Less common pregnancy complications

ઓછી સામાન્ય એવી ગર્ભાવસ્થાની જટિલતાઓ

Heavily pregnant lady in hospital gown supports her bump with her hands જો તમને સગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ, પ્રી-એક્લેમ્પસિયા અથવા ગર્ભાવસ્થાના ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસના કોઈપણ લક્ષણો હોય તો તરત જ તમારા મેટરનિટી ટ્રાયેજ (પ્રસૂતિ વખતની દેખભાળ)/મૂલ્યાંકન એકમને કૉલ કરો.

Intrauterine pregnancy of uncertain viability: Frequently asked questions

અનિશ્ચિત સધ્ધરતાની ઇન્ટ્રાઉટેરિન ગર્ભાવસ્થા: વારંવાર પૂછાતા પ્રશ્નો

Woman in pain sitting on bed holding her tummy

મારા માટે આનો અર્થ શું થાય છે?

તેનો અર્થ એ થાય છે કે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર ગર્ભાશય (ગર્ભાશય) ની અંદર ગર્ભાવસ્થા જોવામાં આવી છે, પરંતુ એક નાનું બાળક (ભ્રૂણ) જોવા મળ્યું નથી, અથવા નાનું બાળકને જોવામાં આવ્યું હતું પરંતુ હૃદયના ધબકારા નથી.

શા માટે મારી સાથે આવું થઈ રહ્યું છે?

ત્યાં બે સંભવિત કારણો છે:
  • આ ખૂબ જ પ્રારંભિક ગર્ભાવસ્થામાં આ સંપૂર્ણપણે સામાન્ય શોધ હોઈ શકે છે.તમારી આગામી માસિક સ્રાવ ચૂકી જવાના 5 દિવસ પહેલા પેશાબની ગર્ભાવસ્થા ટેસ્ટ પોઝીટીવ હોઈ શકે છે. જો તમને અનિયમિત પીરિયડ્સ હોય, તમે હાલમાં ગર્ભનિરોધક બંધ કર્યું હોય અથવા તમે હાલમાં ગર્ભવતી હોવ તો પણ ઈન્ટ્રાઉટેરિન પ્રેગ્નન્સી ઓફ અન્સર્ટન વાઇઅબિલટી (IPUV) ની સંભાવના છે.
  • દુર્ભાગ્યે એવું પણ બની શકે છે કે ગર્ભાવસ્થા અપેક્ષા અનુસાર વિકાસ પામતી નથી. જો ગર્ભાવસ્થાણો આકાર તમારી ગર્ભાવસ્થાના અઠવાડિયાની સંખ્યા સાથે મેળ ખાતું ન હોય તો આ વધુ સંભવ છે. જો તમને ગર્ભાવસ્થાના પ્રારંભમાં રક્તસ્રાવ થતો હોય તો આ સંભાવના વધુ હોઈ શકે છે.

આગળ શું થશે?

એક થી બે અઠવાડિયામાં પાછો થાય તો અલ્ટ્રાસાઉન્ડ સ્કેન તેનીખાતરી કરવા માટે ઑફર કરવામાં આવે છે કે શું હૃદયના ધબકારા સાથે નાનું બાળક (ગર્ભ) જોઈ શકાય છે. અમે જાણીએ છીએ કે આ સમય રાહ જોવાનો બેચેન સમયગાળો હશે પરંતુ આ સમય અંતરાલ ગર્ભાવસ્થાને વિકસાવવા માટે આવશ્યક હોય છે. જો ગર્ભાવસ્થા અપેક્ષા અનુસાર વિકસિત ન થાય, તો રફરીથી સ્કેન કરતી વખતે તમને ગર્ભસ્ત્રાવ હોવાનું નિદાન થવાની સંભાવના છે. પરંતુ જો અમે પુનઃસ્કેન સમયે પુષ્ટિ કરીએ કે તમારું બાળક સામાન્ય રીતે વિકાસ કરી રહ્યું છે અને હૃદયના ધબકારા જોવા મળે છે, તો તમારે પ્રસૂતિ દેખભાળ માટે સ્વ-રેફરલ ફોર્મ ભરીને વધુ ગર્ભાવસ્થા (જન્મ પહેલાંની) દેખભાળ માટેની વિનંતી કરવી જોઈએ અથવા જો પહેલાથી ન કર્યું હોય તો તમારી ગર્ભાવસ્થા વિશે તમારા GP સાથે વાત કરો.

મારે કયા ચિંતાજનક સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?

ગર્ભાવસ્થાના પ્રારંભમાં યોનિમાર્ગ રક્તસ્રાવ સામાન્ય છે. રક્તસ્રાવ થતી હોય તેવી અનેક મહિલાઓ મૂંઝવણ વિના સફળ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરે છે. રક્તસ્ત્રાવ તમારા ગર્ભસ્ત્રાવના જોખમમાં વધારો કરે છે અને આના પ્રથમ સંકેતો પૈકી એક હોઈ શકે છે. ગર્ભસ્ત્રાવના લક્ષણોમાં ગંઠાવા સાથે ભારે રક્તસ્ત્રાવ, તેમજ નીચલા પેટમાં (પેટમાં) ખેંચાણ અથવા પીડા જેવા સંકોચનનો સમાવેશ થાય છે. જો તમને સમસ્યા હોવ તો તમારે સલાહ માટે તમારા સ્થાનિક પ્રારંભિક પ્રસુતિ યૂનિટને કૉલ કરવો જોઈએ અથવા તમારા સ્થાનિક ઇમર્જન્સી વિભાગ (A&E) માં હાજરી આપવી જોઈએ. જો રક્તસ્રાવ તીવ્ર બને (દર કલાકે પેડ બદલવો પડે અથવા મોટા ગંઠાવાનું હોય), તીવ્ર દુખાવો જે પીડા રાહતથી કાબૂમાં ન આવે અથવા તમને તાવ હોય, તો તમારે તમારા નજીકના A&E માં હાજરી આપવી જોઈએ.

જો મને લાગે કે હું ગર્ભપાત કરી રહ્યો છું તો મારે શું કરવું જોઈએ?

દુર્ભાગ્યે, ગર્ભસ્ત્રાવ સામાન્ય છે અને આગામી અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પહેલાં આવું થવાનું જોખમ છે. તમે જે કંઈ કર્યું છે કે નથી કર્યું તેનાથી આ સંબંધિત હોવાની શક્યતા નથી પરંતુ કમનસીબે આ તબક્કે ગર્ભસ્ત્રાવ અટકાવવી શક્ય નથી. કોઈપણ પીડાને હળવી કરવામાં મદદ કરવા માટે તમે પેરાસિટામોલ અને કોડીન જેવી પીડા રાહત લઈ શકો છો. જો તમને અનિશ્ચિતતાના આ મુશ્કેલ સમયે ગર્ભસ્ત્રાવ અથવા તમારી લાગણીઓનું સંચાલન કરવા વિશે સમસ્યા હોય, તો તમારે તમારા સ્થાનિક અર્લી પ્રેગ્નન્સી યુનિટ (EPU) ને સલાહ લેવા માટે કૉલ કરવો જોઈએ અથવા જો તમને અસ્વસ્થતા લાગે તો A&E માં જવું જોઈએ.

Intrahepatic cholestasis of pregnancy (obstetric cholestasis)

ગર્ભાવસ્થાના ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ (પ્રસૂતિ કોલેસ્ટેસિસ)

Close up of woman's hand scratching her bare foot આ એક લીવર ડિસઓર્ડર (યકૃતનો વિકાર) છે જે ગર્ભાવસ્થામાં થઈ શકે છે, સામાન્ય રીતે આ રોગ 30 અઠવાડિયાની ગર્ભાવસ્થા પછી થાય છે, પરંતુ ક્યારેક 8 અઠવાડિયાની શરૂઆતમાં પણ થઈ શકે છે, જે દર 140 ગર્ભવતી મહિલાઓમાંથી એકને અસર કરે છે. લક્ષણોમાં સામેલ હોઈ શકે છે:
  • ખંજવાળ, સામાન્ય રીતે હાથ અને પગ પર પરંતુ જે શરીર પર ગમે ત્યાં થઈ શકે છે
  • ઘેરો પેશાબ, ફીક્કો (ઝાંખો) મળ
  • ત્વચા પીળી થવી અને આંખો સફેદ થવી.

Hyperemesis Gravidarum treatments

હાયપરમેસિસ ગ્રેવિડેરમ સારવાર

Young pregnant woman sitting on the bed covering her mouth feeling nauseous in 1st trimester of pregnancy

હું કઈ દવા લઈ શકું અને શું તે સલામત છે?

એવી ઘણી અસરકારક એન્ટી-સિકનેસ (રોગ નિરોધક) દવાઓ છે જે જરૂરી હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન પણ લઈ શકાય છે. હાયપરમેસિસ ગ્રેવિડેરમ (HG) સામાન્ય રીતે પ્રથમ ત્રિમાસિકમાં વધુ ખરાબ હોય છે અને વિલંબ કર્યા વિના તેની સારવાર શરૂ કરવી મહત્વપૂર્ણ છે. ઉબકા અને ઉલટી માટે સૌથી વધુ અસરકારક દવાઓને ગર્ભાવસ્થામાં લેવા માટે લાઇસન્સ અપાતું નથી. આનો અર્થ એ બિલકુલ નથી કે તે દવાઓ સુરક્ષિત નથી અથવા તેમનો ઉપયોગ ન કરી શકાય. ગર્ભાવસ્થામાં દવા લેવી એટલે વ્યક્તિને સારવાર વિના છોડી દેવાના સંભવિત જોખમો સાથે દવાના સંભવિત ફાયદાઓની તુલના કરવી. જો HGની સારવાર ન થાય, તો એ માતા અને બાળક બન્ને માટે જોખમી પુરવાર થઈ શકે છે એ યાદ રાખવું જરૂરી છે. સામાન્ય રીતે, દવા સંભવિત જોખમોને ઘટાડે છે. એક સમયે એક કરતાં વધુ પ્રકારની દવા લેવાથી વધુ અસર થાય છે. આનો કોઈ ઈલાજ તો નથી, પરંતુ તમને 48 કલાકની અંદર એ ચોક્કસ સમજાઈ જશે કે તમને પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી દવા તમારા પર અસર કરી રહી છે કે નહીં. જો દવા અસર ન કરતી હોય, તો તમે GP સાથે વાત કરીને બીજી દવાઓ અજમાવી શકો છો.

Pregnancy sickness and Hyperemesis Gravidarum

ગર્ભાવસ્થામાં થતી માંદગી અને હાયપરમેસિસ ગ્રેવિડેરમ

Woman lies in bed looking sick with hand over her mouth

ગર્ભાવસ્થામાં થતી માંદગી શું છે?

સામાન્ય રીતે ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં આવતા ઉબકા અને અવારનવાર થતી ઉલટી ગર્ભાવસ્થામાં થતી સામાન્ય માંદગી છે. ઘણી ગર્ભાવસ્થામાં આવું થવું સામાન્ય હોય છે અને સામાન્ય રીતે 4-6 અઠવાડિયાની આસપાસ શરૂ થઈને 12-20 અઠવાડિયાની વચ્ચે આ લક્ષણો ઓછા થઈ જાય છે. આની અસર તમને દિવસ કે રાત્રિના કોઈ પણ સમયે દેખાય છે, જ્યારે કેટલીક મહિલાઓ આખો દિવસ બીમાર રહે છે. સામાન્ય રીતે આની સારવાર આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને કરી શકાય છે. ગર્ભાવસ્થાનો સામાન્ય ભાગ હોવાને લીધે સામાન્ય રીતે આની કોઈ ખરાબ શારીરિક અથવા માનસિક આડઅસર નથી.

સામનો કરવાની સ્ટ્રૅટેજી (યુક્તિ)

જો તમારી માંદગી વધુ ન હોય, તો તમે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો અજમાવી શકો છો:
  • પુષ્કળ આરામ કરો કારણ કે થાકને લીધે ઉબકા વધી શકે છે.
  • તમને બીમાર કરી શકે એવા ખોરાક અથવા ગંધને ટાળો
  • પથારીમાંથી ઉઠતા પહેલા સૂકા ટોસ્ટ અથવા સાદા બિસ્કીટ ખાઓ.
  • જેમાં કાર્બોહાઇડ્રેટ વધુ અને ચરબી ઓછી હોય એવો સાદો ખોરાક થોડા પ્રમાણમાં વારંવાર લો.(જેમ કે બ્રેડ, ભાત, ક્રેકર્સ( કકરી બિસ્કીટ) અને પાસ્તા)
  • જો ગરમ ખોરાકની ગંધ તમને બીમાર કરે છે, તો ગરમને બદલે ઠંડો ખોરાક ખાઓ.
  • પાણી અને અન્ય પ્રવાહીનું સેવન પુષ્કળ પ્રમાણમાં કરો. (વારંવાર થોડા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવાથી ઉલટી અટકી જાય છે)

મદદ ક્યારે લેવી

  • જ્યારે તમારા રોજિંદા જીવન પર અસર થઈ રહી હોય અને તમે તમારી સામાન્ય પ્રવૃત્તિઓ ન કરી શકતા હોવ ત્યારે.
  • જો લક્ષણો તમારી અપેક્ષા કરતાં વધુ ખરાબ હોય
  • જો કોઈ ખોરાક કે પીણાંનું પાચન ન થતું હોય અથવા બહુ ઓછી માત્રામાં થતું હોય
  • જો તમારૂં વજન ઘટ્યું હોય
  • જો તમે ડિહાઈડ્રેશનનાં લક્ષણો ધરાવતા હોવ, જેમ કે શુષ્ક મોં, શુષ્ક હોઠ, માથાનો દુખાવો અથવા ચક્કર, નબળાઇ અથવા મૂંઝારો. પેશાબમાં ફેરફાર જેમકે રંગ ઘાટો હોવો, પેશાબ પૂરતો ન થવો અથવા માત્રા ઓછી હોવી.
જો તમને શંકા હોય કે તમારી બીમારી વધુ ગંભીર છે, તો કૃપા કરીને હાયપરમેસિસ ગ્રેવિડેરમ વિશે નીચેની માહિતી જુઓ.

હાયપરમેસિસ ગ્રેવિડેરમ શું છે?

હાયપરમેસિસ ગ્રેવિડેરમ (HG) ગર્ભાવસ્થામાં થતી એવી ગંભીર બીમારી અને ઉબકા છે, જેમાં મેડિકલ સારવાર અને ભાવનાત્મક સહાયતાની જરૂર પડે છે. આને લીધે વજનમાં ઘટાડો અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. આ બીમારી દર વર્ષે લગભગ 10,000-20,000 ગર્ભવતી મહિલાઓને અસર કરે છે. આ લક્ષણો ઘણા વહેલા, ઘણી વાર પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવતા પહેલા પણ શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે આનાં લક્ષણો 9-13 અઠવાડિયામાં સૌથી વધુ હોય છે અને 16-24 અઠવાડિયાની આસપાસ થોડા ઓછા થઈ જાય છે, પરંતુ કેટલીક મહિલાઓમાં આ માંદગી ગર્ભાવસ્થાનાં સપૂર્ણ ગાળા દરમિયાન ચાલુ રહે છે.

મદદ ક્યારે લેવી

જો તમે વારંવાર બીમાર પડો છો અને ખોરાક પેટમાં રહેતો નથી, તો તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવો અથવા શક્ય હોય તેટલી વહેલી તકે હોસ્પિટલનો સંપર્ક કરો. તમને ડિહાઈડ્રેશન થવાનું જોખમ છે અને તમને શક્ય તેટલી વહેલી તકે યોગ્ય સારવાર મળે તે મહત્વનું છે. જો તમને HG, અથવા ગંભીર ઉબકા અને ઉલટીની આશંકા હોય અથવા તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણો હોય તો તમારે મદદ લેવી જોઈએ:
  • તમારી નોકરી, ઘર અથવા અન્ય બાળકોની દેખભાળ અથવા તમારી પોતાની દેખભાળ જેવી રોજબરોજની પ્રવૃત્તિઓને અસર કરતાં લાંબા સમય સુધી અથવા સતત થતાં ઉબકા અને/અથવા ઉલટી
  • તમને ડિહાઇડ્રેશનના સંકેતો હોય, જેમ કે શુષ્ક મોં, સૂકા હોઠ, માથાનો દુખાવો, ચક્કર, નબળાઇ, મૂંઝવણ અનુભવવી. જો તમારો પેશાબ બદલાય, જેમ કે ઘાટા રંગનો હોય, તમે વધુ વાર જતા નથી અથવા પેશાબ થોડી જ માત્રામાં આવે છે.
  • જો તમારૂં વજન ઓછું થયું હોય, તો એ પણ HGનું જ એક લક્ષણ હોઈ શકે છે.
  • તમારા લક્ષણો તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યાં હોય અને તમે તેનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છો અથવા જો તમને પહેલાં HG થયો હોય, તો દુર્ભાગ્યે શક્યતા એ છે કે તમને બીજી ગર્ભાવસ્થામાં પણ HG ફરી થાય. જો તમે બીજી વાર ગર્ભધારણ કરવાનું નક્કી કરો છો, તો તમે અગાઉથી જ પ્લાન કરી શકો છો, જેમ કે ચાઈલ્ડ કેરની વ્યવસ્થા કરવાથી તમને પુષ્કળ આરામ મળી શકે છે. દવા વહેલા શરૂ કરવા વિશે તમારા GP સાથે વાત કરો. લક્ષણો શરૂ થાય તેની પહેલાં જ આની દવા શરૂ કરી શકાય છે.
HGનાં અન્ય લક્ષણો:
  • ગંધ પ્રત્યે સંવેદનશીલતા
  • વધુ પડતી લાળ બનવી
  • ડિહાઈડ્રેશનને લીધે માથાનો દુખાવો અને કબજિયાત
  • મૂત્રાશય પરનું નિયંત્રણ ગુમાવવું
  • થાક
  • એસિડ રિફ્લક્સ
  • પ્રકાશ/ઘોંઘાટ/હલનચલન પ્રત્યે સંવેદનશીલતા

સામનો કરવાની સ્ટ્રૅટેજી (યુક્તિ)

  • આરામ કરો! લક્ષણો હળવા થઈ ગયા હોય અને તમને લાગે કે તમે કામ કરી શકો છો, ત્યારે પણ બને તેટલો આરામ કરવો મહત્વપૂર્ણ છે.
  • શક્ય હોય ત્યાં સુધી ઉબકા આવે એવી સ્થિતિ ટાળો, એટલે કે જો રસોઈ કરવાનું ટાળવું પડે તો ટાળો અને જ્યારે કોઈ અન્ય રસોઈ કરી રહ્યું હોય ત્યારે રસોડાથી શક્ય હોય તેટલું દૂર રહેવું પડે, તો દૂર પણ રહો. તમે જ્યારે તમારા પરિવાર, સહકાર્યકરો અથવા મિત્રો સાથે હોવ, ત્યારે કોઈ ચોક્કસ ખોરાક ટાળવાનું પણ કહી શકો છો. ઘોંઘાટ, હલનચલન, સ્ક્રીન અથવા તેજસ્વી પ્રકાશ પણ તમારી સંવેદનાને ટ્રિગર કરી શકે છે અને જો તેનાંથી તમે બીમાર પડી શકો એવું લાગે તો તેને ટાળવું જોઈએ.
  • ધ્યાન રાખો કે તમે ડિહાઈડ્રેટ ન થઈ જાઓ. જો કંઈ પીવાથી ઉલટી અથવા ઉબકા આવે છે, તો જ્યુસથી બનેલી આઈસ ક્યુબ્સ ચૂસીને અથવા પીણું સ્ટ્રો દ્વારા ખૂબ ધીમેથી પીને તમે હાઇડ્રેટેડ રહી શકો છો. નળનાં પાણી કરતા બોટલનું પાણી વધુ સારૂં લાગી શકે છે. જો તમારા પેટમાં પ્રવાહી ટકતું નથી, તો તમારે ડ્રિપ દ્વારા પ્રવાહી લેવા માટે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. આ તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને આનાથી તમે સ્વસ્થ અનુભવશો.
  • એક ડાયરી રાખો. તમને કઈ સારવારની જરૂર છે તેનું મૂલ્યાંકન કરવા અને તમને કયા ખોરાકને લીધે તકલીફ થાય છે તે જોવા માટે તમારા ખોરાક અને પીણાનાં સેવનને ટ્રૅક કરવામાં આ ડાયરી ડૉક્ટરને મદદરૂપ થશે. તમારા લક્ષણોને ટ્રૅક કરવાથી એક પેટર્ન દેખાશે જેના પરથી તમે જાણી શકશો કે ક્યારે ખાવું તમારા માટે શ્રેષ્ઠ છે. જ્યારે તમને જાણ હોય કે તમારા લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે, ત્યારે તે તમને તેનાં સામના માટે તૈયાર થવામાં મદદ પણ કરી શકે છે.

Hyperemesis Gravidarum support

હાયપરમેસિસ ગ્રેવિડેરમ સહાયતા

Woman sitting in the bathroom suffering from sickness in early pregnancy હાયપરમેસિસ ગ્રેડિડેરમ (HG) નાં કેટલાક શારીરિક અને ભાવનાત્મક લક્ષણોમાં સારું સપોર્ટ નેટવર્ક ખરેખર મદદ કરી શકે છે. HGહોવાને કારણે થતી તણાવમાં આરામ મેળવવામાં એવા લોકો મદદરૂપ થઈ શકે છે, જેઓ તમને તમારી અને જો અન્ય બાળકો હોય, તો તેમની દેખભાળ કરવામાં મદદ કરે. મદદ માંગવી મુશ્કેલ હોય છે પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે HG એક ગંભીર બીમારી છે અને, જો તમારા મિત્રને આ બીમારી હોય, તો તમે જરૂર તેમને મદદ કરશો, તેથી મદદ માંગો અને લોકોને તમારી મદદ કરવા દો. HGથી પીડિત હોવ ત્યારે તમને કામમાંથી રજા લેવાની જરૂર પડી શકે છે અને તમને આમાં સહાયતા કરવાની તમારા નિયોક્તાની ફરજ છે. ગર્ભાવસ્થા માટે માંદગીની રજાની નોંધ અલગથી રાખવી આવશ્યક છે અને ગર્ભાવસ્થાની માંદગીને કારણે તમને તમારી નોકરી ગુમાવવાનો વારો નહીં આવે. પ્રેગ્નન્સી સિકનેસ સપોર્ટ પાસે એક ગોપનીય ફોરમ છે જ્યાં તમે અન્ય પ્રેગ્નન્સી સિકનેસ અથવા HGથી પીડિત લોકો સાથે ચૅટ કરી શકો છો. ચેરિટી એક હેલ્પલાઇન અથવા વેબચૅટ ઑફર કરે છે જ્યાં તમે દવાના વિકલ્પો, તમારા વિસ્તારમાં સેવાઓ અને સેલ્ફ-હેલ્પ સ્ટ્રૅટેજી વિશે સચોટ માહિતી મેળવી શકો છો. તમે હેલ્પલાઇન પર કૉલ કરીને પ્રેગ્નન્સી સિકનેસ સપોર્ટ તરફથી પીઅર (બારીકાઈથી તપાસ) સહાયતા પણ મેળવી શકો છો: 07899 245001 સોમ-શુક્ર 9.00-17.00.

Heart health in pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન હૃદયનું સ્વાસ્થ્ય

Graphic of red heart with a jigsaw shaped piece missing ગર્ભાવસ્થા દરમિયાન અને/અથવા તમારા બાળકના જન્મ પછી છાતીના દુખાવાની ક્યારેય pn અવગણના ન કરવી જોઈએ. કેટલાક છાતીમાં દુખાવો ગંભીર હોઈ શકે છે અને તે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર(દિલનું ધબકારા રોકાય જવું), કાર્ડિયાક અરેસ્ટ(હૃદયની ગતિ રોકાવું) અથવા તો મૃત્યુ તરફ દોરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન અથવા પછી મોટાભાગની મહિલાઓ આ સમસ્યાઓથી પીડાતી નથી પરંતુ લક્ષણો ઓળખવા અને, જો તમને તેમાંથી કોઈ હોય, તો ઝડપથી સારવાર લેવી મહત્વપૂર્ણ છે.

પહેલાથી હોય તેવી હૃદયની સમસ્યા

જો તમને હૃદયની સમસ્યા જાણીતી હોય, જન્મજાત હૃદયની ખામી સાથે જન્મેલા હોય અથવા હૃદયરોગ હોવાનું નિદાન થયું હોય, તો તમારે તમારીદાયણ/GP/હૃદયરોગ-નિષ્ણાતને જણાવવું જોઈએ અને તેઓ ગર્ભાવસ્થા પહેલાં, દરમિયાન અને પછી તમારા હૃદયના સ્વાસ્થ્ય અને તમારા સ્વાસ્થ્યની તપાસ કરશે.

અટૅકના લક્ષણોમાં સમાવેશ થઈ શકે છે:

  • છાતીના મધ્ય ભાગમાં દુખાવો
  • હાથનો દુખાવો અથવા નિષ્ક્રિયતા આવે છે
  • જડબા, પીઠ અથવા ખભામાં દુખાવો
  • ઉબકા
  • પરસેવો/ચીકાશ
  • શ્વાસ લેવામાં તકલીફ
કેટલાક લોકો અપચો જેવા છાતી અથવા ગળામાં દુખાવો અનુભવે છે જે અપચોના ઉપાયોની પ્રતિક્રિયા આપતા નથી.

મારે ક્યારે દાયણ અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ?

જો તમને અસ્વસ્થ લાગે, તો માર્ગદર્શન માટે તમારી દાયણ અથવા GPનો સંપર્ક કરો. જો તમને ઉપરોક્ત કેટલાક/તમામ લક્ષણોનો અનુભવ થાય, તો 999 ડાયલ કરો અને એમ્બ્યુલન્સ માટે કહો કારણ કે તમારા હૃદયના સ્વાસ્થ્યની ઝડપથી તપાસ કરવાની જરૂર છે. તમને હાર્ટ એટેક આવ્યો છે કે કેમ તે જાણવા માટે ECG મોનિટર અને ટ્રોપોનિન બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ.

મને ક્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ છે?

તમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ છે જો તમે:
  • હૃદયની સમસ્યાઓનો પારિવારિક ઇતિહાસ ધરાવે છે
  • હાઈ બ્લડ પ્રેશર છે
  • ઉચ્ચ કોલેસ્ટ્રોલ છે
  • ધુમ્રપાન
  • વધુ પડતું દારૂ પીવું
  • મેદસ્વી છે
ભાગ્યે જ, તેમના પરિવારમાં કોઈ જોખમી પરિબળો અથવા હૃદય રોગનો ઈતિહાસ ધરાવતી મહિલાઓને હાર્ટ એટેકના લક્ષણો જોવા મળશે. ગર્ભાવસ્થામાં હાર્ટ એટેકના લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. વધુ સલાહ માટે તમારી દાયણ અથવા GPનો સંપર્ક કરો.

Having twins or triplets

જોડિયા અથવા ત્રિપુટી હોય

Pregnant woman holding two pairs of baby shoes across her pregnancy bmup તમને એક કરતાં વધુ બાળક છે તેનો પતો લગાવવો એ રોમાંચક અને ખાસ હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર શાનદાર પણ હોઈ શકે છે. તમામ બહુવિધ ગર્ભાવસ્થામાં જટિલતાઓનું જોખમ વધારે હોય છે, અને તેથી તમે અને તમારા બાળકો સ્વસ્થ છો તેની ખાતરી કરવા માટે તમારી પાસે વધારાની મુલાકાતો અને સૂક્ષ્મ અવલોકન હશે. જો તમારા બાળકો એક જ નાળમાં ભાગ પડાવે છે, તો સલાહ આપવામાં આવશે કે તમે દર બે અઠવાડિયે સૂક્ષ્મ અવલોકન કરો, અને જો તેઓ દરેક પાસે સ્વયંના નાળ હોય હોય તો સૂક્ષ્મ અવલોકન દર ચાર અઠવાડિયે કરવામાં આવશે. તમારા બાળકો 40 અઠવાડિયા કરતાં વહેલાં જન્મે તેવી શક્યતા છે. ઘણા જોડિયા બાળકો યોનિમાર્ગમાંથી જન્મે છે, જો કે એવી ભલામણ કરવામાં આવે છે કે તેઓ શસ્ત્રક્રિયા દ્વારા જન્મે. ગર્ભાવસ્થા, જન્મ અને તે પછી પણ તમને તમારી પ્રસૂતિ ટીમ તરફથી પુષ્કળ સહકાર મળશે.

Infections and viruses

સંક્રમણ અને વાયરસ

Virus particles under a microscope

Group B Streptococcus (GBS)

ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ (GBS)

Close up of medical drip apperatus GBSએ એક સામાન્ય સૂક્ષ્મ જંતુઓ હોય છે જેનું દર 10 મહિલાઓમાંથી 2-4 મહિલા યોનિ અને ગુદામાર્ગમાં વહન કરે છે. GBS વહન કરવું તમારા માટે હાનિકારક નથી, અને એમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. જીબીએસ પ્રસંગોપાત નવજાત બાળકોમાં ગંભીર ચેપનું કારણ બને છે, અને એ પણ ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પહેલા ખૂબ જ ભાગ્યે જ. GBS પેશાબ અથવા યોનિમાર્ગ/ગુદામાર્ગ માંથી રૂ માં લીધેલ નમૂનાનાં પરીક્ષણો દ્વારા શોધી શકાય છે. NHS નિયમિતપણે તમામ સગર્ભા મહિલા ઓનું GBS ટેસ્ટ કરતું નથી. જો કે, જો તે તમારી વર્તમાન અથવા પાછલી ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળ્યું હોય અથવા જો તમને ભૂતકાળમાં GBSનો ચેપ લાગ્યો હોય તો, તમારા નવજાત શિશુમાં ચેપનું જોખમ ઘટાડવા માટે તમને પ્રસૂતિ દરમિયાન નસમાં જીવાણુનાશક દવા આપવામાં આવશે.