36 weeks

36 અઠવાડિયા

Midwife measuring pregnant woman's bump with a tape measure તમારા સંભાળ પ્રદાતા આ કરશે:
  • તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા છે કે નહીં તે પૂછશે
  • તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
  • તમારા કાર્બન મોનોક્સાઇડનું સ્તર અને તમારા ઘરેલુ ધૂમ્રપાનની સ્થિતિ તપાસશે
  • તમારું બાળક સારી રીતે વધી રહ્યું છે તે જોવા માટે તમારા પેટનું કદ માપશે
  • તમારા બાળકની સ્થિતિ તપાસશે અને તેની સુસંગતતા વિશે ચર્ચા કરશે
  • તમે લીધેલા કોઈપણ ટેસ્ટના પરિણામોની સમીક્ષા કરશે, રેકોર્ડ કરશે અને તેની ચર્ચા કરશે
  • તમને આશ્વાસન આપવા અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટેનું માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે
  • પૂછશે કે શું તમે તમારા બાળકને કેવી રીતે ખવડાવવા માંગો છો તે વિશે વિચારવાનું શરૂ કર્યું છે.

34 weeks

34 અઠવાડિયા

Couple at a maternity unit appointment તમારા સંભાળ પ્રદાતા આ કરશે:
  • તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા હોય તો પૂછશે
  • તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
  • તમારું બાળક સારી રીતે વધી રહ્યું છે તે જોવા માટે તમારા પેટનું કદ માપશે
  • તમે કરેલા કોઈપણ ટેસ્ટના પરિણામોની સમીક્ષા કરશે, રેકોર્ડ કરશે અને તેની ચર્ચા કરશે
  • જન્મ સ્થળ પસંદ કરવા, જન્મ આપવા માટેની અને ત્યાર પછીની તૈયારી કરવા વિશે અને જન્મ આપ્યા પછીની સંભાળની યોજનાઓ વિશે ચર્ચા કરશે.
  • આ મુલાકાતમાં તમને વધુ ટેસ્ટની પણ ઓફર કરવામાં આવી શકે છે
  • તમને આશ્વાસન આપવા અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટેનું માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે
  • પૂછશે કે શું તમે તમારા બાળકને કેવી રીતે ખવડાવવા માંગો છો તે વિશે વિચારવાનું શરૂ કર્યું છે.

31 weeks (first pregnancy only)

31 અઠવાડિયા (માત્ર પ્રથમ ગર્ભાવસ્થા)

Close up of tape measure on pregnant woman's bump તમારા સંભાળ પ્રદાતા આ કરશે:
  • તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા હોય તો પૂછશે
  • તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
  • તમારું બાળક સારી રીતે વધી રહ્યું છે તે જોવા માટે તમારા પેટનું કદ માપશે
  • તમે કરેલા કોઈપણ ટેસ્ટના પરિણામોની સમીક્ષા કરો, રેકોર્ડ કરશે અને તેની ચર્ચા કરશે
  • તમને આશ્વાસન આપવા અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટેનું માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે

28 weeks

28 અઠવાડિયા

Smiling midwife feels pregnant woman's bump at home તમારા સંભાળ પ્રદાતા આ કરશે:
  • તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા છે કે નહીં તે પૂછશે
  • તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
  • તમારું બાળક સારી રીતે વધી રહ્યું છે તે જોવા માટે તમારા પેટનું કદ માપશે
  • તમને આશ્વાસન આપવા અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટેનું માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે
જો તમારૂં બ્લડ ગ્રુપ રીસસ નેગેટિવ હોય તો તમને આ મુલાકાતમાં વધુ ટેસ્ટ અને/અથવા એન્ટી-ડી ઈન્જેક્શનની પણ દરખાસ્ત કરવામાં આવી શકે છે.

25 weeks (first pregnancy only)

25 અઠવાડિયા (માત્ર પ્રથમ ગર્ભાવસ્થા)

Pregnant woman at appointment with doctor તમારા સંભાળ પ્રદાતા આ કરશે:
  • તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા હોય તો પૂછશે
  • તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
  • તમારું બાળક સારી રીતે વધી રહ્યું છે તે જોવા માટે તમારા પેટનું કદ માપશે
  • તમને આશ્વાસન આપવા અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટેનું માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે

16 weeks

16 અઠવાડિયા

Midwife talks to a pregnant woman across a desk તમારા સંભાળ પ્રદાતા:
  • તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા છે કે નહીં તે પૂછશે
  • તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
  • તમારી સાથે સ્થાનિક પ્રસૂતિ પહેલાના વર્ગોની ચર્ચા કરશે
  • તમે લીધેલા કોઈપણ ટેસ્ટના પરિણામોની સમીક્ષા કરશે, રેકોર્ડ કરશે અને તેની ચર્ચા કરશે
  • તમારા બાળકની હિલચાલ અને તમારા બાળક સાથેના સંબંધની ચર્ચા કરશે
  • તમને આશ્વાસન આપશે અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટે માર્ગદર્શન કરવામાં સમર્થ હશે.

Booking appointment (8-12 weeks)

મુલાકાતનો સમય નક્કી કરવો (8-12 અઠવાડિયા)

Midwife taking pregnant woman's blood pressure તમારી મિડવાઇફ:
  • તમારી ઊંચાઈ અને વજન માપશે
  • તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
  • તમને કેટલાક બ્લડ ટેસ્ટ કરાવશે અને ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી તપાસ અને ટેસ્ટની ચર્ચા કરશે
  • તમારા ઘરમાં ધૂમ્રપાનની સ્થિતિ વિશે પૂછશે અને તમારૂં કાર્બન મોનોક્સાઇડનું સ્તર તપાસશે
  • તમને તમારા તબીબી, માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સામાજિક સંજોગો વિશે પૂછશે
  • તમારી અગાઉની કોઈપણ ગર્ભાવસ્થા વિશે તમારા
  • બાળકના પિતાના તબીબી, વ્યક્તિગત અને સામાજિક સંજોગો વિશે પૂછશે
  • તમે કેવું અનુભવો છો તેની ચર્ચા કરો અને જુઓ કે તમને કોઈ વધારાના સહકાર ની જરૂર છે કે નહિ
  • તમારી સાથે તમારી ગર્ભાવસ્થાની સંભાળની યોજના બનાવશે
  • તમને તમારી સંભાળ અને સ્વાસ્થ્ય વિશેની માહિતી આપશે અને તમારા કોઈપણ પ્રશ્નોના જવાબ આપશે
  • તમને આશ્વાસન આપશે અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ પર માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે

I am not a UK resident

હું યુકેનો નિવાસી નથી

Woman with suitcase arriving in England જો તમે વિદેશથી મુલાકાત લેતા બિન-યુકે નિવાસી છો, તો તમારે NHS સારવાર (માતૃત્વ દેખભાળ સહિત) મેળવવા માટે માહિતી પ્રદાન કરવાની જરૂર પડશે. આમાં નીચેના તમામ પુરાવાનો સમાવેશ થશે:
  • તમારી ઓળખ
  • તમારું કાયમી સરનામું
  • તમને યુકેમાં રહેવા/કામ કરવાની પરવાનગી.
જ્યારે તમે દાયણની તમારી પ્રથમ મુલાકાત માટે આવો ત્યારે તમને આ માહિતી આપવા માટે કહેવામાં આવશે. જો તમે તમારી યોગ્યતા વિશે અચોક્કસ હોય, તો તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરો. જો તમે અસ્વસ્થ હોવ, અથવા તમારા સમયથી પહેલાં જન્મેલા બાળકની સુખાકારી વિશે ચિંતિત હોવ, તો તમારે તાત્કાલિક દેખભાળ માટે તમારા નજીકના પ્રસૂતિ યૂનિટમાં હાજરી આપવી જોઈએ.
પોર્ટલ: હું યુકેનો નિવાસી નથી

Your pregnancy in weeks (gestational age)

અઠવાડિયામાં તમારી ગર્ભાવસ્થા (ગર્ભાવસ્થાની ઉંમર)

Section of woman shown to illustrate fetal growth during pregnancy in nine stages તમારા બાળકના જન્મના સમયનો આશરે અંદાજ છેલ્લા માસિક (LMP) ના પહેલા દિવસની તારીખનો ઉપયોગ કરીને લગાવી શકો છો. તમારા પ્રથમ અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન પછી તમારી નિયત તારીખ થોડી બદલાઈ શકે છે; આ એકદમ સામાન્ય છે.

5 અઠવાડિયા:

ગર્ભાધાન પછીના 5મા અઠવાડિયાના અંત સુધીમાં અથવા 7 અઠવાડિયાની ગર્ભાવસ્થાની ઉંમર સુધી, બાળકને “ભ્રૂણ” તરીકે ઓળખવામાં આવે છે અને તે લગભગ 12.7 મિલીમીટર લાંબુ હોય છે. મગજ, કરોડરજ્જુ અને ચેતાતંત્ર વધુ થઈ હોય છે. માથાના આકારમાં વધારો હોય છે, અને નાક, હોઠ અને જીભ દેખાય છે. અંગોનો ફણગો હાથ અને પગમાં ફૂટી ગયો હોય છે

6 અઠવાડિયા:

ગર્ભાધાન પછી 6ઠ્ઠા અઠવાડિયાના અંત સુધીમાં અથવા 8 અઠવાડિયાની ગર્ભાવસ્થાની ઉંમર સુધી, ગર્ભ આશરે 22 મિલીમીટર લાંબો હોય છે. ધડની તુલનામાં માથું ઘણું મોટું છે. ધડ કોમલાસ્થિનું બનેલું જે, વાસ્તવિક હાડકું નથી, તે દેખાય છે; અને કરોડરજ્જુના છેડે પૂંછડી દેખાય છે. આંગળીઓ અને અંગૂઠા રચાયા છે.

9 અઠવાડિયા:

9 માં અઠવાડિયાના સુધીમાં અથવા 11 અઠવાડિયાની ગર્ભાવસ્થાની ઉંમર સુધી, બાળક વધુ માનવ જેવું દેખાય છે. તેની લંબાઈ લગભગ 5 સેન્ટિમીટર છે અને તેનું વજન લગભગ 4 ગ્રામ છે. મોટાભાગનું શારિરીક માળખું તૈયાર થઈ ચુકી હોય છે. હવે વર્તમાન માળખાનો વિકાસ અને પરિપક્વતાનો સમાવેશ થાય છે. અંડકોશ દેખાય છે, સાથે જ આંગળીના નખ, પગના નખ અને વાળના રોમકૂપ પણ દેખાય છે.

12 અઠવાડિયા:

3જા ચંદ્ર મહિનાના (અઠવાડિયાનો અવધિ) અંત સુધીમાં, અથવા 12 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં, બાળકની લંબાઈ 2.5 ઈંચથી વધુ અને તેનું વજન 7 ગ્રામ છે. તમે સાંભળી શકો છો કે હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા બાળકનો “ગર્ભ” તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ચહેરો સારી રીતે થયો છે, પોપચાં હોવા છતાં, ભળી ગયેલ છે. બાળક તેના ચહેરાના સ્નાયુઓને ચોંચલું કરવા, તેના હોઠને કોથળી જેવા કરવા અને તેનું મોં ખોલવા માટે ખસેડી શકે છે. કાંડાં, હાથ, આંગળીઓ, પગ, પગનાં પંજા અને અંગૂઠા સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય બાહ્ય જનનાંગ પુરુષ અથવા મહિલા જાતિના ચોક્કસ સંકેતો દર્શાવે છે. બાળક મુઠ્ઠી બનાવી શકે છે અને તેના પગ વડે લાત મારી શકે છે, જો કે તમે હજી સુધી તેને અનુભવી શકશો નહીં. ગર્ભાશય મહિલાના જાંઘનાં હાડકાની ઉપર જ અનુભવી શકાય છે.

16 અઠવાડિયા:

4થા ચંદ્ર મહિનાના અંત (અઠવાડિયાનો અવધિ) સુધીમાં, અથવા 16 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં, બાળક લગભગ 12 સેન્ટિમીટર લાંબુ અને 100 ગ્રામ વજનનું હોય છે. જરૂરી શરીર પ્રણાલીઓ હવે મૌજુદ છે; બાકીના મોટાભાગના ફેરફારો આકારમાં હશે. આ વૃદ્ધિને સરળ બનાવવા માટે, બાળકની નાળ પણ ઝડપથી વધી રહી છે. બાળકની ચામડી જાડી અને ઓછી પારદર્શક બની રહી છે, અને તે અનેક સ્તરો બનાવે છે. ભમર અને પાંપણો દેખાય છે. બાળક તેનો અંગૂઠો ચૂસી શકે છે, અને ગર્ભાશયની કોથળીનું પાણી ગળી શકે છે અને પછી તેને પેશાબ તરીકે બહાર કાઢે છે. બાળકનાં આંતરડાની પ્રથમ હલચલના ભાગ રૂપે મળ, તેના આંતરડાના માર્ગમાં એકત્ર થવાનું શરૂ થાય છે. કેટલીક સ્ત્રીઓ તેમના પ્યુબિક હાડકા અને નાભિ વચ્ચે પ્રથમ હલકો ફફડાટ અનુભવે છે. આ ફફડાટ ઘણીવાર વાયુની તકલીફનો ભ્રમ લાગે છે, પરંતુ આ લાગણીને બાળકના નવા જીવનનું પ્રથમ હલનચલન કહી શકાય. સામાન્ય રીતે, 16મા અને 18મા અઠવાડિયાની વચ્ચે સૌપ્રથમ ત્વરિતતા જોવા મળે છે, જો કે તે વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે.

24 અઠવાડિયા:

6ઠ્ઠા ચંદ્ર મહિનાના અંત (અઠવાડિયાનો અવધિ) સુધીમાં, અથવા 24 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં, બાળક લગભગ 28 સેન્ટિમીટર અને 500 ગ્રામ વજનનું હોય છે. વર્નીક્સ કેસોસા, એક ચીઝ જેવું આવરણ કે જે બાળકની ત્વચાને તેના પાણીયુક્ત વાતાવરણથી રક્ષણ આપે છે, વિકસિત થાય છે. બાળકની હોય છે, અને તે સાંભળી શકે છે. આંગળીઓની અને પગની છાપ ઉત્પન્ન થાય છે. આ સમય સુધીમાં તમે નિયમિત હલનચલન અનુભવી શકશો. જો તમને 24 અઠવાડિયા સુધી કોઈ હલનચલન ન લાગે તો તમારે તમારી દાયણને જાણ કરવી જોઈએ.

28 અઠવાડિયા:

7મા ચંદ્ર મહિનાના અંત (અઠવાડિયાનો અવધિ) સુધીમાં, અથવા 28 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં, બાળક લગભગ 33 સેન્ટિમીટર લાંબુ અને લગભગ 900 ગ્રામ વજનનું હોય છે. આંખો પ્રકાશને અનુભવી શકે છે, અને બાળક સાંભળી શકે છે, સૂંઘી શકે છે, ચાખી શકે છે અને સ્પર્શને પ્રતિભાવ આપી શકે છે. બાળકને ચોક્કસ જાગવાનો અને ઊંઘવાની અવધિ હોય છે.

32 અઠવાડિયા:

આઠમા ચંદ્ર મહિનાના અંત (અઠવાડિયાનો અવધિ) સુધીમાં, અથવા 32 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં,સરેરાશ બાળક 38 સેન્ટિમીટર લાંબુ અને 1,500 ગ્રામ કે તેથી વધુ વજનનું હોય છે. ત્વચા હજુ પણ લાલ છે પરંતુ કરચલીઓ ઓછી છે, અને આંગળીઓના નખ લાંબા છે.

36 અઠવાડિયા:

9મા ચંદ્ર મહિનાના અંત (અઠવાડિયાનો અવધિ) સુધીમાં, અથવા 36 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં, બાળક લગભગ 43 સેન્ટિમીટર લાંબુ અને 2160 ગ્રામ અને 2,500 ગ્રામની વચ્ચેનું વજન ધરાવે છે. ગર્ભાવસ્થાના છેલ્લા 2 મહિના દરમિયાન, બાળકનું વજન દરરોજ લગભગ 25 ગ્રામ વધે છે. આ વજનનું વધવું અગત્યનું છે કારણ કે તે બાળકને તેની ચામડીની નીચે ચરબીનું સ્તર પૂરું પાડે છે જે તેના શરીરનું તાપમાન ગર્ભાશયની બહાર સ્થિર રાખવામાં મદદ કરશે. ત્વચા સુંવાળી બની છે, અને લાલાશ ગુલાબી થઈ ગઈ છે. મોટા ભાગના લેનુગો ઉતરી ગયા છે, માત્ર હાથ અને ખભા પર જ બાકી છે. (લાનુગો એ પ્રથમ વાળ છે જે તમારા બાળકના વાળની જડમાંથી ઉગે છે જ્યારે તેઓ હજુ પણ ગર્ભાશયમાં વિકાસશીલ હોય છે ફેફસાં પરિપક્વ થઈને શ્વસન માટે તૈયાર થઈ રહ્યાં છે.

40 અઠવાડિયા:

દસમા ચંદ્ર મહિનાના અંત (અઠવાડિયાનો અવધિ) સુધીમાં, અથવા 40 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં, બાળકના મગજમાં કોષોની સંખ્યામાં ઘણો વધારો થાય છે. આ વૃદ્ધિ જન્મ પછીના પ્રથમ 5 થી 6 મહિના સુધી ચાલુ રહેશે. હવે પછી, 96% બાળકોનું માથું નીચેની સ્થિતીમાં આવી જાય છે ગર્ભાવસ્થાના અંતિમ 2 થી 4 અઠવાડિયા દરમિયાન, માથું અથવા અન્ય પ્રસ્તુત ભાગ સ્ત્રીના થાપા ની ટોચ પર સ્થાયી થાય છે. તેના છેલ્લા ચંદ્ર મહિના દરમિયાન, બાળક દર અઠવાડિયે લગભગ 200 ગ્રામ વધે છે અને, ચાલીસમા સપ્તાહ સુધીમાં, તેની લંબાઈ સરેરાશ 50 સેન્ટિમીટર અને સરેરાશ 3 થી 3.5 કિલોગ્રામ વજનની હોય છે. બાળક જન્મ માટે તૈયાર છે.

42 અઠવાડિયા:

જ્યારે બાળક 42 અઠવાડિયાની ગર્ભાવસ્થામાં પહોંચે છે ત્યાં સુધીમાં તેને પોસ્ટમેચ્યોર માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે બાળકની ચામડી અસ્થાયી રૂપે સૂકી, તિરાડ, છાલવાળી, ઢીલી અથવા કરચલીવાળી હોઈ શકે છે કારણ કે રક્ષણાત્મક ચીઝીનું આવરણ અઠવાડિયા પહેલા ઉતરી ગયું હોયછે. તેની આંગળીઓ લાંબી અને પગના નખ અને વાળ લાંબા હોઈ શકે છે. જો નાળ સારી રીતે કાર્ય કરે છે, તો બાળકનું વજન વધતું રહેશે. 37 અને 42 અઠવાડિયાની વચ્ચેની ગર્ભાવસ્થા સામાન્ય ગણાય છે (તમારા છેલ્લા માસિકના પ્રથમ દિવસથી) જે સામાન્ય રીતે લગભગ નવ મહિના તરીકે ઓળખાય છે – જો કે તે વાસ્તવમાં તેના કરતા થોડી વધુ છે. તમે તમારી ગર્ભાવસ્થાને ત્રણ વિભાગોમાં વર્ણવેલ સાંભળી શકો છો, જેને સામાન્ય રીતે ત્રિમાસિક તરીકે ઓળખવામાં આવે છે:
  • પ્રથમ ત્રિમાસિક (1-12 અઠવાડિયા)
  • 2જી ત્રિમાસિક (13-28 અઠવાડિયા)
  • 3જી ત્રિમાસિક (જન્મથી 29 અઠવાડિયા).
એકવાર તમારી નિયત તારીખની પુષ્ટિ થઈ જાય, પછી તમે તેને હોમ પેજ પર અથવા આ ઍપમાં મારા વિશે વિભાગમાં દાખલ કરી શકો છો.

What next?

આગળ શું?

Woman looks at pregnancy test with man એકવાર તમને ખબર પડે કે તમે ગર્ભવતી છો, તમે પ્રસૂતિ દેખભાળ માટે સેલ્ફ-રેફરલ ફોર્મ ભરી શકો છો. તમે તમારા GPને મળ્યા વગર આ કરી શકો છો, જો તમારું માતૃત્વ એકમ આ કરવા માટે પહેલેથી જ સ્થાપિત કરેલ હોય તો – માત્ર ઍપમાં તમારું પ્રસૂતિ યૂનિટ પસંદ કરો અને સેલ્ફ-રેફરલ લિંકને અનુસરો. જો ત્યાં કોઈ સેલ્ફ-રેફરલ લિંકને હોય, તો તમારી GP સર્જરી સાથે વાત કરો જે તમને તમારી પ્રસૂતિ સંભાળ શરૂ કરવામાં મદદ કરશે. તમારા GP સાથે એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે જો:
  • જો કોઈપણ તબીબી સ્થિતિ(સમસ્યા) છે અથવા તમે કોઈપણ નિયમિત દવાઓ લઈ રહ્યા છો. કૃપા કરીને તમારા GP ની તબીબી સલાહ વિના સૂચવેલ કોઈપણ દવાઓ બંધ કરશો નહીં અથવા બદલશો નહીં
  • તમારી ગર્ભાવસ્થાનું યોજના બનાવવામાં આવ્યું ન હતું, અથવા તમે તેને જારી રાખવા વિશે અને તમારા વિકલ્પો શું હોઈ શકે તે વિશે અનિશ્ચિત છો.
તમારી ગર્ભાવસ્થાની દેખભાળ (જેમને પ્રસૂતિ પહેલાંની દેખભાળ તરીકે ઓળખવામાં આવે છે) એ દાયણ અને/અથવા વિશિષ્ટ ડૉક્ટર (જો જરૂરી હોય તો) સાથે સુનિશ્ચિત મુલાકાતોનો સમૂહ હશે. જો તમે ઘરમાં બાળકને જન્મ આપવા વિશે વિશે વિચારી રહ્યા હોવ તો તમારે તમારા નજીકના પ્રસૂતિ યૂનિટમાં તમારી ગર્ભાવસ્થા વિશે જાણકારી આપવાની જરૂર પડશે જેથી સ્થાનિક દાયણ તમને તમારા ઘરે પ્રસૂતિ દરમિયાન દેખભાળ પૂરી પાડી શકે છે.