રિફ્લક્સ એ શબ્દ છે જ્યારે શિશુના પેટની કેટલીક સામગ્રી પેટમાંથી બહાર આવે છે અને મોંમાં જાય છે. પેટની સામગ્રી એસિડિક હોય છે જે બળતરા અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે. આનાથી તમારું શિશુ લાંબા સમય સુધી રડે છે, તેની પીઠ પર કમાન લગાવી શકે છે અને દૂધ પીવાનું ઇનકાર કરી શકે છે. મોટાભાગના બાળકો માટે આ સામાન્ય છે અને સામાન્ય રીતે તે જાતે જ સારું થઈ જાય છે.
જો આવું થાય તો શું મારે મદદ લેવી જોઈએ?
જો તમારું શિશુ વધુ પડતું ઉલટી કરવાનું શરુ કરી દે છે અથવા દૂધ ઉપર લઈને આવે છે જે લીલા, પીળા લીલા રંગનો છે અથવા એવું લાગે છે કે તેમાં લોહી છે તો તમારે સલાહ લેવી જોઈએ.
જો તમારા બાળકને તાવ આવે છે, ખૂબ ઊંઘ આવે છે, ઝાડા થાય છે, ઉંચા અવાજે રડતું હોય, એવું લાગે કે ગળું દબાયેલું છે અથવા મળ (પૂ) કાળો દેખાતો હોય અથવા તેમાં લોહી હોય તો મદદ મેળવો.
જો છ મહિનાની ઉંમર પછી રિફ્લક્સ શરૂ થાય, તો તમારા GPની મદદ લો.
મારા બાળકની સહાયતા કરવા હું શું કરી શકું?
શક્ય તેટલી વહેલી તકે સ્તનપાનની સલાહ મેળવો.
જો બોટલથી દૂધ પીવડાવો છો, તો તમારા બાળકને વધુ વારંવારના અંતરાલમાં ઓછી માત્રામાં દૂધ આપો – થોડું અને વારંવાર.
તમારા બાળકને દૂધ પીવડાવતી કરતી વખતે વારંવાર ઓડકાર કરો અને તેને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી સીધો રાખો.
દૂધ પીવડાવ્યા પછી તરત જ કારની બેઠકોનો ઉપયોગ કરવાનું ટાળો.
પેટની આસપાસ ચુસ્ત હોય તેવા કપડાં અથવા નેપી ટાળો.
તમામ પ્રકારના ધુમાડાના સંપર્કમાં આવવાનું ટાળો, કારણ કે આ તમારા બાળકને ચીડિયા બનાવી શકે છે.