Deep vein thrombosis (DVT) in pregnancy: Frequently asked questions

ગર્ભાવસ્થામાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT): વારંવાર પૂછાતા પ્રશ્નો

નિદાન કેવી રીતે થાય છે?

દાયણ સાથે તમારી પ્રારંભિક મુલાકાત વખતે, એ પછી સમયાંતરે ગર્ભાવસ્થા દરમિયાન અને તમારા બાળકના જન્મ પછી તમને વેનસ થ્રોમ્બોએમ્બોલિઝમ (DVT) થવાની વ્યક્તિગત સંભાવના ચકાસવા માટે ટેસ્ટ કરવામાં આવશે. ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને જન્મ દરમિયાન તમામ મહિલાઓને હાઈડ્રેટેડ રહેવાની અને સતત હલનચલન કરતાં રહેવાની સલાહ આપવામાં આવે છે. DVT થવાની મધ્યમથી ઉચ્ચ સંભાવના ધરાવતી મહિલાઓને વધારાની સંભાળની ભલામણ કરવામાં આવી શકે છે. લેબર અને જન્મ દરમિયાન યોનિમાર્ગથી આસિસ્ટેડ જન્મ અથવા સિઝેરિયન જન્મ જેવા હસ્તક્ષેપને કારણે તમને DVT થવાની શક્યતા વધારે હોય છે.

આનો અર્થ શું છે?

મારા માટે

જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન DVT થવાની સંભાવના વધારે હોય છે તેમને આ સંભાવના ઘટાડવા માટે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન દવા લેવાની સલાહ આપવામાં આવે છે. આ દવા એ લોહીને પાતળું કરતી દવા (ઓછા પરમાણુ વજનવાળા હેપરિન) નું એવું દૈનિક ઇન્જેક્શન છે જેને તમે જાતે કઈ રીતે લઈ શકો તે શીખવવામાં આવશે. જો તમે ઈચ્છો તો તમારા પાર્ટનર અથવા પરિવારના સભ્યને તમને ઈન્જેક્શન કેવી રીતે આપવું તે શીખવી શકાય છે. વધુમાં તમે જ્યારે હોસ્પિટલમાં દાખલ હોવ, ત્યારે પહેરવા માટે તમને કમ્પ્રેશન સ્ટોકિંગ્સ આપવામાં આવી શકે છે.

મારા બાળક માટે

ઓછા પરમાણુ વજનવાળા હેપરિન ઇન્જેક્શન પ્લેસેન્ટાને પાર કરી શકતા નથી, તેથી તેના ઉપયોગથી તમારા બાળકને અસર નહીં થાય.

મારે કયા લક્ષણો અને ચિહ્નો પર ધ્યાન આપવું જોઈએ?

જો તમારા પગમાં સોજો અથવા દુખાવો થાય અથવા છાતીમાં દુખાવો થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તમારે શક્ય તેટલી વહેલી તકે રિવ્યુ માટે મેટર્નિટી યુનિટમાં જવું જોઈએ.

આ મારી જન્મની પસંદગીને કઈ રીતે અસર કરશે?

જો તમે ગર્ભાવસ્થા દરમિયાન ઓછા મોલેક્યુલર વજનવાળા હેપરિનનો નિવારક ડોઝ લઈ રહ્યા હોવ, તો તમારા છેલ્લા ઈન્જેક્શન અને એપિડ્યુરલ (દર્દ નિવારક)ની વચ્ચે 12 કલાકનું અંતર હોવું જોઈએ, આથી જો તમારૂં લેબર શરૂ થઈ રહ્યું છે અથવા તમારું પાણી તૂટી ગયું છે અને એ સમયે તમારી દવાનો ડોઝ બાકી છે, તો કૃપા કરીને પહેલા તમારી દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત સાથે વાત કરો.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

DVT થવાની સંભાવના વધારે હોય તેવી મહિલાઓને તેમના બાળકના જન્મ પછી દસ દિવસ કે છ અઠવાડિયા સુધી ઓછા મોલેક્યુલર વેઈટ ઈન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

જો કોઈ કારણોસર તમને DVT થવાની સંભાવના વધી ગઈ હોય, તો ભવિષ્યની કોઈ પણ ગર્ભાવસ્થામાં તમને આ રોગ ફરી થવાની સંભાવના છે.

હું આ સ્થિતિ વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકું?

Reducing the risk of venous thrombosis in pregnancy and after birth

Cytomegalovirus (CMV)

સાયટોમેગાલો નામનો વાયરસ (CMV)

Virus particles under a microscope સાયટોમેગાલો નામનો વાયરસ (CMV) એ એક સામાન્ય વાયરસ છે જે મોટાભાગના તંદુરસ્ત પુખ્ત વયના લોકો અને બાળકો માટે હાનિકારક નથી, પરંતુ જો સગર્ભા સ્ત્રી તેને તેના અજાત બાળક (જન્મજાત CMV) સુધી પહોંચાડે તો બાળક માટે તે ખતરનાક બની શકે છે. તે શારીરિક પ્રવાહી દ્વારા ફેલાય છે અને સંશોધન દર્શાવે છે કે સૌથી સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓ CMV પકડે છે તે એક નવું ચાલવા શીખતું બાળક અથવા નાના બાળકમાંથી છે, તેથી કામ કરતી સ્ત્રીઓ અથવા નાના બાળકો સાથે નિયમિત સંપર્કમાં રહેતી સ્ત્રીઓને વાયરસનો ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે. સ્વચ્છતાની સરળ પદ્ધતિઓ CMV પકડવાનું જોખમ ઘટાડતું હોવાનું માનવામાં આવે છે અને નાના બાળકો સાથે કૃત્રિમ વસ્તુઓ અથવા ખોરાકના વાસણો શેર ન કરવા તેમજ નિયમિત હાથ ધોવાનીભલામણ કરવામાં આવે છે. જો તમે ચિંતિત હોવ કે તમે ગર્ભાવસ્થા વખતે CMV ના સંપર્કમાં આવ્યા હોવ, તો કૃપા કરીને તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે વાત કરો. વધુ માહિતી માટે નીચેની લિંક્સને અનુસરો.

Crohn’s Disease, Ulcerative Colitis and Inflammatory Bowel Disease (IBD): Frequently asked questions

અલ્સેરેટિવ કોલાઇટિસ અને ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ (IBD): વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે? આ નિદાન ગર્ભાવસ્થા પહેલા કરવામાં આવે છે. IBD, ક્રોહન ડિસીઝ અથવા અલ્સેરેટિવ કોલાઇટિસ ધરાવતી તમામ મહિલાઓએ ગર્ભધારણ કરતાં પહેલાં પોતાને સંપૂર્ણપણે સ્વસ્થ બનાવવા માટે પ્રિકન્સેપ્શન કાઉંસેલિંગ મેળવવું જોઈએ.

આનો અર્થ શું છે?

મારા માટે:

તમને પ્રિટર્મ ડિલિવરી થવાનું અને લક્ષણોમાં વધારો થવાનું (વધુ બગડવાનું) જોખમ છે. ગર્ભાવસ્થા દરમિયાન તમારે હોસ્પિટલની વધુ મુલાકાતો લેવાની જરૂર પડી શકે છે અને તમને પ્રી-એક્લેમ્પસિયા થવાનું ઊંચું જોખમ છે.

મારા બાળક માટે:

તમારૂં બાળક અધુરા મહિને જન્મે તેનું જોખમ છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમને નિષ્ણાત સલાહકારની આગેવાની હેઠળના એન્ટેનેટલ ક્લિનિકમાં અવારનવાર બોલાવવામાં આવશે.

ક્યા ટેસ્ટ ધ્યાનમાં લેવામાં આવશે/આવી શકાય છે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?

લક્ષણો વધુ બગડે, તો તમને અન્ય ટેસ્ટ કરવાની જરૂર પડી શકે છે.

મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઇએ?

પેટમાં દુખાવો, તમારા મળમાં લોહી અને/અથવા લાળ અથવા વારંવાર મળ પસાર કરવાની જરૂર.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

જો તમારા લક્ષણો વધુ બગડ્યા હોવાનું લાગતું હોય.

સારવારના વિકલ્પો વિશે શી ભલામણો કરવામાં આવે છે?

ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગમાં લેવાતી મોટાભાગની દવાઓ સુરક્ષિત હોય છે. તમે તમારી સ્થિતિ અનુસાર વિશેષ દવા (જે જૈવિક તરીકે ઓળખાય છે) લઈ શકો છો. જો તમને ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક દરમિયાન આ દવાની જરૂર પડતી હોય તો તમે તમારાં બાળકને તેનાં જન્મના છ મહિના સુધી BCG અને રોટા વાયરસની જીવંત રસી નહીં આપી શકો. તમારા બાળકના જન્મ પછી તમારી મેડિકલ ટીમ સાથે આ અંગેની ચર્ચા ચોક્કસ કરો.

જન્મનાં સમયને લગતી કઈ ભલામણો કરવામાં આવે છે?

36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને તમારી ડિલિવરીની યોજના બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ.

આ મારી જન્મની પસંદગીને કઈ રીતે અસર કરશે?

જો તમે અગાઉ ઓપરેશન કરાવ્યું હોય તો તમારે તમારા બાળકને સિઝેરિયન-સેક્શન દ્વારા જન્મ આપવો પડશે.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી અસર કરી શકે છે?

ડિલિવરી પહેલા જ બર્થ પ્લાન નક્કી હોવો જોઈએ જેથી તમે સ્તનપાન દરમિયાન જે દવાઓ લો છો તે સલામત છે તેની ખાતરી થઈ જાય. જો જન્મ પછી તમારાં લક્ષણો વધુ બગડે તો તમારે દવા વધારવાની અથવા બદલવાની જરૂર પડી શકે છે.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આવું ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

બે ગર્ભાવસ્થા વચ્ચે તમારા સ્વાસ્થ્ય અને તમારા લક્ષણોને ઑપ્ટિમાઇઝ કરો. આનો ભવિષ્યમાં/મારા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે શું અર્થ થશે અને હું આને કઈ રીતે સુધારી શકું? ભવિષ્યની ગર્ભાવસ્થા માટે તમારા સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટે ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન તૈયાર કરવાં જોઈએ.

Constipation

કબજિયાત

Graphic of woman sitting on a toilet with her feet placed on a low stool ગર્ભાવસ્થાના પ્રારંભથી જ કબજિયાત થઈ શકે છે. પુષ્કળ પાણી પીવો, તમને દરરોજ 1.5 થી 2 લિટર પાણી અને અન્ય પ્રવાહીની જરૂર પડશે. ખાતરી કરો કે તમે તમારા આહારમાં ઘણાં ફળો, શાકભાજી અને ફાઇબર (રેશાં) મેળવી રહ્યાં છો. જ્યારે તમે તમારા આંતરડા ખાલી કરવા માટે શૌચાલય પર બેસો, ત્યારે તમારા પગ સ્ટૂલ પર રાખવાથી તમારા ઘૂંટણ તમારા નિતંબ કરતા ઉંચા રહે છે અને તમે થોડાં આગળ ઝૂકો તો તમને તે મદદરૂપ થશે. આવું કરવાથી ઘણીવાર તમારાં આંતરડાં સરળતાથી ખાલી થાય છે. જો સમસ્યા ચાલુ રહે તો સલાહ માટે તમારા ઔષધવિક્રેતાની સલાહ લો.

Conditions affecting pregnancy

ગર્ભાવસ્થાને અસર કરતી સ્થિતિઓ

Close up of pregnant woman holding her bump

Chronic hypertension (high blood pressure): Frequently asked questions

ક્રોનિકહાયપરટેન્શન (હાઈબ્લડપ્રેશર) વારંવારપૂછાતાપ્રશ્નો

નિદાનકેવીરીતેકરવામાં આવે છે?

તમે ગર્ભવતી થયા તે પહેલાં તમને કહેવામાં આવ્યું હશે કે તમને હાઈબ્લડપ્રેશરછે અને બની શકે છે કે તમેતમારા બ્લડ પ્રેશરની સારવાર માટે પહેલેથી જ ગોળીઓ લઈ રહ્યા છો. કેટલીકવાર ક્રોનિક હાયપરટેન્શનનું નિદાન ગર્ભાવસ્થામાં થાય છે કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે તમે આટલા નિયમિત ધોરણે તમારા બ્લડપ્રેશરની તપાસ કરાવી છે અને આ કિસ્સામાં, નિદાન કરવામાં આવશે કારણ કે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયાપહેલા તમારું બ્લડ પ્રેશર બે વાર હાઈ હતું.

આનો મતલબ શું છે?

મારા માટે:

  • ગર્ભાવસ્થા તમારા હૃદય અને રુધિરવાહિનીઓ પર દબાવ લાવી શકે છે જેથી તમારું બ્લડપ્રેશરવધી શ કેછે અને સારવારની જરૂર પડી શકે છે
  • હાઈબ્લડ પ્રેશરથી તમને પ્રી-એક્લેમ્પસિયા (ગર્ભાવસ્થાની સ્થિતિ(સમસ્યા) એવી સ્થિતિ જેના લીધે કિડની, લીવર અને અન્ય સમસ્યાઓનું થઈ શકે છે) થવાની શક્યતા વધી જાય છે
  • તમારા બ્લડપ્રેશર અને પેશાબની તપાસ કરવા માટે તમને નિયમિત એપોઇન્ટમેન્ટ ઓફર કરવામાં આવશે
  • તમને લેબર વોર્ડમાં હોસ્પિટલમાં જન્મ આપવાની ભલામણ કરવામાં આવશે
  • તમારા બાળકના જન્મ પછી હૃદય રોગના જોખમોને ઘટાડવા માટે તમારે તમારા GP સાથે લાંબા સમય સુધી હાઈબ્લડપ્રેશરની દેખરેખની જરૂર પડશે.

મારા બાળક માટે:

  • ગર્ભાશયમાં તમારા બાળકનો સારી રીતે વિકાસ ન થવાની શક્યતા વધી જાય છે
  • તમારા બાળકનો જન્મ વહેલો થવાનું જોખમ વધારે હોય છે (ગર્ભાવસ્થાના37 અઠવાડિયાપહેલા).

મેડિકલ ટીમ શું ભલામણ કરશે?

  • તમારી દાયણ કામ કરનારી ટીમની સાથે-સાથે પ્રસૂતિ વિશેષજ્ઞની દેખરેખ હેઠળની દેખભાળ
  • નિયમિત બ્લડપ્રેશર અને પેશાબના ટેસ્ટ 2-4 અઠવાડિયામાં અને ઘણી વાર તમારી ગર્ભાવસ્થાની સમાપ્તિના સમયની નજીક (આ તમારી દાયણ, પ્રસૂતિ વિશેષજ્ઞ અથવા GP સાથે હોઈ શકે છે)
  • જો તમારું બ્લડપ્રેશર હાઈ હોય તો બ્લડપ્રેશરની ગોળીઓ
  • તમને પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ ઘટાડવા માટે એસ્પિરિનની ગોળીઓ (75અથવા150mg)
  • ઘરેથી બ્લડપ્રેશરની દેખરેખ
  • ગર્ભાવસ્થાના 38 થી40 અઠવાડિયાની વચ્ચે પ્રસૂતિ કરવા માટે પ્રેરિત કરવું. સ્ટીલબર્થ (મૃતજન્મ) ના જોખમનેઘટાડવામાંમાટે તમારા બ્લડ પ્રેશર રીડિંગ્સ અને બાળકની સુખાકારીના આધાર પર તમારી સાથે આ નિર્ણય પર સંમતિ થશે. તમારા માટે યોગ્ય હોય એવા નિર્ણય લેવા માટે તમારી સહાયતા કરવામાં આવશે.

કયા ટેસ્ટને ધ્યાનમાં લેવામાં આવશે/લઈ શકાય છે? તેમની જરૂર કેટલીવાર પડી શકે છે?

  • જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન તમારું પહેલી વાર નિદાન કરવામાં આવે છે, ત્યારે તમારા શરીરને હાઈબ્લડ પ્રેશરથી કોઈ અસર થઈ છે કે કેમ તે તપાસવા માટે તમારી કિડનીની કામગીરી (બ્લડ ટેસ્ટ) તપાસવામાં આવશે અને તમને ECG (હાર્ટ ટ્રેસિંગ) કરાવવા માટે કહેવામાં આવી શકે છે.
  • તમારા ગર્ભમાં તમારા બાળકનો વિકાસ સારી રીતે થઈ રહ્યો છે અને તમારું પ્લેસેન્ટા કેટલું સારી રીતે કામ કરી રહ્યું છે તે તપાસવા માટે તમને તમારા બાળકના વધારાના સ્કેન માટે ઓફર કરવામાં આવશે.
  • જો અમને શંકા હોય કે તમારા માં પ્રી-એક્લેમ્પસિયા વિકસી રહ્યું છે, તો અમે તમારા લીવર, કિડની અને બ્લડ ટેસ્ટની કરાવાની સૂઝાવ આપીશું અને અમે તમારા પ્લેસેન્ટા સંબંધિત વિકાસ પરિબળનું સ્તર તપાસી શકીએ છીએ (જે તમારું પ્લેસેન્ટા કેટલું સારી રીતે કામ કરી રહ્યું છે તેનું સૂચક છે).

મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?

  • જો તમારું બ્લડપ્રેશર ખૂબ જ હાઈ હોય અથવા જો તમારા માં પ્રી-એક્લેમ્પસિયા વિકસી રહ્યું હોય તો માથાનો દુખાવો થઈ શકે છે
  • પ્રી-એક્લેમ્પસિયાના અન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: તમારા હાથ અને ચહેરા પર સોજા, અસ્પષ્ટ (ધૂંધળી)દ્રષ્ટિ, તમારા પેટમાં દુખાવો, ઉલટી થવી, બાળક એટલી સારી રીતે હલતું નથી

‘રેડફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ શું છે, જેનો અર્થ એ છે કે તેમની તાત્કાલિક જાણ કરવી જોઈએ?

  • જો તમારું બાળક સામાન્ય રીતે હલન-ચલન કરતુ નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ
  • જો તમને ઉપર સૂચિબદ્ધ પ્રી-એક્લેમ્પસિયાના કોઈ પણ લક્ષણો હોય તો તમારે તરત જ તમારા પ્રસૂતિ યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.

સંભવિત ભલામણો

સારવાર માટેના વિકલ્પો

જો તમારું બ્લડપ્રેશર140/90 mmHg કરતાં વધુ અથવા તેની બરાબર હોય તો તમારા બ્લડ પ્રેશર માટે ટેબ્લેટ (ગોળીઓ) દ્વારા સારવારની ભલામણ કરવામાં આવશે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ગોળીઓ છે:
  • લેબેટાલોલ
  • નિફેડિપાઈન
  • મિથાઈલડોપા

જન્મનો સમય

  • આ તે વાત પર નિર્ભર કરશે કે તમે અને તમારું બાળક ગર્ભાવસ્થામાં કેટલા સ્વસ્થ છો અને શું તમારામાં પ્રી-એક્લેમ્પસિયા વિકસિત થઈ રહ્યું છે
  • જો બાળક સારી રીતે વિકસિત થઈ ગયું છે અને બ્લડ પ્રેશર સારી રીતે નિયંત્રિત હોય, તો ગર્ભાવસ્થાના 38 થી40 અઠવાડિયાની વચ્ચે પ્રસૂતિ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.

આમારી જન્મ માટેની પસંદગીઓને કેવી અસર કરી શકે છે?

પ્રસૂતિ દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારાનું સતત નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવશે પછી ભલે તમારીપ્રસૂતિ કુદરતી રીતે શરૂ થાય છે અથવા પ્રેરિત છે. આ એટલા માટે છે કારણ કેબની શકે છે કે પ્લેસેન્ટા ઓછી સારી રીતે કામ કરી રહ્યું હોય અને અમે હૃદયના ધબકારામાં થતાં ફેરફારને ચૂકી જવા માંગતા નથી જે સૂચવે છે કે બાળક પ્રસૂતિ દરમિયાન સારી રીતે સામનો કરી રહ્યું નથી. આ હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં થાય છે.

આ જન્મ પછીની દેખભાળને કેવી રીતે અસર કરી શકે છે?

  • તમારે તમારા બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવવી પડશે અને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી હોસ્પિટલમાં રહેવું પડશે
  • તમારી બ્લડ પ્રેશરની સારવાર એવા ઉપચારોમાં બદલવામાં આવશે જે સ્તનપાન માટે યોગ્ય હોય
  • તમારા બ્લડપ્રેશરની સતત દેખરેખ અને સારવાર માટે તમારે તમારા GPને મળવું પડશે.

ભવિષ્યની ગર્ભાવસ્થા માટે આનો શું અર્થ થશે? હું આના ફરીથી થવાના જોખમને કેવી રીતે ઘટાડી શકું?

  • જો તમે વધુ વજન ધરાવતા અથવા નિષ્ક્રિય હોવ તો આહાર અને કસરત દ્વારા હાઈબ્લડ પ્રેશરને ઘટાડી શકાય છે
  • તમારા બ્લડપ્રેશરનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને તે સારી રીતે નિયંત્રિત (140/90 mmHg કરતાં ઓછું) છે તેની ખાતરી કરવાથી ભવિષ્યની ગર્ભાવસ્થામાં તમારા અને/અથવા તમારા બાળક માટેના નુકસાનનું જોખમ ઘટશે.

ભવિષ્યના/મારા લાંબાગાળાના સ્વાસ્થ્ય માટે આનો શું અર્થ થશે અને હું આને કેવી રીતે પ્રભાવિત કરી શકું છું?

  • ક્રોનિક હાયપરટેન્શન તમારા હૃદયરોગના લાંબાગાળાના જોખમને વધારે છે જેમાં હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે.
  • સ્વાસ્થ્યવર્ધક આહાર ખાઈને, ખાસકરીને તમારા મીઠાનું સેવન ઘટાડીને અને નિયમિત કસરત કરવાથી તમારા હૃદયરોગના જોખમને ઘટાડી શકાય છે,
  • તમારા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે તમારી બ્લડપ્રેશરની સારવાર લેવાથી પણ તમારા હૃદયરોગનું જોખમ ઘટાડી શકાય છે અને તમારા GP તમને જણાવશે કે સારવાર દરમિયાન તેઓ તમારું બ્લડ પ્રેશર કેટલું ઓછું રાખવા ઈચ્છે છે.

આ સ્થિતિ વિશેની વધુ જાણકારી હું ક્યાંથી મેળવી શકું છું?

Information on chronic hypertension NHS High blood pressure Action on pre-eclampsia: High blood pressure High blood pressure and planning a pregnancy

Common pregnancy complaints

ગર્ભાવસ્થાની સામાન્ય ફરિયાદો

Close up of woman looking concerned

Chickenpox

અછબડાં

Close up of patient's arm being treated for chickenpox અછબડાં બિમારી વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસને કારણે થાય છે. અછબડાં અત્યંત ચેપી બિમારી છે અને તમારા બાળક માટે જોખમી બની શકે છે. જો તમને બાળપણમાં અછબડાં હતા, તો સંભવ છે કે તમારામાં આ રોગનો પ્રતિકાર કરવાની તાકાત છે; તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખાતરી ન હોય કે તમને પહેલાં અછબડાં થયા છે કે કેમ, તો તમને તમારી પાસે રોગપ્રતિકારક તાકાતની પુષ્ટિ કરવા માટે બ્લડ ટેસ્ટની માંગણી કરવામાં આવી શકે છે. જો તમને લાગતું હોય કે તમે અછબડાં વાળા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો અને તમે જાણો છો કે તમારામાં આ રોગનો પ્રતિકાર કરવાની તાકાત નથી, તો સલાહ માટે કૃપા કરીને તમારા GP અથવા દાયણને ફોન કરો. જ્યાં સુધી તમારી દાયણ/ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી સલાહ માટે પ્રસૂતિ યૂનિટમાં ન જશો.

Epilepsy: Frequently asked questions

એપીલેપ્સી(વાઈ): વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

તમે ગર્ભવતી થાઓ તે પહેલાં જ કદાચ તમને વાઈનું નિદાન થયું હશે. આ બીમારી આંચકીનું કારણ બને છે અને આને લીધે ધ્રુજારી અને જીભ કરડવાથી લઈને આખા શરીરને અથવા શરીરના માત્ર અમુક ચોક્કસ ભાગોને અસર થાય છે જેમ કે ભાન ગુમાવવું અને સ્થિતપ્રજ્ઞ થઈ જવું. આદર્શ રીતે તમને ગર્ભાવસ્થા પહેલા તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે પ્રિ-કંસેપ્શન કાઉંસેલિંગ ઓફર કરવામાં આવશે.

આનો અર્થ શું છે?

મારા માટે

ગર્ભાવસ્થા આંચકી થવાના થ્રેશોલ્ડને ઘટાડી શકે છે તેથી તમે આવી મેડિકલ સ્થિતિમાં નિષ્ણાત પ્રસૂતિ નિષ્ણાત અને ન્યુરોલોજીસ્ટની દેખરેખ હેઠળ રહો એ મહત્વપૂર્ણ છે. બાળક માટે સ્પિના બિફિડા જેવી વિકૃતિઓનું જોખમ ઘટાડવા માટે તમને (આદર્શ રીતે તમારી ગર્ભાવસ્થાના ત્રણ મહિના પહેલાં) 5 મિલિગ્રામ ફોલિક એસિડ લેવાનું કહેવામાં આવશે અને તમારે ગર્ભાવસ્થા દરમિયાન અથવા જન્મનાં સમયની આસપાસ તમારી દવા વધારવાની અથવા વધારાની દવાઓ લેવાની જરૂર પડી શકે છે.

મારા બાળક માટે

ગર્ભાવસ્થામાં સોડિયમ વાલપ્રોએટ નામની દવા સિવાયની એન્ટિ-એપીલેપ્સી દવાઓ ગર્ભાવસ્થામાં ઉપયોગમાં લેવા માટે સલામત છે. તમારી વાઈની અસરકારક રીતે સારવાર થવી ઘણી જરૂરી છે કારણ કે ગર્ભાવસ્થામાં વારંવાર આવતી આંચકી બાળકના વિકાસને અસર કરી શકે છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમારા લોહીમાં એન્ટિ-એપીલેપ્ટિક દવાનું સ્તર ચકાસવા અને તમને એ દવાની વધુ જરૂર નથી તેની ખાતરી કરવા માટે તમારે વધારાના બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે. તમારા બાળકની કરોડરજ્જુ અસામાન્ય હોવાની શક્યતા ઘટાડવા માટે તમને 5 મિલિગ્રામ ફોલિક એસિડ લેવાની ભલામણ કરવામાં આવશે. તમારા બાળકની વૃદ્ધિ ચકાસવા માટે તમારે વધારાનાં સ્કેન કરાવવા પડી શકે છે.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

Yજો તમને તમારી ગર્ભાવસ્થા દરમિયાન આંચકી આવે, તો તમારે તાત્કાલિક તમારી મેડિકલ ટીમને જણાવવું જોઈએ જેથી તેઓ તમને યોગ્ય સ્તરની સારવાર આપી શકે અને તમારા બાળકનું સ્વાસ્થ્ય તપાસવા માટે જરૂરી ટેસ્ટ કરી શકે.

જો તમને આંચકી આવે તો તમને રિકવરી પોઝિશનમાં કેવી રીતે મૂકવા એ તમારા જીવનસાથી અને પરિવારનાં સભ્યોને સમજાવવું જોઈએ.

જન્મ સમયે અને જન્મ પછીના પ્રથમ 24 કલાકમાં આંચકીનું જોખમ સૌથી વધુ હોય છે.

સંભવિત સૂચન

ઉપચારનાં વિકલ્પો

સામાન્ય રીતે તમે તમારી ગર્ભાવસ્થાની શરૂઆતમાં જે દવા લેતા હોવ તે જ દવા લેવાની સૂચન આપવામાં આવે છે (પરંતુ સોડિયમ વાલ્પ્રોએટ નહીં), પરંતુ ગર્ભાવસ્થામાં આંચકીને નિયંત્રિત કરવા માટે તમારે ડોઝ વધારવા અથવા અન્ય દવાઓ ઉમેરવાની જરૂર પડી શકે છે. આ તે સમયે મહત્વપૂર્ણ છે જ્યારે તમે જન્મ આપો, એ સમયે તમારી ઊંઘમાં ખલેલ પડવાને લીધે પણ આંચકી આવવાની સંભાવના પણ વધી જાય છે.

જન્મ આપવાનો સમય

સામાન્ય રીતે જન્મનો સમય તમારી આંચકીથી પ્રભાવિત થતો નથી. તમારી મેડિકલ ટીમ તમારા પ્રસુતિ પીડા ઓછી કરવા માટે એપિડ્યુરલ લેવાની સૂચન આપી શકે છે જેથી કરીને તમને આરામ મળે અને તમને વધુ પડતો થાક લાગવાનું જોખમ ઘટી જાય.

આનાથી મારી જન્મ આપવાની પસંદગીને શી અસર થઈ શકે?

શક્ય છે કે તમારી ટીમ ભલામણ કરશે કે તમે જ્યાં ડૉક્ટર્સ હંમેશા હાજર હોય ત્યાં હોસ્પિટલમાં અને લેબર વૉર્ડ જેવી ખાસ જગ્યાએ બાળકને જન્મ આપો, જેથી પ્રસુતિ દરમિયાન કે એનાં પછી તરત વાઈનો હુમલો આવે તો તમારી સારવાર તરત થઈ શકે. જો તમને આંચકીની સમસ્યા હોય, તો પાણીમાં લેબર ન કરવાની ભલામણ કરવામાં આવે છે.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

તમે વાઈ માટે આપવામાં આવતી સલાહને અનુસરો તે ખરેખર મહત્વનું છે, જેમ કે સ્નાન કરવાને બદલે શાવર લેવો. વધુમાં, તમને સલાહ અપાશે કે તમારા બાળકની લંગોટ ઊંચી સપાટી પર નહીં, પરંતુ ફ્લોર પર ચેન્જ મેટનો ઉપયોગ કરીને બદલો. નીચેની લિંક્સમાં ઘણી બધી અન્ય મદદરૂપ ટિપ્સ ઉપલબ્ધ છે.

Blocked nose

બંધ નાક

Girl with blocked sinuses ગર્ભાવસ્થામાં નાક બંધ થવું એ સામાન્ય બાબત છે. અનુનાસિક માર્ગો અને સાઇનસને અસર કરતી ઘણી તકલીફો ક્યારેક ચેપને કારણે થાય છે, દા.ત. સામાન્ય શરદી, અથવા બળતરા, દા.ત. તાવ. અનુનાસિક ચેપ સામાન્ય રીતે સ્વ-મર્યાદિત હોય છે, પરંતુ તેનાં લક્ષણો બેચેન કરનારા અને પીડાદાયક હોઈ શકે છે. અપાયેલ સારવારનો હેતુ વધારાનાં મ્યુકસને દૂર કરવાનો છે. પ્રવાહીનાં સેવનમાં વધારો કરવાથી મ્યુકસ પાતળું થાય છે, સ્ટીમ ઇન્હેલેશનને લીધે ભરાવામાં ઘટાડો થાય છે અને સૂતી વખતે માથું ઊંચું રાખવાથી વધારાનું મ્યુકસ બહાર આવવામાં મદદ મળે છે.