Chronic hypertension (high blood pressure): Frequently asked questions

ક્રોનિકહાયપરટેન્શન (હાઈબ્લડપ્રેશર) વારંવારપૂછાતાપ્રશ્નો

નિદાનકેવીરીતેકરવામાં આવે છે?

તમે ગર્ભવતી થયા તે પહેલાં તમને કહેવામાં આવ્યું હશે કે તમને હાઈબ્લડપ્રેશરછે અને બની શકે છે કે તમેતમારા બ્લડ પ્રેશરની સારવાર માટે પહેલેથી જ ગોળીઓ લઈ રહ્યા છો. કેટલીકવાર ક્રોનિક હાયપરટેન્શનનું નિદાન ગર્ભાવસ્થામાં થાય છે કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે તમે આટલા નિયમિત ધોરણે તમારા બ્લડપ્રેશરની તપાસ કરાવી છે અને આ કિસ્સામાં, નિદાન કરવામાં આવશે કારણ કે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયાપહેલા તમારું બ્લડ પ્રેશર બે વાર હાઈ હતું.

આનો મતલબ શું છે?

મારા માટે:

  • ગર્ભાવસ્થા તમારા હૃદય અને રુધિરવાહિનીઓ પર દબાવ લાવી શકે છે જેથી તમારું બ્લડપ્રેશરવધી શ કેછે અને સારવારની જરૂર પડી શકે છે
  • હાઈબ્લડ પ્રેશરથી તમને પ્રી-એક્લેમ્પસિયા (ગર્ભાવસ્થાની સ્થિતિ(સમસ્યા) એવી સ્થિતિ જેના લીધે કિડની, લીવર અને અન્ય સમસ્યાઓનું થઈ શકે છે) થવાની શક્યતા વધી જાય છે
  • તમારા બ્લડપ્રેશર અને પેશાબની તપાસ કરવા માટે તમને નિયમિત એપોઇન્ટમેન્ટ ઓફર કરવામાં આવશે
  • તમને લેબર વોર્ડમાં હોસ્પિટલમાં જન્મ આપવાની ભલામણ કરવામાં આવશે
  • તમારા બાળકના જન્મ પછી હૃદય રોગના જોખમોને ઘટાડવા માટે તમારે તમારા GP સાથે લાંબા સમય સુધી હાઈબ્લડપ્રેશરની દેખરેખની જરૂર પડશે.

મારા બાળક માટે:

  • ગર્ભાશયમાં તમારા બાળકનો સારી રીતે વિકાસ ન થવાની શક્યતા વધી જાય છે
  • તમારા બાળકનો જન્મ વહેલો થવાનું જોખમ વધારે હોય છે (ગર્ભાવસ્થાના37 અઠવાડિયાપહેલા).

મેડિકલ ટીમ શું ભલામણ કરશે?

  • તમારી દાયણ કામ કરનારી ટીમની સાથે-સાથે પ્રસૂતિ વિશેષજ્ઞની દેખરેખ હેઠળની દેખભાળ
  • નિયમિત બ્લડપ્રેશર અને પેશાબના ટેસ્ટ 2-4 અઠવાડિયામાં અને ઘણી વાર તમારી ગર્ભાવસ્થાની સમાપ્તિના સમયની નજીક (આ તમારી દાયણ, પ્રસૂતિ વિશેષજ્ઞ અથવા GP સાથે હોઈ શકે છે)
  • જો તમારું બ્લડપ્રેશર હાઈ હોય તો બ્લડપ્રેશરની ગોળીઓ
  • તમને પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ ઘટાડવા માટે એસ્પિરિનની ગોળીઓ (75અથવા150mg)
  • ઘરેથી બ્લડપ્રેશરની દેખરેખ
  • ગર્ભાવસ્થાના 38 થી40 અઠવાડિયાની વચ્ચે પ્રસૂતિ કરવા માટે પ્રેરિત કરવું. સ્ટીલબર્થ (મૃતજન્મ) ના જોખમનેઘટાડવામાંમાટે તમારા બ્લડ પ્રેશર રીડિંગ્સ અને બાળકની સુખાકારીના આધાર પર તમારી સાથે આ નિર્ણય પર સંમતિ થશે. તમારા માટે યોગ્ય હોય એવા નિર્ણય લેવા માટે તમારી સહાયતા કરવામાં આવશે.

કયા ટેસ્ટને ધ્યાનમાં લેવામાં આવશે/લઈ શકાય છે? તેમની જરૂર કેટલીવાર પડી શકે છે?

  • જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન તમારું પહેલી વાર નિદાન કરવામાં આવે છે, ત્યારે તમારા શરીરને હાઈબ્લડ પ્રેશરથી કોઈ અસર થઈ છે કે કેમ તે તપાસવા માટે તમારી કિડનીની કામગીરી (બ્લડ ટેસ્ટ) તપાસવામાં આવશે અને તમને ECG (હાર્ટ ટ્રેસિંગ) કરાવવા માટે કહેવામાં આવી શકે છે.
  • તમારા ગર્ભમાં તમારા બાળકનો વિકાસ સારી રીતે થઈ રહ્યો છે અને તમારું પ્લેસેન્ટા કેટલું સારી રીતે કામ કરી રહ્યું છે તે તપાસવા માટે તમને તમારા બાળકના વધારાના સ્કેન માટે ઓફર કરવામાં આવશે.
  • જો અમને શંકા હોય કે તમારા માં પ્રી-એક્લેમ્પસિયા વિકસી રહ્યું છે, તો અમે તમારા લીવર, કિડની અને બ્લડ ટેસ્ટની કરાવાની સૂઝાવ આપીશું અને અમે તમારા પ્લેસેન્ટા સંબંધિત વિકાસ પરિબળનું સ્તર તપાસી શકીએ છીએ (જે તમારું પ્લેસેન્ટા કેટલું સારી રીતે કામ કરી રહ્યું છે તેનું સૂચક છે).

મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?

  • જો તમારું બ્લડપ્રેશર ખૂબ જ હાઈ હોય અથવા જો તમારા માં પ્રી-એક્લેમ્પસિયા વિકસી રહ્યું હોય તો માથાનો દુખાવો થઈ શકે છે
  • પ્રી-એક્લેમ્પસિયાના અન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: તમારા હાથ અને ચહેરા પર સોજા, અસ્પષ્ટ (ધૂંધળી)દ્રષ્ટિ, તમારા પેટમાં દુખાવો, ઉલટી થવી, બાળક એટલી સારી રીતે હલતું નથી

‘રેડફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ શું છે, જેનો અર્થ એ છે કે તેમની તાત્કાલિક જાણ કરવી જોઈએ?

  • જો તમારું બાળક સામાન્ય રીતે હલન-ચલન કરતુ નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ
  • જો તમને ઉપર સૂચિબદ્ધ પ્રી-એક્લેમ્પસિયાના કોઈ પણ લક્ષણો હોય તો તમારે તરત જ તમારા પ્રસૂતિ યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.

સંભવિત ભલામણો

સારવાર માટેના વિકલ્પો

જો તમારું બ્લડપ્રેશર140/90 mmHg કરતાં વધુ અથવા તેની બરાબર હોય તો તમારા બ્લડ પ્રેશર માટે ટેબ્લેટ (ગોળીઓ) દ્વારા સારવારની ભલામણ કરવામાં આવશે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ગોળીઓ છે:
  • લેબેટાલોલ
  • નિફેડિપાઈન
  • મિથાઈલડોપા

જન્મનો સમય

  • આ તે વાત પર નિર્ભર કરશે કે તમે અને તમારું બાળક ગર્ભાવસ્થામાં કેટલા સ્વસ્થ છો અને શું તમારામાં પ્રી-એક્લેમ્પસિયા વિકસિત થઈ રહ્યું છે
  • જો બાળક સારી રીતે વિકસિત થઈ ગયું છે અને બ્લડ પ્રેશર સારી રીતે નિયંત્રિત હોય, તો ગર્ભાવસ્થાના 38 થી40 અઠવાડિયાની વચ્ચે પ્રસૂતિ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.

આમારી જન્મ માટેની પસંદગીઓને કેવી અસર કરી શકે છે?

પ્રસૂતિ દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારાનું સતત નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવશે પછી ભલે તમારીપ્રસૂતિ કુદરતી રીતે શરૂ થાય છે અથવા પ્રેરિત છે. આ એટલા માટે છે કારણ કેબની શકે છે કે પ્લેસેન્ટા ઓછી સારી રીતે કામ કરી રહ્યું હોય અને અમે હૃદયના ધબકારામાં થતાં ફેરફારને ચૂકી જવા માંગતા નથી જે સૂચવે છે કે બાળક પ્રસૂતિ દરમિયાન સારી રીતે સામનો કરી રહ્યું નથી. આ હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં થાય છે.

આ જન્મ પછીની દેખભાળને કેવી રીતે અસર કરી શકે છે?

  • તમારે તમારા બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવવી પડશે અને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી હોસ્પિટલમાં રહેવું પડશે
  • તમારી બ્લડ પ્રેશરની સારવાર એવા ઉપચારોમાં બદલવામાં આવશે જે સ્તનપાન માટે યોગ્ય હોય
  • તમારા બ્લડપ્રેશરની સતત દેખરેખ અને સારવાર માટે તમારે તમારા GPને મળવું પડશે.

ભવિષ્યની ગર્ભાવસ્થા માટે આનો શું અર્થ થશે? હું આના ફરીથી થવાના જોખમને કેવી રીતે ઘટાડી શકું?

  • જો તમે વધુ વજન ધરાવતા અથવા નિષ્ક્રિય હોવ તો આહાર અને કસરત દ્વારા હાઈબ્લડ પ્રેશરને ઘટાડી શકાય છે
  • તમારા બ્લડપ્રેશરનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને તે સારી રીતે નિયંત્રિત (140/90 mmHg કરતાં ઓછું) છે તેની ખાતરી કરવાથી ભવિષ્યની ગર્ભાવસ્થામાં તમારા અને/અથવા તમારા બાળક માટેના નુકસાનનું જોખમ ઘટશે.

ભવિષ્યના/મારા લાંબાગાળાના સ્વાસ્થ્ય માટે આનો શું અર્થ થશે અને હું આને કેવી રીતે પ્રભાવિત કરી શકું છું?

  • ક્રોનિક હાયપરટેન્શન તમારા હૃદયરોગના લાંબાગાળાના જોખમને વધારે છે જેમાં હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે.
  • સ્વાસ્થ્યવર્ધક આહાર ખાઈને, ખાસકરીને તમારા મીઠાનું સેવન ઘટાડીને અને નિયમિત કસરત કરવાથી તમારા હૃદયરોગના જોખમને ઘટાડી શકાય છે,
  • તમારા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે તમારી બ્લડપ્રેશરની સારવાર લેવાથી પણ તમારા હૃદયરોગનું જોખમ ઘટાડી શકાય છે અને તમારા GP તમને જણાવશે કે સારવાર દરમિયાન તેઓ તમારું બ્લડ પ્રેશર કેટલું ઓછું રાખવા ઈચ્છે છે.

આ સ્થિતિ વિશેની વધુ જાણકારી હું ક્યાંથી મેળવી શકું છું?

Information on chronic hypertension NHS High blood pressure Action on pre-eclampsia: High blood pressure High blood pressure and planning a pregnancy

Common pregnancy complaints

ગર્ભાવસ્થાની સામાન્ય ફરિયાદો

Close up of woman looking concerned

Choosing place of birth

જન્મ સ્થળની પસંદગી કરવી

Sign post with signs to hospital or home birth આ એક નિર્ણય છે જે તમે ગર્ભાવસ્થાના લગભગ 34-36 અઠવાડિયામાં તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે ચર્ચા કર્યા પછી લેશો, પરંતુ આ સમય પહેલાં તમારી પસંદગીઓ વિશે વિચારવાનું શરૂ કરવું મદદરૂપ થશે. તમે કોઈ પણ સમયે તમારા બાળકને ક્યાં જન્મ આપવો તે અંગે તમારો વિચાર બદલી શકો છો. જો તમે તમારા બાળકને ઘરે અથવા મિડવાઇફરી લીડ યુનિટ (જન્મ કેન્દ્ર)માં રાખવાનું પસંદ કરો છો, તો પ્રસૂતિ પહેલા અથવા દરમિયાન કેટલીક ઘટનાઓ અથવા જટિલતાઓનો અર્થ થાય છે કે લેબર વોર્ડમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપવામાં આવે છે.

ઘર

ઘરે – તમારા પોતાના ઘરનાં આરામદાયક વાતાવરણમાં બે દાયણો અને તમે જેને તમારી સાથે રહેવા માટે પસંદ કરો છો તમે બર્થિંગ પૂલ ભાડે રાખી શકો છો અને જો તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારી દાયણ તમને ગેસ અને એર (હવા) (એન્ટોનોક્સ) આપી શકે છે.

મિડવાઇફ-લેડ યુનિટ (MLU)/ (દાયણની આગેવાની વાળું જન્મ કેન્દ્ર)

આ પ્રસૂતિ એકમની અંદરનો એક વોર્ડ છે. ત્યાં ઘરેલું અને શાંત વાતાવરણ છે અને ન્યૂનતમ સહાયતા સાથે બાળકનાં સામાન્ય જન્મમાં સહકાર આપે છે. મિડવાઇફ્સ (દાયણો) અને પસંદ કરેલા જન્મ ભાગીદારો તમને ટેકો આપવા માટે તમારી બાજુ પર હાજર છે. તમારી પસંદગીના પ્રસૂતિ એકમના આધારે તમારી પાસે બર્થિંગ પૂલ, ગેસ અને એર (એન્ટોનોક્સ), એરોમાથેરાપી અને અફીણ આધારિત પીડા રાહતની પસંદગી હશે.

ઑબ્સ્ટેટ્રિક-લેડ યુનિટ (OLU) પ્રસૂતિવિશેષ કેન્દ્ર/લેબરવૉર્ડ/ડિલિવરી સ્યુટ

આ પ્રસૂતિ એકમનો એક વોર્ડ છે જ્યાં ડોકટરો અને દાયણોની ટીમ દ્વારા તમને સંભાળ પૂરી પાડવામાં આવશે. ન્યૂનતમ હસ્તક્ષેપ સાથે સામાન્ય જન્મ હંમેશા ધ્યેય છે, જો તે કરવું સલામત છે તો. જે મહિલાઓને તેની જરૂર છે તેમના માટે વધુ વિશિષ્ટ તબીબી સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ છે.
Options for place of birth

Postnatal depression and anxiety

પ્રસૂતિ પછી માનસિક ઉદાસીનતા અને ચિંતા

Stressed mother holds sleeping baby લગભગ સાતમાંથી એક માતા-પિતા તેમની ભાવનાત્મક સુખાકારી સાથે સંઘર્ષ કરશે અને બાળકના જન્મ પછીના પ્રથમ વર્ષમાં પ્રસૂતિ પછી માનસિક ઉદાસીનતા અને ચિંતા શરુ થઇ શકે છે. તે તમારા બાળકના જન્મ પછી ખૂબ જ અચાનક શરૂ થઈ શકે છે અથવા તે ધીમે-ધીમે શરુ થઇ શકે છે. આ સમયે ભાવનાત્મક રીતે સંઘર્ષ કોઈને પણ થઈ શકે છે. તે તમારી ભૂલ નથી. તમે ચાલુ લક્ષણો અનુભવી શકો છો જેમ કે:
  • ઓછું મૂડ, ઉદાસી અને અશાંતિ
  • અસ્વસ્થતા, ચિંતા અને માનસિક ઉદાસીનતા
  • અતિશય થાક, અશાંતિ અને ચીડિયાપણું અનુભવવું
  • તમારા બાળક પ્રત્યે મુશ્કેલ અથવા અણધારી લાગણીઓ
  • તમારું બાળક સારી રીતે ઊંઘે ત્યારે પણ ખરાબ ઊંઘ
  • કોઈ પણ વસ્તુનો સામનો કરવામાં અથવા આનંદ કરવામાં અસમર્થ લાગણી
  • વિચારો કે તમે પર્યાપ્ત સારા માતા-પિતા નથી
  • તમારા બાળક વિશે ચિંતાજનક વિચારો
  • નિરાશાની લાગણી
  • મુશ્કેલ જન્મ સાથે શરતોમાં આવવા માટે સંઘર્ષ.
પ્રસૂતિ પછી તણાવ અથવા ચિંતા માટે કોઈ એક કારણ નથી. તે દુઃખદાયક જન્મ, માતા-પિતા બનવાના આઘાત અથવા અન્ય દબાણ (જેમ કે નાણાકીય સમસ્યાઓ)ને કારણે ઊભી થઈ શકે છે. જો તમે બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ઉપરોક્ત કોઈ પણ લક્ષણોનો અનુભવ કરી રહ્યાં હોવ, તો તમને જન્મ પછીની માનસિક ઉદાસીનતા અથવા ચિંતા થઈ શકે છે. શક્ય તેટલી વહેલી તકે તમારી દાયણ, આરોગ્ય તપાસનીશ અથવા GP પાસેથી મદદ લેવી મહત્વપૂર્ણ છે.

એન્ટીડિપ્રેસન્ટ

તમારા GP તમને એન્ટીડિપ્રેસન્ટ દવાઓનો કોર્સ લખી શકે છે. આ બિન-વ્યસનકારક છે, જો કે તેની આડઅસર થઈ શકે છે, જેમ કે સુસ્તી, શુષ્ક મોં અથવા કબજિયાત. એન્ટીડિપ્રેસન્ટ્સ સામાન્ય રીતે સારી રીતે સહન કરવામાં આવે છે અને સારવારના પ્રથમ બે અઠવાડિયા પછી મોટાભાગની આડઅસરોમાં સુધારો થાય છે. દવા પોતે માનસિક ઉદાસીનતાનો ઉપચાર કરતી નથી, પરંતુ તે તમને વધુ અસરકારક રીતે સામનો કરવા અને અન્ય મદદનો લાભ લેવા સક્ષમ બનાવવા માટે તમારા મૂડને અસરકારક રીતે સ્થિર કરી શકે છે. મોટાભાગના એન્ટીડિપ્રેસન્ટ્સને કોઈ પણ અસર થવામાં થોડા અઠવાડિયા લાગે છે, તેથી જો તમને તરત જ સારું ન લાગે તો ખૂબ ઝડપથી હાર ન માની લેવી મહત્વપૂર્ણ છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો એ મહત્વનું છે કે તમે તમારા ડૉક્ટરને જાણ કરો જેથી યોગ્ય એન્ટીડિપ્રેસન્ટ પસંદ કરતી વખતે આને ધ્યાનમાં લઈ શકાય. “ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી સેન્ટર્સ અને અન્ય હેલ્થકેર સેવાઓના પ્રોફેશનલ્સે ઘણી મદદ કરી, પરંતુ એકમાત્ર સૌથી મહત્ત્વની બાબત જે મને મળી તે અન્ય માતાઓને સ્થાનિક રીતે મળવાનું અને તેમની સાથે અને તેમના બાળકો સાથે સમય વિતાવાનો હતો. હું એકલી નહોતી અને અન્ય લોકો પણ મારા જેવા જ અનુભવતા હતા. એકબીજાના સાથ અને સહકારથી અમે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થયા.”

સહયોગીઓ, પરિવારજનો અને મિત્રો પ્રસૂતિ પછી માનસિક ઉદાસીનતા કેવી રીતે સહાયતા કરી શકે છે

જો તમને લાગતું હોય કે તમે જેને પ્રેમ કરો છો તે પ્રસૂતિ પછી માનસિક ઉદાસીનતાનો અનુભવ કરી શકે છે, તો જો તમને લાગે કે તમને તેની આવશ્યકતા છે તો તેના માટે અને તમારા માટે મદદ મેળવવી મહત્વપૂર્ણ છે. તમારો સમર્થન અમૂલ્ય છે અને તેણીને બનવામાં અને પછી સારી રહેવા માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો.

સહયોગી

તેણીને સાજા થવામાં અને સારી રીતે રહેવામાં સહાયતા કરવા માટે તમે કદાચ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. આશા છે કે જ્યારે તેણીને સારું લાગે છે ત્યારે તમને લાગશે કે આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાના અનુભવ માટે તમારો સંબંધ વધુ મજબૂત છે. ઉપરોક્ત સૂચનો નીચેના ઉપરાંત મદદરૂપ થઈ શકે છે:
  • તેણીને ખાતરી આપો કે તે સ્વસ્થ થઈ જશે. જેમ-જેમ તેણી વધુ સારું અનુભવવા લાગે છે, તેણીને પોતાની પ્રગતિ વિશે જણાવવું, તેણીને પ્રોત્સાહિત કરવા માટે મદદરૂપ થઈ શકે છે કે આ કાયમ માટે રહેશે નહીં અને તે જલ્દી સારું અનુભવશે.
  • તેણીને તમારા પ્રેમ અને સાથની ખાતરી આપો, અને તમે તેના માટે ત્યાં છો. તેણી સંભવતઃ આ ક્ષણે સંવેદનશીલ અને અપ્રિય લાગણી અનુભવશે. જો તમને તમારી જાતને અભિવ્યક્ત કરવામાં મુશ્કેલી પડતી હોય તો તમે તેણીને એક નોંધ મૂકી શકો છો, તેણીને પથારીમાં ચાનો કપ લઈ શકો છો, તેણીને ટેક્સ્ટ સંદેશ મોકલી શકો છો અને તેણીને કેવી રીતે બતાવવી કે તમે કાળજી લો છો તેના વિવિધ વિચારો વિશે વિચારો.
  • ખાતરી કરો કે તેણીને પૂરતો ખોરાક અને આરામ મળે છે. આ તમારા બંને માટે મહત્વપૂર્ણ છે.
  • તમે તેણીને પૂછી શકો છો કે શું તેણીને ખરેખર કંઈપણ ખાવાનું પસંદ કરશે, અને તે દુકાનોમાંથી ખરીદો, અથવા જો તમે કામ પર હોવ તો તેણીની માટે ગરમ કરવા તૈયાર ભોજન છોડી દો. જો તમે કરી શકો તો રાત્રિ ભોજન કરવાની ઑફર કરો.
  • તેણીને સક્રિય રહેવા પ્રોત્સાહિત કરો. પરિવારમાં બધા એકસાથે ફરવા જઈ શકે છે, અને વધુ સ્વાસ્થ્યપ્રદ ખાવું જેવા નાના ફેરફારો કરવા પર ધ્યાન આપી શકે છે.
  • તેણીની સુખાકારીમાં તમે જે સુધારાઓ કરો છો તે દર્શાવો. આ તેણીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે અને તેણીના જીવનમાં હકારાત્મક ફેરફારો કરવાનું ચાલુ રાખવાની આશા રાખશે.
  • તેણીને મસાજ માટે ઑફર કરો. તમારે નિષ્ણાત બનવાની જરૂર નથી, તમે તેને પીઠની મસાજ અથવા પગની મસાજ આપવાનું સૂચન કરી શકો છો.
  • દંપતી તરીકે એક સાથે બહાર જાઓ. તમારા બાળક અથવા બાળકો વિના સાથે બહાર જવાની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી તેણીને સારું ન લાગે ત્યાં સુધી તેણી આ કરવા માંગતી નથી તેથી તેણી તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવી શ્રેષ્ઠ છે.
  • જો તમને કોઈ પણ સમયે તેમની જરૂર હોય તો મદદ મેળવો. તમારી સમસ્યાઓ તમારી પાસે ન રાખો. નીચે સંબંધિત લિંક્સ જુઓ.
તમારું ધ્યાન રાખો. તમારા પોતાના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે વિચારવું મહત્વપૂર્ણ છે અને કેટલાક સૂચનો તમારા માટે પણ ઉપયોગી થઈ શકે છે: “મારી પત્નીને બાળક થયો તે પહેલાં તે ઠીક હતી, પરંતુ જ્યારે બાળક થોડા અઠવાડિયાનું થયું ત્યારે તે બદલાઈ ગઈ. તે કાં તો મારા પર બૂમબરાડા કરતી હતી અથવા હંમેશા રડતી હતી અને ઘર અવ્યવસ્થિત હતું. બધી વસ્તુ માટે હું જવાબદાર હતો. જ્યાં સુધી અમારા GP એ મને સમજાવવા માટે બોલાવ્યો ન હતો કે મારી પત્ની જન્મ પછીના માનસિક ઉદાસીનતાથી પીડાઈ રહી છે ત્યારે મને સમજાયું કે તેના મૂડનું કારણ છે. જન્મ પછીના માનસિક ઉદાસીનતાથી અને હું કેવી રીતે મદદ કરી શકું તે વિશે વાંચ્યું. મને ખબર પડી કે ઘરથી દૂર રહેવાથી પરિસ્થિતિ વધી રહી છે અને મારી પત્નીને વધુ સહાયતાની આવશ્યકતા હોય છે.”

મિત્રો અને સંબંધીઓ

  • સંવેદનશીલતાપૂર્વક તેણીને પૂછો કે તેણીને કેવું લાગે છે. તેણીને કદાચ સારી રીતે અનુભવવામાં મદદ કરવા માટે તમે શું કરી શકો છો તેનો સારો ખ્યાલ હશે.
  • તેણીને તે વાત કરવા વિશે પ્રોત્સાહિત કરો કે તેણી કેવું અનુભવી રહી છે અને મદદ કરવા માટે પૂછો. તમે સૂચવી શકો છો કે તેણી તેણીની મિડવાઇફ, આરોગ્ય તપાસનીશ અથવા GPનો સંપર્ક કરે અથવા તેણીને જે લાગે તે જોવાની વ્યવસ્થા કરો કે તેણી વિશ્વાસ કરી શકે છે. તમે તેણીની સાથે જવાની ઓફર કરી શકો છો અથવા તેણીને ઘરે જોવાની વ્યવસ્થા કરી શકો છો.
  • સલાહ આપો કે તેણી સપોર્ટ જૂથમાં જોડાય. સમાન પરિસ્થિતિમાં અન્ય લોકો સાથે વાત કરવી જેઓ જાણે છે કે તેણી શું પસાર કરી રહી છે તે રાહત બની શકે છે. આ તે કંઈક ન હોઈ શકે જે તે શરૂઆતમાં કરવા માંગે છે પરંતુ જેમ જેમ વસ્તુઓ સુધરશે તેમ તે જવા માંગશે.
  • બાળનાં દેખભાળમાં મદદ કરવાની ઑફર કરો, જેથી તેણીને પોતાના માટે સમય મળે.
  • ઉદાહરણ તરીકે, તેને આરામ કરવા અને તમારા બાળકને જાણવા માટે સમય આપવા માટે સફાઈ, ધોવા, ઈસ્ત્રી અથવા રસોઈમાં વ્યવહારુ સહાયતા આપો.
  • ધૈર્ય રાખો, માનસિક ઉદાસીનતામાંથી સાજા થવું એ ક્રમિક પ્રક્રિયા છે. આખા મહિનાઓમાં, તેણીને ફરીથી સારું લાગે છે, તેણીને કદાચ હજુ પણ તમારી મદદ અને સમર્થનની જરૂર પડશે.
  • તેણીને તેની સાચી લાગણીઓ વ્યક્ત કરવા દો. તમે કરી શકો તેટલા સહાનુભૂતિ રાખો અને તેણીની શંકાઓ અને ભયને ગંભીરતાથી લો.
  • માનસિક ઉદાસીનતા વિશે જાણો, વધુ માહિતી માટે નીચે જુઓ.

Postnatal care explained

પ્રસૂતિ પછીની દેખભાળની વ્યાખ્યા

New parents smile at their baby while touching their baby પ્રસૂતિ પછીની દેખભાળ એ તમને અને તમારા બાળકને જન્મ પછી મળેલી દેખભાળ છે. આ દેખભાળ ઘણીવાર ક્લિનિશિયનોની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવે છે; જેમાં દાયણ, ડૉકટરો અને અન્ય નિષ્ણાત આરોગ્ય વ્યવસાયીઓનો સમાવેશ થાય છે જે ખાતરી કરશે કે જન્મ પછી તમારી અને તમારા બાળકની નિયમિત તપાસ થાય છે.

Child benefit

ચાઇલ્ડ બેનિફિટ (સંતાન લાભ)

Child benefit form ચાઇલ્ડ બેનિફિટ એ ટેક્સ-ફ્રી ચુકવણી છે જેનો ઉદ્દેશ્ય માતા-પિતાને બાળકોને ઉછેરવાના ખર્ચનો સામનો કરવામાં સહાયતા કરવાની છે. જો તમે 16 વર્ષથી ઓછી ઉંમરના એક અથવા વધુ બાળકો માટે જવાબદાર છો (અથવા 20 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જો તેઓ માન્ય શિક્ષણ અથવા તાલીમમાં રહે તો) તો તમને ચાઇલ્ડ બેનિફિટ મળે છે. તમે કેટલા બાળકો માટે કલેઇમ કરી શકો તેની કોઈ મર્યાદા નથી. વધુ જાણો અને કેવી રીતે કલેઇમ કરવો:

Chickenpox

અછબડાં

Close up of patient's arm being treated for chickenpox અછબડાં બિમારી વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસને કારણે થાય છે. અછબડાં અત્યંત ચેપી બિમારી છે અને તમારા બાળક માટે જોખમી બની શકે છે. જો તમને બાળપણમાં અછબડાં હતા, તો સંભવ છે કે તમારામાં આ રોગનો પ્રતિકાર કરવાની તાકાત છે; તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખાતરી ન હોય કે તમને પહેલાં અછબડાં થયા છે કે કેમ, તો તમને તમારી પાસે રોગપ્રતિકારક તાકાતની પુષ્ટિ કરવા માટે બ્લડ ટેસ્ટની માંગણી કરવામાં આવી શકે છે. જો તમને લાગતું હોય કે તમે અછબડાં વાળા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો અને તમે જાણો છો કે તમારામાં આ રોગનો પ્રતિકાર કરવાની તાકાત નથી, તો સલાહ માટે કૃપા કરીને તમારા GP અથવા દાયણને ફોન કરો. જ્યાં સુધી તમારી દાયણ/ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી સલાહ માટે પ્રસૂતિ યૂનિટમાં ન જશો.

Cervical insufficiency (incompetence)

સર્વાઇકલ અપૂર્ણતા (અક્ષમતા)

Short cervix in pregnancy illustration કેટલીક મહિલાઓમાં, ગર્ભાશય સર્વિક્સ (ગર્ભાશયનું મોં) ની આસપાસના સ્નાયુઓ સામાન્ય કરતાં નબળા હોય છે. આ સર્વાઇકલ અપૂર્ણતા, સર્વાઇકલ અસમર્થતા અથવા ટૂંકા સર્વિક્સ તરીકે ઓળખાય છે. અગાઉની સર્જરી અથવા આ ભાગની તપાસના કારણે કેટલીકવાર સર્વિક્સ ખૂબ વહેલું ખુલી શકે છે, જે કસુવાવડ અથવા પૂર્વ-ગાળાના જન્મ તરફ દોરી જાય છે. ગર્ભાશયના આકારને કારણે સર્વાઇકલ અપૂર્ણતા એ પણ કંઈક હોઈ શકે છે જેની સાથે તમે જન્મી શકો છો. મધ્ય ત્રિમાસિક અલ્ટ્રાસાઉન્ડ સ્કેન સામાન્ય રીતે ટૂંકા અથવા નબળા સર્વિક્સને ઓળખશે. જો તમને ઘણી ગર્ભસ્ત્રાવ થઈ હોય અથવા ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા પહેલા બાળકનો જન્મ થયો હોય તો તમારા ડૉક્ટર તમારા ગર્ભાશયની પ્રારંભિક તપાસ કરવાની સલાહ આપી શકે છે.

Cervical erosion (ectropion)

સર્વાઇકલ ઇરોશન (એકટ્રોપિયન)

Graphic showing where to cervical canal is located with cross-sections of a healthy cervix and one affected by cervical erosion સર્વાઇકલ એકટ્રોપિયન (સર્વાઇકલ  ઇરોશન) ત્યારે થાય છે જ્યારે સર્વાઇકલ કેનાલની અંદરની બાજુએ આવેલા નરમ કોશિકાઓ તમારા સર્વિક્સની બહારની સપાટી પર ફેલાય જાય છે. આ કોશિકાઓ લાલ રંગના હોય છે અને સામાન્ય રીતે બહારની  કોશિકાઓની તુલનામાં વધુ સંવેદનશીલ હોય છે, તેથી જ તેઓ રક્તસ્રાવ અને સ્રાવ જેવા લક્ષણોનું કારણ બની શકે છે. સર્વાઇકલ એક્ટ્રોપિયન હોર્મોનલ ફેરફારો, ગર્ભાવસ્થા અને ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી થઈ શકે છે. આ સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન તેની જાતે જ દૂર થઈ જાય છે, પરંતુ તે ક્યારેક રક્તસ્રાવનું કારણ બની શકે છે, તેથી રક્તસ્રાવના અન્ય કોઈ પણ કારણોને નકારી કાઢવા માટે તમારી દાયણ અથવા પ્રસૂતિ ટ્રાયેજ વિભાગની સલાહ લેવાની સલાહ લો.