જન્મ અંગે વ્યક્તિગત પસંદગીઓ
જન્મ અંગેનો પ્લાન એ તમને (અને જન્મ વખતે તમારા સહયોગી/ઓને) પ્રસૂતિ દરમિયાન તમારી દેખભાળ વિશે માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરે છે. તમારા દેખભાળ કરનારાઓ સાથે તમારી પસંદગીઓ શેર કરવાથી, તેઓ તમને પ્રદાન થનાર દેખભાળ વ્યક્તિગતરૂપે અનુકૂળ બનાવી શકે છે. પ્રશ્નો 1 થી 17 એ એપનાજન્મ વિભાગમાં
કૃપા કરીને પૂર્ણ કરતા પહેલા આ સામગ્રી વાંચો અને તમામ લિંક જુઓ. તમે તમારી પોતાની ઝડપે આ પ્રશ્નો જોઈ જાઓ. સેવ કરો, પછી પ્રિન્ટ કરો અથવા 34 અઠવાડિયા બાદથી તમારી દાયણને બતાવો.
આ વ્યક્તિગત દેખભાળ પ્લાન કોઈ હેલ્થકેર પ્રોફેશનલની સલાહ પર લખેલો હોવો જોઈએ, ખાસ કરીને જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા (જેમ કે ડાયાબિટીસ) હોય અથવા ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યા (જેમ કે પ્રિ-એક્લેમ્પસિયા) વિકસિત થઈ હોય.
1. હું જન્મસ્થળના સેટિંગની મારી ત્રણ પસંદગીઓ (ઘર, જન્મ કેન્દ્ર અને લેબર વોર્ડ) વિશે વાકેફ છું અને મારા માટે કયા વિકલ્પની ભલામણ કરવામાં આવે છે તે અંગે મેં મારા દાયણ/ડૉક્ટર સાથે ચર્ચા કરી છે. જન્મ માટે મારી પસંદગીનું સ્થળ:
- ઘર
- જન્મ કેન્દ્ર
- લેબર વોર્ડ
- હું રાહ જોવાનું પસંદ કરીશ
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
તમારા વ્યક્તિગત સ્વાસ્થ્ય અને ગર્ભાવસ્થાના આધારે તમારા માટે અમુક વિકલ્પોની ભલામણ કરવામાં આવી શકે છે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
2. જન્મ વખતના મારા સહયોગી(ઓ):
પ્રસૂતિ દરમિયાન તમે તમારી સાથે રાખવા માંગતા બે વ્યક્તિઓ વિશે વિચારો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
3. મારા બાળકના જન્મ વખતે, ટીમ સાથે કોઈ વિદ્યાર્થી દાયણ/ડૉક્ટર કામ કરી શકે છે. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- મારી પ્રસૂતિ/જન્મ દરમિયાન વિદ્યાર્થી હાજર હોય તો મને વાંધો નથી
- હું ઈચ્છું છું કે મારી પ્રસૂતિ/જન્મ દરમિયાન કોઈ વિદ્યાર્થી હાજર ના હોય
- હું રાહ જોવાનું પસંદ કરીશ
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું..
વિદ્યાર્થીઓ દાયણની દેખરેખમાં તેમની સાથે મળીને કામ કરે છે અને તમારી સંમતિ સાથે, નિરીક્ષણ હેઠળ તમને દેખભાળ અને સહાયતા પ્રદાન કરશે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
4. મારે વધારાની આવશ્યકતાઓ છે. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- મને મારી ભાષામાં અનુવાદ કરવા માટે મદદની જરૂર પડશે
- મને એલર્જી અને/અથવા આહારની વિશેષ આવશ્યકતા છે
- હું મારી ધાર્મિક માન્યતાઓ અને રિવાજોનું પાલન કરવા માંગુ છું
- મારે/મારા સાથીદારને વધારાની આવશ્યકતાઓ.
જો તમારી કોઈ વિશેષ આવશ્યકતાઓ હોય, તો કૃપા કરીને બને તેટલી વહેલી તકે તમારી પ્રસૂતિ કરાવનાર ટીમને જણાવો. દુભાષિયાની સેવાનો ઉપયોગ લોકલ પૉલિસી અને ઉપલબ્ધતાના આધારે રહેશે, કૃપા કરીને તમારી દાયણ સાથે ચર્ચા કરો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
5. હું મારા બાળકને કેવી રીતે જન્મ આપવા માંગુ છું તે વિશે મેં મારા દાયણ/ડૉક્ટર સાથે ચર્ચા કરી છે. મોટાભાગની મહિલાઓ યોનિમાર્ગથી જન્મ આપતી હોય છે, જો કે અમુક મહિલાઓ માટે સિઝેરિયન પદ્ધતિએ જન્મ કરાવવાની ભલામણ કરવામાં આવી શકે છે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
જો તમે સિઝેરિયન પદ્ધતિએ જન્મનું પ્લાનિંગ કર્યું હોય, તો કૃપા કરીને Q.15 પર જાઓ
6. અમુક સંજોગોમાં, તમારા દાયણ કે ડૉક્ટર તમને પ્રસૂતિ પીડા કુદરતી રીતે થવાની રાહ જોવાને બદલે કૃત્રિમ રીતે તેની શરૂઆત કરવાની ભલામણ કરી શકે છે (આને પ્રસૂતિ પીડાનું ઇન્ડક્શન કહેવાય છે). તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- ઇન્ડક્શનની ભલામણ શા માટે કરવામાં આવે છે એ વિશે મને જાણકારી છે
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
જો તમારી અંદાજિત ડ્યૂ ડેટ કરતા 10 કે તેથી વધુ દિવસો પસાર થઇ ગયા હોય, તમને અમુક મેડિકલ સમસ્યાઓ હોય, અથવા તમારા ડૉક્ટર તમારા બાળકના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોય, તો તમને પ્રસૂતિ પીડાનું ઇન્ડક્શન ઑફર કરવામાં આવી શકે છે. આનું પ્લાનિંગ તમારા દાયણ/ડૉક્ટર સાથે કાળજીપૂર્વક કરવામાં આવશે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
7. પ્રસૂતિ પીડા અને જન્મ વખતે, હું તેમાંથી બહાર નીકળવા/પીડામાં રાહત મેળવવા માટે નીચેની પદ્ધતિઓ વિશે વિચાર કરીશ. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું પીડામાંથી રાહત આપતી તમામ પદ્ધતિઓ ટાળવા માંગુ છું
- સ્વ-સંમોહન/હિપ્નોબર્થિંગ
- એરોમાથેરાપી/હોમિયોપેથી/રિફ્લેક્સોલોજી
- પાણી (સ્નાન અથવા બર્થિંગ પુલ)
- TENS મશીન (ટ્રાન્સક્યુટેનીયસ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટીમ્યુલેશન)
- ગેસ અને હવા (એન્ટોનોક્સ)
- પેથિડાઇન/ડાયામોર્ફિન/મેપ્ટિડ (ઓપિઓઇડ ઇન્જેક્શન)
- એપિડ્યુરલ
- હું રાહ જોવાનું પસંદ કરીશ
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
પીડામાં રાહત માટેના તમારા વિકલ્પો તમે ક્યાં જન્મ આપવાનું પ્લાન કરો છો તેના પર નિર્ભર કરે છે. તમારી દાયણ સાથે ચર્ચા કરો અને પૂછો કે તમારા લોકલ પ્રસૂતિ યુનિટમાં તમારા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
8. પ્રસૂતિ અને જન્મ દરમિયાન, હું મને મદદ થાય એ માટે નીચે આપેલ વિકલ્પોનો ઉપયોગ કરવાનું વિચારીશ:
- મસાજ (માલિશ)
- ચાલવું/ઊભા રહેવું
- જુદી જુદી ટટ્ટાર સ્થિતિઓ જેમ કે ચોપગા ઊભા રહેવું/ઘૂંટણ વાળીને બેસવું/ઘૂંટણ ટેકવવા
- બર્થિંગ બોલ
- બીન બૅગ, બર્થ સ્ટૂલ અને બર્થ કાઉચ, જો ઉપલબ્ધ હોય તો
- બર્થિંગ પુલ
- એક બેડ, આરામ માટે – ઓશિકા સાથે સજ્જ અથવા મારી બાજુમાં ગોઠવેલા
- સંગીત વગાડવું (જે હું આપીશ)
- ડિમ કરેલ લાઇટ
- મારા જન્મ સહયોગી ફોટા પાડતા હોય/વિડિયો લેતા હોય
- હું રાહ જોવાનું પસંદ કરીશ
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
પ્રસૂતિ દરમિયાન તમારા સંજોગો તમારા માટે કઈ પસંદગીઓ ઉપલબ્ધ છે તેના પર પ્રભાવ પાડી શકે છે. કૃપા કરીને તમારી દાયણ સાથે આ અંગે 34-40 માં અઠવાડિયે ચર્ચા કરો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
9. પ્રસૂતિ અને જન્મ દરમિયાન, તમારા બાળકના હૃદયના ધબકારાનું નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું હાથમાં રાખી શકાય તેવા ડિવાઇસ વડે સમયાંતરે ગર્ભના ધબકારાની ગતિનું નિરીક્ષણ કરવાનું પસંદ કરું છું
- હું CTG મશીનના ઉપયોગથી ગર્ભના ધબકારાની ગતિનું સતત નિરીક્ષણ કરવાનું પસંદ કરું છું
- જો મારે સતત નિરીક્ષણની આવશ્યકતા હોય, તો હું મને હરતા-ફરતા રહેવાનું અને વાયરલેસ નિરીક્ષણનો ઉપયોગ, જો ઉપલબ્ધ હોય તો, કરવાનું ગમશે
- હું રાહ જોવાનું પસંદ કરીશ
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
તમે એપની કન્ટેન્ટ વાંચીને ગર્ભના નિરીક્ષણ વિશે વધુ જાણી શકો છો.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
10. પ્રસૂતિ દરમિયાન, તમારી દાયણ અને/અથવા ડૉક્ટર તમારી પ્રસૂતિની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે યોનિમાર્ગની તપાસની ભલામણ કરી શકે છે. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું જાણું છું કે યોનિમાર્ગની તપાસ શા માટે નિયમિત દેખભાળનો ભાગ છે
- જો શક્ય હોય તો, હું યોનિમાર્ગની તપાસને ટાળવા માંગુ છું
- હું રાહ જોવાનું પસંદ કરીશ
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
યોનિમાર્ગની તપાસ એ પ્રસૂતિની પ્રગતિના મૂલ્યાંકનનું નિયમિત અંગ છે અને તે તમારી સંમતિ વિના કરવામાં આવશે નહીં.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
11. અમુક સંજોગોમાં, તમારી દાયણ અથવા ડૉક્ટર તમને તમારી પ્રસૂતિમાં મદદ કરવા હસ્તક્ષેપની ભલામણ કરી શકે છે. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું જાણું છું કે શા માટે સહાય/હસ્તક્ષેપની ભલામણ કરવામાં આવી શકે છે
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
જો તમારી પ્રસૂતિ ધીમી પડી જાય, અથવા જો તમારા અથવા તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતા હોય તો હસ્તક્ષેપની ભલામણ કરવામાં આવી શકે છે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
12. અમુક સંજોગોમાં, તમારી પ્રસૂતિ કરાવનાર ટીમ તમને સહાયક અથવા સિઝેરિયન પદ્ધતિએ જન્મ કરાવવાની ભલામણ કરીને હસ્તક્ષેપ કરી શકે છે. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું સમજું છું કે શા માટે સહાયક પદ્ધતિએ જન્મ કરાવવાની ભલામણ કરવામાં આવી શકે છે
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
સહાયક કે સિઝેરિયન પદ્ધતિએ જન્મની ભલામણ કરવામાં આવે છે, જો તે તમારા બાળકને જન્મ આપવાનો સૌથી સુરક્ષિત રસ્તો માનવામાં આવે; તમારા ડૉક્ટર તમારી સાથે આ અંગે ચર્ચા કરશે અને કોઈપણ પ્રક્રિયા કરતા પહેલાં તમારી સંમતિ લેશે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
13. અમુક સંજોગોમાં, તમારી દાયણ અથવા ડૉક્ટર જન્મને સરળ બનાવવા માટે પેરીનિયમમાં કાપ મૂકવાની ભલામણ કરી શકે છે (એપિસિયોટોમી). તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું સમજું છું કે શા માટે એપિસિયોટોમીની ભલામણ કરવામાં આવી શકે છે
- હું એપિસિયોટોમી ટાળવા માંગુ છું
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
સહાયક પદ્ધતિ દ્વારા જન્મના કિસ્સામાં અથવા જો તમારા દાયણ/ડૉક્ટર તમારા બાળકના ઝડપી જન્મની આવશ્યકતા વિશે ચિંતિત હોય તો એપિસિયોટોમીની ભલામણ કરવામાં આવી શકે છે. તમારા દાયણ/ડૉક્ટર હંમેશા તમારી સંમતિ માંગશે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
14. તમારા બાળકના જન્મ પછી, તમારી પ્લેસેન્ટાને બહાર કાઢવામાં આવશે (આને પ્રસૂતિના ત્રીજા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે). તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું કુદરતી રીતે (શારીરિક) ત્રીજો તબક્કો ઈચ્છું છું, નાળ અકબંધ રહે અને હું મારી જાતે પ્લેસેન્ટાને બહાર ધકેલી દઉં
- હું સક્રિયપણે ત્રીજો તબક્કો ઈચ્છું છું, જ્યાં થોડી મિનિટો પછી નાળ કાપવામાં આવે અને મને ઓક્સીટોસિનનું ઇન્જેક્શન આપવામાં આવે, ત્યારબાદ દાયણ/ડૉક્ટર મારી પ્લેસેન્ટાની ડિલિવરી કરાવે
- હું રાહ જોવાનું પસંદ કરીશ
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
- હું/મારા જન્મ સહયોગી નાળ કાપવા માંગીએ છીએ
- હું ઈચ્છું છું કે દાયણ/ડૉક્ટર નાળ કાપે.
તમારી દાયણ અથવા ડૉક્ટર તમારા વ્યક્તિગત સંજોગોને કારણે સક્રિય ત્રીજા તબક્કાની ભલામણ કરી શકે છે અને જન્મ સમયે તમારી સાથે આ અંગે ચર્ચા કરશે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
15. તમારા બાળક સાથે સીધા ત્વચાનો સ્પર્શ – જન્મ પછી તરત જ – બધા માટે ભલામણ કરવામાં આવે છે. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું સમજું છું કે શા માટે સીધા ત્વચાના સ્પર્શની ભલામણ કરવામાં આવે છે
- હું તાત્કાલિક સીધા ત્વચાનો સ્પર્શ મેળવવા માંગુ છું
- હું રાહ જોવાનું પસંદ કરીશ
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
તમે અને તમારું બાળક બંને સ્વસ્થ હોય ત્યાં સુધી, કોઈપણ પ્રકારના જન્મ પછી સીધા ત્વચાનો સ્પર્શ કરી શકાય છે. તમારા સાથી પણ તમારા બાળક સાથે સીધા ત્વચાનો સ્પર્શ કરી શકે છે.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …
16. હું જાણું છું કે મારા બાળકને ખવડાવવા માટે મને સહાયતા આપવામાં આવશે. નીચેના ટેક્સ્ટ બૉક્સમાં ખવડાવવા વિશે મારા વિચારો ઉમેરો.
ગર્ભાવસ્થા દરમિયાન તમને શિશુના ખોરાક વિશે ચર્ચા કરવાની તક મળશે, આમાં સ્તનપાનના મહત્વ વિશેની માહિતી શામેલ હશે. એક દાયણ તમારું બાળક જેવું ખાવા માટે તૈયાર હોવાના સંકેત આપે ત્યારે તરત જ તમને ખવડાવવા માટેની શુભ શરૂઆત કરવામાં મદદ કરશે.
મારા વ્યક્તિગત પ્લાન/વિચારો.
17. મારા બાળકના જન્મ પછી, તેને વિટામિન K આપવામાં આવશે. તમને લાગુ પડતી કમેન્ટ પર ટિક કરો:
- હું ઈચ્છું છું કે મારા બાળકને ઇન્જેક્શન દ્વારા વિટામિન K આપવામાં આવે
- હું ઈચ્છું છું કે મારા બાળકને મૌખિક ટીપાં દ્વારા વિટામીન K આપવામાં આવે
- હું નથી ઈચ્છતી કે મારા બાળકને વિટામિન K આપવામાં આવે
- મને ખાતરી નથી/હું વધુ જાણવા માંગુ છું.
વિટામિન K એક પૂરક ખોરાક છે જે તમામ બાળકો માટે ભલામણ કરવામાં આવે છે, જે વિટામિન K ની ઊણપ રક્તસ્ત્રાવ (VKDB) તરીકે ઓળખાતી અસામાન્ય સમસ્યાને અટકાવે છે. વિટામિન K પૂરક ખોરાકની કોઈ જાણીતી આડઅસરો નથી.
મારા વિચારો, લાગણીઓ અને પ્રશ્નો …