Deep vein thrombosis (DVT) in pregnancy: Frequently asked questions

ગર્ભાવસ્થામાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT): વારંવાર પૂછાતા પ્રશ્નો

નિદાન કેવી રીતે થાય છે?

દાયણ સાથે તમારી પ્રારંભિક મુલાકાત વખતે, એ પછી સમયાંતરે ગર્ભાવસ્થા દરમિયાન અને તમારા બાળકના જન્મ પછી તમને વેનસ થ્રોમ્બોએમ્બોલિઝમ (DVT) થવાની વ્યક્તિગત સંભાવના ચકાસવા માટે ટેસ્ટ કરવામાં આવશે. ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને જન્મ દરમિયાન તમામ મહિલાઓને હાઈડ્રેટેડ રહેવાની અને સતત હલનચલન કરતાં રહેવાની સલાહ આપવામાં આવે છે. DVT થવાની મધ્યમથી ઉચ્ચ સંભાવના ધરાવતી મહિલાઓને વધારાની સંભાળની ભલામણ કરવામાં આવી શકે છે. લેબર અને જન્મ દરમિયાન યોનિમાર્ગથી આસિસ્ટેડ જન્મ અથવા સિઝેરિયન જન્મ જેવા હસ્તક્ષેપને કારણે તમને DVT થવાની શક્યતા વધારે હોય છે.

આનો અર્થ શું છે?

મારા માટે

જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન DVT થવાની સંભાવના વધારે હોય છે તેમને આ સંભાવના ઘટાડવા માટે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન દવા લેવાની સલાહ આપવામાં આવે છે. આ દવા એ લોહીને પાતળું કરતી દવા (ઓછા પરમાણુ વજનવાળા હેપરિન) નું એવું દૈનિક ઇન્જેક્શન છે જેને તમે જાતે કઈ રીતે લઈ શકો તે શીખવવામાં આવશે. જો તમે ઈચ્છો તો તમારા પાર્ટનર અથવા પરિવારના સભ્યને તમને ઈન્જેક્શન કેવી રીતે આપવું તે શીખવી શકાય છે. વધુમાં તમે જ્યારે હોસ્પિટલમાં દાખલ હોવ, ત્યારે પહેરવા માટે તમને કમ્પ્રેશન સ્ટોકિંગ્સ આપવામાં આવી શકે છે.

મારા બાળક માટે

ઓછા પરમાણુ વજનવાળા હેપરિન ઇન્જેક્શન પ્લેસેન્ટાને પાર કરી શકતા નથી, તેથી તેના ઉપયોગથી તમારા બાળકને અસર નહીં થાય.

મારે કયા લક્ષણો અને ચિહ્નો પર ધ્યાન આપવું જોઈએ?

જો તમારા પગમાં સોજો અથવા દુખાવો થાય અથવા છાતીમાં દુખાવો થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તમારે શક્ય તેટલી વહેલી તકે રિવ્યુ માટે મેટર્નિટી યુનિટમાં જવું જોઈએ.

આ મારી જન્મની પસંદગીને કઈ રીતે અસર કરશે?

જો તમે ગર્ભાવસ્થા દરમિયાન ઓછા મોલેક્યુલર વજનવાળા હેપરિનનો નિવારક ડોઝ લઈ રહ્યા હોવ, તો તમારા છેલ્લા ઈન્જેક્શન અને એપિડ્યુરલ (દર્દ નિવારક)ની વચ્ચે 12 કલાકનું અંતર હોવું જોઈએ, આથી જો તમારૂં લેબર શરૂ થઈ રહ્યું છે અથવા તમારું પાણી તૂટી ગયું છે અને એ સમયે તમારી દવાનો ડોઝ બાકી છે, તો કૃપા કરીને પહેલા તમારી દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત સાથે વાત કરો.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

DVT થવાની સંભાવના વધારે હોય તેવી મહિલાઓને તેમના બાળકના જન્મ પછી દસ દિવસ કે છ અઠવાડિયા સુધી ઓછા મોલેક્યુલર વેઈટ ઈન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

જો કોઈ કારણોસર તમને DVT થવાની સંભાવના વધી ગઈ હોય, તો ભવિષ્યની કોઈ પણ ગર્ભાવસ્થામાં તમને આ રોગ ફરી થવાની સંભાવના છે.

હું આ સ્થિતિ વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકું?

Reducing the risk of venous thrombosis in pregnancy and after birth