Contact us

અમારો સંપર્ક કરો

જો તમારી પાસે આ ઍપ વિશે કોઈ કોમેન્ટ અથવા સમસ્યા હોય, અથવા જો તમે વધારાની કન્ટેન્ટ માટે સૂચનો આપવા માંગતા હોવ, તો કૃપા કરીને અમને અહીં ઇમેઇલ કરો: mumandbaby.nwl@nhs.net જો તમને ઍપની કાર્યક્ષમતા સાથે કોઈ સમસ્યા હોય, તો કૃપા કરીને ઇમેઇલ કરો: developer@imagineear.com અમે 3 કામકાજના દિવસોમાં તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું.

Constipation

કબજિયાત

Graphic of woman sitting on a toilet with her feet placed on a low stool ગર્ભાવસ્થાના પ્રારંભથી જ કબજિયાત થઈ શકે છે. પુષ્કળ પાણી પીવો, તમને દરરોજ 1.5 થી 2 લિટર પાણી અને અન્ય પ્રવાહીની જરૂર પડશે. ખાતરી કરો કે તમે તમારા આહારમાં ઘણાં ફળો, શાકભાજી અને ફાઇબર (રેશાં) મેળવી રહ્યાં છો. જ્યારે તમે તમારા આંતરડા ખાલી કરવા માટે શૌચાલય પર બેસો, ત્યારે તમારા પગ સ્ટૂલ પર રાખવાથી તમારા ઘૂંટણ તમારા નિતંબ કરતા ઉંચા રહે છે અને તમે થોડાં આગળ ઝૂકો તો તમને તે મદદરૂપ થશે. આવું કરવાથી ઘણીવાર તમારાં આંતરડાં સરળતાથી ખાલી થાય છે. જો સમસ્યા ચાલુ રહે તો સલાહ માટે તમારા ઔષધવિક્રેતાની સલાહ લો.

Conditions affecting pregnancy

ગર્ભાવસ્થાને અસર કરતી સ્થિતિઓ

Close up of pregnant woman holding her bump

Complementary therapies

પૂરક ઉપચાર

Close up of hands performing foot massage on a pair of bare feet આમાં એરોમાથેરાપી, એક્યુપંક્ચર, હોમિયોપેથી, રીફ્લેક્સોલોજી અને મસાજનો સમાવેશ થાય છે. તમારી દાયણને પૂછો કે તમારું પસંદ કરેલ મેટરનિટી યૂનિટ શું ઑફર કરે છે અથવા સ્થાનિક પ્રેક્ટિશનરને ઑનલાઇન શોધો. અમુક તકનીકોનો ઉપયોગ ગર્ભાવસ્થા અથવા જન્મ દરમિયાન થવો જોઈએ નહીં, તેથી પૂરક ઉપચાર અજમાવતા પહેલા હંમેશા ગર્ભવતી મહિલાઓના સારવારનો અનુભવ ધરાવતા લાયક પ્રેક્ટિશનરની સલાહ લો.

Community postnatal contacts

સમુદાયના જન્મ પછીના સંપર્કો

Mother has baby wrapped to her chest while she makes a mobile phone call તમે પ્રસૂતિ યૂનિટમાંથી ઘરે જાઓ તે પહેલાં તમને તમારી સામુદાયિક દાયણ ટીમ માટે ટેલિફોન નંબર આપવામાં આવશે. તમે જતા પહેલા કૃપા કરીને ખાતરી કરો કે તમારી પાસે આ સંપર્ક નંબર છે. તમારા શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને લગતી કોઈ પણ જરૂરી સમસ્યા માટે, તમે પ્રસૂતિ ટ્રાયજ/મૂલ્યાંકન એકમને કૉલ કરી શકો છો જ્યાં તમારું બાળક હતું (જન્મ પછીના 28 દિવસ સુધી). તમે તમારા GP સાથે પણ વાત કરી શકો છો અથવા તમારા સ્થાનિક તાત્કાલિક દેખભાળ કેન્દ્ર અથવા A&E વિભાગમાં હાજરી આપી શકો છો. NHS 111 સેવા દિવસના 24 કલાક, વર્ષમાં 365 દિવસ ઉપલબ્ધ છે. જો તમે જે પ્રસૂતિ યૂનિટમાં જન્મ આપ્યો હોય તેના કરતાં અલગ પ્રસૂતિ યૂનિટ સાથે જોડાયેલી સામુદાયિક દાયણ સેવામાં તમને રજા આપવામાં આવી રહી હોય, તો તમને યોગ્ય સંપર્ક વિગતો આપવી જોઈએ.

Community midwife and support workers

સામુદાયિક દાયણ અને સહાયક કાર્યકરો

Community midwife listens to baby's heart through a stethoscope at the baby's home

સામુદાયિક દાયણ

તમે પ્રસૂતિ યૂનિટ છોડો તે પછી, તમે સામુદાયિક દાયણ દ્વારા ઘરે અથવા પોસ્ટનેટલ ક્લિનિક્સમાં જોવામાં આવશે. આ દાયણ તમારા સૌથી નજીકના પ્રસૂતિ યૂનિટથી આવશે, જે કદાચ તમે જન્મ આપ્યો ન હોય – તેથી કૃપા કરીને ઘરેથી ડિસ્ચાર્જ થતાં પહેલાં પ્રસૂતિ યૂનિટમાં તમારી દાયણ સાથે સંપર્ક વિગતોની પુષ્ટિ કરો.તમારી સામુદાયિક દાયણ મુલાકાતોની પેટર્ન સમજાવશે જેની તમે અપેક્ષા રાખી શકો અને તમારી સ્થાનિક સેવાઓ વિશે માહિતી પ્રદાન કરશે. જો તમને કોઈ સમસ્યા હોય, તો તમારે વધારાની ઘર અથવા ક્લિનિકની મુલાકાત લેવાની વિનંતી કરવી જોઈએ અથવા તમારી સામુદાયિક દાયણફ ટીમ સાથે ટેલિફોન પરામર્શ કરવો જોઈએ. જો તમે ઘરેથી ડિસ્ચાર્જ થયાના 48 કલાકની અંદર કોમ્યુનિટી મિડવાઇફ પાસેથી સાંભળ્યું ન હોય, તો તમે જ્યાં જન્મ આપ્યો છે તે પ્રસૂતિ યૂનિટનો સંપર્ક કરો.

સામુદાયિક પ્રસુતિ સહાયક કાર્યકરો

સામુદાયિક દાયણોને માતૃત્વ અને નવજાતની સુખાકારીનું મૂલ્યાંકન કરવા માટે સામુદાયિક પ્રસૂતિ સહાયક કાર્યકરો દ્વારા ઘણીવાર સમર્થન આપવામાં આવે છે અને શિશુને ખોરાક આપવામાં તમારી મદદ કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત છે. ઉપલબ્ધ શિશુ ખોરાક સહાય વિશેની માહિતી માટે, તમારી સામુદાયિક દાયણ સાથે વાત કરો.

Commonly used medicines after birth

જન્મ પછી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ

Pills spilling out of the neck of a medicine bottle onto a table top

1. એનાલ્જેસિક (દર્દ નિવારક)

a) પેરાસીટામોલ (500mg ગોળીઓ)

તેનો ઉપયોગ શેના માટે થાય છે? પેરાસીટામોલ દર્દમાં રાહત અને ઊંચા તાપમાનને ઘટાડીને કામ કરે છે. તે હળવાથી મધ્યમ દુખાવામાં અસરકારક રાહત આપી શકે છેજેમાં માથાનો દુખાવો, દાંતનો દુખાવો, ગળામાં ખરાશ, સંધિવાના દુખાવા અને દર્દમાં રોગનિવારક રાહત, ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો અને તાવ સામેલ છે. હું તેને કેવી રીતે લઈ શકું? પેરાસિટામોલ નિયમિતપણે અથવા જ્યારે દર્દ માટે જરૂરી હોય ત્યારે લઈ શકાય છે. ડોઝ: 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુખ્ત વયના અને યુવાન વ્યક્તિઓ: જરૂરિયાત મુજબ, 2 ગોળીઓ દિવસમાં 4 વખત સુધી લો. ગોળીઓ પાણી સાથે લેવી જોઈએ. તમને લક્ષણમાં રાહત મેળવવા માટે જરૂરી હોય તેટલું જ લો અને દરેક ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 4 કલાકનો સમય છોડો. 23 કલાકમાં 8 થી વધુ ગોળીઓ ન લો. આડ અસરો શું છે? પેરાસીટામોલને સામાન્ય રીતે મોટાભાગના લોકોમાં સારી રીતે સહન કરવામાં આવે છે. શું સ્તનપાન દરમ્યાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? પેરાસીટામોલનો ઉપયોગ સામાન્ય રીતે સ્તનપાન દરમિયાન કરવામાં આવે છે.

b) કો-ડાયડ્રામોલ

તેનો ઉપયોગ શેના માટે થાય છે? કો-ડાયડ્રામોલ(10/500 10mg ડાયહાઇડ્રોકોડેઇનઅને 500mg પેરાસિટામોલ) એ પેરાસિટામોલ અને ડાયહાઇડ્રોકોડેઇનનું મિશ્રણ છે. ડાયહાઇડ્રોકોડિન પેરાસિટામોલ કરતાં વધુ મજબૂત છે અને તેનો ઉપયોગ હળવાથી મધ્યમ દર્દમાં રાહત માટે કરવામાં આવે છે. જો તમને સિઝેરિયન સેક્શન અથવા ડિલિવરી પછી મધ્યમ દુખાવો થયો હોય, તો તમને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે કો-ડાયડ્રામોલની 30 ગોળીઓનું બોક્સ આપવામાં આવી શકે છે. હું તેને કેવી રીતે લઈ શકું? ડોઝ: યારેજરૂરી હોયત્યારે કો-ડાયડ્રામોલની 1 થી 2 ગોળી દર 6 કલાકે, દિવસમાં વધુમાં વધુ 4 વખત. 24 કલાકમાં 8 થી વધુ ગોળીઓ ન લો. અમે ભલામણ કરીએ છીએ કે તમે દર્દ નિવારક ઓછી કરો અને પેરાસિટામોલની જગ્યાએ શક્ય તેટલી વહેલી તકે આ ગોળીઓને બદલી દો જે સામાન્ય રીતે 3-4 દિવસ પછી હોય છે. આ ગોળીઓમાં પેરાસિટામોલ હોવાથી તમારે એક જ સમયે અન્ય પેરાસિટામોલની ગોળીઓ લેવી જોઈએ નહીં. કો-ડાયડ્રામોલ લેતી વખતે આલ્કોહોલનું સેવન ન કરો. આડ અસરો શું છે? ડાયહાઇડ્રોકોડેઇનની સૌથી સામાન્ય આડઅસર સુસ્તી, કબજિયાત, બીમાર જેવો અનુભવ કરવો અથવા મોં સુકાવું છે. જો તમે કો-ડાયડ્રામોલ લેતી વખતે કબજિયાત અનુભવો છો તો તમને હળવા રેચક લેવાની સલાહ આપવામાં આવી શકે છે. શું સ્તનપાન દરમ્યાન તેનો ઉપયોગ કરવો સુરક્ષિત છે? ડાયહાઇડ્રોકોડિનનો ઉપયોગ સ્તનપાન દરમિયાન દર્દ નિવારક તરીકે થઈ શકે છે જ્યાં પેરાસિટામોલ અસરકારક નથી. ઓછામાં ઓછા સમય માટે ન્યૂનતમ અસરકારક ડોઝનો ઉપયોગ કરો. મહત્વપૂર્ણ: જો કે,આ કો-ડાયડ્રામોલ ગોળીઓમાં ડાયહાઇડ્રોકોડેઇનની થોડી માત્રા હોવા છતાં, જો તમે તેને લેતી વખતે સ્તનપાન કરાવતા હોવ, તો તમારાદાયણને તરત જજાણ કરોજો તમારા બાળકમાં અધિક સુસ્તી, ખોરાક લેવામાં મુશ્કેલી, શ્વાસ લેવામાં તકલીફ અથવા અન્ય કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળે. સંશોધન દર્શાવે છે કે કેટલાક બાળકો અન્યની તુલનામાં આ આડઅસરો માટે વધુ સંવેદનશીલ હોઈ શકે છે. જો તમે સ્તનપાન દરમ્યાન ડાયહાઈડ્રોકોડેઈનના ઉપયોગ અંગે કોઈ વધુ માહિતી મેળવવા માંગતા હો, તો કૃપા કરીને તમારા દાયણ/ડૉક્ટર સાથે તેની ચર્ચા કરો.

c) આઇબુપ્રોફેન

તેનો ઉપયોગ શેના માટે થાય છે? આઇબુપ્રોફેન એ બળતરા નાશક દવા છે જેનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં બળતરાની સારવાર કરવા માટે થાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે જન્મ પછી પીડા અને બળતરાને દૂર કરવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે. હું તેને કેવી રીતે લઈ શકું? એક ગ્લાસ પાણી સાથે આખી ગોળીઓ ગળી લો. ગોળીઓ ભોજન સાથે અથવા પછી લો. ડોઝ: પુખ્તો: 400mg દિવસમાં ત્રણ વખત, 8 કલાકના અંતરે, ઘણીવાર એક પ્રક્રિયા પછી સૂચવવામાં આવે છે. જો તમને જન્મ અથવા કોઈ પ્રક્રિયા પછી ડાઈક્લોફેનેક સપોઝિટરી આપવામાં આવી છે, તો તમે તે પછીના 18 કલાકસુધી આઇબુપ્રોફેન શરૂ કરી શકતા નથી. યારે દુખાવામાં રાહત થવા પર ડોઝ દિવસમાં ત્રણ વખત 200mg સુધી ઘટાડી શકાય છે. કોણે આઇબુપ્રોફેનનો ઉપયોગ ન કરવો જોઈએ? નીચે દર્શાવેલી કોઈપણ સ્થિતિ ધરાવતી મહિલાઓએ આઈબુપ્રોફેન લેતા પહેલા ડૉક્ટર, દાયણ અથવા ફાર્માસિસ્ટની સલાહ લેવી જોઈએ જો નીચે દર્શાવેલ પૂર્વ-હકીકત (ઇતિહાસ) હોય:
  • અસ્થમા અથવા શ્વાસની તકલીફ
  • અગાઉના પેટના અલ્સર
  • એસ્પિરિન, ડાઈક્લોફેનેક અને અન્ય નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી ડ્રગ્સ (NSAIDs) માટે દર્શાવેલી અગાઉની પ્રતિક્રિયા
  • અન્ય ચિકિત્સકીય સ્થિતિઓ, દા.ત. કિડનીની બીમારી, હૃદય રોગ, રક્ત ગંઠાઈ જવાનોવિકાર, યકૃત (લીવર) રોગ.
આડ અસરો શું છે? સામાન્ય આડઅસરોમાં માથાનો દુખાવો, ચક્કર, માંદગી જેવો અનુભવ કરવો અને ઝાડાનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ: દવા લેવાનું બંધ કરો અને તાત્કાલિક મદદ લો જો તમે:
  • તમારા મળમાં લોહી પસાર થાય છે(સ્ટૂલ/દસ્ત)
  • ડામર જેવા કાળા સ્ટૂલ પસાર કરો છો
  • ઉલટીમાં લોહી અથવા ઘાટા કણો કે જે કોફીના સૂક્ષ્મ કણો જેવા દેખાય છે
  • ખંજવાળ, સુસ્તી, ચહેરો, હોઠ, જીભ, મોં અથવા ગળામાં સોજો જેવી કોઈપણ એલર્જીક પ્રતિક્રિયાથી પીડાવ છો, જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ અથવા ગળવામાં મુશ્કેલીનું થઈ શકે છે.
સ્તનપાન કરાવતી વખતે આઇબુપ્રોફેનને યોગ્ય સારવાર વિકલ્પ તરીકે ગણવામાં આવે છે.

2. ફેરસ સલ્ફેટ (આયર્ન પૂરક)

તેનો ઉપયોગ શેના માટે થાય છે? આયર્ન પૂરકનો ઉપયોગ આયર્નની ઉણપથી થતાં એનિમિયાની સારવાર માટે કરવામાં આવે છે. જ્યારે શરીરને પૂરતું આયર્ન મળતું નથી, ત્યારે તે તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે જરૂરી સામાન્ય લાલ રક્ત કણોની સંખ્યા ઉત્પન્ન કરી શકતું નથી. જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા જેમણે હમણાં જ જન્મ આપ્યો છે,તેમના માટે આ સ્થિતિ સામાન્ય છે. આ દવાઓ શરીરના આયર્નની જગ્યાએ કામ કરે છે. આયર્ન એ એક ખનિજ છે જે શરીરને લાલ રક્ત કણો બનાવવા માટે જરૂરી છે. મારે તે કેવી રીતે લેવું જોઈએ? ગોળીઓને પાણી સાથે ગળી લો. જો કે આયર્નની બનાવટો ખાલી પેટ શ્રેષ્ઠ રીતે શોષાય છે, તેમ છતાં પેટ પરની અસરો ઘટાડવા માટેતેને ખોરાક પછી લઈ શકાય છે. નીચેના ઉત્પાદનોને ખાધા કે પીધાપહેલાનાએક કલાકની અંદર અથવા પછીના બે કલાકની અંદર આયર્ન પૂરક ન લેવા જોઈએ: ચા, કોફી, દૂધ, ઈંડા અને આખા અનાજ. આ ઉત્પાદનો આયર્નનું શોષણ ઘટાડી શકે છે. ડોઝ: ફેરસ સલ્ફેટ 200 mg ગોળીઓ. આયર્નની ઉણપના લીધે થતાં એનિમિયાની સારવાર: 1 ગોળી દિવસમાં 2-3 વખત. આયર્નની ઉણપના લીધે થતાં એનિમિયાની રોકથામ: દરરોજ 1 ગોળી. આડ અસરો શું છે? બધી દવાઓની જેમ, ફેરસ સલ્ફેટની ગોળીઓ પણ આડઅસરો પેદા કરી શકે છે, જેમાંથી સૌથી સામાન્ય છે કબજિયાત,ઝાડા, પેટમાં દુખાવો, માંદગી જેવો અનુભવ અને કાળો મળ (મળ). શું સ્તનપાન દરમ્યાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? તનપાન કરાવતી વખતેફેરસ સલ્ફેટ ગોળીઓ સામાન્ય રીતે સલામત રીતે ઉપયોગમાં લેવાય છે. ખાતરી કરો કે તમે ભલામણ કરેલ ડોઝ કરતા વધુ નથી લેતા. જો તમે ફેરસ સલ્ફેટની ગોળીઓ સહન કરી શકતા નથી, તો ફેરસ ફ્યુમરેટ નામનો એક વિકલ્પ ઉપલબ્ધ છે. આ પ્રવાહી અથવા ગોળીઓના રૂપમાં ઉપલબ્ધ છે. આડઅસર અને સલામતીની માહિતી ઉપર દર્શાવેલ ફેરસ સલ્ફેટ જેમ જ લાગુ પડે છે.

3. સારક (દવા)

તેનો ઉપયોગ શેના માટે થાય છે? રેચકનો ઉપયોગ કબજિયાતની સારવાર માટે થાય છે. કબજિયાત થતી રોકવા માટે હું બીજું શું કરી શકું? નીચેના સંકેતો નિયમિત આંતરડાનું નિશ્ચિત0020વલણ (કાર્યો) જાળવવામાં મદદરૂપ થાય છે:
  • ફાઇબર યુક્ત ખોરાક ખાઓ, દા.ત. આખા અનાજની રોટલી, ફળ અને શાકભાજી.
  • પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવો, વિશેષતઃ પાણી.
  • નિયમિત કસરત કરો.
જન્મ પછી રેચક દવાઓ સૂચવવામાં આવી શકે છે. જો તમને લાગે કે તમારે રેચકની જરૂર છે તો તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે ચર્ચા કરો. આડ અસરો શું છે? રેચકની સામાન્ય આડઅસરોમાં સોજા, વધેલી હવા (ગેસ) અને પેટનાહળવા દુખાવાનો સમાવેશ થાય છે. ગર્ભાવસ્થામાં/જન્મ પછી સામાન્ય રીતે વપરાતા રેચક:

a) લેક્ટ્યુલોઝ

લેક્ટ્યુલોઝ એક પ્રવાહી રેચક છે જેનો ઉપયોગ કબજિયાતની સારવાર અને રોકથામ માટે કરવામાં આવે છે. લેક્ટ્યુલોઝની અસર હવામાં 2-3 દિવસ લાગી શકે છે; તેને સામાન્ય રીતે હળવા રેચક તરીકે ગણવામાં આવે છે. ડોઝ: સામાન્ય રીતે 10 મિલીદિવસમાં બે વાર. અસર કરવા માટે તેને નિયમિતપણે લેવું આવશ્યક છે.

b) Fફાયબોજેલ (ઇસબગોલ ભૂકી)

ફાયબોજેલ એ એક ઉચ્ચ ફાઈબર પીણું છે જે તમારા આહારમાં ફાઈબર વધારવાનું કામ કરે છે. આહારમાં વધેલા ફાઇબર કબજિયાતને હળવાશથી દૂર કરવામાં મદદ કરે છે. ફાયબોજેલને હળવા રેચક માનવામાં આવે છે. ફાયબોજેલનો ઉપયોગ કરતી વખતે પ્રવાહીનું પૂરતું સેવન જાળવવું મહત્વપૂર્ણ છે. ડોઝ: સામાન્ય ડોઝ એ એક ગ્લાસ પાણીમાં મિશ્રિત એક પાઉચ છે, દિવસમાં બે વાર સુધી. શું જન્મ પછી લેક્ટ્યુલોઝઅથવા ફાયબોજેલનો ઉપયોગ કરવો એ સુરક્ષિત છે? લેક્ટ્યુલોઝ અને ફાયબોજેલ લોહીમાં શોષાતા નથી અને માત્ર આંતરડા પર સ્થાનિક અસર કરે છે. બંને દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે દાયણ અથવા ડૉક્ટરની સલાહ હેઠળ, સ્તનપાન કરાવતી વખતે સલામત માનવામાં આવે છે.

4. લોહીના ગંઠાઈ જવાનું નિવારણ

ઈનોક્સાપેરીન (જેને ક્લેક્સેનતરીકે પણ ઓળખવામાં આવે છે) નો ઉપયોગ લોહીના ગઠ્ઠાને રોકવા માટે થાય છે. લોહીના ગઠ્ઠાસામાન્ય રીતે પગની નસમાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) તરીકે અથવા ફેફસામાં પલ્મોનરી એમબોલિઝમ (PE), લોહીના ગઠ્ઠા તરીકે હાજર હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન લોહીના ગંઠાવાનું વધુ સામાન્ય હોય છે અને કેટલીક સ્ત્રીઓને અન્યની તુલનામાં લોહીના ગંઠાવાનું જોખમ વધુ હોય છે. નિવારણની સાથે સાથે, ડીવીટી અને પીઈની સારવાર માટે પણ ઈનોક્સાપેરિનના ઉચ્ચ ડોઝનો ઉપયોગ થાય છે. શું સ્તનપાન દરમ્યાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? ઈનોક્સાપેરીનત્વચાની તરત જ નીચે (સબક્યુટેનીયસ (ચામડીની નીચે)) એક ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે. તેને સામાન્ય રીતે તમારા પેટ (પેટ) અથવા તમારી જાંઘના ઉપરના ભાગમાં ચામડીના પડમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. જો આ યોગ્ય ન હોય, તો તમને બીજી કોઈ વૈકલ્પિક જગ્યા પર ઈંજેક્ટ કરવાની સલાહ આપવામાં આવી શકે છે. તેને તમારા સ્નાયુઓમાં ઇન્જેક્ટ ન કરવું જોઈએ. તે દિવસમાં એક કે બે વાર આપી શકાય છે. તમારે તમારા ડૉક્ટર દ્વારા ભલામણ કરેલ સમયે ડોઝ લેવો જોઈએ. જન્મ/સિઝેરિયન સેક્શન પછી ઈનોક્સાપેરીનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? જો જન્મ સમયે તમારે જોખમ હોય અથવા જોખમી પરિબળો વિકસિત થયા હોય, તો તમે ઈનોક્સાપેરીનલેવાનું શરૂ કરી શકો છો. સંભવિત જોખમી પરિબળોના ઉદાહરણો સિઝેરિયન સેક્શન અથવા સંક્રમણહોઈ શકે છે. જો સગર્ભાવસ્થા દરમિયાનતમેઈનોક્સાપેરીનલઈ રહ્યા હતા, તો તમારા ડૉક્ટર ઈચ્છશે કે તમે જન્મ પછી પણ એ જ સારવાર પર રહો. તેઓ તમને જાણ કરશે કે આ સારવાર કેટલા સમય સુધી ચાલુ રાખવી. ઈનોક્સાપેરીન (ક્લેક્સેન)ને કેવી રીતે ઈંજેક્ટ કરવું? એકવાર જ્યારે તમને તમારા ડૉક્ટર અથવા દાયણ દ્વારા આવું કેવી રીતે કરવું તે બતાવવામાં આવ્યા પછી, અથવા ડિસ્ચાર્જ થતી વખતે તમને આપવામાં આવતી સૂચના પત્રિકાને અનુસરીને તમે ઈનોક્સાપેરીનઈંજેક્ટ કરવામાં સક્ષમ હશો. આ એક સરળ પ્રક્રિયા છે અને તમે તેને ઘરે જ કરી શકો છો. આ પગલાઓનું પાલન કરો:
  • તમારા હાથને ધોવો અને કોરા કરો.
  • ઈન્જેક્શન સાઇટ (ઈંજેકશન આપવાની જગ્યા)ને સાફ કરો. જો કોઈ અન્ય તમારા માટે તે કરી રહ્યું હોય તો તેવી સલાહ આપવામાં આવે છે કે તેઓ મોજા પહેરે.
  • ઈન્જેક્શનની જગ્યા તમારી ડાબી કે જમણી જાંઘ અથવા તમારા પેટની બહારની બાજુએ પસંદ કરો, જો આમ કરવાની સલાહ આપવામાં આવી હોય તો. તમે દર વખતે જગ્યા બદલોતે મહત્વનું છે. જો ઈન્જેક્શન સાઇટ પર લોહી નીકળતું હોય તો હળવું દબાણ આપો. ઘસશો નહીં કારણકે આનાથી ઉઝરડા પડી શકે છે.
  • સિરીંજનેઆપવામાં આવેલા પીળા ધારવાળા બોક્સમાં ફેંકી દો. આ બોક્સને અન્ય લોકોની પહોંચથી દૂર રાખવું જોઈએ.
ચેલ્સિયા અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાર્માસિસ્ટ દ્વારા નિર્મિત અને પરવાનગી સાથે ઉપયોગમાં લેવાય છે.

Commonly used medicines during pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ

1. એનાલ્જેસિક (દર્દ નિવારક)

a) પેરાસિટામોલ (500mg ગોળીઓ)

તેનો ઉપયોગ શેના માટે થાય છે? પેરાસિટામોલ એ ગર્ભાવસ્થામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એક દર્દ નિવારક છે.પેરાસિટામોલ દર્દમાં રાહત અને ઊંચા તાપમાનને ઘટાડીને કામ કરે છે. તે હળવાથી મધ્યમ દુખાવામાં અસરકારક રાહત આપી શકે છે જેમાં માથાનો દુખાવો, દાંતનો દુખાવો, ગળામાં ખરાશ, સંધિવાના દુખાવા અને દર્દમાં રોગનિવારક રાહત, ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો અને તાવ સામેલ છે. હું તેને કેવી રીતે લઈ શકું? પેરાસિટામોલ નિયમિતપણે અથવા જ્યારે દર્દ માટે જરૂરી હોય ત્યારે લઈ શકાય છે. ડોઝ:12 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુખ્ત વયના અને યુવાન વ્યક્તિઓ: જરૂરિયાત મુજબ, 2 ગોળીઓ દિવસમાં 4 વખત સુધી લો. ગોળીઓ પાણી સાથે લેવી જોઈએ. તમને લક્ષણમાં રાહત મેળવવા માટે જરૂરી હોય તેટલું જ લો અને દરેક ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 4 કલાકનો સમય છોડો. 23 કલાકમાં 8 થી વધુ ગોળીઓ ન લો. આડઅસરો શું છે? પેરાસિટામોલને સામાન્ય રીતે મોટાભાગના લોકોમાં સારી રીતે સહન કરવામાં આવે છે. શું ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? પેરાસિટામોલનો ઉપયોગ સામાન્ય રીતે સ્તનપાન દરમિયાન કરવામાં આવે છે.

b) કો-ડાયડ્રામોલ

તેનો ઉપયોગ શેના માટે થાય છે? કો-ડાયડ્રામોલ (10/500 10mg ડાયહાઇડ્રોકોડેઇન અને 500mg પેરાસિટામોલ) એ પેરાસિટામોલ અને ડાયહાઇડ્રોકોડેઇનનું મિશ્રણ છે. ડાયહાઇડ્રોકોડિન પેરાસિટામોલ કરતાં વધુ મજબૂત છે અને તેનો ઉપયોગ હળવાથી મધ્યમ દર્દમાં રાહત માટે કરવામાં આવે છે. હું તેને કેવી રીતે લઈ શકું? ડોઝ: યારેજરૂરી હોય ત્યારે કો-ડાયડ્રામોલની 1 થી 2 ગોળી દર 6 કલાકે, દિવસમાં વધુમાં વધુ 4 વખત. 24 કલાકમાં 8 થી વધુ ગોળીઓ ન લો. અમે ભલામણ કરીએ છીએ કે તમે દર્દ નિવારક ઓછી કરો અને પેરાસિટામોલની જગ્યાએ શક્ય તેટલી વહેલી તકે આ ગોળીઓને બદલી દો જે સામાન્ય રીતે 3-4 દિવસ પછી હોય છે. આ ગોળીઓમાં પેરાસિટામોલ હોવાથી તમારે એક જ સમયે અન્ય પેરાસિટામોલની ગોળીઓ લેવી જોઈએ નહીં. કો-ડાયડ્રામોલ લેતી વખતે આલ્કોહોલનું સેવન ન કરો. આડઅસરો શું છે? ડાયહાઇડ્રોકોડેઇનની સૌથી સામાન્ય આડઅસર સુસ્તી, કબજિયાત, બીમાર જેવો અનુભવ કરવો અથવા મોં સુકાવું છે. જો તમે કૉ-ડાયડ્રામોલ લેતી વખતે કબજિયાત અનુભવો છો તો તમને હળવા રેચક લેવાની સલાહ આપવામાં આવી શકે છે. શું ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ કરવો સુરક્ષિત છે? ગર્ભાવસ્થા દરમિયાન જ્યાં પેરાસિટામોલ અસરકારક ન હોય ત્યાં ડાયહાઇડ્રોકોડેઈનનો ઉપયોગ દર્દ નિવારક તરીકે વાજબી ગણી શકાય છે.ઓછામાં ઓછા સમય માટે ન્યૂનતમ અસરકારક ડોઝનો ઉપયોગ કરો. જો તમે ગર્ભાવસ્થા દરમિયાન ડાયહાઈડ્રોકોડેઈનનાં ઉપયોગ અંગે કોઈ વધુ માહિતી મેળવવા માંગતા હોવ, તો કૃપા કરીને તમારા દાયણ/ડૉક્ટર સાથે તેની ચર્ચા કરો.

2. ફેરસ સલ્ફેટ (આયર્ન પૂરક)

તેનો ઉપયોગ શેના માટે થાય છે? આયર્ન પૂરકનો ઉપયોગ આયર્નની ઉણપથી થતાં એનિમિયાની સારવાર માટે કરવામાં આવે છે. જ્યારે શરીરને પૂરતું આયર્ન મળતું નથી, ત્યારે તે તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે જરૂરી સામાન્ય લાલ રક્ત કણોની સંખ્યા ઉત્પન્ન કરી શકતું નથી. જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા જેમણે હમણાં જ જન્મ આપ્યો છે,તેમના માટે આ સ્થિતિ સામાન્ય છે. આ દવાઓ શરીરના આયર્નની જગ્યાએ કામ કરે છે. આયર્ન એ એક ખનિજ છે જે શરીરને લાલ રક્ત કણો બનાવવા માટે જરૂરી છે. મારે તે કેવી રીતે લેવું જોઈએ? ગોળીઓને પાણી સાથે ગળી લો. જો કે આયર્નની બનાવટો ખાલી પેટ શ્રેષ્ઠ રીતે શોષાય છે, તેમ છતાં પેટ પરની અસરો ઘટાડવા માટે તેને ખોરાક પછી લઈ શકાય છે. નીચેના ઉત્પાદનોને ખાધા કે પીધા પહેલાના એક કલાકની અંદર અથવા પછીના બે કલાકની અંદર આયર્ન પૂરક ન લેવા જોઈએ: ચા, કોફી, દૂધ, ઈંડા અને આખા અનાજ. આ ઉત્પાદનો આયર્નનું શોષણ ઘટાડી શકે છે. ડોઝ: ફેરસ સલ્ફેટ 200mg ગોળીઓ. આયર્નની ઉણપના લીધે થતાં એનિમિયાની સારવાર: 1 ગોળી દિવસમાં 2-3 વખત. આયર્નની ઉણપના લીધે થતાં એનિમિયાની રોકથામ: દરરોજ 1 ગોળી. આડઅસરો શું છે? બધી દવાઓની જેમ, ફેરસ સલ્ફેટની ગોળીઓ પણ આડઅસરો પેદા કરી શકે છે, જેમાંથી સૌથી સામાન્ય છે કબજિયાત,ઝાડા, પેટમાં દુખાવો, માંદગી જેવો અનુભવ અને કાળો મળ (મળ). શું સ્તનપાન દરમિયાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? ગર્ભાવસ્થા દરમિયાન ફેરસ સલ્ફેટ ગોળીઓ સામાન્ય રીતે સલામત રીતે ઉપયોગમાં લેવાય છે. ખાતરી કરો કે તમે ભલામણ કરેલ ડોઝ કરતા વધુ નથી લેતા. જો તમે ફેરસ સલ્ફેટની ગોળીઓ સહન કરી શકતા નથી, તો ફેરસ ફ્યુમરેટ નામનો એક વિકલ્પ ઉપલબ્ધ છે. આ પ્રવાહી અથવા ગોળીઓના રૂપમાં ઉપલબ્ધ છે. આડઅસર અને સલામતીની માહિતી ઉપર દર્શાવેલ ફેરસ સલ્ફેટ જેમ જ લાગુ પડે છે.

3. રેચક

તેનો ઉપયોગ શેના માટે થાય છે? રેચકનો ઉપયોગ કબજિયાતની સારવાર માટે થાય છે.ગર્ભવતી મહિલાઓ કબજિયાત અનુભવી શકે છે, જેના લીધે ખૂબ જ અસ્વસ્થતા થઈ શકે છે. આનું કારણ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન થતાં હોર્મોનલ ફેરફારોથી સમગ્ર પાચનતંત્ર પ્રભાવિત થાય છે. બિનજરૂરી અગવડતા ટાળવા માટે ગર્ભવતી સ્ત્રીઓએ તેમના આહાર પર ધ્યાન રાખવું અને નિયમિત નાક ત્યાગની ટેવ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. કબજિયાત થતી રોકવા માટે હું બીજું શું કરી શકું? નીચેના સંકેતો નિયમિત મળ ત્યાગ જાળવવામાં મદદરૂપ થાય છે:
  • ફાઇબર યુક્ત ખોરાક લો, દા.ત. આખા અનાજની રોટલી, ફળ અને શાકભાજી.
  • પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવો, વિશેષતઃ પાણી.
  • નિયમિત કસરત કરો.
ગર્ભાવસ્થા દરમિયાન રેચક દવાઓ સૂચવવામાં આવી શકે છે. જો તમને લાગે કે તમારે રેચકની જરૂર છે તો તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે ચર્ચા કરો. તમે ખરીદી શકો તે તમામ રેચક ગર્ભાવસ્થામાં ઉપયોગ માટે યોગ્ય નથી. આડ અસરો શું છે? રેચકની સામાન્ય આડઅસરોમાં સોજો, વધેલી હવા (ગેસ) અને પેટના હળવા દુખાવાનો સમાવેશ થાય છે. ગર્ભાવસ્થામાં/જન્મ પછી સામાન્ય રીતે વપરાતા રેચક:

a) લેક્ટ્યુલોઝ

લેક્ટ્યુલોઝ એક પ્રવાહી રેચક છે જેનો ઉપયોગ કબજિયાતની સારવાર અને રોકથામ માટે કરવામાં આવે છે. લેક્ટ્યુલોઝની અસર હવામાં 2-3 દિવસ લાગી શકે છે; તેને સામાન્ય રીતે હળવા રેચક તરીકે ગણવામાં આવે છે. ડોઝ: સામાન્ય રીતે 10 મિલી દિવસમાં બે વાર. અસર કરવા માટે તેને નિયમિતપણે લેવું આવશ્યક છે.

b) ફાયબોજેલ (ઇસબગોલ ભૂકી)

ફાયબોજેલ એ એક ઉચ્ચ ફાઈબર પીણું છે જે તમારા આહારમાં ફાઈબર વધારવાનું કામ કરે છે. આહારમાં વધેલા ફાઇબર કબજિયાતને હળવાશથી દૂર કરવામાં મદદ કરે છે. ફાયબોજેલને હળવા રેચક માનવામાં આવે છે. ફાયબોજેલનો ઉપયોગ કરતી વખતે પ્રવાહીનું પૂરતું સેવન જાળવવું મહત્વપૂર્ણ છે. ડોઝ: સામાન્ય ડોઝ એ એક ગ્લાસ પાણીમાં મિશ્રિત એક પાઉચ છે, દિવસમાં બે વાર સુધી. શું ગર્ભાવસ્થા દરમિયાન લેક્ટ્યુલોઝ અથવા ફાયબોજેલનો ઉપયોગ કરવો એ સુરક્ષિત છે? લેક્ટ્યુલોઝ અને ફાયબોજેલ લોહીમાં શોષાતા નથી અને માત્ર આંતરડા પર સ્થાનિક અસર કરે છે. બંને દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે દાયણ અથવા ડૉક્ટરની સલાહ હેઠળ, ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન સલામત માનવામાં આવે છે.

4. લોહીના ગંઠાઈ જવાનું નિવારણ

ઈનોક્સાપેરીન (જેને ક્લેક્સેન તરીકે પણ ઓળખવામાં આવે છે) નો ઉપયોગ લોહીના ગઠ્ઠાને રોકવા માટે થાય છે. લોહીના ગઠ્ઠા સામાન્ય રીતે પગની નસમાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) તરીકે અથવા ફેફસામાં પલ્મોનરી એમબોલિઝમ (PE), લોહીના ગઠ્ઠા તરીકે હાજર હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન લોહીના ગંઠાવાનું વધુ સામાન્ય હોય છે અને કેટલીક મહિલાઓ અન્યની તુલનામાં લોહીના ગંઠાવાનું જોખમ વધુ હોય છે.લોહીના ગંઠાવા માટેના તમારા જોખમી પરિબળોનું મૂલ્યાંકન તમારી બુકિંગ એપોઇન્ટમેન્ટ પર અને જો તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે કરવામાં આવશે.નિવારણની સાથે સાથે, DVT અને PEની સારવાર માટે પણ ઈનોક્સાપેરિનના ઉચ્ચ ડોઝનો ઉપયોગ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન ઈનોક્સાપેરીનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? પ્રસૂતિ પહેલાના સમયગાળા દરમિયાન, તમારી દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત DVT/PE વિકસિત કરવાના તમારા જોખમનું મૂલ્યાંકન કરશે. તેઓ તમારા પાછલા ઇતિહાસ (પૂર્વ-હકીકત) અને અસ્તિત્વમાં હોઈ શકે તેવા અન્ય જોખમી પરિબળોને જોશે. તે પછી તમારા પ્રસૂતિ નિષ્ણાત તમને ગર્ભાવસ્થા દરમિયાન ઈનોક્સાપેરિનની જરૂર છે કે કેમ અને તમારે જે ડોઝ લેવાનો છે તે નક્કી કરશે. શું ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? ઈનોક્સાપેરીન ત્વચાની તરત જ નીચે (સબક્યુટેનીયસ (ચામડીની નીચે)) એક ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે. તેને સામાન્ય રીતે તમારા પેટ (પેટ) અથવા તમારી જાંઘના ઉપરના ભાગમાં ચામડીના પડમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. જો આ યોગ્ય ન હોય, તો તમને બીજી કોઈ વૈકલ્પિક જગ્યા પર ઈંજેક્ટ કરવાની સલાહ આપવામાં આવી શકે છે. તેને તમારા સ્નાયુઓમાં ઇન્જેક્ટ ન કરવું જોઈએ. તે દિવસમાં એક કે બે વાર આપી શકાય છે. તમારે તમારા ડૉક્ટર દ્વારા ભલામણ કરેલ સમયે ડોઝ લેવો જોઈએ. ઈનોક્સાપેરીન (ક્લેક્સેન)ને કેવી રીતે ઈંજેક્ટ કરવું? એકવાર જ્યારે તમને તમારા ડૉક્ટર અથવા દાયણ દ્વારા આવું કેવી રીતે કરવું તે બતાવવામાં આવ્યા પછી, અથવા ડિસ્ચાર્જ થતી વખતે તમને આપવામાં આવતી સૂચના પત્રિકાને અનુસરીને તમે ઈનોક્સાપેરીનઈંજેક્ટ કરવામાં સક્ષમ હશો. આ એક સરળ પ્રક્રિયા છે અને તમે તેને ઘરે જ કરી શકો છો. આ પગલાઓનું પાલન કરો:
  • તમારા હાથને ધોવો અને કોરા કરો.
  • ઈન્જેક્શન સાઇટ (ઈંજેકશન આપવાની જગ્યા)ને સાફ કરો. જો કોઈ અન્ય તમારા માટે તે કરી રહ્યું હોય તો તેવી સલાહ આપવામાં આવે છે કે તેઓ મોજા પહેરે.
  • ઈન્જેક્શનની જગ્યા તમારી ડાબી કે જમણી જાંઘ અથવા તમારા પેટની બહારની બાજુએ પસંદ કરો, જો આમ કરવાની સલાહ આપવામાં આવી હોય તો. તમે દર વખતે જગ્યા બદલો તે મહત્વનું છે. જો ઈન્જેક્શન સાઇટ પર લોહી નીકળતું હોય તો હળવું દબાણ આપો. ઘસશો નહીં કારણકે આનાથી ઉઝરડા પડી શકે છે.
  • સિરીંજનેઆપવામાં આવેલા પીળા ધારવાળા બોક્સમાં ફેંકી દો. આ બોક્સને અન્ય લોકોની પહોંચથી દૂર રાખવું જોઈએ.
ચેલ્સિયા અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાર્માસિસ્ટ દ્વારા નિર્મિત અને પરવાનગી સાથે ઉપયોગમાં લેવાય છે.

Common physical concerns after birth

જન્મ પછી સામાન્ય શારીરિક સમસ્યાઓ

Woman sitting in yoga pose with her knees splayed and her hands holding the soles of her feet against each other જન્મ પછી તમારું શરીર કેવું અનુભવી શકે છે અને નીચેની લિંક્સમાં જુઓ કરીને તમારી શારીરિક રિકવરી કેવી રીતે સહાયતા કરે છે, તે વિશે વધુ જાણો.