અસંયમ (અનૈચ્છિક પેશાબ અથવા મળ થવો)
અનૈચ્છિક પેશાબ અથવા મળની તકલીફ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને તેના પછી તરત જ અસર કરી શકે છે પેડુ પર હોર્મોન્સની અસર અને બાળકના વધતા દબાણને કારણે આ થઈ શકે છે. સ્ત્રીઓને ઉધરસ, હસવું, છીંક કે અચાનક હલનચલન કરતી વખતે થોડી માત્રામાં પેશાબ નીકળી શકે છે.
જો આવું થાય, તો સૌ પ્રથમ તમારે દરરોજ તમારી પેડુની કસરતો શરૂ કરવી. તમે જ્યારે ખાંસી ખાઓ, છીંકો, વજન ઉપાડો, હસો ત્યારે તમારાં પેડુનાં સ્નાયુઓને સંકોચવાથી આમાં મદદ મળે છે.
જો સગર્ભાવસ્થા દરમિયાન અથવા ગર્ભાવસ્થાના છ અઠવાડિયાથી વધુ સમય પછી લક્ષણો ચાલુ રહે તો, તમારા જીપીને નિષ્ણાત સહાય માટે તમને મોકલવા માટે કહો. અસંયમને રોકવા અને/અથવા તેની સારવાર માટે ગર્ભાવસ્થા દરમિયાન તમામ મહિલાઓને તેમના પેડુ અને તેના સ્નાયુઓને મજબૂત કરવાની ભલામણ કરવામાં આવે છે.