પ્રસૂતિ દરમિયાન દાયણો તમારી મુખ્ય દેખભાળ કરનારા હોય છે, પછી ભલે તમે તમારા બાળકને ઘરે રાખવાનું પસંદ કરો, દાયણો દ્વારા સંચાલિત જન્મ કેન્દ્રમાં અથવા પ્રસૂતિ પીડા વોર્ડમાં. પ્રસ્થાપિત પ્રસૂતિ પીડામાં મહિલાઓને સામાન્ય રીતે નામિત દાયણ પાસેથી પ્રસૂતિ દરમિયાન તમારી સાથે રહીને દેખભાળ પ્રાપ્ત થશે. તમારી દાયણ પ્રસૂતિ દરમિયાન તમને મદદ કરશે, તમે અને તેની ખાતરી કરશે કે તમારું બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે.
પ્રસૂતિ નિષ્ણાત
જો પ્રસૂતિ નિષ્ણાત અને/અથવા જન્મ દરમિયાન કોઈ જટિલતાઓ અથવા વધુ જટિલ જરૂરિયાતો ઊભી થાય તો પ્રસૂતિ નિષ્ણાત તમારી દેખભાળમાં સામેલ થશે. જો તમારા માટે લેબર(પ્રસુતિ પીડા) ઇન્ડક્શનની ભલામણ કરવામાં આવે છે, અથવા જો તમારી પ્રસુતિ પીડા અને/અથવા જન્મ આપવાની ગતિ ધીમી પડી જાય છે, તો સંભવ છે કે તમને પ્રસૂતિ નિષ્ણાત દ્વારા જોવામાં આવશે. જો તમારા સ્વાસ્થ્ય, તમારા બાળકના સ્વાસ્થ્ય વિશે અથવા જો સહાયિત અથવા સિઝેરિયન જન્મનો સૂઝાવ આપવામાં આવે તો તમને પ્રસૂતિ નિષ્ણાત દ્વારા પણ જોવામાં આવશે અને તેની દેખભાળ કરવામાં આવશે જે તમારી દાયણ સાથે ભાગીદારીમાં કામ કરશે.
પ્રસૂતિ સહાયક કાર્યકરો
પ્રસૂતિ દરમિયાન તમને સહાયતા આપવા માટે આ તમારી દાયણની સીધી દેખરેખ હેઠળ કામ કરી શકે છે. તેઓ જન્મ પછી તરત જ તમારા બાળકને સ્તનપાન કરાવવામાં પણ મદદ કરી શકે છે.
એનેસ્થેટીસ્ટ (નિશ્ચેતનકર્તા)
જો તમને પ્રસૂતિ દરમિયાન એપિડ્યુરલ હોય, તો તેને એનેસ્થેટીસ્ટ (નિશ્ચેતનકર્તા)દ્વારા દાખલ કરવામાં આવશે. જો તમને સિઝેરિયન જન્મની આવશ્યકતા હોય, તો પ્રસૂતિ નિષ્ણાત અને તમારી દાયણની ભાગીદારીમાં એનેસ્થેટીસ્ટ(નિશ્ચેતનકર્તા) દ્વારા થિયેટરમાં પણ તમારી દેખભાળ કરવામાં લેવામાં આવશે. જો તમને કોઈ જટિલતાઓ હોય અથવા મેડીકલ પરિસ્થિતિઓને કારણે ઉચ્ચ સ્તરની દેખભાળની આવશ્યકતા હોય તો એનેસ્થેટિસ્ટ(નિશ્ચેતનકર્તા) પણ તમારી દેખભાળમાં સામેલ થઈ શકે છે.
થિયેટર ટીમ
જો તમને આયોજિત અથવા ઇમર્જન્સી સિઝેરિયન જન્મ છે, તો તમારી દેખભાળ કરનારા એનેસ્થેટીસ્ટ(નિશ્ચેતનકર્તા), પ્રસૂતિ નિષ્ણાત અને દાયણને મદદ કરવા માટે થિયેટરમાં સ્ટાફ હશે. જો તમને સહાયિત જન્મની ભલામણ કરવામાં આવે તો તમે થિયેટરમાં પણ હોઈ શકો છો, અથવા જો તમને જન્મ પછી કોઈ જટિલતાઓ હોય કે જેને વધુ સઘન દેખભાળની આવશ્યકતા હોય.
વિદ્યાર્થી દાયણો/ડૉક્ટરો
પ્રસૂતિ પીડા અને જન્મ દરમિયાન, તમારી નિર્દિષ્ટ દાયણ સાથે વિદ્યાર્થી દાયણ અથવા ડૉક્ટર કામ કરી શકે છે. વિદ્યાર્થી દાયણ અથવા ડૉકટરો તેમના ટ્રેનિંગના તબક્કાના આધારે, દાયણની પ્રત્યક્ષ અથવા પરોક્ષ દેખભાળ હેઠળ તમને દેખભાળ અને સહાયતા આપી શકે છે. માત્ર તમારી સંમતિથી જ કાળજી પૂરી પાડવામાં આવશે, અને તમારી દાયણ તમારી સાથે આ વિશે ચર્ચા કરશે.
એડમિન/ ક્લેરિકલ(કારકુન)
જન્મ કેન્દ્રો અને લેબર વોર્ડમાં દાયણ અને ડૉકટરોની ટીમને રિસેપ્શન, કારકુની અને વહીવટી સ્ટાફની ટીમ દ્વારા સહાયતા કરવામાં આવે છે જેને તમે મળી શકો છો. કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા સંપર્ક નંબર, સરનામું અથવા GP માં કોઈ ફેરફાર કરો છો તો તમે ક્લેરિકલ ટીમને જાણ કરો છો જેથી કરીને ખાતરી કરો કે મૂળ દસ્તાવેજ પર માહિતી યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવી છે.