તમારી પ્રસૂતિ પછીની દેખભાળ ટીમ
પ્રસૂતિ પછીની દેખભાળમાંથી તમે શું અપેક્ષા રાખી શકો તે વિશે જાણવા માટે નીચેની સંબંધિત લિંકનો ઉપયોગ કરો.
પ્રસૂતિ પછીની દેખભાળમાંથી તમે શું અપેક્ષા રાખી શકો તે વિશે જાણવા માટે નીચેની સંબંધિત લિંકનો ઉપયોગ કરો.
પ્રેશર અલ્સર,(ભારે છાલા) જેને બેડ સોર્સ(પથારીમાં પડ્યા રહેવાથી પડતું ધારું) અથવા પ્રેશર સોર્સ(ભારે ધારું) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ત્વચા અને પેશીઓના ઊંડા સ્તરોનું નુકસાન ધરાવતા ક્ષેત્રો છે.
પ્રેશર અલ્સર એ પીડા પેદા કરી શકે છે અથવા સંક્રમિત થઈ શકે છે જે લીધે લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે.
પ્રેશર અલ્સર નીચે જણાવેલા સંયોજનોને કારણે થાય છે:
દબાણ: શરીરનું વજન અને કેટલાક તબીબી સાધનો ત્વચા પર દબાણ કરી શકે છે અને તે જગ્યા પર રક્ત પુરવઠાના વહનને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં સૂવું અથવા બેસવું તે આનું કારણ બની શકે છે.
શિયરીંગ (સરકવું): પથારી અથવા ખુરશી પરથી નીચે સરકવાથી ત્વચા અને પેશીઓના ઊંડા સ્તરોને નુકસાન થઈ શકે છે.
ત્વચા ચિરાઈ અથવા તૂટી થઈ શકે છે. પ્રેશર અલ્સર શરીરમાં ગમે ત્યાં વિકસી શકે છે પરંતુ સામાન્ય રીતે બોની વિસ્તારો જેમ કે તળિયે, એડી, કોણી, થાપા, પગની ઘૂંટી, કરોડરજ્જુ, માથાના પાછળના ભાગમાં અને ખભાના હાડકાં પર વધુ જોવા મળે છે. સામાન્ય રીતે લોકો પથારીમાં વળીને અને પથારીમાંથી બહાર નીકળીને દબાણ અને શીયરિંગ (સરકવા)ની અસરોથી રાહત મેળવી શકે છે. જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહો છો તો તમને પ્રેશર અલ્સર થવાનું જોખમ હોઈ શકે છે. તમારા વ્યાવસાયિક સ્વાસ્થ્યકર્મી અથવા સહભાગીને સુરક્ષિત રીતે ફરવા માટે તમારી મદદ કરવા માટે કહો.
ખાતરી કરો કે તમારા કપડાં અથવા પથારી ખૂબ ચુસ્ત(ટાઈટ) ન હોય જેથી તમે મુક્તપણે ખસી શકો. પ્રેશર અલ્સરના પ્રારંભિક ચિહ્નો આ પ્રકારે દેખાશે: ચામડીના રંગમાં ફેરફાર (વધુ લાલ અથવા વધુઘેરો), ચામડીના તાપમાનમાં ફેરફાર (વધુ ગરમ અથવા વધુ ઠંડી) બેચેની અથવા દુખાવો, ફોલ્લાઓ અને ત્વચાને નુકસાન. તમે પ્રેશર અલ્સરના લક્ષણો માટે તમારી પોતાની ત્વચાને તપાસી શકો છો, જો તમને તમારી ત્વચા પર કંઈપણ અલગ દેખાય છે, તો કૃપા કરીને તમારા વ્યવસાયિક સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો.
હોસ્પિટલમાં હોવ ત્યારે, તમારીવ્યવસાયિક સ્વાસ્થ્યકર્મી ટીમ તમને પ્રેશર અલ્સર થવાનું જોખમ છે કે કેમ તે જોવા માટે જોખમ અને ત્વચાનું મૂલ્યાંકન કરશે. જન્મ પછી, જો તમને કોઈ અસુવિધા લાગે તો તમે તમારા વ્યવસાયિક સ્વાસ્થ્યકર્મીને તમારી ત્વચાને જોવા માટે કહી શકો છો.
પોસ્ટપાર્ટમ સાયકોસિસ (PP) એ એક ગંભીર માનસિક બીમારી છે જે સામાન્ય રીતે બાળના જન્મ પછીના પ્રથમ થોડા દિવસો અથવા અઠવાડિયામાં થાય છે. તે બેબી બ્લૂઝ અથવા જન્મ પછીના માનસિક ઉદાસીનતાથી અલગ છે અને તેને મેડિકલ ઇમર્જન્સી તરીકે ગણવામાં આવવી જોઈએ. લક્ષણો સામાન્ય રીતે જન્મ આપ્યા પછી થોડા અઠવાડિયામાં તદ્દન અચાનક શરૂ થાય છે.
લક્ષણોમાં સામેલ છે:
આ સુનિશ્ચિત કરવા માટે કે તમે સ્વસ્થ અનુભવો છો અને સારી રીતે સામનો કરી રહ્યાં છો તમારી GP દ્વારા તમને 6-8 અઠવાડિયાની પ્રસૂતિ પછીની માતૃત્વ તપાસની ઑફર કરવામાં આવશે. તમારા માટે કોઈ પણ પ્રશ્નો પૂછવાની અથવા તમારી કોઈ સમસ્યાનું સમાધાન કરવાની તક છે.
છે જેના વિશે તમારા GP અથવા આરોગ્ય તપાસનીશ તમને પૂછશે:
પેલ્વિક હેલ્થ (પેડુ સંબંધી) ફિઝિયોથેરાપિસ્ટ તમારી દેખભાળમાં સામેલ થઈ શકે છે, જો તમે:
પેડુ તળિયાની સ્નાયુઓ તમારા પેડુ વિશેની સહાયતા આપે છે, પેડુ સાંધાઓને સ્થિર કરે છે અને મૂત્રાશય અને આંતરડાના કાર્યોના નિયંત્રણ માટે જવાબદાર છે. આ સ્નાયુઓ ગર્ભાવસ્થા અને જન્મ દરમિયાન ખેંચાય છે – જે કેટલીકવાર ગર્ભાવસ્થા દરમિયાન અને ખાસ કરીને જન્મ પછી નબળાઇ અથવા નિષ્ક્રિયતા તરફ દોરી શકે છે.
આ સ્નાયુઓને મજબૂત બનાવશે:
બાળરોગ ચિકિત્સકો અથવા નિયોનેટોલોજિસ્ટ એવા ડૉકટરો હોય છે કે જેઓ નવજાત શિશુઓ અને બાળકોની દેખભાળમાં નિષ્ણાત હોય છે. જો વહેલા (અકાળ) ડિલિવરી અપેક્ષિત હોય અથવા જન્મ દરમિયાન અથવા પછી તમારા બાળકના સ્વાસ્થ્ય વિશે સમસ્યા થવાની શક્યતા હોય તો તેઓ તમારી દેખભાળમાં સામેલ થશે.
જો તમને પ્રસૂતિ નિષ્ણાંત સાથે શારીરિક અનુવર્તનની જરૂર હોય અને/અથવા મુશ્કેલ અથવા આઘાતજનક જન્મ થયો હોય, તો સામાન્ય રીતે તમારા માટે જન્મના લગભગ છ અઠવાડિયા પછી મુલાકાત લેવામાં આવશે. આ દરમિયાન, તમને હોય તેવી કોઈ પણ સમસ્યા માટે તમારીદાયણ, આરોગ્ય તપાસનીશ અથવા GP સાથે ચર્ચા કરી શકાય છે.