Helping your premature baby to develop

તમારા પ્રિમેચ્યોર(અકાલીન) બાળકના વિકાસમાં મદદ કરવી

Premature baby in an incubator પ્રિમેચ્યોર(અકાલીન) બાળકનો જન્મ એ ઘરે જવા સુધી લાંબી અને ભાવનાત્મક યાત્રાની શરૂઆત છે. આ સમય તમારા આખા પરિવાર માટે ખૂબ જ તણાવભર્યો હોઈ શકે છે. પ્રિમેચ્યોર બાળકનો વિકાસ પણ એ જ ક્રમમાં થાય છે જે રીતે તમારા ગર્ભાશયમાં થયો હોત. જ્યારે તમારું બાળક સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને વિકાસનાં ચોક્કસ સીમાચિહ્નો પર પહોંચે છે, ત્યારે જ તમે તેને ઉંચકી શકશો. બધા બાળકો અલગ-અલગ હોય છે અને તેમનાં વર્તન અને વિકાસમાં પણ તફાવત હોય છે. પ્રિમેચ્યોર બાળકોમાં આ તફાવત તેઓ જન્મ સમયે કેટલા પ્રિમેચ્યોર હતા તેનાં પર આધારિત હોય છે. તમે તમારા પ્રિમેચ્યોર બાળક પાસેથી કેવા વિકાસની અપેક્ષા રાખી શકો છો અને તેમના વિકાસમાં મદદ કરવા માટે તમે શું કરી શકો છો એ અહીં જાણો.

23 થી 27 અઠવાડિયાની ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો તમે મદદ માટે શું કરી શકો
23 અઠવાડિયા: આંખો બંધ છે, હલનચલન નજીવું છે. તમે તમારા બાળકને કેવી રીતે સ્પર્શ કરી શકો તે તમારા બાળકની નર્સ પાસેથી શીખો. BLISS ફેમિલી હેન્ડબુકથી પરિચિત થાઓ.
24 અઠવાડિયા: બાળકની ત્વચા ખૂબ જ પાતળી અને પારદર્શક છે. તમારા બાળક સાથે ધીમેથી વાત કરો. તે તમને સાંભળી શકે છે.
25 અઠવાડિયા: તમારા બાળકનું શરીર ચરબી વગરનું અને દુર્બળ છે. તેના હાથ અને પગ પોચાં છે. તમારા બાળકમાં સ્નાયુ હજુ વિકસિત થયાં નથી. તમારા બાળકને કેવી રીતે પકડવું અને કઈ સ્થિતિમાં રાખવું તે વિશે તમારા બાળકની નર્સને પૂછો. કાપડનો એક નાનો ટુકડો તમારા બાળક પાસે રાખો જેમાં તમારી ગંધ હોય.
26 અઠવાડિયા: તમારા બાળકની આંખો ખુલવા લાગશે પરંતુ તે હજી ફોકસ કરી શકતું નથી. એ ખૂબ ઊંઘશે. તમારા બાળકના મગજના શ્વાસોચ્છવાસને ઉત્તેજિત કરતો ભાગ હજી સંપૂર્ણ રીતે વિકસિત થયો નથી, તેથી શ્વાસોશ્વાસ વચ્ચે વિરામ સામાન્ય છે. પ્રકાશ શક્ય તેટલો મંદ રાખો. તમારા બાળકની આંખોને તેજસ્વી પ્રકાશથી બચાવો જેથી તમારું બાળક આંખો ખોલવાનો પ્રયાસ કરી શકે.
27 અઠવાડિયા: તમારું બાળક મોટો અવાજ થતાં ચોંકી શકે છે. અચાનક થતાં અવાજને ટાળો. પોઝિશનિંગને યાદ રાખો.

28થી 32 અઠવાડિયાની ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો તમે મદદ માટે શું કરી શકો
28 અઠવાડિયા: તમારા બાળકની હિલચાલ આંચકાજનક અને ચીડભરી હોઈ શકે છે. તે હાથ પકડે છે અને ચૂસવાની પ્રતિક્રિયા બતાવે છે પરંતુ તે હજુ પણ અશક્ત છે. ત્વચાથી ત્વચાના સંપર્ક (કાંગારૂ મધર કેર) વિશે નર્સને પૂછો. તમારી આંગળી પકડવા દો. તમારું બાળક બિન-પૌષ્ટિક સાધન પકડી શકે છે.
29 અઠવાડિયા: સાંભળવાની અને સૂંઘવાની ક્ષમતાને લીધે તમારૂં બાળક તમને ઓળખશે. બાળકની મુલાકાત લેતી વખતે તેની સાથે હળવેથી વાત કરો. તેનાં માટે ટૂંકી વાર્તાઓ વાંચો અથવા બાળગીતો ગાઓ.
30 અઠવાડિયા: તમારૂં બાળક થોડી વાર સતર્ક અને થોડી વાર ઊંઘમાં રહેશે. એ હવે તમારો ચહેરો ઓળખી શકે છે. તમારા બાળકમાં સતર્કતાના સમયગાળાનું અવલોકન કરો, જેથી તે તમને જોઈ શકે અને તમારી સાથે સંપર્ક બનાવી શકે
31 અઠવાડિયા: તમારું બાળક થોડી વાર માટે તેની આંખો પહોળી રાખી શકશે. તમારા ચહેરાને ધીમે ધીમે આગળ અને પાછળ ખસેડશો તો તમારું બાળક તમને અને તમારી આંખોને અનુસરશે.
32 અઠવાડિયા: તમારા બાળકને ચૂસવામાં વધુ રસ હશે અને તે ફીડિંગ ટ્યુબને ચૂસતું દેખાઈ શકે છે. ટ્યુબ ફીડ્સ સાથે બિન-પૌષ્ટિક ફીડ ઓફર કરો. કપ ફીડ્સ યોગ્ય છે કે નહીં તે વિશે તમારા બાળકની નર્સ સાથે વાત કરો.

33થી 37 અઠવાડિયાની ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થાના અઠવાડિયા/સંકેતો તમે મદદ માટે શું કરી શકો
33 અઠવાડિયા: હવે ઊંઘવાનાં અને જાગવાનાં વારા સ્પષ્ટ છે. તમારું બાળક ખાટલા અને ઇન્ક્યુબેટરમાં ઘણું ફરતું હશે. તમારા બાળકનું ધ્યાન ચૂસવા, ગળે ઉતારવા અને શ્વાસ લેવા પર કેન્દ્રિત કરવા માટે ખોરાકના સમયની આસપાસ એને શાંત વાતાવરણ પ્રદાન કરો.
34 અઠવાડિયા: તમારું બાળક હાથ અને બિન-પૌષ્ટિક સાધનો ચૂસતું હોઈ શકે છે. સ્તન ઓફર કરો, અથવા તમારી પોતાની બોટલ અને ટીટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરો. તમારા બાળકને ધીમે-ધીમે પોઝીશનમાં થતા ફેરફારોની આદત પડી જાય તે માટે તેને હલાવતાં રહેવાને બદલે એક પોઝિશનમાં પકડી રાખો.
35 અઠવાડિયા: તમારું બાળક જ્યારે ભૂખ્યું હોય ત્યારે જાગી શકે છે, નેપ્પી ભીની અથવા ગંદી થતાં રડી શકે છે. તમારા બાળકને તમારા ચહેરા તરફ જોવા દો. જ્યારે તમારું બાળક હલકી ઊંઘમાં હોય ત્યારે હળવા અવાજમાં વાત કરો અથવા ગીત ગાઓ.
36 અઠવાડિયા: તમારા બાળકનું ઊંઘવાનું/જાગવાનું ચક્ર વધુ સુસંગત બની શકે છે. તમારૂં બાળક ઇચ્છે છે કે તમે તેને વધુ પકડી રાખો અને ગળે લગાવો. માતા-પિતાનો અવાજ, ગંધ અને ચહેરા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
37 અઠવાડિયા: તમારા બાળકનું વજન વધતું હોવું જોઈએ અને તેના ગાલ વધુ ભરેલાં હોવાં જોઈએ. તમારા બાળક સાથે બને તેટલો સમય વિતાવો. રાત્રિરોકાણ માટે આ યોગ્ય સમય છે. ટીમને રિસુસિટેશન ટ્રેઈનિંગ વિશે પૂછો.

37 અઠવાડિયા પછી

જો તમારું બાળક સ્વસ્થ છે, તો તમારી અને તમારા બાળકની છેલ્લાં 35 અઠવાડિયાની પ્રવૃત્તિને આગળ વધારવાનો સમય આવી ગયો છે. તમારા બાળકનું વજન સારી રીતે વધતું હોવું જોઈએ, ખુલ્લા પલંગમાં તેનું તાપમાન જળવાઈ રહેવું જોઈએ અને તેણે માતાનું અથવા બોટલનું દૂધ પીવું જોઈએ.
  • તમારા બાળક સાથે નાની વૉક લો અને બાઉન્સી ચેરમાં તમારા બાળક સાથે થોડો સમય પસાર કરો.
  • વધુ ઇન્ટરેક્ટિવ અને દેખાવમાં પ્રરણાદાયક રમકડાંનો ઉપયોગ કરો.
  • તમારા બાળકના આખા દિવસની યોજના બનાવવા વિશે નિયોનેટલ ટીમ સાથે વાત કરો જેમ કે દિવસ/રાત્રિ/નહાવાનો સમય/રમતનો સમય.
  • તમારું ઘર બાળકને આવકારવા માટે તૈયાર છે તેની ખાતરી કરો.
  • ખાતરી કરો કે બાળકની રેડ બુક (પર્સનલ ચાઈલ્ડ હેલ્થ રેકોર્ડ બુક) હોસ્પિટલથી રજા પહેલાં પૂર્ણ થઈ છે.

Help with feeding your baby

તમારા બાળકને સ્તનપાન કરાવવામાં મદદ

Baby yawns while resting on mother's chest જો તમને તમારા બાળકને સ્તનપાન કરાવવામાં કોઈ સમસ્યા (નીપલ કે સ્તનમાં દુખાવો, તમારું બાળક પહેલાની જેમ સ્તનપાન કરતુ ના હોય એ સહિત) હોય, તો શક્ય તેટલી વહેલી તકે મદદ મેળવો. સ્તનપાનની મોટાભાગની સમસ્યાઓ પોઝિશન અને જોડાણમાં મુશ્કેલીઓ સાથે સંબંધિત હોય છે. મેડિકલ ડૉક્ટર અથવા શિશુ સ્તનપાન નિષ્ણાત, જો તમારા બાળકની જીભ બંધાઈ ગઈ હશે તો તે વિશે તમને જણાવશે. જીભ બંધાઈ જવી એ જન્મ સમયની એક સમસ્યા છે, જેમાં જીભનું હલનચલન બાધિત થાય છે. જીભ બંધાઈ જવામાં, પેશીનો અસાધારણ ટૂંકો, જાડો કે સખત પટ્ટો જીભના અગ્રભાગના તળિયેથી મોઢામાં નીચેના ભાગ સુધી જોડાયેલ હોય છે, તેથી તે સ્તનપાન દરમિયાન નડે છે. જીભ બંધાઈ જવાની સમસ્યા ધરાવતા કોઈ વ્યક્તિને તેમની જીભ બહાર કાઢવામાં મુશ્કેલી થઈ શકે છે. જીભ બંધાઈ જવાની સમસ્યા તે બાળકની ખાવાની, બોલવાની અને ગળવાની પદ્ધતિને પણ અસર કરી શકે છે. કેટલીકવાર જીભ બંધાઈ જવાથી કોઈ સમસ્યા થતી નથી. અન્ય કિસ્સાઓમાં, તેને ઠીક કરવા માટે એક સામાન્ય સર્જરી કરવી પડે છે. નીચે આપેલ સંબંધિત લિંકમાં માહિતી વાંચો. તમારી કોમ્યુનિટી દાયણની ટીમ અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે છે અને જો તમને વધારાની મુલાકાતો અથવા ટેલિફોન પર સલાહ જોઈતી હોય, તો તમે તેની વિનંતી કરી શકો છો. સ્તનપાન એ તમારા બાળકને ખવડાવવાની સૌથી આરોગ્યપ્રદ રીત છે. જો તમે સ્તનપાન ન કરાવવાનું નક્કી કર્યું હોય અથવા સ્તનપાન બંધ કરી દીધું હોય, તો ફરીથી શરૂ કરવું શક્ય છે. શરૂઆતમાં મુશ્કેલી થઈ શકે છે કારણ કે એકવાર તમે સ્તનપાન બંધ કરો ત્યારબાદ તમારા દૂધનો પુરવઠો કુદરતી રીતે ઘટી જાય છે, પરંતુ તમારા બાળકની જરૂરિયાતો મુજબ તે પાછો વધી શકે છે. તમને મદદ કરવા માટે કોઈ જાણકારનો સંપર્ક કરો. જો તમારી દાયણ હવે તમારી મુલાકાત લેતા ના હોય, તો તમારા હેલ્થ વિઝિટર, તમારા ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી સેન્ટરની મદદ મેળવો અથવા સ્થાનિક શિશુ સ્તનપાન સહાય ગ્રુપનો સંપર્ક કરો (તમારી દાયણ અથવા હેલ્થ વિઝિટર તમને વિગતો આપી શકે છે). વૈકલ્પિક રીતે, ખાસ કરીને સામાન્ય કલાકો પછી, તમે પ્રશિક્ષિત સ્વયંસેવકો દ્વારા પ્રદાન કરવામાં આવેલ નીચેની ટેલિફોન હેલ્પલાઇન પર કૉલ કરી શકો છો (તેઓ સ્તનપાન અથવા બોટલફીડિંગ સમસ્યાઓમાં મદદ કરી શકે છે): ધ નેશનલ બ્રેસ્ટફીડીંગ હેલ્પલાઇન: ટેલિફોન: 0300 100 0212 (સવારનાં 9.30 થી સાંજના 9.30 સુધી) ધ NCT બ્રેસ્ટફીડીંગ લાઇન: ટેલિફોન: 0300 330 0771 (સવારના 8.00- મધ્યરાત્રી) લા લેચે બ્રેસ્ટફીડીંગ હેલ્પલાઇન: ટેલિફોન: 0345 120 2918 (સવારનાં 8.00 થી ના 11.00 સુધી)

Heart health in pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન હૃદયનું સ્વાસ્થ્ય

Graphic of red heart with a jigsaw shaped piece missing ગર્ભાવસ્થા દરમિયાન અને/અથવા તમારા બાળકના જન્મ પછી છાતીના દુખાવાની ક્યારેય pn અવગણના ન કરવી જોઈએ. કેટલાક છાતીમાં દુખાવો ગંભીર હોઈ શકે છે અને તે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર(દિલનું ધબકારા રોકાય જવું), કાર્ડિયાક અરેસ્ટ(હૃદયની ગતિ રોકાવું) અથવા તો મૃત્યુ તરફ દોરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન અથવા પછી મોટાભાગની મહિલાઓ આ સમસ્યાઓથી પીડાતી નથી પરંતુ લક્ષણો ઓળખવા અને, જો તમને તેમાંથી કોઈ હોય, તો ઝડપથી સારવાર લેવી મહત્વપૂર્ણ છે.

પહેલાથી હોય તેવી હૃદયની સમસ્યા

જો તમને હૃદયની સમસ્યા જાણીતી હોય, જન્મજાત હૃદયની ખામી સાથે જન્મેલા હોય અથવા હૃદયરોગ હોવાનું નિદાન થયું હોય, તો તમારે તમારીદાયણ/GP/હૃદયરોગ-નિષ્ણાતને જણાવવું જોઈએ અને તેઓ ગર્ભાવસ્થા પહેલાં, દરમિયાન અને પછી તમારા હૃદયના સ્વાસ્થ્ય અને તમારા સ્વાસ્થ્યની તપાસ કરશે.

અટૅકના લક્ષણોમાં સમાવેશ થઈ શકે છે:

  • છાતીના મધ્ય ભાગમાં દુખાવો
  • હાથનો દુખાવો અથવા નિષ્ક્રિયતા આવે છે
  • જડબા, પીઠ અથવા ખભામાં દુખાવો
  • ઉબકા
  • પરસેવો/ચીકાશ
  • શ્વાસ લેવામાં તકલીફ
કેટલાક લોકો અપચો જેવા છાતી અથવા ગળામાં દુખાવો અનુભવે છે જે અપચોના ઉપાયોની પ્રતિક્રિયા આપતા નથી.

મારે ક્યારે દાયણ અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ?

જો તમને અસ્વસ્થ લાગે, તો માર્ગદર્શન માટે તમારી દાયણ અથવા GPનો સંપર્ક કરો. જો તમને ઉપરોક્ત કેટલાક/તમામ લક્ષણોનો અનુભવ થાય, તો 999 ડાયલ કરો અને એમ્બ્યુલન્સ માટે કહો કારણ કે તમારા હૃદયના સ્વાસ્થ્યની ઝડપથી તપાસ કરવાની જરૂર છે. તમને હાર્ટ એટેક આવ્યો છે કે કેમ તે જાણવા માટે ECG મોનિટર અને ટ્રોપોનિન બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ.

મને ક્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ છે?

તમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ છે જો તમે:
  • હૃદયની સમસ્યાઓનો પારિવારિક ઇતિહાસ ધરાવે છે
  • હાઈ બ્લડ પ્રેશર છે
  • ઉચ્ચ કોલેસ્ટ્રોલ છે
  • ધુમ્રપાન
  • વધુ પડતું દારૂ પીવું
  • મેદસ્વી છે
ભાગ્યે જ, તેમના પરિવારમાં કોઈ જોખમી પરિબળો અથવા હૃદય રોગનો ઈતિહાસ ધરાવતી મહિલાઓને હાર્ટ એટેકના લક્ષણો જોવા મળશે. ગર્ભાવસ્થામાં હાર્ટ એટેકના લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. વધુ સલાહ માટે તમારી દાયણ અથવા GPનો સંપર્ક કરો.

Heart health after giving birth

જન્મ આપ્યા પછી હૃદયની સ્વાસ્થ્ય

Graphic of red heart with a jigsaw shaped piece missing ગર્ભાવસ્થા દરમિયાન અને/અથવા તમારા બાળકના જન્મ પછી છાતીના દુખાવાની ક્યારેય pn અવગણના ન કરવી જોઈએ. કેટલાક છાતીમાં દુખાવો ગંભીર હોઈ શકે છે અને તે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર(દિલનું ધબકારા રોકાય જવું), કાર્ડિયાક અરેસ્ટ(હૃદયની ગતિ રોકાવું) અથવા તો મૃત્યુ તરફ દોરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન અથવા પછી મોટાભાગની મહિલાઓ આ સમસ્યાઓથી પીડાતી નથી પરંતુ લક્ષણો ઓળખવા અને, જો તમને તેમાંથી કોઈ હોય, તો ઝડપથી સારવાર લેવી મહત્વપૂર્ણ છે.

પહેલાથી હોય તેવી હૃદયની સમસ્યા

જો તમને હૃદયની સમસ્યા જાણીતી હોય, જન્મજાત હૃદયની ખામી સાથે જન્મેલા હોય અથવા હૃદયરોગ હોવાનું નિદાન થયું હોય, તો તમારે તમારી દાયણ/GP/હૃદયરોગ-નિષ્ણાતને ગર્ભાવસ્થા પહેલાં, દરમિયાન અને પછી તમારા હૃદયના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરશે.

અટૅકના લક્ષણોમાં સમાવેશ થઈ શકે છે:

  • છાતીના મધ્ય ભાગમાં દુખાવો
  • હાથનો દુખાવો અથવા નિષ્ક્રિયતા આવે છે
  • જડબા, પીઠ અથવા ખભામાં દુખાવો
  • ઉબકા
  • પરસેવો/ચીકાશ
  • શ્વાસ લેવામાં તકલીફ
કેટલાક લોકો અપચો જેવા છાતી અથવા ગળામાં દુખાવો અનુભવે છે જે અપચોના ઉપાયોની પ્રતિક્રિયા આપતા નથી.

મારે ક્યારે દાયણ અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ?

જો તમને અસ્વસ્થ લાગે, તો માર્ગદર્શન માટે તમારી દાયણ અથવા GPનો સંપર્ક કરો. જો તમને ઉપરોક્ત કેટલાક/તમામ લક્ષણોનો અનુભવ થાય, તો 999 ડાયલ કરો અને એમ્બ્યુલન્સ માટે કહો કારણ કે તમારા હૃદયના સ્વાસ્થ્યની ઝડપથી તપાસ કરવાની જરૂર છે. તમને હાર્ટ એટેક આવ્યો છે કે કેમ તે જાણવા માટે ECG મોનિટર અને ટ્રોપોનિન બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ.

મને ક્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ છે?

તમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ છે જો તમે:
  • હૃદયની સમસ્યાઓનો પારિવારિક ઇતિહાસ ધરાવે છે
  • હાઈ બ્લડ પ્રેશર છે
  • ઉચ્ચ કોલેસ્ટ્રોલ છે
  • ધુમ્રપાન
  • વધુ પડતું દારૂ પીવું
  • મેદસ્વી છે
ભાગ્યે જ, તેમના પરિવારમાં કોઈ જોખમી પરિબળો અથવા હૃદય રોગનો ઈતિહાસ ધરાવતી મહિલાઓને હાર્ટ એટેકના લક્ષણો જોવા મળશે. ગર્ભાવસ્થામાં હાર્ટ એટેકના લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. વધુ સલાહ માટે તમારી દાયણ અથવા GPનો સંપર્ક કરો.

Hearing test

કાનનાં ટેસ્ટ

Baby pictured with hearing testing device inserted in one ear બધા નવજાત શિશુઓને સાંભળવાની તપાસ ઑફર કરવામાં આવે છે. આ ટેસ્ટ એક અથવા બંને કાનમાં બહેરાશ સાથે ખૂબ જ ઓછી સંખ્યામાં બાળકો (દર 1,000માંથી એકથી બે) ઓળખ કરે છે. વહેલી તકે આ ટેસ્ટ કરાવવાથી લાંબા ગાળાના બાળ વિકાસને સુધારવા માટે સેવાઓની ઝડપી ઍક્સેસ મળે છે, જો તેઓની જરૂર હોય. તમે ઘરે જાઓ તે પહેલાં તમારા બાળકને પ્રસૂતિ યૂનિટમાં નવજાત સાંભળવાની તપાસ હોઈ શકે છે. જો તમારું બાળક યૂનિટમાં એકમમાં આ તપાસ ચૂકી ગયું હોય, તેનો જન્મ ઘરે થયો હોય, અથવા તેને ફોલો-અપ સ્ક્રીનની જરૂર હોય, તો તમને જન્મ પછીના પ્રથમ મહિનામાં તમારા સ્થાનિક બેબી હીયરિંગ સ્ક્રીનીંગ ક્લિનિકમાં હાજરી આપવા માટે એપોઇન્ટમેન્ટ મોકલવામાં આવશે.

Healthy eating after birth

જન્મ પછી સ્વસ્થ આહાર

vegetable kebab skewers તમારા બાળકના જન્મ પછી સ્વાસ્થ્યપ્રદ ખાવું એટલું જ મહત્વનું છે જેટલું તે ગર્ભાવસ્થા દરમિયાન હતું. પુષ્કળ સ્પષ્ટ પ્રવાહી સાથે સંતુલિત આહાર ખાવાથી તમારા શરીરને ઠીક થવામાં મદદ મળે છે. જો તમને વજન ઘટાડવા, ડાયાબિટીસ અથવા સ્તનપાનને લગતી ચોક્કસ સમસ્યાઓ હોય તો તમારી દાયણ, આરોગ્ય તપાસનીશ, શિશુ ખોરાક નિષ્ણાત અથવા GP સાથે વાત કરો.
Nutrition after pregnancy from Nutribytes

Health visitor

આરોગ્ય તપાસનીશ

Health visitor talks to new mum holding her baby at home આરોગ્ય તપાસનીશ એ નર્સ અથવા દાયણ છે જેમણે અતિરિક્ત ટ્રેનિંગ લીધી છે. જ્યાં સુધી તેઓ શાળા શરૂ ન કરે ત્યાં સુધી તમને તમારા બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે તમારી આરોગ્ય તપાસનીશ ટીમ તરફથી સહાયતા પ્રાપ્ત થશે. જ્યારે તમે તમારી ગર્ભાવસ્થાના પ્રથમ થોડા મહિનામાં દાયણ સાથે બુકિંગ કરાવશો ત્યારે તમારા આરોગ્ય તપાસનીશને જાણ કરવામાં આવશે કે તમે ગર્ભવતી છો. તમારા બાળકના જન્મ પહેલાં તેઓ તમારો સંપર્ક કરશે; તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમને ગ્રૂપ અથવા સ્થાનિક આરોગ્ય તપાસનીશ ટીમ સાથે મુલાકાત કરવા માટે આમંત્રિત કરવામાં આવી શકે છે. એકવાર તમારું બાળક જન્મે પછી, તમારા આરોગ્ય તપાસનીશ તમારો સંપર્ક કરશે. પ્રથમ તપાસ (નવી બેબી સમીક્ષા) સામાન્ય રીતે જન્મના 10 થી 14 દિવસ પછી થશે. આરોગ્ય તપાસનીશ માતા-પિતા અને બાળકના સ્વાસ્થ્ય અને સુખાકારીની તપાસ કરશે, ખોરાકમાં સહાયતા કરશે અને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ સલાહ આપશે.તેઓ બાળક સાથે વહેલા બંધન વિશે પણ ચર્ચા કરશે, ખોરાક વિશે વાત કરશે, બાળકનું વજન યોગ્ય રીતે વધી રહ્યું છે તે તપાસશે, રોગપ્રતિકારક કાર્યક્રમ સમજાવશે અને કારમાં બેસવું જેવા મહત્વપૂર્ણ સલામતીનાં પગલાં વિશે વાત કરશે. આ બાબતમાં, માતા-પિતા વારંવાર નિયમિત, તેમજ ઊંઘ, રડવું અને કોલિક વિશેની માહિતી સ્થાપિત કરવા સલાહ લે છે. આરોગ્ય મુલાકાતીઓ બાળકો અને કુટુંબ કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો અથવા GP સર્જરી સાથે જોડાયેલા છે. તમારા આરોગ્ય તપાસનીશનો સંપર્ક કરવા અને તમને કઈ આરોગ્ય તપાસનીશ ટીમ ફાળવવામાં આવી છે તે જાણવા માટે, તમારા ચિલ્ડ્રન સેન્ટર, હેલ્થ સેન્ટર અથવા GP સર્જરીનો સંપર્ક કરો. ચિલ્ડ્રન્સ અથવા ફેમિલી સેન્ટર્સમાં તમને હોઈ શકે તેવી કોઈ પણ સમસ્યાઓ વિશે વાત કરવા માટે આરોગ્ય તપાસનીશો બેબી ક્લિનિક્સ, આરોગ્ય તપાસો અને તકો આપી શકે છે. ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી સેન્ટર્સ પેરેંટિંગ વર્કશોપ અને ડેવલપમેન્ટ વર્કશોપ પણ ઓફર કરશે, જે તમને તમારા બાળકનો વિકાસ કેવી રીતે થાય છે અને તમારા બાળક સાથે કેવી રીતે રમવું અને વાતચીત કરવી તે સમજવામાં મદદ કરશે. તમે કેન્દ્રોમાં અન્ય માતા-પિતાને તેમના બાળકો સાથે પણ મળી શકો છો. છ થી આઠ અઠવાડિયાની ઉંમરે, આરોગ્ય તપાસનીશ બાળકના વિકાસ અને તમારા સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરશે, ખાસ કરીને પોસ્ટનેટલ ડિપ્રેશનની નિશાની માટે જોતા. બાળપણ રસીકરણ કાર્યક્રમ વિશે જાણવાની પણ આ એક તક છે.
What do health visitors do?

Health and wellbeing in pregnancy plan

ગર્ભાવસ્થામાં આરોગ્ય અને સુખાકારી

આ બધા પ્રશ્નો ઍપમાં મળેલી માહિતી સાથે સંબંધિત છે ગર્ભાવસ્થા વિભાગમાં. કૃપા કરીને માહિતી વાંચો અને નીચેના પ્રશ્નો કરતા પહેલા લિંક્સનો પતો લગાવો. તમારા સંભાળ પ્રદાતા સાથે ચર્ચા કર્યા પછી આ પ્રશ્નો એક જ વારમાં પૂર્ણ થઈ શકે છે અથવા સતત ચાલુ રહેતી પ્રક્રિયા બની શકે છે. તમારી ગર્ભાવસ્થાના કોઈપણ તબક્કે આને પ્રિન્ટ કરીને તમારી પાસે રાખો અથવા તમારી દાયણને બતાવો.
શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારી

1.  મને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિ છે જે મારી ગર્ભાવસ્થાને અસર કરી શકે છે. મને છે:

  • ડાયાબિટીસ
  • વાઈ
  • માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ
  • હાઈ બ્લડ પ્રેશર
  • હૃદયની સમસ્યાઓ
  • અસ્થમા
  • હાઇપો/હાયપરથાઇરોઇડિઝમ
  • અન્ય
  • કોઈ નહીં
આવી ઘણી પરિસ્થિતિઓ છે જે તમારી ગર્ભાવસ્થા પર અસર કરી શકે છે અથવા ન પણ કરી શકે. તમારા GP, ડૉક્ટર અથવા દાયણને તમને સમસ્યા હોય અથવા ભૂતકાળમાં આવી સમસ્યા હોય તેવી કોઈપણ સ્થિતિ વિશે પૂછો અને વિગતવાર ચર્ચા કરો.
નોંધ અહીં ટાઈપ કરી શકાય છે.

2. મૂત્રાશય અને આંતરડાની સમસ્યાઓ સામાન્ય છે અને ગર્ભાવસ્થામાં વધુ ખરાબ થઈ શકે છે. મદદઉપલબ્ધ છે. જો તમને નીચેનામાંથી કોઈ અનુભવ થાય તો કૃપા કરીને તમારા GP, દાયણ અથવા ડૉક્ટર સાથે ચર્ચા કરો:

  • પેશાબનું લિકેજ (ચૂવું)
  • પવન (ગેસ) રોકવામાં સમસ્યા
  • જાજરૂ રોકવામાં અસમર્થ
  • પાછળના માર્ગમાંથી રક્તસ્ત્રાવ
  • સંભોગ દરમિયાન અથવા પછી દુખાવો અથવા રક્તસ્ત્રાવ (સંભોગ)
  • સ્રીનાં જનનાંગોનાં છેદન (FGM)થીઅસરગ્રસ્ત
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

3. એવી ભલામણ કરવામાં આવે છે કે તમે પહેલાથી અસ્તિત્વમાં રહેલી તબીબી સ્થિતિઓ વિશે/અથવા તમારા GP, દાયણ અથવા ડૉક્ટર સાથે ગર્ભવતી થયા પહેલા અથવા પ્રારંભિક ગર્ભાવસ્થામાં વિશેષ જરૂરિયાતો વિશે ચર્ચા કરો. તમને લાગુ પડતી ટિપ્પણી પર ટિક કરો:

  • મેં મારી પ્રસૂતિ ટીમ સાથે મારી પૂર્વ-અસ્તિત્વમાં રહેલી તબીબી સ્થિતિ(ઓ) વિશે મારી ચર્ચા કરી છે
  • મારી તબીબી સ્થિતિ(ઓ) અથવા વિશેષ જરૂરિયાતો માટે મને વધુ સહાયતાની આવશ્યકતા છે
  • હું જાણું છું કે અમુક સંજોગોમાં મારી દાયણ અથવા સ્વાસ્થયકર્મી મારી GP અથવા સ્વાસ્થ્ય નિરક્ષણ કરનાર સાથે વાતચીત કરવાની જરૂર પડી શકે છે.
  • મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
તમે પહેલેથી જ જાણો છો તે લખવા માટે અથવા તમારી દેખભાળ વિશે તમને હોય તેવા કોઈપણ પ્રશ્નો અથવા સમસ્યાઓ માટે નીચે આપલે સ્થાનનો ઉપયોગ કરો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

4. હું નીચેની દવાઓ અને/અથવા સપ્લિમેન્ટ્સ(પૂરક ખોરાક ) લઉં છું. તમને લાગુ પડતી ટિપ્પણી પર ટિક કરો:

  • હું મને કરવામાં આવેલી ભલામણો થી વાકેફ છું અને મેં મારા GP, ડૉક્ટર અથવા દાયણ સાથે આ વિશે ચર્ચા કરી છે
  • મને ખાતરી નથી/હું વધુ જાણવા માગુ છું.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો..
એવી ભલામણ કરવામાં આવે છે કે બધી સગર્ભા મહિલાઓ ગર્ભધારણથી પહેલા અને ગર્ભાવસ્થાના 12 અઠવાડિયા સુધી ફોલિક એસિડ ખોરાક લે. તે પણ ભલામણ કરવામાં આવે છે કે સગર્ભા મહિલાઓ સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન Dનો પૂરક લે. કોઈપણ અન્ય દવાઓની તમારી પ્રસૂતિ ટીમ સાથે ચર્ચા અને સમીક્ષા થવી જોઈએ.

5. મને વધારાની જરૂરિયાતો છે, તે આ છે:

  • મને મારી ભાષામાં અનુવાદ કરવા માટે એપોઇન્ટમેન્ટમાં સહયતાની આવશ્યકતા હશે
  • મને એલર્જી અને/અથવા ખાસ પરહેજ વાળી આહારની આવશ્યકતા છે
  • હું ધાર્મિક માન્યતાઓ અને રિવાજોનું પાલન કરવા માંગુ છું
  • મને/મારા પાર્ટનરને વધારાની જરૂરિયાતો છે
  • મારી પાસે સામાજિક દેખભાળની સમાવેશમાં વર્તમાન અથવા અગાઉનો ઇતિહાસ છે
  • હું દાયણ સાથે ખાનગી બેઠકમાં કંઈક બીજી વધારે વાતો કરવા માગુ છું
જો તમારી કોઈ ખાસ જરૂરિયાતો હોય, તો કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે તમારી પ્રસૂતિ ટીમને જણાવો. સ્થાનિક નીતિ અને ઉપલબ્ધતાના આધારે દ્વિભાષી સેવાઓનો ઉપયોગ બદલાય છે, કૃપા કરીને તમારી દાયણ સાથે ચર્ચા કરો
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…
જીવનશૈલી અને સુખાકારી

6. એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ગર્ભાવસ્થા દરમિયાન અમુક ખોરાક લેવાનું ટાળો, કારણ કે તે તમને અને તમારા ગર્ભમાંનાં બાળકને નુકસાન પહોંચાડી શકે છે. તમને લાગુ પડતી ટિપ્પણી પર ટિક કરો:

  • હું ગર્ભાવસ્થામાં કયા ખોરાકને ટાળવા તે વિશે જાગૃત છું
  • મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
કયા ખોરાકને ટાળવા તે વિશેની સલાહ બદલો, નવીનતમ માહિતી મેળવવા માટે કૃપા કરીને ઍપમાં આપેલી લિંક્સનો ઉપયોગ કરો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

7. એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ગર્ભાવસ્થામાં સ્વસ્થ્ય અને સંતુલિત આહાર જાળવવાનો પ્રયાસ કરો. તમને લાગુ પડતી કૉમેન્ટ પર ટિક કરો :

  • હું ગર્ભાવસ્થા દરમિયાન મારી પોષણ વિશેની જરૂરિયાતોથી વાકેફ છું
  • મારી પાસે ચોક્કસ સંજોગો છે જે મારી આહારની જરૂરિયાતોને અસર કરે છે અને મને મારી પ્રસૂતિ ટીમ તરફથી માર્ગદર્શન જોઈએ છે
  • મને ખાતરી નથી/હું વધુ જાણવા માગુ છું.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

8. મોટાભાગની મહિલાઓ માટે, ગર્ભાવસ્થામાં નિયમિત હળવા મધ્યમ વ્યાયામની સલાહ આપવામાં આવે છે. તમને લાગુ પડતી ટિપ્પણી પર ટિક કરો:

  • હું કસરત વિશેની સલાહથી વાકેફ છું
  • વ્યાયામ કરવાની મારી ક્ષમતાને અસર કરતી મારી છે અને મને મારી પ્રસૂતિ ટીમ તરફથી માર્ગદર્શન જોઈએ છે
  • મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

9. તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય અને ભલાઈ માટે, તમને ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન ન કરવાની, શરાબ (દારૂ) ન પીવાની અથવા મનોરંજક દવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમને લાગુ પડતી ટિપ્પણી પર ટિક કરો:

  • હું શરાબ (દારૂ), તમાકુ/નિકોટિન ઉત્પાદનો અને મનોરંજન/ગેરકાયદેસર દવાઓનો ઉપયોગ વિશેની સલાહથી વાકેફ છું
  • હું જાણું છું કે ધૂમ્રપાન કરવાથી ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે અને બાળક ખૂબ વહેલું, ઓછું વજન અથવા મૃત્યુ પામેલું જન્મવાનું જોખમ વધી જાય છે.
  • હું જાણું છું કે તમામ ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન કાર્બન મોનોક્સાઇડની તપાસણી કરવામાં આવે છે અને જેઓ ધૂમ્રપાન કરે છે તેમને છોડવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
  • મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું
તમે ધૂમ્રપાન દારૂ અથવા મનોરંજન/ગેરકાયદેસર દવાઓમાં આવશ્યક મદદ માટે તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે વાત કરી શકો છો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…
ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સુખાકારી
બાળકની અપેક્ષા રાખવી એ ખુશી અને રોમાંચક સમય હોઈ શકે છે, જો કે ગર્ભવતી મહિલાઓ માટે ચિંતા, હતાશા અથવા ભાવનાત્મક તકલીફ અનુભવવી એ પણ સામાન્ય બાબત છે

10. મને લાંબા ગાળાની માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ(સમસ્યા) છે જે મારી ગર્ભાવસ્થાને અસર કરી શકે છે. મને છે:

  • અસ્વસ્થતા
  • માનસિક ઉદાસીનતા
  • ખાવાની વિકૃતિ
  • શારિરીક અને માનસિક ઈજા પછીના તણાવની બિમારી
  • વ્યક્તિત્વ વિકૃતિ
  • બાયપોલર ઈફેક્ટિવ ડિસઓર્ડર (ધૂન હતાશા (અવસાદ)અથવા ઘેલછા તરીકે પણ ઓળખાય છે)
  • સ્કિઝોઅસરકારક ડિસઓર્ડર
  • સ્કિઝોફ્રેનિયા અથવા અન્ય કોઈપણ મનોવિકૃતીની બીમારી
  • પોસ્ટપાર્ટમ સાયકોસિસ
  • કોઈપણ અન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ કે જેના માટે તમે મનોચિકિત્સક અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકને જોયા છે
જો તમને આમાંથી કોઈ પણ સ્થિતિ(સમસ્યા) હોય તો તમારે બને તેટલી વહેલી તકે તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ કારણ કે તમને નિષ્ણાત ગર્ભાવસ્થામાં સેવા આપતી માનસિક સ્વાસ્થ્ય કર્મીઓની ટીમના સહાયતાની જરૂર પડી શકે છે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

11. આ ક્ષણે હું આ રીતે અનુભવું છું.

તમારી કોઈપણ સમસ્યા અથવા ચિંતાઓ છે તે અને તમારા મિત્રો, કુટુંબીજનો, દાયણ, GP અથવા ડૉક્ટર સાથે વાત કરો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

12. ગર્ભાવસ્થા દરમિયાન તમારા બાળકને જાણવાથી માતા-પિતાની વચ્ચે મજબૂત સંબંધો બનાવવામાં મદદ મળે છે, અને આ તમને ભાવનાત્મક ભલાઈમાં પણ મદદ કરશે. તમે નીચેનાનો પ્રયત્ન કરી શકો છો:

  • તમારા અજન્મા બાળક સાથે વાત કરવી, ગાવું અથવા સંગીત વગાડવું
  • ધીમેધીમે તમારા ઉપસેલા પેટને માલિશ કરો
  • રોજનિશી (ડાયરી) લખવી
  • ગર્ભાવસ્થા યોગ અને/અથવા જન્મ
  • તમારા બાળકની વૃદ્ધિ અને વિકાસને ટ્રેક કરવા માટે ઍપનો ઉપયોગ કરો
  • UNICEF (યુનિસેફ)નું બિલ્ડિંગ એ હેપ્પી બેબી ગાઈડ વાંચવું.
આ સરળ રીતો નિયમિતપણે કરવાથી ઓક્સીટોસિન નામના હોર્મોનનું સ્ત્રાવ થાય છે, એક હોર્મોન જે તમારા બાળકના મગજના વિકાસમાં મદદ કરી શકે છે અને તમને સારું લાગે છે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

13. મારી ભાવનાત્મક સુખાકારી વધારવા માટે હું જે કરી શકું છું તેનાથી હું વાકેફ છું. ટિપ્પણી પર ટિક કરો જે તમને સૌથી વધુ મદદ કરશે:

  • નિયમિત હળવી વ્યાયામ કરો, જેમ કે ગર્ભાવસ્થાનો યોગ, ચાલવું અથવા તરવું
  • ખાતરી કરવી કે હું સારું ખાઉં છું
  • આરામ કરવાની તકનીકો, સંગીત સાંભળવા, ધ્યાન અથવા શ્વાસ લેવાની કસરતો અજમાવો
  • મારા માટે સમય કાઢવો, ક્યાંક હું આરામ કરી રહી છું
  • વિશ્વાસુ હોય એવી કોઈ વ્યક્તિ સાથે વાત કરવી મિત્ર, પરિવારજનો, દાયણ, GP અથવા ડૉક્ટર
  • ઘરના કામકાજ અથવા અન્ય બાળકો માટે વ્યાવહારિક મદદ માટે જણાવો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

14. ચિંતા અને હતાશા (અવસાદ) અથવા અન્ય કોઈપણ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતી ગર્ભવતી મહિલાઓ માટે નિષ્ણાત સહાય ઉપલબ્ધ છે. તમને લાગુ પડતી ટિપ્પણી પર ટિક કરો:

  • જો મને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સહાયની જરૂર હોય તો કેવી રીતે મેળવવી તે હું જાણું છું
  • મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
જો તમને લાગે કે તમને કેટલાક ભાવનાત્મક સહારાની જરૂર છે, તો તમે તમારી જાતને તમારી સ્થાનિક વાતચીત દ્વારા સેવાઓનો સંદર્ભ આપી શકો છો. તે મફત છે અને ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. વાતચીત દ્વારાઉપચાર વિભાગ જુઓ વિભાગ (આ વિભાગને શોધવા માટે એપ્લિકેશનના સર્ચ બારનો ઉપયોગ કરો તમારી ગર્ભાવસ્થા).
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…

15. મારા જીવનસાથી, કુટુંબીજનો અને મારે જે લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • આંસુ
  • લાગણીઓને દબાવવી
  • ચીડિયાપણું અનુભવવું અથવા વારંવારદલીલ કરવી
  • ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
  • ભૂખમાં ફેરફાર
  • ઊંઘની સમસ્યા અથવા અતિશય ઉર્જા
  • વધારે ચિંતા અનુભવવી
  • ઝડપથી દોડતા વિચારો
  • મને સામાન્ય રીતે ગમતી વસ્તુઓમાં રસ ગુમાવવો
  • જન્મ આપવાથી એટલી ભયભીત છું કે હું તેમાંથી પસાર થવા માંગતી નથી
  • અપ્રિય વિચારો કે જેને હું નિયંત્રિત કરી શકતી નથી અને પાછા આવવાનું ચાલુ રાખે છે
  • આત્મઘાતી લાગણીઓ અથવા સ્વ-નુકસાનના વિચારો
  • ક્રિયાઓનું પુનરાવર્તન કરવું અથવા ક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવું
  • મારા અજન્મા બાળક પ્રત્યે લાગણીનો અભાવ.
જો તમે આમાંની કોઈપણ લાગણીથી ચિંતિત હોવ, તો તમારી મિડવાઇફ અથવા ડૉક્ટર સાથે વાત કરો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો…
જન્મથી પરે

16. ગર્ભનિરોધક પસંદગીઓ વિશે વિચારવું. તમને લાગુ પડતી ટિપ્પણી પર ટિક કરો:

  • મને ખાતરી નથી કે શું પસંદ કરવું/હું વધુ જાણવા માંગુ છું
  • આ વિશે વિચારવા માટે હું મારા બાળકના જન્મ સુધી રાહ જોવા માંગુ છું
  • હું જાણું છું કે મારા બાળકના જન્મ પછી તાત્કાલિક પ્રસૂતિ પછી ગર્ભનિરોધક ઉપલબ્ધ છે. મારી પસંદગી નીચેના બોક્સમાં દર્શાવેલ છે.
ગર્ભનિરોધકની મારી પસંદગીની પદ્ધતિ છે…

Health and wellbeing in pregnancy plan

ગર્ભાવસ્થા યોજનામાં આરોગ્ય અને સુખાકારી

Pregnant woman in headscarf with hand on her bump તમારી ભાવનાત્મક અને શારીરિક જરૂરિયાતોને ઓળખવામાં તમારી સહાય કરવા માટે આ ઍપના વ્યક્તિગત સંભાળ અને સહાયક યોજના વિભાગમાં ગર્ભાવસ્થા યોજનામાં આરોગ્ય અને સુખાકારીનો ઉપયોગ કરો. તમારી પ્રસૂતિ પહેલાની મુલાકાત વખતે તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે તમારી યોજનાની ચર્ચા કરો. વધુમાં, તમને નીચેની લિંક ઉપયોગી લાગી શકે છે.