તમામ નવજાત શિશુઓને જન્મના 72 કલાકની અંદર માથાથી પગની આંગળીઓ સુધીની તપાસ કરાવવામાં આવે છે. આમાં આંખો, હૃદય, હિપ્સ અને છોકરાઓમાં, વૃષણનું મૂલ્યાંકન કરવા માટે તપાસ ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ ખાસ પ્રશિક્ષિત દાયણ અથવા નવજાત નિષ્ણાંત ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે, આદર્શ રીતે તમે ઘરે જાઓ તે પહેલાં. આ તપાસ મહત્વપૂર્ણ છે કારણ કે તે દુર્લભ, પરંતુ ગંભીર પરિસ્થિતિઓ માટે તપાસ કરે છે.છ થી આઠ અઠવાડિયામાં તમારા બાળકને બીજી સંપૂર્ણ તપાસની જરૂર પડશે. આ પ્રારંભિક નવજાત તપાસ ટેસ્ટનું પુનરાવર્તન છે (છ થી 72 કલાકની વય વચ્ચે હાથ ધરવામાં આવે છે) તે પુષ્ટિ કરવા માટે કે હૃદય, આંખો, હિપ્સ અને વૃષણને લઈને કોઈ સમસ્યા નથી જે જન્મથી ઉભરી આવી હોય. સામાન્ય રીતે તમારા GP આ બીજી તપાસ કરે છે.