જો તમને તમારા બાળકને સ્તનપાન કરાવવામાં કોઈ સમસ્યા (નીપલ કે સ્તનમાં દુખાવો, તમારું બાળક પહેલાની જેમ સ્તનપાન કરતુ ના હોય એ સહિત) હોય, તો શક્ય તેટલી વહેલી તકે મદદ મેળવો. સ્તનપાનની મોટાભાગની સમસ્યાઓ પોઝિશન અને જોડાણમાં મુશ્કેલીઓ સાથે સંબંધિત હોય છે. મેડિકલ ડૉક્ટર અથવા શિશુ સ્તનપાન નિષ્ણાત, જો તમારા બાળકની જીભ બંધાઈ ગઈ હશે તો તે વિશે તમને જણાવશે.જીભ બંધાઈ જવી એ જન્મ સમયની એક સમસ્યા છે, જેમાં જીભનું હલનચલન બાધિત થાય છે.જીભ બંધાઈ જવામાં, પેશીનો અસાધારણ ટૂંકો, જાડો કે સખત પટ્ટો જીભના અગ્રભાગના તળિયેથી મોઢામાં નીચેના ભાગ સુધી જોડાયેલ હોય છે, તેથી તે સ્તનપાન દરમિયાન નડે છે. જીભ બંધાઈ જવાની સમસ્યા ધરાવતા કોઈ વ્યક્તિને તેમની જીભ બહાર કાઢવામાં મુશ્કેલી થઈ શકે છે. જીભ બંધાઈ જવાની સમસ્યા તે બાળકની ખાવાની, બોલવાની અને ગળવાની પદ્ધતિને પણ અસર કરી શકે છે.કેટલીકવાર જીભ બંધાઈ જવાથી કોઈ સમસ્યા થતી નથી. અન્ય કિસ્સાઓમાં, તેને ઠીક કરવા માટે એક સામાન્ય સર્જરી કરવી પડે છે. નીચે આપેલ સંબંધિત લિંકમાં માહિતી વાંચો.તમારી કોમ્યુનિટી દાયણની ટીમ અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે છે અને જો તમને વધારાની મુલાકાતો અથવા ટેલિફોન પર સલાહ જોઈતી હોય, તો તમે તેની વિનંતી કરી શકો છો. સ્તનપાન એ તમારા બાળકને ખવડાવવાની સૌથી આરોગ્યપ્રદ રીત છે.જો તમે સ્તનપાન ન કરાવવાનું નક્કી કર્યું હોય અથવા સ્તનપાન બંધ કરી દીધું હોય, તો ફરીથી શરૂ કરવું શક્ય છે. શરૂઆતમાં મુશ્કેલી થઈ શકે છે કારણ કે એકવાર તમે સ્તનપાન બંધ કરો ત્યારબાદ તમારા દૂધનો પુરવઠો કુદરતી રીતે ઘટી જાય છે, પરંતુ તમારા બાળકની જરૂરિયાતો મુજબ તે પાછો વધી શકે છે. તમને મદદ કરવા માટે કોઈ જાણકારનો સંપર્ક કરો.જો તમારી દાયણ હવે તમારી મુલાકાત લેતા ના હોય, તો તમારા હેલ્થ વિઝિટર, તમારા ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી સેન્ટરની મદદ મેળવો અથવા સ્થાનિક શિશુ સ્તનપાન સહાય ગ્રુપનો સંપર્ક કરો (તમારી દાયણ અથવા હેલ્થ વિઝિટર તમને વિગતો આપી શકે છે).વૈકલ્પિક રીતે, ખાસ કરીને સામાન્ય કલાકો પછી, તમે પ્રશિક્ષિત સ્વયંસેવકો દ્વારા પ્રદાન કરવામાં આવેલ નીચેની ટેલિફોન હેલ્પલાઇન પર કૉલ કરી શકો છો (તેઓ સ્તનપાન અથવા બોટલફીડિંગ સમસ્યાઓમાં મદદ કરી શકે છે):ધ નેશનલ બ્રેસ્ટફીડીંગ હેલ્પલાઇન:ટેલિફોન: 0300 100 0212 (સવારનાં 9.30 થી સાંજના 9.30 સુધી)ધ NCT બ્રેસ્ટફીડીંગ લાઇન:ટેલિફોન: 0300 330 0771 (સવારના 8.00- મધ્યરાત્રી)લા લેચે બ્રેસ્ટફીડીંગ હેલ્પલાઇન:ટેલિફોન: 0345 120 2918 (સવારનાં 8.00 થી ના 11.00 સુધી)