જન્મ પછી, દાયણ બે શિશુ ઓળખ બેન્ડ તૈયાર કરશે. પ્રત્યેક બેન્ડમાં માતાની અટક અને હોસ્પિટલનો નંબર સામેલ હશે. બાળક પર રાખતા પહેલા તેની માતા અને/અથવા સહયોગી સાથે માતાના પ્રિન્ટેડ પેશન્ટ આઇડેન્ટિટી બેન્ડ સામે વિગતો તપાસવામાં આવશે. જન્મ પછી તરત જ તમારા બાળક માટે અનન્ય NHS નંબર અને હોસ્પિટલ નંબર જનરેટ કરવામાં આવશે. NHS નંબર તમારા બાળક સાથે તેમના જીવનભર રહેશે.
Around 30% of women are recommended an induction of labour for various reasons.Depending on assessments done throughout your pregnancy, you may be offered an induction. To enable you to make a fully informed decision, your midwife or obstetrician will provide you with information regarding the risks and benefits of induction. They will discuss the different methods of induction and suggest which may be best based on your personal circumstances. Considering the different methods will enable you to advise your healthcare professional of your preference.When you come into the maternity unit for your induction, a midwife will undertake a full assessment of you and your baby. This will include electronic monitoring (CTG) of your baby’s heartbeat and any contractions that you may be having. Your midwife will assess your cervix by undertaking a vaginal examination. You will have plenty of time to ask any questions, and your midwife will take you through your options and what to expect in detail.Some people may need only one of the steps below, and others will need a combination to go into active labour (4cm dilated with strong, regular contractions). Induction may be a long process which can be frustrating, however the aim is to mimic the body’s natural process in the best way possible.
Step 1 – Preparing (“ripening”) your cervix
Many find that their cervix is not quite ‘ready’ for labour yet. In that case, a step is necessary to ‘ripen’ your cervix to prepare it for labour. The aim of this step is not to start active labour, but to open your cervix enough to break your waters, ready for active labour to be induced.The different induction of labour options are listed below. Your hospital may only offer one method, or they may give you a choice. Depending on your circumstances, you may be able to go home for a period of time during your induction.Some people may not experience any changes during ripening and for others, it may be enough to start active labour. You may need more than one ‘round’ before your waters can be broken, in which case you may be offered more than one method one after the other. The order they are offered may vary between hospitals.
Option 1 – Mechanical methods
There are two mechanical methods available, which do not contain any drugs (artificial hormone). They help to promote your body’s natural initiation of labour – they won’t start contractions artificially and side effects are less likely. Some hospitals may allow you to go home with these methods.
Dilapan-S
This is a thin dilator that absorbs fluid from your cervix to gradually expand in diameter, helping to dilate your cervix and change its consistency for labour. The dilators remain in place for 12-24 hours and help your body release natural hormones associated with labour. Most people experience minimal pain during the process, and it doesn’t extend outside of the vagina, so you will be encouraged to relax or to go about your usual daily activities to help prepare your body.More information about: Dilapan-S.
Balloon catheter
This is a small balloon which is inserted into the cervix and inflated with water. By putting pressure on the cervix, it encourages the release of your natural hormones and dilation. The balloon catheter remains in for 12-24 hours to stretch and soften the cervix in preparation for labour. The catheter tube will be taped to your leg during that time to keep it in place.
Option 2– Medicinal Methods
Prostaglandins are medicines that use an artificial hormone to help ripen the cervix. There are two options available; a gel or a pessary that are inserted just behind your cervix. The gel works over 6 hours, while the pessary is released slowly over 24 hours.If you and your baby are responding well, some units may allow you to return home during this time, however, as with all medicines, side effects are possible, so your doctors may prefer to keep you in for continued monitoring. Cramps and pain can be common with prostaglandin methods, and your midwife will be able to discuss pain relief options with you.
Step 2 – Breaking your waters
Amniotomy
Some people (particularly those who have had a baby before) may be told that their cervix is favourable for an amniotomy or ‘ARM’. This where your waters are broken artificially. A midwife will insert a small sterile hook into the vagina to make a hole in the bag of waters that surrounds your baby. After the waters are broken, labour may start on its own. Your waters will continue to drain from the vagina for the duration of your labour.
Step 3 – Helping with your contractions
Oxytocin drip
A hormone called oxytocin may be offered to those who do not progress into active labour. Oxytocin is given continuously in small amounts until your baby is born. It is given directly into a vein through a cannula inserted into your hand or arm. The oxytocin aims to stimulate contractions and progress your labour. A midwife will be caring for you and your baby closely throughout your labour.
Understanding induction of labour – a video developed by clinicians, women and a local hospital charity in North West London.
એવી ઘણી અસરકારક એન્ટી-સિકનેસ (રોગ નિરોધક) દવાઓ છે જે જરૂરી હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન પણ લઈ શકાય છે. હાયપરમેસિસ ગ્રેવિડેરમ (HG) સામાન્ય રીતે પ્રથમ ત્રિમાસિકમાં વધુ ખરાબ હોય છે અને વિલંબ કર્યા વિના તેની સારવાર શરૂ કરવી મહત્વપૂર્ણ છે.ઉબકા અને ઉલટી માટે સૌથી વધુ અસરકારક દવાઓને ગર્ભાવસ્થામાં લેવા માટે લાઇસન્સ અપાતું નથી. આનો અર્થ એ બિલકુલ નથી કે તે દવાઓ સુરક્ષિત નથી અથવા તેમનો ઉપયોગ ન કરી શકાય. ગર્ભાવસ્થામાં દવા લેવી એટલે વ્યક્તિને સારવાર વિના છોડી દેવાના સંભવિત જોખમો સાથે દવાના સંભવિત ફાયદાઓની તુલના કરવી. જો HGની સારવાર ન થાય, તો એ માતા અને બાળક બન્ને માટે જોખમી પુરવાર થઈ શકે છે એ યાદ રાખવું જરૂરી છે. સામાન્ય રીતે, દવા સંભવિત જોખમોને ઘટાડે છે.એક સમયે એક કરતાં વધુ પ્રકારની દવા લેવાથી વધુ અસર થાય છે. આનો કોઈ ઈલાજ તો નથી, પરંતુ તમને 48 કલાકની અંદર એ ચોક્કસ સમજાઈ જશે કે તમને પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી દવા તમારા પર અસર કરી રહી છે કે નહીં. જો દવા અસર ન કરતી હોય, તો તમે GP સાથે વાત કરીને બીજી દવાઓ અજમાવી શકો છો.
ગર્ભાવસ્થામાં થતી માંદગી અને હાયપરમેસિસ ગ્રેવિડેરમ
ગર્ભાવસ્થામાં થતી માંદગી શું છે?
સામાન્ય રીતે ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં આવતા ઉબકા અને અવારનવાર થતી ઉલટી ગર્ભાવસ્થામાં થતી સામાન્ય માંદગી છે. ઘણી ગર્ભાવસ્થામાં આવું થવું સામાન્ય હોય છે અને સામાન્ય રીતે 4-6 અઠવાડિયાની આસપાસ શરૂ થઈને 12-20 અઠવાડિયાની વચ્ચે આ લક્ષણો ઓછા થઈ જાય છે. આની અસર તમને દિવસ કે રાત્રિના કોઈ પણ સમયે દેખાય છે, જ્યારે કેટલીક મહિલાઓ આખો દિવસ બીમાર રહે છે. સામાન્ય રીતે આની સારવાર આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને કરી શકાય છે. ગર્ભાવસ્થાનો સામાન્ય ભાગ હોવાને લીધે સામાન્ય રીતે આની કોઈ ખરાબ શારીરિક અથવા માનસિક આડઅસર નથી.
સામનો કરવાની સ્ટ્રૅટેજી (યુક્તિ)
જો તમારી માંદગી વધુ ન હોય, તો તમે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો અજમાવી શકો છો:
પુષ્કળ આરામ કરો કારણ કે થાકને લીધે ઉબકા વધી શકે છે.
તમને બીમાર કરી શકે એવા ખોરાક અથવા ગંધને ટાળો
પથારીમાંથી ઉઠતા પહેલા સૂકા ટોસ્ટ અથવા સાદા બિસ્કીટ ખાઓ.
જેમાં કાર્બોહાઇડ્રેટ વધુ અને ચરબી ઓછી હોય એવો સાદો ખોરાક થોડા પ્રમાણમાં વારંવાર લો.(જેમ કે બ્રેડ, ભાત, ક્રેકર્સ( કકરી બિસ્કીટ) અને પાસ્તા)
જો ગરમ ખોરાકની ગંધ તમને બીમાર કરે છે, તો ગરમને બદલે ઠંડો ખોરાક ખાઓ.
પાણી અને અન્ય પ્રવાહીનું સેવન પુષ્કળ પ્રમાણમાં કરો. (વારંવાર થોડા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવાથી ઉલટી અટકી જાય છે)
મદદ ક્યારે લેવી
જ્યારે તમારા રોજિંદા જીવન પર અસર થઈ રહી હોય અને તમે તમારી સામાન્ય પ્રવૃત્તિઓ ન કરી શકતા હોવ ત્યારે.
જો લક્ષણો તમારી અપેક્ષા કરતાં વધુ ખરાબ હોય
જો કોઈ ખોરાક કે પીણાંનું પાચન ન થતું હોય અથવા બહુ ઓછી માત્રામાં થતું હોય
જો તમારૂં વજન ઘટ્યું હોય
જો તમે ડિહાઈડ્રેશનનાં લક્ષણો ધરાવતા હોવ, જેમ કે શુષ્ક મોં, શુષ્ક હોઠ, માથાનો દુખાવો અથવા ચક્કર, નબળાઇ અથવા મૂંઝારો. પેશાબમાં ફેરફાર જેમકે રંગ ઘાટો હોવો, પેશાબ પૂરતો ન થવો અથવા માત્રા ઓછી હોવી.
જો તમને શંકા હોય કે તમારી બીમારી વધુ ગંભીર છે, તો કૃપા કરીને હાયપરમેસિસ ગ્રેવિડેરમ વિશે નીચેની માહિતી જુઓ.
હાયપરમેસિસ ગ્રેવિડેરમ શું છે?
હાયપરમેસિસ ગ્રેવિડેરમ (HG) ગર્ભાવસ્થામાં થતી એવી ગંભીર બીમારી અને ઉબકા છે, જેમાં મેડિકલ સારવાર અને ભાવનાત્મક સહાયતાની જરૂર પડે છે. આને લીધે વજનમાં ઘટાડો અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. આ બીમારી દર વર્ષે લગભગ 10,000-20,000 ગર્ભવતી મહિલાઓને અસર કરે છે. આ લક્ષણો ઘણા વહેલા, ઘણી વાર પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવતા પહેલા પણ શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે આનાં લક્ષણો 9-13 અઠવાડિયામાં સૌથી વધુ હોય છે અને 16-24 અઠવાડિયાની આસપાસ થોડા ઓછા થઈ જાય છે, પરંતુ કેટલીક મહિલાઓમાં આ માંદગી ગર્ભાવસ્થાનાં સપૂર્ણ ગાળા દરમિયાન ચાલુ રહે છે.
મદદ ક્યારે લેવી
જો તમે વારંવાર બીમાર પડો છો અને ખોરાક પેટમાં રહેતો નથી, તો તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવો અથવા શક્ય હોય તેટલી વહેલી તકે હોસ્પિટલનો સંપર્ક કરો. તમને ડિહાઈડ્રેશન થવાનું જોખમ છે અને તમને શક્ય તેટલી વહેલી તકે યોગ્ય સારવાર મળે તે મહત્વનું છે.જો તમને HG, અથવા ગંભીર ઉબકા અને ઉલટીની આશંકા હોય અથવા તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણો હોય તો તમારે મદદ લેવી જોઈએ:
તમારી નોકરી, ઘર અથવા અન્ય બાળકોની દેખભાળ અથવા તમારી પોતાની દેખભાળ જેવી રોજબરોજની પ્રવૃત્તિઓને અસર કરતાં લાંબા સમય સુધી અથવા સતત થતાં ઉબકા અને/અથવા ઉલટી
તમને ડિહાઇડ્રેશનના સંકેતો હોય, જેમ કે શુષ્ક મોં, સૂકા હોઠ, માથાનો દુખાવો, ચક્કર, નબળાઇ, મૂંઝવણ અનુભવવી. જો તમારો પેશાબ બદલાય, જેમ કે ઘાટા રંગનો હોય, તમે વધુ વાર જતા નથી અથવા પેશાબ થોડી જ માત્રામાં આવે છે.
જો તમારૂં વજન ઓછું થયું હોય, તો એ પણ HGનું જ એક લક્ષણ હોઈ શકે છે.
તમારા લક્ષણો તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યાં હોય અને તમે તેનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છો અથવા જો તમને પહેલાં HG થયો હોય, તો દુર્ભાગ્યે શક્યતા એ છે કે તમને બીજી ગર્ભાવસ્થામાં પણ HG ફરી થાય. જો તમે બીજી વાર ગર્ભધારણ કરવાનું નક્કી કરો છો, તો તમે અગાઉથી જ પ્લાન કરી શકો છો, જેમ કે ચાઈલ્ડ કેરની વ્યવસ્થા કરવાથી તમને પુષ્કળ આરામ મળી શકે છે. દવા વહેલા શરૂ કરવા વિશે તમારા GP સાથે વાત કરો. લક્ષણો શરૂ થાય તેની પહેલાં જ આની દવા શરૂ કરી શકાય છે.
HGનાં અન્ય લક્ષણો:
ગંધ પ્રત્યે સંવેદનશીલતા
વધુ પડતી લાળ બનવી
ડિહાઈડ્રેશનને લીધે માથાનો દુખાવો અને કબજિયાત
મૂત્રાશય પરનું નિયંત્રણ ગુમાવવું
થાક
એસિડ રિફ્લક્સ
પ્રકાશ/ઘોંઘાટ/હલનચલન પ્રત્યે સંવેદનશીલતા
સામનો કરવાની સ્ટ્રૅટેજી (યુક્તિ)
આરામ કરો! લક્ષણો હળવા થઈ ગયા હોય અને તમને લાગે કે તમે કામ કરી શકો છો, ત્યારે પણ બને તેટલો આરામ કરવો મહત્વપૂર્ણ છે.
શક્ય હોય ત્યાં સુધી ઉબકા આવે એવી સ્થિતિ ટાળો, એટલે કે જો રસોઈ કરવાનું ટાળવું પડે તો ટાળો અને જ્યારે કોઈ અન્ય રસોઈ કરી રહ્યું હોય ત્યારે રસોડાથી શક્ય હોય તેટલું દૂર રહેવું પડે, તો દૂર પણ રહો. તમે જ્યારે તમારા પરિવાર, સહકાર્યકરો અથવા મિત્રો સાથે હોવ, ત્યારે કોઈ ચોક્કસ ખોરાક ટાળવાનું પણ કહી શકો છો. ઘોંઘાટ, હલનચલન, સ્ક્રીન અથવા તેજસ્વી પ્રકાશ પણ તમારી સંવેદનાને ટ્રિગર કરી શકે છે અને જો તેનાંથી તમે બીમાર પડી શકો એવું લાગે તો તેને ટાળવું જોઈએ.
ધ્યાન રાખો કે તમે ડિહાઈડ્રેટ ન થઈ જાઓ. જો કંઈ પીવાથી ઉલટી અથવા ઉબકા આવે છે, તો જ્યુસથી બનેલી આઈસ ક્યુબ્સ ચૂસીને અથવા પીણું સ્ટ્રો દ્વારા ખૂબ ધીમેથી પીને તમે હાઇડ્રેટેડ રહી શકો છો. નળનાં પાણી કરતા બોટલનું પાણી વધુ સારૂં લાગી શકે છે. જો તમારા પેટમાં પ્રવાહી ટકતું નથી, તો તમારે ડ્રિપ દ્વારા પ્રવાહી લેવા માટે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. આ તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને આનાથી તમે સ્વસ્થ અનુભવશો.
એક ડાયરી રાખો. તમને કઈ સારવારની જરૂર છે તેનું મૂલ્યાંકન કરવા અને તમને કયા ખોરાકને લીધે તકલીફ થાય છે તે જોવા માટે તમારા ખોરાક અને પીણાનાં સેવનને ટ્રૅક કરવામાં આ ડાયરી ડૉક્ટરને મદદરૂપ થશે. તમારા લક્ષણોને ટ્રૅક કરવાથી એક પેટર્ન દેખાશે જેના પરથી તમે જાણી શકશો કે ક્યારે ખાવું તમારા માટે શ્રેષ્ઠ છે. જ્યારે તમને જાણ હોય કે તમારા લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે, ત્યારે તે તમને તેનાં સામના માટે તૈયાર થવામાં મદદ પણ કરી શકે છે.
હાયપરમેસિસ ગ્રેડિડેરમ (HG) નાં કેટલાક શારીરિક અને ભાવનાત્મક લક્ષણોમાં સારું સપોર્ટ નેટવર્ક ખરેખર મદદ કરી શકે છે.HGહોવાને કારણે થતી તણાવમાં આરામ મેળવવામાં એવા લોકો મદદરૂપ થઈ શકે છે, જેઓ તમને તમારી અને જો અન્ય બાળકો હોય, તો તેમની દેખભાળ કરવામાં મદદ કરે. મદદ માંગવી મુશ્કેલ હોય છે પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે HG એક ગંભીર બીમારી છે અને, જો તમારા મિત્રને આ બીમારી હોય, તો તમે જરૂર તેમને મદદ કરશો, તેથી મદદ માંગો અને લોકોને તમારી મદદ કરવા દો.HGથી પીડિત હોવ ત્યારે તમને કામમાંથી રજા લેવાની જરૂર પડી શકે છે અને તમને આમાં સહાયતા કરવાની તમારા નિયોક્તાની ફરજ છે. ગર્ભાવસ્થા માટે માંદગીની રજાની નોંધ અલગથી રાખવી આવશ્યક છે અને ગર્ભાવસ્થાની માંદગીને કારણે તમને તમારી નોકરી ગુમાવવાનો વારો નહીં આવે.પ્રેગ્નન્સી સિકનેસ સપોર્ટ પાસે એક ગોપનીય ફોરમ છે જ્યાં તમે અન્ય પ્રેગ્નન્સી સિકનેસ અથવા HGથી પીડિત લોકો સાથે ચૅટ કરી શકો છો. ચેરિટી એક હેલ્પલાઇન અથવા વેબચૅટ ઑફર કરે છે જ્યાં તમે દવાના વિકલ્પો, તમારા વિસ્તારમાં સેવાઓ અને સેલ્ફ-હેલ્પ સ્ટ્રૅટેજી વિશે સચોટ માહિતી મેળવી શકો છો.તમે હેલ્પલાઇન પર કૉલ કરીને પ્રેગ્નન્સી સિકનેસ સપોર્ટ તરફથી પીઅર (બારીકાઈથી તપાસ) સહાયતા પણ મેળવી શકો છો: 07899 245001 સોમ-શુક્ર 9.00-17.00.
પ્રિમેચ્યોર(અકાલીન) બાળકનો જન્મ એ ઘરે જવા સુધી લાંબી અને ભાવનાત્મક યાત્રાની શરૂઆત છે. આ સમય તમારા આખા પરિવાર માટે ખૂબ જ તણાવભર્યો હોઈ શકે છે. પ્રિમેચ્યોર બાળકનો વિકાસ પણ એ જ ક્રમમાં થાય છે જે રીતે તમારા ગર્ભાશયમાં થયો હોત. જ્યારે તમારું બાળક સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને વિકાસનાં ચોક્કસ સીમાચિહ્નો પર પહોંચે છે, ત્યારે જ તમે તેને ઉંચકી શકશો.બધા બાળકો અલગ-અલગ હોય છે અને તેમનાં વર્તન અને વિકાસમાં પણ તફાવત હોય છે. પ્રિમેચ્યોર બાળકોમાં આ તફાવત તેઓ જન્મ સમયે કેટલા પ્રિમેચ્યોર હતા તેનાં પર આધારિત હોય છે.તમે તમારા પ્રિમેચ્યોર બાળક પાસેથી કેવા વિકાસની અપેક્ષા રાખી શકો છો અને તેમના વિકાસમાં મદદ કરવા માટે તમે શું કરી શકો છો એ અહીં જાણો.
23 થી 27 અઠવાડિયાની ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો
તમે મદદ માટે શું કરી શકો
23 અઠવાડિયા: આંખો બંધ છે, હલનચલન નજીવું છે.
તમે તમારા બાળકને કેવી રીતે સ્પર્શ કરી શકો તે તમારા બાળકની નર્સ પાસેથી શીખો. BLISS ફેમિલી હેન્ડબુકથી પરિચિત થાઓ.
24 અઠવાડિયા: બાળકની ત્વચા ખૂબ જ પાતળી અને પારદર્શક છે.
તમારા બાળક સાથે ધીમેથી વાત કરો. તે તમને સાંભળી શકે છે.
25 અઠવાડિયા: તમારા બાળકનું શરીર ચરબી વગરનું અને દુર્બળ છે. તેના હાથ અને પગ પોચાં છે. તમારા બાળકમાં સ્નાયુ હજુ વિકસિત થયાં નથી.
તમારા બાળકને કેવી રીતે પકડવું અને કઈ સ્થિતિમાં રાખવું તે વિશે તમારા બાળકની નર્સને પૂછો.
કાપડનો એક નાનો ટુકડો તમારા બાળક પાસે રાખો જેમાં તમારી ગંધ હોય.
26 અઠવાડિયા: તમારા બાળકની આંખો ખુલવા લાગશે પરંતુ તે હજી ફોકસ કરી શકતું નથી. એ ખૂબ ઊંઘશે. તમારા બાળકના મગજના શ્વાસોચ્છવાસને ઉત્તેજિત કરતો ભાગ હજી સંપૂર્ણ રીતે વિકસિત થયો નથી, તેથી શ્વાસોશ્વાસ વચ્ચે વિરામ સામાન્ય છે.
પ્રકાશ શક્ય તેટલો મંદ રાખો. તમારા બાળકની આંખોને તેજસ્વી પ્રકાશથી બચાવો જેથી તમારું બાળક આંખો ખોલવાનો પ્રયાસ કરી શકે.
27 અઠવાડિયા: તમારું બાળક મોટો અવાજ થતાં ચોંકી શકે છે.
અચાનક થતાં અવાજને ટાળો. પોઝિશનિંગને યાદ રાખો.
28થી 32 અઠવાડિયાની ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો
તમે મદદ માટે શું કરી શકો
28 અઠવાડિયા: તમારા બાળકની હિલચાલ આંચકાજનક અને ચીડભરી હોઈ શકે છે.
તે હાથ પકડે છે અને ચૂસવાની પ્રતિક્રિયા બતાવે છે પરંતુ તે હજુ પણ અશક્ત છે.
ત્વચાથી ત્વચાના સંપર્ક (કાંગારૂ મધર કેર) વિશે નર્સને પૂછો.
તમારી આંગળી પકડવા દો. તમારું બાળક બિન-પૌષ્ટિક સાધન પકડી શકે છે.
બાળકની મુલાકાત લેતી વખતે તેની સાથે હળવેથી વાત કરો. તેનાં માટે ટૂંકી વાર્તાઓ વાંચો અથવા બાળગીતો ગાઓ.
30 અઠવાડિયા: તમારૂં બાળક થોડી વાર સતર્ક અને થોડી વાર ઊંઘમાં રહેશે.
એ હવે તમારો ચહેરો ઓળખી શકે છે.
તમારા બાળકમાં સતર્કતાના સમયગાળાનું અવલોકન કરો, જેથી તે તમને જોઈ શકે અને તમારી સાથે સંપર્ક બનાવી શકે
31 અઠવાડિયા: તમારું બાળક થોડી વાર માટે તેની આંખો પહોળી રાખી શકશે.
તમારા ચહેરાને ધીમે ધીમે આગળ અને પાછળ ખસેડશો તો તમારું બાળક તમને અને તમારી આંખોને અનુસરશે.
32 અઠવાડિયા: તમારા બાળકને ચૂસવામાં વધુ રસ હશે અને તે ફીડિંગ ટ્યુબને ચૂસતું દેખાઈ શકે છે.
ટ્યુબ ફીડ્સ સાથે બિન-પૌષ્ટિક ફીડ ઓફર કરો. કપ ફીડ્સ યોગ્ય છે કે નહીં તે વિશે તમારા બાળકની નર્સ સાથે વાત કરો.
33થી 37 અઠવાડિયાની ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો
તમે મદદ માટે શું કરી શકો
33 અઠવાડિયા: હવે ઊંઘવાનાં અને જાગવાનાં વારા સ્પષ્ટ છે.
તમારું બાળક ખાટલા અને ઇન્ક્યુબેટરમાં ઘણું ફરતું હશે.
તમારા બાળકનું ધ્યાન ચૂસવા, ગળે ઉતારવા અને શ્વાસ લેવા પર કેન્દ્રિત કરવા માટે ખોરાકના સમયની આસપાસ એને શાંત વાતાવરણ પ્રદાન કરો.
34 અઠવાડિયા: તમારું બાળક હાથ અને બિન-પૌષ્ટિક સાધનો ચૂસતું હોઈ શકે છે.
સ્તન ઓફર કરો, અથવા તમારી પોતાની બોટલ અને ટીટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરો. તમારા બાળકને ધીમે-ધીમે પોઝીશનમાં થતા ફેરફારોની આદત પડી જાય તે માટે તેને હલાવતાં રહેવાને બદલે એક પોઝિશનમાં પકડી રાખો.
35 અઠવાડિયા: તમારું બાળક જ્યારે ભૂખ્યું હોય ત્યારે જાગી શકે છે, નેપ્પી ભીની અથવા ગંદી થતાં રડી શકે છે.
તમારા બાળકને તમારા ચહેરા તરફ જોવા દો. જ્યારે તમારું બાળક હલકી ઊંઘમાં હોય ત્યારે હળવા અવાજમાં વાત કરો અથવા ગીત ગાઓ.
36 અઠવાડિયા: તમારા બાળકનું ઊંઘવાનું/જાગવાનું ચક્ર વધુ સુસંગત બની શકે છે. તમારૂં બાળક ઇચ્છે છે કે તમે તેને વધુ પકડી રાખો અને ગળે લગાવો.
માતા-પિતાનો અવાજ, ગંધ અને ચહેરા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
37 અઠવાડિયા: તમારા બાળકનું વજન વધતું હોવું જોઈએ અને તેના ગાલ વધુ ભરેલાં હોવાં જોઈએ.
તમારા બાળક સાથે બને તેટલો સમય વિતાવો. રાત્રિરોકાણ માટે આ યોગ્ય સમય છે. ટીમને રિસુસિટેશન ટ્રેઈનિંગ વિશે પૂછો.
37 અઠવાડિયા પછી
જો તમારું બાળક સ્વસ્થ છે, તો તમારી અને તમારા બાળકની છેલ્લાં 35 અઠવાડિયાની પ્રવૃત્તિને આગળ વધારવાનો સમય આવી ગયો છે.તમારા બાળકનું વજન સારી રીતે વધતું હોવું જોઈએ, ખુલ્લા પલંગમાં તેનું તાપમાન જળવાઈ રહેવું જોઈએ અને તેણે માતાનું અથવા બોટલનું દૂધ પીવું જોઈએ.
તમારા બાળક સાથે નાની વૉક લો અને બાઉન્સી ચેરમાં તમારા બાળક સાથે થોડો સમય પસાર કરો.
વધુ ઇન્ટરેક્ટિવ અને દેખાવમાં પ્રરણાદાયક રમકડાંનો ઉપયોગ કરો.
તમારા બાળકના આખા દિવસની યોજના બનાવવા વિશે નિયોનેટલ ટીમ સાથે વાત કરો જેમ કે દિવસ/રાત્રિ/નહાવાનો સમય/રમતનો સમય.
તમારું ઘર બાળકને આવકારવા માટે તૈયાર છે તેની ખાતરી કરો.
ખાતરી કરો કે બાળકની રેડ બુક (પર્સનલ ચાઈલ્ડ હેલ્થ રેકોર્ડ બુક) હોસ્પિટલથી રજા પહેલાં પૂર્ણ થઈ છે.
જો તમને તમારા બાળકને સ્તનપાન કરાવવામાં કોઈ સમસ્યા (નીપલ કે સ્તનમાં દુખાવો, તમારું બાળક પહેલાની જેમ સ્તનપાન કરતુ ના હોય એ સહિત) હોય, તો શક્ય તેટલી વહેલી તકે મદદ મેળવો. સ્તનપાનની મોટાભાગની સમસ્યાઓ પોઝિશન અને જોડાણમાં મુશ્કેલીઓ સાથે સંબંધિત હોય છે. મેડિકલ ડૉક્ટર અથવા શિશુ સ્તનપાન નિષ્ણાત, જો તમારા બાળકની જીભ બંધાઈ ગઈ હશે તો તે વિશે તમને જણાવશે.જીભ બંધાઈ જવી એ જન્મ સમયની એક સમસ્યા છે, જેમાં જીભનું હલનચલન બાધિત થાય છે.જીભ બંધાઈ જવામાં, પેશીનો અસાધારણ ટૂંકો, જાડો કે સખત પટ્ટો જીભના અગ્રભાગના તળિયેથી મોઢામાં નીચેના ભાગ સુધી જોડાયેલ હોય છે, તેથી તે સ્તનપાન દરમિયાન નડે છે. જીભ બંધાઈ જવાની સમસ્યા ધરાવતા કોઈ વ્યક્તિને તેમની જીભ બહાર કાઢવામાં મુશ્કેલી થઈ શકે છે. જીભ બંધાઈ જવાની સમસ્યા તે બાળકની ખાવાની, બોલવાની અને ગળવાની પદ્ધતિને પણ અસર કરી શકે છે.કેટલીકવાર જીભ બંધાઈ જવાથી કોઈ સમસ્યા થતી નથી. અન્ય કિસ્સાઓમાં, તેને ઠીક કરવા માટે એક સામાન્ય સર્જરી કરવી પડે છે. નીચે આપેલ સંબંધિત લિંકમાં માહિતી વાંચો.તમારી કોમ્યુનિટી દાયણની ટીમ અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે છે અને જો તમને વધારાની મુલાકાતો અથવા ટેલિફોન પર સલાહ જોઈતી હોય, તો તમે તેની વિનંતી કરી શકો છો. સ્તનપાન એ તમારા બાળકને ખવડાવવાની સૌથી આરોગ્યપ્રદ રીત છે.જો તમે સ્તનપાન ન કરાવવાનું નક્કી કર્યું હોય અથવા સ્તનપાન બંધ કરી દીધું હોય, તો ફરીથી શરૂ કરવું શક્ય છે. શરૂઆતમાં મુશ્કેલી થઈ શકે છે કારણ કે એકવાર તમે સ્તનપાન બંધ કરો ત્યારબાદ તમારા દૂધનો પુરવઠો કુદરતી રીતે ઘટી જાય છે, પરંતુ તમારા બાળકની જરૂરિયાતો મુજબ તે પાછો વધી શકે છે. તમને મદદ કરવા માટે કોઈ જાણકારનો સંપર્ક કરો.જો તમારી દાયણ હવે તમારી મુલાકાત લેતા ના હોય, તો તમારા હેલ્થ વિઝિટર, તમારા ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી સેન્ટરની મદદ મેળવો અથવા સ્થાનિક શિશુ સ્તનપાન સહાય ગ્રુપનો સંપર્ક કરો (તમારી દાયણ અથવા હેલ્થ વિઝિટર તમને વિગતો આપી શકે છે).વૈકલ્પિક રીતે, ખાસ કરીને સામાન્ય કલાકો પછી, તમે પ્રશિક્ષિત સ્વયંસેવકો દ્વારા પ્રદાન કરવામાં આવેલ નીચેની ટેલિફોન હેલ્પલાઇન પર કૉલ કરી શકો છો (તેઓ સ્તનપાન અથવા બોટલફીડિંગ સમસ્યાઓમાં મદદ કરી શકે છે):ધ નેશનલ બ્રેસ્ટફીડીંગ હેલ્પલાઇન:ટેલિફોન: 0300 100 0212 (સવારનાં 9.30 થી સાંજના 9.30 સુધી)ધ NCT બ્રેસ્ટફીડીંગ લાઇન:ટેલિફોન: 0300 330 0771 (સવારના 8.00- મધ્યરાત્રી)લા લેચે બ્રેસ્ટફીડીંગ હેલ્પલાઇન:ટેલિફોન: 0345 120 2918 (સવારનાં 8.00 થી ના 11.00 સુધી)