Parvovirus B19 (slapped cheek syndrome)

પરવોવાયરસ B19 (સ્લેપ્ડ ચીક સિન્ડ્રોમ)

Virus particles under a microscope પારવો નામનો વાયરસ ખૂબ ચેપી હોય છે અને સામાન્ય રીતે બાળકોને અસર કરે છે. મુખ્ય લક્ષણમાં ચહેરા પર લાલ ફોલ્લીઓ થાય છે. તેની સાથે હળવો તાવ, માથાનો દુખાવો અને ગળામાં દુખાવો પણ હોઈ થઈ શકે છે. જો તમે તમને ગર્ભાવસ્થામાં પરવો નામના વાયરસનો ચેપ લાગે છે તો તે તમારા બાળક માટે હાનિકારક બની શકે છે. જો તમને લાગતું હોય કે તમે પરવો નામના વાયરસના સંપર્કમાં આવ્યા હોવ તો કૃપા કરીને તમારા GP અથવા દાયણ સાથે વાત કરો.

Listeriosis

લિસ્ટરિઓસિસ

Woman looking uphappy and clutching her stomach દુર્લભ હોવા છતાં, ગર્ભાવસ્થામાં લિસ્ટરિઓસિસ ચેપ નવા જન્મેલા બાળકોમાં કસુવાવડ, મૃત્યુ અથવા ગંભીર બીમારી તરફ દોરી શકે છે. લિસ્ટેરિયા બિનપાશ્ચરાઇઝ્ડ દૂધમાં અને પેટે સહિત ઘણા ઠંડા ખોરાકમાં જોવા મળે છે.

Less common pregnancy complications

ઓછી સામાન્ય એવી ગર્ભાવસ્થાની જટિલતાઓ

Heavily pregnant lady in hospital gown supports her bump with her hands જો તમને સગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ, પ્રી-એક્લેમ્પસિયા અથવા ગર્ભાવસ્થાના ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસના કોઈપણ લક્ષણો હોય તો તરત જ તમારા મેટરનિટી ટ્રાયેજ (પ્રસૂતિ વખતની દેખભાળ)/મૂલ્યાંકન એકમને કૉલ કરો.

Intrahepatic Cholestasis of Pregnancy (OC): Frequently asked questions

ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ ઓફ પ્રેગ્નન્સી (OC): વારંવાર પૂછાતા પ્રશ્નો

નિદાન કેવી રીતે થાય છે?

જો તમને ગર્ભાવસ્થા દરમિયાન ફોલ્લીઓ વગર માત્ર ખંજવાળ આવે છે, તો તમારે લિવર ફંક્શન અને બાઈલ એસિડ લેવલ સહિતનાં બ્લડ ટેસ્ટ કરાવવા પડશે. વધેલા બાઈલ એસિડ્સ ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ ઓફ પ્રેગ્નન્સી (ICP) નાં નિદાનની પુષ્ટિ કરશે જેને ઑબ્સ્ટેટ્રિક કોલેસ્ટેસિસ (OC) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આનો અર્થ શું છે?

મારા માટે

તમને ગંભીર ખંજવાળ આવી શકે છે જે ઘણીવાર હાથ અને પગથી શરૂ થઈને તમારા શરીર પર ગમે ત્યાં અસર કરી શકે છે. તમારા ડૉક્ટર તમને ખંજવાળ મટાડવા માટે દવા આપી શકે છે પરંતુ જ્યાં સુધી તમે બાળકને જન્મ ન આપો ત્યાં સુધી તે સંપૂર્ણપણે મટશે નહીં.

મારા બાળક માટે

જો બાઈલ એસિડ ખૂબ વધારે હોય (100 થી વધુ) તો ગર્ભમાં જ બાળકના મૃત્યુનું જોખમ વધી જાય છે, આથી નિદાન થયા પછી દર અઠવાડિયે એક વાર અથવા જ્યાં સુધી તમને ખંજવાળ આવે છે ત્યાં સુધી બાઈલ એસિડના સ્તરનું નિરીક્ષણ કરવામાં આવે તે જરૂરી છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

જો તમને ખંજવાળના લક્ષણો હોય અને તમને ICPનું નિદાન થાય, તો તમારી મેડિકલ ટીમ ઓછામાં ઓછું અઠવાડિયે એક વાર બ્લડ ટેસ્ટની ભલામણ કરશે

કયા ટેસ્ટ કરાશે/ ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?

તમારા લિવરના કાર્ય માટે બ્લડ ટેસ્ટ અને તમારા લોહીમાં બાઈલ એસિડની સાંદ્રતાની તપાસ નિયમિતપણે કરવામાં આવશે.

મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?

ગર્ભાવસ્થામાં ફોલ્લીઓ વિનાની ખંજવાળ, ખાસ કરીને તમારા હાથની હથેળીઓ અથવા તમારા પગના તળિયામાં.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

જો તમારૂં બાળક સામાન્ય રીતે હલનચલન કરતું નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.

ભલામણો

ઉપચારનાં વિકલ્પો

જો તમારું બાઈલ એસિડ 40 mmol/L કરતાં વધુ હોય, તો તમારા ડૉક્ટર ursodeoxycholic acid અથવા ગંભીર કિસ્સાઓમાં, રિફામ્પિસિન જેવી અન્ય દવાઓ સાથેની સારવારની ભલામણ કરી શકે છે. તમારી ખંજવાળની ​​સારવાર એન્ટિહિસ્ટામાઈન ગોળીઓ અને મેન્થોલ સ્કીન ક્રીમથી કરી શકાય છે. જો તમને આ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવે તો તમારી મેડિકલ ટીમ તમને એનું પ્રિસ્ક્રિપ્શન આપશે.

જન્મ આપવાનો સમય

જન્મ આપવાનો સમય તમારા બાઈલ એસિડના લેવલ પર નિર્ભર રહેશે પરંતુ જો બાઈલ એસિડ 100 mmol/L કરતાં ઓછું હોય તો જન્મ આપવાનો સમય સામાન્ય રીતે 38 અઠવાડિયા પછી અને જો બાઈલ એસિડ 100 mmol/L અથવા તેથી વધુ હોય તો લગભગ 36 અઠવાડિયા પછી હશે.

આની મારી જન્મ આપવાની પસંદગી પર શું અસર થશે?

આ સમય દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારાને સતત મોનિટર કરવાની સૂચન કરવામાં આવશે, પછી તમને પ્રસુતિ કુદરતી રીતે શરૂ થાય કે તમને પ્રેરિત કરવામાં આવે, આવું એટલા માટે કે ICP તમારા બાળકના હૃદયના કાર્યને અસર કરી શકે છે.

જન્મ પછીની દેખભાળ પર આની શું અસર થશે?

જો તમારૂં લિવર અસાધારણ રીતે ફંક્શન કરતું હોય, તો તમારે તમારા લિવર ફંક્શન લેવલની પુનઃતપાસ કરીને લિવર ફંક્શન હવે સામાન્ય છે એની ખાતરી માટે તમારા GPને મળવું પડશે. જન્મ પછી બાળકના ડૉક્ટર દ્વારા તમારા બાળકને તપાસવામાં આવશે.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

એ પછીની સગર્ભાવસ્થામાં ICP થવાની શક્યતા લગભગ 50% જેટલી છે તેથી તમને ખંજવાળના લક્ષણો પર નજીકથી નજર રાખવા માટે કહેવામાં આવશે અને તમારા ડૉક્ટર ગર્ભાવસ્થામાં તમારી દેખરેખના ભાગ રૂપે કેટલાક વધારાના બ્લડ ટેસ્ટ પણ કરી શકે છે.

મારા ભવિષ્ય/ લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આનો પ્રભાવ ઓછો કરી શકું?

ICP લાંબા ગાળે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી નથી કરતું, પરંતુ સંયુક્ત ઓરલ ગર્ભનિરોધક ગોળી લેતાં પહેલાં સાવચેતી રાખવાની ભલામણ કરવામાં આવે છે. આ રોગ મજબૂત આનુવંશિક જોડાણને કારણે પણ થાય છે તેથી તમે તમારી બહેનો અને પુત્રીઓને ચેતવી શકો છો કે તેઓને પણ ગર્ભાવસ્થા દરમિયાન આ માંદગી થવાનું જોખમ હોઈ શકે છે.

Intrahepatic cholestasis of pregnancy (obstetric cholestasis)

ગર્ભાવસ્થાના ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ (પ્રસૂતિ કોલેસ્ટેસિસ)

Close up of woman's hand scratching her bare foot આ એક લીવર ડિસઓર્ડર (યકૃતનો વિકાર) છે જે ગર્ભાવસ્થામાં થઈ શકે છે, સામાન્ય રીતે આ રોગ 30 અઠવાડિયાની ગર્ભાવસ્થા પછી થાય છે, પરંતુ ક્યારેક 8 અઠવાડિયાની શરૂઆતમાં પણ થઈ શકે છે, જે દર 140 ગર્ભવતી મહિલાઓમાંથી એકને અસર કરે છે. લક્ષણોમાં સામેલ હોઈ શકે છે:
  • ખંજવાળ, સામાન્ય રીતે હાથ અને પગ પર પરંતુ જે શરીર પર ગમે ત્યાં થઈ શકે છે
  • ઘેરો પેશાબ, ફીક્કો (ઝાંખો) મળ
  • ત્વચા પીળી થવી અને આંખો સફેદ થવી.

Increased vaginal discharge

યોનિમાર્ગનાં સ્રાવમાં વધારો

Close up of woman's open palm with a pant liner lying across it સામાન્યપણે યોનિમાર્ગનો સ્રાવ પાતળો, સ્પષ્ટ અથવા દૂધિયો સફેદ અને હળવી ગંધવાળો હોય છે. જેમ જેમ તમારી ગર્ભાવસ્થા આગળ વધે છે તેમ તેમ, આ સ્રાવ સામાન્ય રીતે વધુ ધ્યાનમાં આવે છે, અને તમારી ગર્ભાવસ્થાના અંતે આ સ્રાવ સૌથી વધુ ભારે હોય છે. તમે કદાચ ચડ્ડીમાં સુગંધ વિનાનું કપડું પહેરવા માગો છો. જો તેમ છતાં, સ્રાવ ખૂબ જ દુર્ગંધયુક્ત બને છે અથવા રંગ લીલો થઈ જાય છે, તો તમારે તમારા GPની સલાહ લેવી જોઈએ, કારણ કે આ યોનિમાર્ગના ચેપની નિશાની હોઈ શકે છે. ગર્ભાવસ્થામાં થ્રશ (કેન્ડીડા આલ્બિકન્સ) સામાન્ય છે. થ્રશના લક્ષણોમાં; યોનિમાર્ગમાં સ્રાવ જે જાડા, સફેદ (અથવા ગુલાબી આભાસ વાળો) હોય છે અને ખૂબ જ ખંજવાળ આવેવવી નો સમાવેશ થાય છે. તમારા GP અથવા દાયણની સલાહ લો કારણ કે યોનિમાર્ગ પેસરી અને ક્રીમ વડે થ્રશની સારવાર કરવી સરળ છે.

Incontinence

અસંયમ (અનૈચ્છિક પેશાબ અથવા મળ થવો)

Close up woman in jeans with crossed legs and her hands on her groin area અનૈચ્છિક પેશાબ અથવા મળની તકલીફ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને તેના પછી તરત જ અસર કરી શકે છે પેડુ પર હોર્મોન્સની અસર અને બાળકના વધતા દબાણને કારણે આ થઈ શકે છે. સ્ત્રીઓને ઉધરસ, હસવું, છીંક કે અચાનક હલનચલન કરતી વખતે થોડી માત્રામાં પેશાબ નીકળી શકે છે. જો આવું થાય, તો સૌ પ્રથમ તમારે દરરોજ તમારી પેડુની કસરતો શરૂ કરવી. તમે જ્યારે ખાંસી ખાઓ, છીંકો, વજન ઉપાડો, હસો ત્યારે તમારાં પેડુનાં સ્નાયુઓને સંકોચવાથી આમાં મદદ મળે છે. જો સગર્ભાવસ્થા દરમિયાન અથવા ગર્ભાવસ્થાના છ અઠવાડિયાથી વધુ સમય પછી લક્ષણો ચાલુ રહે તો, તમારા જીપીને નિષ્ણાત સહાય માટે તમને મોકલવા માટે કહો. અસંયમને રોકવા અને/અથવા તેની સારવાર માટે ગર્ભાવસ્થા દરમિયાન તમામ મહિલાઓને તેમના પેડુ અને તેના સ્નાયુઓને મજબૂત કરવાની ભલામણ કરવામાં આવે છે.

Heart health in pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન હૃદયનું સ્વાસ્થ્ય

Graphic of red heart with a jigsaw shaped piece missing ગર્ભાવસ્થા દરમિયાન અને/અથવા તમારા બાળકના જન્મ પછી છાતીના દુખાવાની ક્યારેય pn અવગણના ન કરવી જોઈએ. કેટલાક છાતીમાં દુખાવો ગંભીર હોઈ શકે છે અને તે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર(દિલનું ધબકારા રોકાય જવું), કાર્ડિયાક અરેસ્ટ(હૃદયની ગતિ રોકાવું) અથવા તો મૃત્યુ તરફ દોરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન અથવા પછી મોટાભાગની મહિલાઓ આ સમસ્યાઓથી પીડાતી નથી પરંતુ લક્ષણો ઓળખવા અને, જો તમને તેમાંથી કોઈ હોય, તો ઝડપથી સારવાર લેવી મહત્વપૂર્ણ છે.

પહેલાથી હોય તેવી હૃદયની સમસ્યા

જો તમને હૃદયની સમસ્યા જાણીતી હોય, જન્મજાત હૃદયની ખામી સાથે જન્મેલા હોય અથવા હૃદયરોગ હોવાનું નિદાન થયું હોય, તો તમારે તમારીદાયણ/GP/હૃદયરોગ-નિષ્ણાતને જણાવવું જોઈએ અને તેઓ ગર્ભાવસ્થા પહેલાં, દરમિયાન અને પછી તમારા હૃદયના સ્વાસ્થ્ય અને તમારા સ્વાસ્થ્યની તપાસ કરશે.

અટૅકના લક્ષણોમાં સમાવેશ થઈ શકે છે:

  • છાતીના મધ્ય ભાગમાં દુખાવો
  • હાથનો દુખાવો અથવા નિષ્ક્રિયતા આવે છે
  • જડબા, પીઠ અથવા ખભામાં દુખાવો
  • ઉબકા
  • પરસેવો/ચીકાશ
  • શ્વાસ લેવામાં તકલીફ
કેટલાક લોકો અપચો જેવા છાતી અથવા ગળામાં દુખાવો અનુભવે છે જે અપચોના ઉપાયોની પ્રતિક્રિયા આપતા નથી.

મારે ક્યારે દાયણ અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ?

જો તમને અસ્વસ્થ લાગે, તો માર્ગદર્શન માટે તમારી દાયણ અથવા GPનો સંપર્ક કરો. જો તમને ઉપરોક્ત કેટલાક/તમામ લક્ષણોનો અનુભવ થાય, તો 999 ડાયલ કરો અને એમ્બ્યુલન્સ માટે કહો કારણ કે તમારા હૃદયના સ્વાસ્થ્યની ઝડપથી તપાસ કરવાની જરૂર છે. તમને હાર્ટ એટેક આવ્યો છે કે કેમ તે જાણવા માટે ECG મોનિટર અને ટ્રોપોનિન બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ.

મને ક્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ છે?

તમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ છે જો તમે:
  • હૃદયની સમસ્યાઓનો પારિવારિક ઇતિહાસ ધરાવે છે
  • હાઈ બ્લડ પ્રેશર છે
  • ઉચ્ચ કોલેસ્ટ્રોલ છે
  • ધુમ્રપાન
  • વધુ પડતું દારૂ પીવું
  • મેદસ્વી છે
ભાગ્યે જ, તેમના પરિવારમાં કોઈ જોખમી પરિબળો અથવા હૃદય રોગનો ઈતિહાસ ધરાવતી મહિલાઓને હાર્ટ એટેકના લક્ષણો જોવા મળશે. ગર્ભાવસ્થામાં હાર્ટ એટેકના લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. વધુ સલાહ માટે તમારી દાયણ અથવા GPનો સંપર્ક કરો.

Mental health and wellbeing concerns: Frequently asked questions

માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીની સમસ્યાઓ: વારંવાર પૂછાતા પ્રશ્નો

નિદાન કેવી રીતે થાય છે?

આનું નિદાન ગર્ભાવસ્થા પહેલા થાય છે. આદર્શ રીતે માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ/સમસ્યાઓ ધરાવતી તમામ મહિલાઓને ગર્ભાવસ્થા પહેલા તેમના માનસિક સ્વાસ્થ્યને સારૂં બનાવવા માટે ગર્ભધારણ પહેલા સલાહ લેવી જોઈએ. તમારા GP પ્રસૂતિ ટીમને આ વિશે સૂચિત કરશે, જો કે તમારા માટે પ્રથમ એપોઇન્ટમેન્ટ (બુકિંગ એપોઇન્ટમેન્ટ) સમયે તમારી દાયણને જણાવવું જરૂરી છે જેથી તેઓ તમને આ માટે જરૂરી એવો યોગ્ય સહકાર પૂરો પાડી શકે.

આનો અર્થ શું છે?

મારા માટે:

ગર્ભાવસ્થા દરમિયાન તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. જો પારિવારિક ઈતિહાસમાં કોઇને માનસિક સમસ્યા હોય તો ગર્ભાવસ્થા દરમિયાન તમારૂં માનસિક સ્વાસ્થ્ય બગડવાનું જોખમ વધુ છે. જો તમે માનસિક રીતે અસ્વસ્થ અનુભવો છો તો તમે તમારી દાયણને જણાવો અને તમારો પરિવાર પ્રસૂતિ ટીમને જાણ કરે તે અગત્યનું છે.

મારા બાળક માટે:

જો તમે પોતાની દેખભાળ નહીં રાખો, તો તમારા બાળકનાં સ્વાસ્થ્યને પણ જોખમ છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

જો તમને લાગે કે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, તો તમારે શક્ય તેટલી વહેલી તકે કોઈને જાણ કરવી જોઈએ.

ક્યા ટેસ્ટ ધ્યાનમાં લેવામાં આવશે/ કરી શકાય છે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?

તમારી જરૂરિયાતના સ્તરના આધારે તમારી લોકલ પેરીનેટલ મેન્ટલ હેલ્થ ટીમ તમારી સંભાળ લેશે, જે તમારા માટે કોઈ નિષ્ણાતને રેફર પણ કરી શકે છે.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

ખરાબ મૂડ અને નિરાશાજનક વિચારો, અસહાયતા અથવા એકલતાની લાગણી.

આ સંદર્ભે ભલામણો કેવી રીતે કરવામાં આવે છે?

ઉપચારનાં વિકલ્પો

અમે કાઉન્સેલિંગ અથવા દવા આપી શકીએ છીએ. ઘણી દવાઓ ગર્ભાવસ્થામાં લેવા માટે સલામત છે. જો તમે ગર્ભાવસ્થા પહેલાં દવા લેતાં હોવ તો તમારે કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારા GP અને મેડિકલ ટીમ સાથે તમારી ચાલુ સારવાર વિશે ચર્ચા કરવી જોઈએ.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

જન્મ પછી તમારા અને તમારા બાળકનાં સ્વાસ્થ્યની જાળવણીની યોજના તૈયાર છે તેની ખાતરી કરવા માટે જન્મ પહેલાં જ બર્થ પ્લાન પર તમારી સંમતિ હોવી જોઈએ.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

ગર્ભાવસ્થા દરમિયાન તમારા માનસિક સ્વાસ્થ્ય અને લક્ષણોને ઑપ્ટિમાઇઝ કરો.

ભવિષ્યમાં/મારા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે આનો શું અર્થ થશે અને હું આને કેવી રીતે પ્રભાવિત કરી શકું?

ભવિષ્યની ગર્ભાવસ્થા માટે તમારા સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટે ગર્ભનિરોધક અને ફોલો-અપનો પ્લાન બનાવવો જોઈએ. આમાં સ્વાસ્થ્ય અને દવાઓનો રિવ્યુ સામેલ હોઈ શકે છે.

Headaches

માથાનો દુખાવો

Woman in bed holding her forehead હોર્મોનનાં ફેરફારોને કારણે માથાનો દુખાવો વધી શકે છે. પુષ્કળ પાણી પીવો, આરામ કરો અને જો જરૂરી હોય તો પેરાસિટામોલ (1 ગ્રામ) લો. જો તમે ગંભીર માથાનો દુખાવો અનુભવો છો (દ્રષ્ટિની સમસ્યા સાથે/વિના) જે શરીરમાં પાણી અને બીજાં પ્રવાહીનું સ્તર સાચવી રાખવાથી, આરામ કરવાથી અને પેરાસિટામોલથી ઉકેલાતા નથી, તો તમે તમારા ડૉક્ટર કે દાયણનો સંપર્ક કરો