાડવા માટે તમારે 12થી 36 અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 75mg-150mg એસ્પિરિન લેવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઇન્સ્યુલિનની માત્રા બદલાશે. ઉદાહરણ તરીકે, તમે ગર્ભાવસ્થાના પ્રારંભમાં (સામાન્ય રીતે 8-16 અઠવાડિયામાં) તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતમાં ઘટાડો અને ગર્ભાવસ્થાના બીજા ભાગમાં ઇન્સ્યુલિનની જરૂરિયાતમાં વધારો જોઈ શકો છો. હોસ્પિટલમાં તમારી નિષ્ણાત ટીમ સાથે તમામ સારવાર અંગે જરૂર ચર્ચા કરો.

જન્મનાં સમય વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?

તમને લગભગ 38માં અઠવાડિયે ડિલિવરી કરવાની સલાહ આપવામાં આવશે. ડિલીવરી વહેલી પણ થઈ શકે છે જો તમને, તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને અથવા તમારા બાળકને કોઈ સમસ્યા હોય. 36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને જન્મ માટે યોજના બનાવવી જોઈએ.

આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરશે?

જો તમારી ટીમને લાગે કે લેબર ઇન્ડક્શન તમારા માટે સલામત છે, તો તેઓ તમને એ ઓફર કરરી શકે છે. લેબર દરમ્યાન તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની જરૂર પડશે.

જન્મ પછીની સંભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

જન્મ પછી તમારી અને તમારા બાળકની ખૂબ નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે. જન્મ પછી તમારા બાળકને લોહીમાં શુગરનું સ્તર ઓછું થવાનું જોખમ રહેલું છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમે જોઈ શકો છો કે ફીડ કરતાં હોવ ત્યારે અને તેનાં પછી તમારૂં ગ્લુકોઝનું સ્તર ઝડપથી ઘટી જાય છે. તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતને નિયંત્રિત કરવા માટે ડિલિવરી પહેલા જન્મની યોજના નક્કી કરી લેવી જોઈએ.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

બે ગર્ભાવસ્થાની વચ્ચે તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આને પ્રભાવિત કરી શકું?

તમને મેટર્નિટી કેરમાંથી રજા આપવામાં આવે તે પહેલાં ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન નક્કી કરવો જોઈએ.

Travel vaccinations

મુસાફરી પહેલાં રસીકરણ

Close up of passport with travel vaccination certificate and airline boarding pass જો તમે એવા દેશોમાં મુસાફરી કરી રહ્યા હોવ કે જ્યાં ચોક્કસ બિમારીથી સુરક્ષા માટે રસીકરણની જરૂર હોય તો કૃપા કરીને તમારી પ્રેક્ટિસ દેખભાળ કરતી નર્સ સાથે વાત કરો. જીવંત બેક્ટેરિયા અથવા વાયરસનો ઉપયોગ કરતી કેટલીક રસીઓની ભલામણ ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી નથી કારણ કે તે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ક્રિય રસીઓ ગર્ભાવસ્થામાં સલામત છે.

Travelling in London

લંડનમાં મુસાફરી

Close up of Transport for London's Baby on Board badge ગર્ભાવસ્થા દરમિયાન ટ્યુબ, ટ્રેન અને બસમાં મુસાફરી કરવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ફ્રી બેબી ઑન બોર્ડ! બેજ ઑડર કરવું મુસાફરી ને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. હંમેશા પાણીની બોટલ સાથે મુસાફરી કરો અને શક્ય હોય ત્યારે બેસી જાવ.

Travel safety

મુસાફરી દરમિયાન સલામતી

Pregnant woman holding small wheely suitcase handle જો ઘરથી દૂર મુસાફરી કરી રહ્યા હોવ તો હંમેશા તમારી સાથે હાથવગી પ્રસૂતિ નોંધો રાખો. જો સગર્ભાવસ્થાના મધ્ય/પછીના તબક્કામાં ઘરથી દૂર મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે તમને તાત્કાલિક સંભાળની જરૂર પડે તો સ્થાનિક પ્રસૂતિ યૂનિટની જાણકારી આપવી યોગ્ય રહેશે.