Mouth (oral) thrush

મોં (મોઢામાં) માં થતાં છાલા

Close up of baby's open mouth showing white patches of thrush મોં માં છાલા પડવા એ મોઢામાં થતું એક સામાન્ય ફંગલ સંક્રમણ છે. જો તે જાતે જ મટતા નથી તો તેની સારવાર સરળતાથી અને ઝડપથી કરી શકાય છે.

મારાબાળકનેછાલા છેકેકેમતેહુંકેવીરીતેજાણીશકું?

  • તમારા બાળકના ગાલ, પેઢા અને તાળવા પર સફેદ નિશાન અથવા પેચ (ડાઘ)માટે જુઓ. આડાઘ દૂધના નિશાન જેવા દેખાઈ શકે છે, પરંતુ જો તમે તેને ઘસશો તો નીચે એક ચામડી વગરની (ખરબચડી) જગ્યા હશે.
  • સ્તનપાન કરાવતી વખતે તમારું બાળક ગડબડ(રમત)કરી શકે છે અથવા સ્તનપાન માટે અથવા બોટલ માટે ઇનકાર પણ કરી શકે છે.
  • કેટલીક વાર બાળકોને જ્યારે મોઢામાં છાલા થયા હોય ત્યારે નેપી રેશ થઈ જાય છે. તેનાની ઊભી થયેલી ફોલ્લીઓ સાથે લાલ અથવા ચમકતું ગુલાબી દેખાઈ શકે છે અને તમને લાગશે કે રેશને મટાડવા માટે માનક નેપી રેશ ક્રીમ અસરકારક નથી.
  • જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમે જોશો કે તમારા સ્તનની નિપલ્સ પર લાલ અને ચીરા વાળા છાલા થઈ ગયા છે, જે તે પીડાદાયક બની ગયા છે.

અમને કઈ સારવાર મળશે?

તમારા GP અથવા આરોગ્ય તપાસનીસ એન્ટિફંગલ સારવાર સૂચવી શકે છે. સારવારનો પ્રકાર તમારા બાળકની ઉંમર પર આધાર રાખશે. સારવારનો એક કોર્સ સામાન્ય રીતે 7 દિવસ ચાલે છે. જો એક અઠવાડિયા પછી કોઈ સુધારો થતો નથી, તો વધુ સલાહ માટે તમારાGPને પૂછો.
  • જો તમને તમારા સ્તન પર છાલા છે, તો GP તમારા માટે પણ દવા લખશે.

હું છાલાને કેવી રીતે અટકાવી શકું?

  • જેમ-જેમ તમારા બાળકની રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે તેમ-તેમ સામાન્ય રીતે મોં માં છાલાની સમસ્યા ઓછી બની જશે.
  • બોટલ, સુધર અને અન્ય સ્તનપાન ઉપકરણોને જંતુરહિત કરતી વખતે વધારાની કાળજી લો.
  • જો તમને હજુ પણ છાલા છે, તો સ્તનપાન કરાવ્યા પછી તમારા સ્તનોને ધોઈ લો. વધુ સંક્રમણ ટાળવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો, તેને થપથપાવીને કોરી કરો અને કોઈ પણ નિર્ધારિત ઉપચાર કરો.
  • ફરીથી સંક્રમણ અટકાવવા માટે, ખાતરી કરો કે તમારા હાથ માટે તમે સ્તનપાન કરાવતા પહેલા અને પછી, અને તમારા બાળકની નેપી બદલતા પહેલા અને પછી અલગ-અલગ ટુવાલ રાખો.