Your personal care (PKB)

તમારી વ્યક્તિગત દેખભાળ

તમારી અંગત વિગતો

તમારો બધો અંગત ડેટા એપમાં રહેશે અને તમારી પરવાનગી સિવાય અન્ય કોઈની સાથે શેર કરવામાં આવશે નહીં.

મારી વિશે

તમારું નામ, નિયત તારીખ, તમારી પસંદગીનાં પ્રસુતિ યૂનિટ અને તમારી દાયણનું નામ ઉમેરો.

પર્સનલ કેર અને સપોર્ટ પ્લાન્સ

વ્યક્તિગત દેખભાળ અને સપોર્ટ પ્લાન્સ

વ્યક્તિગત દેખભાળ અને સપોર્ટ પ્લાન્સનો ઉપયોગ કેવી રીતે કરવો

વ્યક્તિગત દેખભાળ અને સપોર્ટ પ્લાન્સ તમને ગર્ભાવસ્થા, જન્મ અને માતા-પિતા બન્યાનાં પ્રારંભિક તબક્કા માટે તમારી વ્યક્તિગત પસંદગીઓ સમજવા અને રેકોર્ડ કરવામાં મદદ કરે છે. વ્યક્તિગત દેખભાળ અને સપોર્ટ પ્લાન્સને સમજતી વખતે તમે ઍપમાં તેમને સંબંધિત વિભાગોનો સંદર્ભ લો. તમે કોઈ પણ સમયે તમારી પસંદગીઓ બદલી શકો છો. તમારી દાયણ અને/અથવા ડૉક્ટર તમને કોઈ પણ સમયે તમારી વ્યક્તિગત દેખભાળ અને સપોર્ટ પ્લાન્સને પૂરા કરવા અથવા અનુરૂપ થવામાં મદદ કરી શકે છે, અને ગર્ભાવસ્થા દરમિયાન તમને સતત તમારી યોજનાઓ અને પસંદગીઓ તેમની સાથે શેર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ યાદ રાખવું જરૂરી છે કે યોજના એ માત્ર યોજના જ છે – અને ગુણવત્તાસભર અને સુરક્ષિત દેખભાળની ખાતરી કરવા માટે તમારી અને તમારા બાળકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાની સમીક્ષા કરવાની અને બદલવાની જરૂર પડી શકે છે. તમે તમારી વ્યક્તિગત દેખભાળ અને સપોર્ટ પ્લાન(એક કે વધુ)નો પ્રિન્ટઆઉટ લઈને તેને તમારી મેટરનિટી નોટ્સ સાથે રાખી શકો છો અને તમારી ઈચ્છા મુજબ તમારી મેટરનિટી ટીમ સાથે શેર કરી શકો છો.