Pressure sores

દબાણને લીધે થતાં ઘા(પાઠું)

Close up of woman's back showing large areas of red skin પ્રેશર અલ્સર,(ભારે છાલા) જેને બેડ સોર્સ(પથારીમાં પડ્યા રહેવાથી પડતું ધારું) અથવા પ્રેશર સોર્સ(ભારે ધારું) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ત્વચા અને પેશીઓના ઊંડા સ્તરોનું નુકસાન ધરાવતા ક્ષેત્રો છે. પ્રેશર અલ્સર એ પીડા પેદા કરી શકે છે અથવા સંક્રમિત થઈ શકે છે જે લીધે લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે. પ્રેશર અલ્સર નીચે જણાવેલા સંયોજનોને કારણે થાય છે: દબાણ: શરીરનું વજન અને કેટલાક તબીબી સાધનો ત્વચા પર દબાણ કરી શકે છે અને તે જગ્યા પર રક્ત પુરવઠાના વહનને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં સૂવું અથવા બેસવું તે આનું કારણ બની શકે છે. શિયરીંગ (સરકવું): પથારી અથવા ખુરશી પરથી નીચે સરકવાથી ત્વચા અને પેશીઓના ઊંડા સ્તરોને નુકસાન થઈ શકે છે. ત્વચા ચિરાઈ અથવા તૂટી થઈ શકે છે. પ્રેશર અલ્સર શરીરમાં ગમે ત્યાં વિકસી શકે છે પરંતુ સામાન્ય રીતે બોની વિસ્તારો જેમ કે તળિયે, એડી, કોણી, થાપા, પગની ઘૂંટી, કરોડરજ્જુ, માથાના પાછળના ભાગમાં અને ખભાના હાડકાં પર વધુ જોવા મળે છે. સામાન્ય રીતે લોકો પથારીમાં વળીને અને પથારીમાંથી બહાર નીકળીને દબાણ અને શીયરિંગ (સરકવા)ની અસરોથી રાહત મેળવી શકે છે. જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહો છો તો તમને પ્રેશર અલ્સર થવાનું જોખમ હોઈ શકે છે. તમારા વ્યાવસાયિક સ્વાસ્થ્યકર્મી અથવા સહભાગીને સુરક્ષિત રીતે ફરવા માટે તમારી મદદ કરવા માટે કહો. ખાતરી કરો કે તમારા કપડાં અથવા પથારી ખૂબ ચુસ્ત(ટાઈટ) ન હોય જેથી તમે મુક્તપણે ખસી શકો. પ્રેશર અલ્સરના પ્રારંભિક ચિહ્નો આ પ્રકારે દેખાશે: ચામડીના રંગમાં ફેરફાર (વધુ લાલ અથવા વધુઘેરો), ચામડીના તાપમાનમાં ફેરફાર (વધુ ગરમ અથવા વધુ ઠંડી) બેચેની અથવા દુખાવો, ફોલ્લાઓ અને ત્વચાને નુકસાન. તમે પ્રેશર અલ્સરના લક્ષણો માટે તમારી પોતાની ત્વચાને તપાસી શકો છો, જો તમને તમારી ત્વચા પર કંઈપણ અલગ દેખાય છે, તો કૃપા કરીને તમારા વ્યવસાયિક સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો. હોસ્પિટલમાં હોવ ત્યારે, તમારીવ્યવસાયિક સ્વાસ્થ્યકર્મી ટીમ તમને પ્રેશર અલ્સર થવાનું જોખમ છે કે કેમ તે જોવા માટે જોખમ અને ત્વચાનું મૂલ્યાંકન કરશે. જન્મ પછી, જો તમને કોઈ અસુવિધા લાગે તો તમે તમારા વ્યવસાયિક સ્વાસ્થ્યકર્મીને તમારી ત્વચાને જોવા માટે કહી શકો છો.

તમારી ત્વચાની રક્ષા કરો

  • તમારી ત્વચાને સાફ અને શુષ્ક રાખો. તમારી ત્વચાને દરરોજ હળવા સાબુ અને ગરમ પાણીનો ઉપયોગ કરીને ધોઈ લો. અત્યાધિક સુગંધિત સાબુ અથવા ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરશો નહીં, કારણકે તેઓ ત્વચાના કુદરતી તેલને શોષી શકે છે જેનાથી સંવેદનશીલ શુષ્ક જગ્યાઓ બની શકે છે.
  • જો તમે અસંયમથી પીડાતા હોવ તો કૃપા કરીને તમારી વ્યવસાયિક સ્વાસ્થ્યકર્મીટીમને જાણ કરો કારણકે તેઓ તમને મદદ કરવામાટેની શ્રેષ્ઠ રીતનું મૂલ્યાંકન કરી શકે છે. ત્વચાને ઘસવું અને માલિશ કરવું તેના માટે હાનિકારક છે.
  • જો તમને કમ્પ્રેશન સ્ટોકિંગ્સ (સંકોચાઈ શકે તેવા મોજાં)(TEDS) પહેરવા માટે આપવામાં આવ્યા હોય, તો તેને વાળીને નીચે કરશો નહીં કારણકે તેનાથી દબાણ અને ત્વચાને નુકસાન થઈ શકે છે. તમારી ત્વચાને ધોવા, મોઇશ્ચરાઇઝ (મુલાયમ) કરવા અને તપાસવા માટે દિવસમાં એકવાર સ્ટોકિંગ્સ કાઢી લો.
ખાતરી કરો કે તમે ખાવાનું ચાલુ રાખો અને સારી રીતે સંતુલિત આહાર લો અને પુષ્કળ પ્રવાહી પીવો.