NHS area not found

NHS વિસ્તાર મળ્યો નથી

તમારો NHS વિસ્તાર હાલમાં સામેલ નથી પરંતુ તમે હજુ પણ માતા અને બાળકની અન્ય તમામ સુવિધાઓ અને માહિતીને ઍક્સેસ કરી શકો છો. વધુ વ્યક્તિગત અને સ્થાનિક માહિતી અને સંપર્કો આપવા માટે મમ એન્ડ બેબી ઈંગ્લેન્ડમાં વધુ NHS વિસ્તારોને આવરી લેવા માટે વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે.

Newborn initial physical examination (NIPE)

નવજાતની પ્રારંભિક શારીરિક તપાસ (NIPE)

Mother holds baby while neonatal doctor holds the end of a stethoscope to her baby's chest તમામ નવજાત શિશુઓને જન્મના 72 કલાકની અંદર માથાથી પગની આંગળીઓ સુધીની તપાસ કરાવવામાં આવે છે. આમાં આંખો, હૃદય, હિપ્સ અને છોકરાઓમાં, વૃષણનું મૂલ્યાંકન કરવા માટે તપાસ ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ ખાસ પ્રશિક્ષિત દાયણ અથવા નવજાત નિષ્ણાંત ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે, આદર્શ રીતે તમે ઘરે જાઓ તે પહેલાં. આ તપાસ મહત્વપૂર્ણ છે કારણ કે તે દુર્લભ, પરંતુ ગંભીર પરિસ્થિતિઓ માટે તપાસ કરે છે. છ થી આઠ અઠવાડિયામાં તમારા બાળકને બીજી સંપૂર્ણ તપાસની જરૂર પડશે. આ પ્રારંભિક નવજાત તપાસ ટેસ્ટનું પુનરાવર્તન છે (છ થી 72 કલાકની વય વચ્ચે હાથ ધરવામાં આવે છે) તે પુષ્ટિ કરવા માટે કે હૃદય, આંખો, હિપ્સ અને વૃષણને લઈને કોઈ સમસ્યા નથી જે જન્મથી ઉભરી આવી હોય. સામાન્ય રીતે તમારા GP આ બીજી તપાસ કરે છે.

Newborn blood spot test

નવજાત બ્લડ સ્પોટ ટેસ્ટ

Midwife's fingers hold new born baby's foot to show blood spot on heel જ્યારે તમારું બાળક પાંચથી આઠ દિવસનું હોય, ત્યારે તમારી સામુદાયિક દાયણ નવજાતનું બ્લડ સ્પોટ ટેસ્ટ કરાવશે. આ ટેસ્ટમાં તમારા બાળકના પગમાંથી લોહીના ચાર નાના સેમ્પલ એક કાર્ડ પર એકત્રિત કરવાનો સમાવેશ થાય છે. સિકલ સેલ ડિસીઝ, ફિનાઇલકેટોન્યુરિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને જન્મજાત હાઇપોથાઇરોડિઝમ જેવી નવ દુર્લભ પરંતુ ગંભીર પરિસ્થિતિઓ માટે ટેસ્ટ સ્ક્રીન છે. જે બાળકો માટે સ્ક્રીનીંગ કરાયેલી કોઈપણ પરિસ્થિતિઓ સાથે ઓળખવામાં આવે છે, અમે જાણીએ છીએ કે પ્રારંભિક સારવાર તેમના સ્વાસ્થ્યને સુધારી શકે છે અને વધુ ગંભીર અથવા જીવલેણ ગૂંચવણોને અટકાવી શકે છે. જો તમારું બાળક વહેલું જન્મ્યું હોય (37 અઠવાડિયાના ગર્ભાધાન પહેલા) તો નવજાત ટીમ દ્વારા પ્રસૂતિ યૂનિટમાં ટેસ્ટ કરવામાં આવી શકે છે. વધુ માહિતી ‘તમારા અને તમારા બાળક માટે સ્ક્રિનિંગ ટેસ્ટ’ પુસ્તિકામાં મળી શકે છે.

Nappy content

નેપી સામગ્રી

Opened out baby nappy

નવજાત શિશુનું મળ અને પેશાબ

દિવસ 1નવજાત શિશુનું પ્રથમ મળ દિવસ 2-3હળવા લીલા બદલાવું દિવસ 4-5પીળો

શિશુની ઉંમર

ભીની નેપ્પી

ગંદી નેપ્પી

1-2 દિવસ 1-2 અથવા વધુ 1 અથવા વધુ ઘેરો લીલો/કાળો
3-4 દિવસ 3 અથવા વધુ ભારે બની રહ્યું છે 2 અથવા વધુ લીલો/બદલતો
4-5 દિવસ 5 અથવા વધુ અને ભારે 2 અથવા વધુ પીળો, ઢીલું થઈ જવું
5-6 દિવસ 6 અથવા વધુ અને ભારે 2 અથવા વધુ પીળો, પાણીયુક્ત, મેલુંઘેલું દેખાવ
તમારા બાળકનું પેશાબ (ઝીણું) અને મળ (પૂ) બતાવી શકે છે કે શું તમારા બાળકને પૂરતું દૂધ મળી રહ્યું છે. તમારું બાળક જેટલું દૂધ પીશે તેટલું વધુ પેશાબ તમારું બાળક વધુ કરશે. જો તમારું બાળક ઘણું સ્પષ્ટ પેશાબ કરી રહ્યું હોય, તો આ એક સંકેત છે કે તેને પૂરતું દૂધ મળ્યું છે. પેશાબનું ઉત્પાદન ધીમે ધીમે 6-7 દિવસ સુધી વધે છે, જ્યારે 24 કલાકમાં તેમને ઓછામાં ઓછા છ ભારે ભીના નેપ્પી હોવા જોઈએ. જેમ-જેમ તમારું બાળક જન્મ પછીના પ્રથમ થોડા દિવસોમાં દૂધ પીવે છે અને પચાવે છે, તેમ તેમ ઘેરો, કાળો ચીકણો મેકોનિયમ સરસવના પીળા રંગના સ્ટૂલ (મળ)માં બદલાય છે. જો તમારા બાળકને જન્મના પહેલા ચોવીસ કલાકમાં મેકોનિયમ(શિશુનું મળ) પસાર ન થયું હોય, તો તમારે તમારી દાયણ અથવા GP સાથે વાત કરવી જોઈએ.જો 3 દિવસે મળ હજુ પણ ઘેરો કાળો હોય, તો આ સૂચવે છે કે તેને પૂરતું દૂધ મળતું નથી. જો તમારા બાળકનું પેશાબ અથવા મળ ઉપરના કોષ્ટક મુજબ વધતું/બદલતું ન હોય તો તરત જ તમારી દાયણ સાથે વાત કરો. કેટલાક બાળકો તેમના પેશાબમાં નારંગી/લાલ પદાર્થ (યુરેટ) પસાર કરશે. જો તમે પ્રથમ બે દિવસ પછી આ જોશો તો તમારી મિડવાઇફ સાથે વાત કરો. જો તમારી પાસે બાળકી છે, તો તમે નોંધ કરી શકો છો કે તેણીને નાનો ‘સ્યુડો પીરિયડ’ છે. તમારા હોર્મોન્સનું ઉપાડ કે જે તેણીને ગર્ભાશય દ્વારા પ્રાપ્ત થાય છે તે થોડી માત્રામાં યોનિમાર્ગ રક્તસ્રાવનું કારણ બની શકે છે. આ સંપૂર્ણપણે સામાન્ય છે.

My team for birth and labour

પ્રસુતિ પીડા અને જન્મ માટે મારી ટીમ

Midwife touches the control of a monitoring machine

દાયણો

પ્રસૂતિ દરમિયાન દાયણો તમારી મુખ્ય દેખભાળ કરનારા હોય છે, પછી ભલે તમે તમારા બાળકને ઘરે રાખવાનું પસંદ કરો, દાયણો દ્વારા સંચાલિત જન્મ કેન્દ્રમાં અથવા પ્રસૂતિ પીડા વોર્ડમાં. પ્રસ્થાપિત પ્રસૂતિ પીડામાં મહિલાઓને સામાન્ય રીતે નામિત દાયણ પાસેથી પ્રસૂતિ દરમિયાન તમારી સાથે રહીને દેખભાળ પ્રાપ્ત થશે. તમારી દાયણ પ્રસૂતિ દરમિયાન તમને મદદ કરશે, તમે અને તેની ખાતરી કરશે કે તમારું બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે.

પ્રસૂતિ નિષ્ણાત

જો પ્રસૂતિ નિષ્ણાત અને/અથવા જન્મ દરમિયાન કોઈ જટિલતાઓ અથવા વધુ જટિલ જરૂરિયાતો ઊભી થાય તો પ્રસૂતિ નિષ્ણાત તમારી દેખભાળમાં સામેલ થશે. જો તમારા માટે લેબર(પ્રસુતિ પીડા) ઇન્ડક્શનની ભલામણ કરવામાં આવે છે, અથવા જો તમારી પ્રસુતિ પીડા અને/અથવા જન્મ આપવાની ગતિ ધીમી પડી જાય છે, તો સંભવ છે કે તમને પ્રસૂતિ નિષ્ણાત દ્વારા જોવામાં આવશે. જો તમારા સ્વાસ્થ્ય, તમારા બાળકના સ્વાસ્થ્ય વિશે અથવા જો સહાયિત અથવા સિઝેરિયન જન્મનો સૂઝાવ આપવામાં આવે તો તમને પ્રસૂતિ નિષ્ણાત દ્વારા પણ જોવામાં આવશે અને તેની દેખભાળ કરવામાં આવશે જે તમારી દાયણ સાથે ભાગીદારીમાં કામ કરશે.

પ્રસૂતિ સહાયક કાર્યકરો

પ્રસૂતિ દરમિયાન તમને સહાયતા આપવા માટે આ તમારી દાયણની સીધી દેખરેખ હેઠળ કામ કરી શકે છે. તેઓ જન્મ પછી તરત જ તમારા બાળકને સ્તનપાન કરાવવામાં પણ મદદ કરી શકે છે.

એનેસ્થેટીસ્ટ (નિશ્ચેતનકર્તા)

જો તમને પ્રસૂતિ દરમિયાન એપિડ્યુરલ હોય, તો તેને એનેસ્થેટીસ્ટ (નિશ્ચેતનકર્તા)દ્વારા દાખલ કરવામાં આવશે. જો તમને સિઝેરિયન જન્મની આવશ્યકતા હોય, તો પ્રસૂતિ નિષ્ણાત અને તમારી દાયણની ભાગીદારીમાં એનેસ્થેટીસ્ટ(નિશ્ચેતનકર્તા) દ્વારા થિયેટરમાં પણ તમારી દેખભાળ કરવામાં લેવામાં આવશે. જો તમને કોઈ જટિલતાઓ હોય અથવા મેડીકલ પરિસ્થિતિઓને કારણે ઉચ્ચ સ્તરની દેખભાળની આવશ્યકતા હોય તો એનેસ્થેટિસ્ટ(નિશ્ચેતનકર્તા) પણ તમારી દેખભાળમાં સામેલ થઈ શકે છે.

થિયેટર ટીમ

જો તમને આયોજિત અથવા ઇમર્જન્સી સિઝેરિયન જન્મ છે, તો તમારી દેખભાળ કરનારા એનેસ્થેટીસ્ટ(નિશ્ચેતનકર્તા), પ્રસૂતિ નિષ્ણાત અને દાયણને મદદ કરવા માટે થિયેટરમાં સ્ટાફ હશે. જો તમને સહાયિત જન્મની ભલામણ કરવામાં આવે તો તમે થિયેટરમાં પણ હોઈ શકો છો, અથવા જો તમને જન્મ પછી કોઈ જટિલતાઓ હોય કે જેને વધુ સઘન દેખભાળની આવશ્યકતા હોય.

વિદ્યાર્થી દાયણો/ડૉક્ટરો

પ્રસૂતિ પીડા અને જન્મ દરમિયાન, તમારી નિર્દિષ્ટ દાયણ સાથે વિદ્યાર્થી દાયણ અથવા ડૉક્ટર કામ કરી શકે છે. વિદ્યાર્થી દાયણ અથવા ડૉકટરો તેમના ટ્રેનિંગના તબક્કાના આધારે, દાયણની પ્રત્યક્ષ અથવા પરોક્ષ દેખભાળ હેઠળ તમને દેખભાળ અને સહાયતા આપી શકે છે. માત્ર તમારી સંમતિથી જ કાળજી પૂરી પાડવામાં આવશે, અને તમારી દાયણ તમારી સાથે આ વિશે ચર્ચા કરશે.

એડમિન/ ક્લેરિકલ(કારકુન)

જન્મ કેન્દ્રો અને લેબર વોર્ડમાં દાયણ અને ડૉકટરોની ટીમને રિસેપ્શન, કારકુની અને વહીવટી સ્ટાફની ટીમ દ્વારા સહાયતા કરવામાં આવે છે જેને તમે મળી શકો છો. કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા સંપર્ક નંબર, સરનામું અથવા GP માં કોઈ ફેરફાર કરો છો તો તમે ક્લેરિકલ ટીમને જાણ કરો છો જેથી કરીને ખાતરી કરો કે મૂળ દસ્તાવેજ પર માહિતી યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવી છે.

What to expect in labour and birth

પ્રસુતિ પીડા અને જન્મમાં શું અપેક્ષા રાખવી

Heavily pregnant woman in hospital gown looks out of the window of her hospital room

Multidisciplinary professionals

મલ્ટિડિસિપ્લિનરી પ્રોફેશનલ્સ

Two healthcare professionals stand and have a conversation તમારી વ્યક્તિગત જરૂરિયાતો અને સંજોગોના આધારે, તમારી પાસે અને તમારા પરિવારને મદદ કરવા અને સહાયતા કરવા માટે તમારી પાસે વિશાળ ટીમ હોઈ શકે છે. અન્ય વ્યાવસાયિકો કે જે તમારી દેખભાળમાં સામેલ હોઈ શકે છે તેમાં ફેમિલી નર્સ, સામાજિક કાર્યકરો, પેરીનેટલ મેન્ટલ હેલ્થ/આઉટરીચ ટીમો અને ફેમિલી સપોર્ટ વર્કર્સનો સમાવેશ થઈ શકે છે. બાળકો અને કૌટુંબિક કેન્દ્રો તમારું બાળક શાળા શરૂ ન કરે ત્યાં સુધી વાલીપણા પ્રવાસમાં તમને મદદ કરવા, માર્ગદર્શન આપવા અને સહયતા આપવા માટે વ્યાવસાયિકોની શ્રેણીને એકસાથે લાવે છે. કેન્દ્રોમાં સંખ્યાબંધ એજન્સીઓ અને સ્ટાફ કામ કરે છે જે તમને મદદ કરી શકે છે. તમે મુલાકાત લો છો તે દરેક ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી સેન્ટરમાં તમે ફેમિલી સહાયક કર્યોકારોને મળશો. તેઓ સામુદાયિક કેન્દ્રો, સ્વૈચ્છિક ક્ષેત્રના ગ્રૂપો, ક્લિનિક્સ અને પુસ્તકાલયોમાં સત્રો વિતરિત કરી શકે છે અથવા આઉટરીચની તકો પ્રદાન કરી શકે છે. ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી સેન્ટરમાં પ્રવેશ કરવાથી તમને અન્ય માતા-પિતાને મળવાની તક મળશે અને તમારા બાળકોને વધવા, રમવા અને નવા મિત્રો બનાવવાની તક મળશે. ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી સેન્ટરમાં તમને અન્ય પ્રોફેશનલ્સ મળી શકે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
  • દાયણો
  • આરોગ્ય તપાસનીશો
  • કુટુંબ સહાયક કાર્યકરો
  • કૌટુંબિક નર્સો
  • સ્પીચ અને ભાષા ચિકિત્સકો

Mouth (oral) thrush

મોં (મોઢામાં) માં થતાં છાલા

Close up of baby's open mouth showing white patches of thrush મોં માં છાલા પડવા એ મોઢામાં થતું એક સામાન્ય ફંગલ સંક્રમણ છે. જો તે જાતે જ મટતા નથી તો તેની સારવાર સરળતાથી અને ઝડપથી કરી શકાય છે.

મારાબાળકનેછાલા છેકેકેમતેહુંકેવીરીતેજાણીશકું?

  • તમારા બાળકના ગાલ, પેઢા અને તાળવા પર સફેદ નિશાન અથવા પેચ (ડાઘ)માટે જુઓ. આડાઘ દૂધના નિશાન જેવા દેખાઈ શકે છે, પરંતુ જો તમે તેને ઘસશો તો નીચે એક ચામડી વગરની (ખરબચડી) જગ્યા હશે.
  • સ્તનપાન કરાવતી વખતે તમારું બાળક ગડબડ(રમત)કરી શકે છે અથવા સ્તનપાન માટે અથવા બોટલ માટે ઇનકાર પણ કરી શકે છે.
  • કેટલીક વાર બાળકોને જ્યારે મોઢામાં છાલા થયા હોય ત્યારે નેપી રેશ થઈ જાય છે. તેનાની ઊભી થયેલી ફોલ્લીઓ સાથે લાલ અથવા ચમકતું ગુલાબી દેખાઈ શકે છે અને તમને લાગશે કે રેશને મટાડવા માટે માનક નેપી રેશ ક્રીમ અસરકારક નથી.
  • જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમે જોશો કે તમારા સ્તનની નિપલ્સ પર લાલ અને ચીરા વાળા છાલા થઈ ગયા છે, જે તે પીડાદાયક બની ગયા છે.

અમને કઈ સારવાર મળશે?

તમારા GP અથવા આરોગ્ય તપાસનીસ એન્ટિફંગલ સારવાર સૂચવી શકે છે. સારવારનો પ્રકાર તમારા બાળકની ઉંમર પર આધાર રાખશે. સારવારનો એક કોર્સ સામાન્ય રીતે 7 દિવસ ચાલે છે. જો એક અઠવાડિયા પછી કોઈ સુધારો થતો નથી, તો વધુ સલાહ માટે તમારાGPને પૂછો.
  • જો તમને તમારા સ્તન પર છાલા છે, તો GP તમારા માટે પણ દવા લખશે.

હું છાલાને કેવી રીતે અટકાવી શકું?

  • જેમ-જેમ તમારા બાળકની રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે તેમ-તેમ સામાન્ય રીતે મોં માં છાલાની સમસ્યા ઓછી બની જશે.
  • બોટલ, સુધર અને અન્ય સ્તનપાન ઉપકરણોને જંતુરહિત કરતી વખતે વધારાની કાળજી લો.
  • જો તમને હજુ પણ છાલા છે, તો સ્તનપાન કરાવ્યા પછી તમારા સ્તનોને ધોઈ લો. વધુ સંક્રમણ ટાળવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો, તેને થપથપાવીને કોરી કરો અને કોઈ પણ નિર્ધારિત ઉપચાર કરો.
  • ફરીથી સંક્રમણ અટકાવવા માટે, ખાતરી કરો કે તમારા હાથ માટે તમે સ્તનપાન કરાવતા પહેલા અને પછી, અને તમારા બાળકની નેપી બદલતા પહેલા અને પછી અલગ-અલગ ટુવાલ રાખો.