એકવાર તમને ખબર પડે કે તમે ગર્ભવતી છો, તમે પ્રસૂતિ દેખભાળ માટે સેલ્ફ-રેફરલ ફોર્મ ભરી શકો છો. તમે તમારા GPને મળ્યા વગર આ કરી શકો છો, જો તમારું માતૃત્વ એકમ આ કરવા માટે પહેલેથી જ સ્થાપિત કરેલ હોય તો – માત્ર ઍપમાં તમારું પ્રસૂતિ યૂનિટ પસંદ કરો અને સેલ્ફ-રેફરલ લિંકને અનુસરો. જો ત્યાં કોઈ સેલ્ફ-રેફરલ લિંકને હોય, તો તમારી GP સર્જરી સાથે વાત કરો જે તમને તમારી પ્રસૂતિ સંભાળ શરૂ કરવામાં મદદ કરશે.તમારા GP સાથે એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે જો:
જો કોઈપણ તબીબી સ્થિતિ(સમસ્યા) છે અથવા તમે કોઈપણ નિયમિત દવાઓ લઈ રહ્યા છો. કૃપા કરીને તમારા GP ની તબીબી સલાહ વિના સૂચવેલ કોઈપણ દવાઓ બંધ કરશો નહીં અથવા બદલશો નહીં
તમારી ગર્ભાવસ્થાનું યોજના બનાવવામાં આવ્યું ન હતું, અથવા તમે તેને જારી રાખવા વિશે અને તમારા વિકલ્પો શું હોઈ શકે તે વિશે અનિશ્ચિત છો.
તમારી ગર્ભાવસ્થાની દેખભાળ (જેમને પ્રસૂતિ પહેલાંની દેખભાળ તરીકે ઓળખવામાં આવે છે) એ દાયણ અને/અથવા વિશિષ્ટ ડૉક્ટર (જો જરૂરી હોય તો)સાથે સુનિશ્ચિત મુલાકાતોનો સમૂહ હશે. જો તમે ઘરમાં બાળકને જન્મ આપવા વિશે વિશે વિચારી રહ્યા હોવ તો તમારે તમારા નજીકના પ્રસૂતિ યૂનિટમાં તમારી ગર્ભાવસ્થા વિશે જાણકારી આપવાની જરૂર પડશે જેથી સ્થાનિક દાયણ તમને તમારા ઘરે પ્રસૂતિ દરમિયાન દેખભાળ પૂરી પાડી શકે છે.