Baby car seats and slings

બેબી કાર સીટ અને સ્લિંગ

Man straps baby into car seat કારમાં મુસાફરી કરતી વખતે તમારા બાળકને યોગ્ય બેબી કાર સીટ પર બેસાડવું જરૂરી છે. તમારા નવજાત બાળકને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવા માટે તમારે કાર સીટની જરૂર પડશે, તેથી ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય કાર સીટ શોધવા માટે સમય કાઢવો યોગ્ય છે. ઘણા માતા-પિતા પણ તેમના બાળકને સ્લિંગમાં લઈ જવાનું પસંદ કરે છે. નીચેની લિંકમાં માર્ગદર્શન બતાવે છે કે આ કેવી રીતે સુરક્ષિત રીતે કરવું.

Baby blues

બેબી બ્લૂઝ(ઉદાસી અથવા મૂડની લાગણી)

Woman presses her forehead with her hand while she holds her baby પ્રથમ અઠવાડિયા દરમિયાન, મોટાભાગની મહિલાઓ લાગણીઓમાં ટૂંકી આવરદાવાળું પરિવર્તન અનુભવે છે જે સામાન્ય રીતે બેબી બ્લૂઝ તરીકે ઓળખાય છે. આ આંસુ અને ભરાઈ જવાની લાગણીનો ટૂંકો સમય છે, જે ઘણીવાર થાક, જીવન પરિવર્તન અને હોર્મોન્સના સંયોજનને કારણે થાય છે. આ ખૂબ જ સામાન્ય છે અને માત્ર થોડા દિવસો જ ચાલશે. લક્ષણોમાં સામેલ છે:
  • લાગણીશીલ અને અતાર્કિક લાગણી
  • મોટે ભાગે નાની વાતો પર રડવું અથવા મોટે ભાગે કંઈ પણ માટે
  • ચીડિયાપણું અનુભવવું
  • ઉદાસી અથવા બેચેન અનુભવો
  • શારીરિક રીતે થાકેલા અને ભરાઈ ગયાની લાગણી.
આ સમય દરમિયાન તમારા પરિવાર, મિત્રો અને દાયણની સહાયતા મેળવવો અને શક્ય તેટલો આરામ કરવાનો પ્રયત્ન કરવો મહત્વપૂર્ણ છે. જો તમે સતત નીચું અનુભવો છો, અથવા ખરાબ લાગણીઓ અને વિચારો વધુ ખરાબ થાય છે, તો તમારા આરોગ્ય મુલાકાતી અથવા તમારા GP સાથે વાત કરો.

Baby and other practicalities

બાળક અને અન્ય વ્યવહારિકતા

Close up of baby clipped into a baby car seat

Babies and sleep

બાળકો અને ઊંઘ

Close up of young baby sleeping on their back તમારા બાળકોની ઊંઘની રીત વિશે વધુ જાણવા માટે AIMH UK ના આ વિડિઓ જુઓ. ઊંઘ અને સુખદાયક
Sleeping and Soothing

Assisted birth

આસિસ્ટેડ(જન્મ)

Smiling pregnant woman in hospital bed has her hand held by a midwife પ્રસુતિ અને જન્મ સાથે સહાયતાની ભલામણ કરી શકાય છે:
  • તમારી નિયત તારીખ પહેલા
  • તબીબી કારણોસર
  • જ્યારે તમે તમારી નિયત તારીખથી આગળ વધો છો; અથવા
  • પ્રસુતિ દરમિયાન.

Area not shown

તમારો NHS વિસ્તાર જોઈ શકતા નથી?

કોઈ વાંધો નથી, તમે હજુ પણ મમ અને બેબીની અન્ય સુવિધાઓ અને માહિતીનો ઉપયોગ કરી શકો છો. (માત્ર અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે)

Area general information

તમારો વિસ્તાર

આ ઍપનો ઉપયોગ કરીને તમે વિવિધ પ્રસૂતિ યૂનિટ વિકલ્પોને શોધી શકો છો
LMS title
.
પ્રસૂતિ યૂનિટોની સૂચિ

Antibiotics in labour

લેબરમાં એન્ટિબાયોટિક્સ

Cannula in back of hand પ્રસુતિ દરમિયાન તમને એન્ટિબાયોટિક્સ નીચેનાં બે કારણોસર આપવામાં આવી શકે છે:

1) ચેપનું જોખમ

જો ગ્રુપ B સ્ટ્રેપ્ટોકોકસ (GBS) નામના બેક્ટેરિયમ દ્વારા બાળકને ચેપ લાગવાનું જોખમ વધારે હોય તો પ્રસુતિ દરમિયાન એન્ટિબાયોટિક્સની ભલામણ કરવામાં આવશે. આ પ્રસુતિ સમયે સૂચવી શકાય છે જો:
  • a) તમારી વર્તમાન અથવા અગાઉની ગર્ભાવસ્થાના પરિણામોમાં યોનિમાર્ગનાં અથવા પેશાબનાં ટેસ્ટમાં GBS જણાયું છે; અથવા
  • b) પ્રસુતિ 37 અઠવાડિયા પહેલા શરૂ થઈ જાય અને તેનું કારણ પ્રસુતિની શરૂઆત પહેલાં જ પટલમાં થયેલું ભંગાણ હોય.
તમારા બાળકના જન્મ સુધી તમને કઈ એન્ટિબાયોટિક્સ આપવી તે નક્કી કરવા માટે ટીમ તમારી એલર્જી અને ઉપલબ્ધ પરિણામોની તપાસ કરશે. જો એન્ટિબાયોટિક્સ માત્ર આ લક્ષણો માટે જ આપવામાં આવે, તો તમે પ્રસુતિ દરમિયાન હલનચલન કરી શકો છો.

2) સંભવિત ચેપના સંકેતો

તાવ અથવા તમારા અથવા ગર્ભાશયમાં બાળકનાં હૃદયના ધબકારા અપેક્ષાથી વધી જવાં જેવા લક્ષણોનાં લીધે પ્રસુતિમાં ચેપની શંકા થઈ શકે છે. તમારા શરીરનાં કોઈ પણ ભાગમાં ચેપ લાગી શકે છે. જો ચેપ ખરેખર ક્યાં છે તે સમજાય નહીં, તો એવી ધારણા બાંધવામાં આવે છે કે તે ગર્ભાશયમાં હોઈ શકે છે અને થોડા દિવસો પછી તેની પુષ્ટિ કરવી મુશ્કેલ બની શકે છે. જો સારવાર ન થાય, તો ચેપ ક્યારેક લોહીમાં ફેલાય છે, જેને લીધે ગંભીર પરિણામો આવી શકે છે. ચેપને લીધે ઊભાં થતાં જોખમને જોતાં, મેડિકલ ટીમ તમારું અને તમારા બાળકનું વિગતવાર મૂલ્યાંકન કરશે. તેઓ ચેપના પ્રકારને શોધવામાં મદદ કરવા માટે તમારા પર અમુક ટેસ્ટ કરશે. આમાં બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અને યોનિમાર્ગનાં સ્વેબનાં ટેસ્ટનો સમાવેશ થાય છે. સંપૂર્ણ બ્લડ કાઉંટ, સી-રિએક્ટિવ પ્રોટીન (CRP), બ્લડ/યુરિન/યોનિનું કલ્ચર અને સંવેદનશીલતાની ટેસ્ટ કરવામાં આવે છે. ટીમ તમારી નસમાં કેન્યુલા (ખૂબ જ ઝીણી, લવચીક પ્લાસ્ટિકની નળી) દ્વારા એન્ટિબાયોટિક્સ શરૂ કરવાની ભલામણ કરશે. આ સ્થિતિમાં તમારાં પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે અને આમાં તમારી અને બાળકની સતત દેખરેખ સામેલ હોવાને લીધે તમે લેબર દરમિયાન વધુ હરીફરી નહીં શકો. અમે તમારી જન્મ આપવાની પસંદગીને શક્ય તેટલું સમર્થન આપીશું અને તમામ વિકલ્પો અને ભલામણોની ચર્ચા કરીશું જેથી તમે તમારી દેખરેખ વિશે સભાનપણે પસંદગીઓ કરી શકો. અમે તમને એવો વિકલ્પ પસંદ કરવામાં મદદ કરીશું જે તમારા માટે આરામદાયક અને યોનિમાર્ગથી થતાં જન્મને સરળ બનાવવા માટે પ્રખ્યાત છે. બ્લડ ટેસ્ટનાં અમુક પરિણામો થોડા કલાકોમાં મળી જાય છે અને કેટલાક ટેસ્ટ(માઈક્રોબાયોલોજીકલ કલ્ચર અને સંવેદનશીલતા)માં 3 દિવસ જેટલો સમય લાગી શકે છે. તમારી ટીમ તમારા લેબર દરમિયાન તમારું અને તમારા બાળકનું નજીકથી નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે અને તમને તેમના તારણો અને ભલામણોથી માહિતગાર રાખશે. તમને કોઈ પણ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય તો તમે તેમની સાથે તે શેર કરી શકો છો.

જન્મ પછી શું થશે?

1) ચેપનું જોખમ

જો તમને લેબર દરમિયાન GBS ચેપના જોખમને કારણે જ એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે, તો તેને જન્મ સમયે બંધ કરવામાં આવશે. જન્મ પછી 12-24 કલાક સુધી, તમારી ટીમ ચેપના લક્ષણો સહિતની કોઈ પણ ચિંતાજનક બાબત માટે તમને અને બાળકને મોનિટર કરશે. મોનિટરિંગનો હેતુ જોખમનાં પ્રારંભિક લક્ષણો અને સંકેતોને જાણવાનો છે. બાળક માટે, આમાં હૃદયના ધબકારા, શ્વસન દર, રંગ, તાપમાન અને ખોરાકનું એકંદર મૂલ્યાંકન અને નિયમિત માપણી સામેલ હશે. બાળક તેની માતા સાથે પોસ્ટનેટલ વોર્ડમાં રહેશે.

2) સંભવિત ચેપના ચિહ્નો

જન્મ પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી તમારું તાપમાન સામાન્ય ન થાય, તમને સારું ન લાગે અને ચેપના પરિણામોમાં સુધારો ન થાય ત્યાં સુધી તમારી એન્ટિબાયોટિક્સ કેન્યુલા દ્વારા ચાલુ રાખવામાં આવશે. તમારી રિકવરી અને ટેસ્ટ રિઝલ્ટનાં આધારે, તમને એન્ટિબાયોટિક કોર્સ તરીકે ગોળીઓ ચાલુ રાખવાની જરૂર પડી શકે છે. એન્ટિબાયોટિક્સ લેવાની કુલ અવધિ બદલાઈ શકે છે પરંતુ જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તે લેવામાં સુરક્ષિત રહેશે. જો તમને યુરિનરી ઇંફેક્શન થયું હોય, તો ચેપ સંપૂર્ણપણે નાબૂદ થયો છે તેની ખાતરી કરવા માટે તમારો એન્ટિબાયોટિક કોર્સ પૂર્ણ થયાનાં એક અઠવાડિયા પછી તમારે ફરીથી યુરિન ટેસ્ટ (કલ્ચર અને સંવેદનશીલતા)નું કરાવવાની જરૂર પડશે.

Antibiotics for newborn baby

નવજાત શિશુ માટે એન્ટિબાયોટિક્સ

Glycemia test being performed on newborn baby

ચેપનું જાણીતું જોખમ

જો તમને GBS ચેપનાં કદાચિત જોખમને કારણે જ પ્રસુતિ દરમિયાન એન્ટિબાયોટિક્સ અપાય છે, તો તેને જન્મ સમયે બંધ કરવામાં આવશે. જન્મ પછી 12-24 કલાક સુધી, તમારી ટીમ ચેપના સંકેતો સહિતની કોઈ પણ બાબત માટે તમારું અને બાળકનું નિરીક્ષણ કરશે. મોનિટરિંગનો હેતુ ચેતવણીનાં પ્રારંભિક લક્ષણો અને સંકેતોને ઓળખવાનો છે. બાળક માટે, આમાં હૃદયના ધબકારા, શ્વસન દર, રંગ, તાપમાન અને ખોરાકનું એકંદર મૂલ્યાંકન અને નિયમિત માપણી સામેલ હશે. બાળક તેની માતા સાથે પોસ્ટનેટલ વોર્ડમાં રહેશે.

સંભવિત ચેપનાં સંકેતો

જન્મ સમયે, બાળકના ડૉક્ટર તમારા પોતાનાં ચેપ, તમારા પ્રસુતિનો કોર્સ અને તમારા બાળકનાં આકારણી સહિતના પરિબળોના આધારે તમારા બાળકને ચેપ લાગવાનાં જોખમની તપાસ કરશે. તમારા બાળકનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે અને ઓછામાં ઓછા 12 કલાક સુધી તેનાં હૃદયના ધબકારા, શ્વસન દર, રંગ, તાપમાન અને ખોરાકની નિયમિત માપણી કરવામાં આવશે. ચેપના જોખમને આધારે, તમારા બાળકમાં ચેપનું પ્રમાણ નક્કી કરવા માટે અને એન્ટિબાયોટિક્સ લેવા માટે કેટલાક બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે. આવા કિસ્સામાં, નિયોનેટલ ડૉકટરો તમારા બાળકના હાથ અથવા પગમાં એક નાની કેન્યુલા મૂકશે, જેમાંથી તેઓ ટેસ્ટ માટે થોડું લોહી લેશે અને એન્ટિબાયોટિક્સ સીધી નસમાં આપશે. જો તમારા બાળકને એન્ટિબાયોટિક્સની જરૂર હોય, તો તે કેન્યુલા દ્વારા દિવસમાં બે વાર અપાશે અને વોર્ડ સ્ટાફ પહેલાંની જેમ જ તમારા બાળકની નજીકથી દેખરેખ રાખવાનું ચાલુ રાખશે. આ સમય દરમિયાન તમારું બાળક પોસ્ટનેટલ વોર્ડમાં તમારી સાથે રહી શકે છે. જો વધુ મુશ્કેલી હોય તો તમારા બાળકની નજીકથી દેખરેખ રાખવા, વધુ ટેસ્ટ અને જરૂરી સારવાર કરવા માટે નિયોનેટલ યૂનિટમાં દાખલ કરવું પડી શકે છે. તમે નિયોનેટલ યૂનિટમાં તમારા બાળકની મુલાકાત લઈ શકશો.

મારાં બાળકને એન્ટિબાયોટિક્સની જરૂર શા માટે છે?

જ્યારે બાળકમાં ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે, ત્યારે એને મૂલ્યાંકન કર્યા પછી એની સારવાર માટે એન્ટિબાયોટિક્સ આપવાનું શરૂ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે જો બાળકોમાં ચેપની સારવાર ન કરવામાં આવે તો તે ખૂબ જ ગંભીર રૂપ લઈ શકે છે અને તમારું બાળક સ્વસ્થ દેખાવા છતાં ખૂબ જ ઝડપથી બીમાર થઈ શકે છે. સારી વાત એ છે કે એન્ટિબાયોટિક્સ તમારા બાળકને સ્વસ્થ થવામાં અને રહેવામાં મદદ કરી શકે છે. એન્ટિબાયોટિક્સ તેમના લોહીના પ્રવાહમાં સીધા જ આપવી જોઈએ કારણ કે બાળકો તેમના આંતરડામાંથી એન્ટિબાયોટિક્સની પૂરતી માત્રાને શોષી શકતા નથી. તમે તમારા બાળકને સ્તનપાન કરાવી શકશો અને વોર્ડ સ્ટાફ તમારી ફીડિંગ ચોઇસને સમર્થન આપશે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે નવજાત શિશુમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગથી સામાન્ય રીતે કોઈ આડઅસર અથવા એલર્જીક પ્રતિક્રિયાઓ થતી નથી. જો તમારા બાળકને શા માટે એન્ટિબાયોટિક્સની જરૂર છે તેની તમને જાણ ન હોય, તો કૃપા કરીને મેડિકલ ટીમને તમને આ વિશે સમજાવવાનું કહો. તમારા બાળકને પકડતી વખતે તમારે કેન્યુલાથી સાવચેત રહેવું પડશે, પણ તમે ત્વચાથી ત્વચા લગાવી શકશો અને તમારા બાળકને સ્તનપાન કરાવી શકશો.

મારા બાળક પર કઈ ટેસ્ટ કરવામાં આવશે?

જો તમારા બાળકને ચેપ માટે તપાસવાની જરૂર પડે, તો સંખ્યાબંધ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે, જેમાં સમાવેશ થાય છે:
  • 1) CRP (સી-રિએક્ટિવ પ્રોટીન), જે આપણા શરીરમાં ચેપ અથવા બળતરાના પ્રતિભાવમાં ઉત્પન્ન થાય છે. ઉચ્ચ CRP શરીરમાં ચેપની હાજરી સૂચવે છે.
  • 2) લોહીમાં કોઈ બેક્ટેરિયા વધી રહ્યા છે કે કેમ તે શોધવા માટે બ્લડ કલ્ચર. આનું પરિણામ ટેસ્ટના 36-48 કલાકની અંદર ઉપલબ્ધ થઈ શકે છે.
જન્મના 18-24 કલાક પછી, CRP ટેસ્ટ સામાન્ય રીતે હીલ પ્રિકમાંથી લોહીની થોડી માત્રા એકત્રિત કરીને ફરીથી કરવામાં આવે છે. જો કોઈ પણ તબક્કે તમારા બાળકનું સ્વાસ્થ્ય અથવા કોઈ પણ પરિણામો ચિંતાજનક હોય, તો તેમને ચેપની જગ્યા શોધવા માટે છાતીનો એક્સ-રે અને/અથવા લંબર પંચર જેવા વધુ ટેસ્ટ કરવા પડી શકે છે અને એની સારવાર માટે એન્ટિબાયોટિક્સના લાંબા કોર્સની જરૂર પડે છે. નિયોનેટલ ડૉકટરો તમારી સાથે આ વિશે ચર્ચા કરશે.

મારાં બાળકને એન્ટિબાયોટિક્સની જરૂર કેટલા સમય સુધી પડશે?

તમારા બાળકને એન્ટીબાયોટીક્સ આપવાની સમયા અવધિનો આધાર તમારું બાળક કેટલું સ્વસ્થ છે અને પરિણામો શું દર્શાવે છે તેનાં પર છે. જો તમારું બાળક સ્વસ્થ છે, CRP વધારે નથી અને લોહીમાં કોઈ બેક્ટેરિયા વધી નથી રહ્યાં, તો એન્ટિબાયોટિક્સ સામાન્ય રીતે 36-48 કલાક પછી બંધ કરી શકાય છે. જો કોઈ ચિંતાજનક બાબત હોય તો એન્ટિબાયોટિકનો લાંબો કોર્સ સૂચવવામાં આવી શકે છે.

અમે ઘરે ક્યારે જઈ શકીશું?

જન્મ સમયે, તમે અને તમારું બાળક ક્યારે ઘરે જઈ શકશો તે જાણવું મુશ્કેલ છે. 36-48 કલાક પછી, ડૉકટરોને જરૂરી સારવારની અવધિ વિશે વધુ સારી રીતે ખ્યાલ આવશે. તમારી ટીમ દરરોજ તમને અને તમારા બાળકને વોર્ડમાં રિવ્યુ કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તેમને ખાતરી ન થાય કે તમે બંને ઘરે જવા માટે સંપૂર્ણપણે સ્વસ્થ છો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે, તમને વોર્ડમાં આપવામાં આવેલી મેડિકલ સારવાર વિશે લેખિત માહિતી આપવામાં આવશે. તમે આને તમારી સામુદાયિક દાયણ અને આરોગ્ય તપાસનીશ સાથે શેર કરી શકો છો. તમારા GPને પણ આ માહિતી મોકલવામાં આવશે.

જો તમને અથવા તમારા બાળકને GBS હોવાનું નિદાન થયું હોય તો આગામી ગર્ભાવસ્થા માટે માર્ગદર્શન

જો તમે ફરીથી ગર્ભવતી થાઓ, તો કૃપા કરીને તમારી સંભાળ રાખતી પ્રસુતિ દેખભાળ ટીમને GBSની પોઝિટિવ ટેસ્ટ વિશે જણાવો, જેથી તેઓ બાળકને લાગી શકતાં GBS ચેપનાં જોખમને ઘટાડવા માટે પ્રસૂતિ વખતે એન્ટિબાયોટિક્સ આપી શકે.

જો મને કોઈ સમસ્યા હોય, તો મારે શું કરવું જોઈએ?

સામુદાયિક દાયણ દ્વારા સતત પ્રસુતિ દેખભાળ પૂરી પાડવામાં આવે છે, જે હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તમે જ્યાં રહેશો ત્યાંની સ્થાનિક રહેવાસી હશે. તમે ઘરે આવ્યાનાં 24-48 કલાકની અંદર સામુદાયિક દાયણ તમારો સંપર્ક કરશે. તેઓ તમારી અને તમારા બાળકની સંભાળમાં મદદ કરશે. જો તમને તમારા અથવા તમારા બાળકના સ્વાસ્થ્ય અંગે કોઈ તાત્કાલિક સમસ્યા હોય, તો કૃપા કરીને તમારા GP, NHS 111, 999 પાસેથી મેડિકલ સલાહ લો અથવા તમારા સ્થાનિક અકસ્માત અને ઇમર્જન્સી વિભાગમાં હાજર થાઓ. બાળક માટેની સમસ્યાઓમાં બાળકની અસામાન્ય વર્તણૂક (ઉદાહરણ તરીકે, અસાધારણ રીતે રડવું અથવા સુસ્તી), અસામાન્ય રીતે ફ્લોપી હોવું, પર્યાવરણીય પરિબળોને કારણે અસામાન્ય તાપમાન (36 કરતાં ઓછું અથવા 38 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં વધુ), અસામાન્ય શ્વાસ (ઝડપી શ્વાસ, શ્વાસ લેવામાં તકલીફ અથવા અસ્પષ્ટ અવાજ), અથવા ચામડીના રંગમાં ફેરફાર (ઉદાહરણ તરીકે બાળકની ચામડીનો રંગ ખૂબ જ નિસ્તેજ, વાદળી/ગ્રે અથવા ઘેરો પીળો થઈ જાય છે) અથવા તેનાં ફીડિંગમાં ઊભી નવી મુશ્કેલીઓ સામેલ હોઈ શકે છે.