Intrahepatic Cholestasis of Pregnancy (OC): Frequently asked questions
ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ ઓફ પ્રેગ્નન્સી (OC): વારંવાર પૂછાતા પ્રશ્નો
નિદાન કેવી રીતે થાય છે?
જો તમને ગર્ભાવસ્થા દરમિયાન ફોલ્લીઓ વગર માત્ર ખંજવાળ આવે છે, તો તમારે લિવર ફંક્શન અને બાઈલ એસિડ લેવલ સહિતનાં બ્લડ ટેસ્ટ કરાવવા પડશે. વધેલા બાઈલ એસિડ્સ ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ ઓફ પ્રેગ્નન્સી (ICP) નાં નિદાનની પુષ્ટિ કરશે જેને ઑબ્સ્ટેટ્રિક કોલેસ્ટેસિસ (OC) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આનો અર્થ શું છે?
મારા માટે
તમને ગંભીર ખંજવાળ આવી શકે છે જે ઘણીવાર હાથ અને પગથી શરૂ થઈને તમારા શરીર પર ગમે ત્યાં અસર કરી શકે છે. તમારા ડૉક્ટર તમને ખંજવાળ મટાડવા માટે દવા આપી શકે છે પરંતુ જ્યાં સુધી તમે બાળકને જન્મ ન આપો ત્યાં સુધી તે સંપૂર્ણપણે મટશે નહીં.
મારા બાળક માટે
જો બાઈલ એસિડ ખૂબ વધારે હોય (100 થી વધુ) તો ગર્ભમાં જ બાળકના મૃત્યુનું જોખમ વધી જાય છે, આથી નિદાન થયા પછી દર અઠવાડિયે એક વાર અથવા જ્યાં સુધી તમને ખંજવાળ આવે છે ત્યાં સુધી બાઈલ એસિડના સ્તરનું નિરીક્ષણ કરવામાં આવે તે જરૂરી છે.
મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
જો તમને ખંજવાળના લક્ષણો હોય અને તમને ICPનું નિદાન થાય, તો તમારી મેડિકલ ટીમ ઓછામાં ઓછું અઠવાડિયે એક વાર બ્લડ ટેસ્ટની ભલામણ કરશે
તમારા લિવરના કાર્ય માટે બ્લડ ટેસ્ટ અને તમારા લોહીમાં બાઈલ એસિડની સાંદ્રતાની તપાસ નિયમિતપણે કરવામાં આવશે.
મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?
ગર્ભાવસ્થામાં ફોલ્લીઓ વિનાની ખંજવાળ, ખાસ કરીને તમારા હાથની હથેળીઓ અથવા તમારા પગના તળિયામાં.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમારૂં બાળક સામાન્ય રીતે હલનચલન કરતું નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.
ભલામણો
ઉપચારનાં વિકલ્પો
જો તમારું બાઈલ એસિડ 40 mmol/L કરતાં વધુ હોય, તો તમારા ડૉક્ટર ursodeoxycholic acid અથવા ગંભીર કિસ્સાઓમાં, રિફામ્પિસિન જેવી અન્ય દવાઓ સાથેની સારવારની ભલામણ કરી શકે છે. તમારી ખંજવાળની સારવાર એન્ટિહિસ્ટામાઈન ગોળીઓ અને મેન્થોલ સ્કીન ક્રીમથી કરી શકાય છે. જો તમને આ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવે તો તમારી મેડિકલ ટીમ તમને એનું પ્રિસ્ક્રિપ્શન આપશે.
જન્મ આપવાનો સમય
જન્મ આપવાનો સમય તમારા બાઈલ એસિડના લેવલ પર નિર્ભર રહેશે પરંતુ જો બાઈલ એસિડ 100 mmol/L કરતાં ઓછું હોય તો જન્મ આપવાનો સમય સામાન્ય રીતે 38 અઠવાડિયા પછી અને જો બાઈલ એસિડ 100 mmol/L અથવા તેથી વધુ હોય તો લગભગ 36 અઠવાડિયા પછી હશે.
આની મારી જન્મ આપવાની પસંદગી પર શું અસર થશે?
આ સમય દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારાને સતત મોનિટર કરવાની સૂચન કરવામાં આવશે, પછી તમને પ્રસુતિ કુદરતી રીતે શરૂ થાય કે તમને પ્રેરિત કરવામાં આવે, આવું એટલા માટે કે ICP તમારા બાળકના હૃદયના કાર્યને અસર કરી શકે છે.
જન્મ પછીની દેખભાળ પર આની શું અસર થશે?
જો તમારૂં લિવર અસાધારણ રીતે ફંક્શન કરતું હોય, તો તમારે તમારા લિવર ફંક્શન લેવલની પુનઃતપાસ કરીને લિવર ફંક્શન હવે સામાન્ય છે એની ખાતરી માટે તમારા GPને મળવું પડશે.જન્મ પછી બાળકના ડૉક્ટર દ્વારા તમારા બાળકને તપાસવામાં આવશે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
એ પછીની સગર્ભાવસ્થામાં ICP થવાની શક્યતા લગભગ 50% જેટલી છે તેથી તમને ખંજવાળના લક્ષણો પર નજીકથી નજર રાખવા માટે કહેવામાં આવશે અને તમારા ડૉક્ટર ગર્ભાવસ્થામાં તમારી દેખરેખના ભાગ રૂપે કેટલાક વધારાના બ્લડ ટેસ્ટ પણ કરી શકે છે.
મારા ભવિષ્ય/ લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આનો પ્રભાવ ઓછો કરી શકું?
ICP લાંબા ગાળે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી નથી કરતું, પરંતુ સંયુક્ત ઓરલ ગર્ભનિરોધક ગોળી લેતાં પહેલાં સાવચેતી રાખવાની ભલામણ કરવામાં આવે છે.આ રોગ મજબૂત આનુવંશિક જોડાણને કારણે પણ થાય છે તેથી તમે તમારી બહેનો અને પુત્રીઓને ચેતવી શકો છો કે તેઓને પણ ગર્ભાવસ્થા દરમિયાન આ માંદગી થવાનું જોખમ હોઈ શકે છે.