એ યાદ રાખવું અગત્યનું છે કે સૂક્ષ્મ અવલોકન એ તમારા બાળક વિશે વધુ જાણવામાં મદદ કરવા માટેનો બીજો પ્રકાર છે. અલ્ટ્રાસાઉન્ડ એ તબીબી તપાસ છે જેમાં સોનોગ્રાફરની એકાગ્રતા જરૂરી છે. જેમ કે, એવી ભલામણ કરવામાં આવે છે કે તમે અન્ય નાના બાળને (બાળકો) ઘરે છોડી દો, સિવાય કે આ અનિવાર્ય હોય.તમારી પાસે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન બે સૂક્ષ્મ અવલોકનની માંગણી કરવામાં આવશે. પ્રથમને ગર્ભાવસ્થાના લગભગ 12 અઠવાડિયામાં તારીખનું સૂક્ષ્મ અવલોકન તરીકે ઓળખવામાં આવે છે અને બીજું (ક્યારેક વિસંગતતાનું સૂક્ષ્મ અવલોકન તરીકે ઓળખાય છે) લગભગ 20 અઠવાડિયાના ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવે છે. આ બીજું સૂક્ષ્મ અવલોકન તમારા બાળકના હાડકાં, હૃદય, મગજ, કરોડરજ્જુ, ચહેરો, કિડની અને પેટની વિગતવાર તપાસ કરશે.એ યાદ રાખવું અગત્યનું છે કે સૂક્ષ્મ અવલોકન તમારા બાળક વિશે ચિંતાજનક હોય તેવી દરેક વસ્તુ શોધી શકતું નથી. છબીઓની ગુણવત્તા શારીરિક વજનનો આંક કે ગર્ભાશયની ગાંઠો સહિત ઘણા પરિબળો પર આધારિત છે.જો તમે તમારા બાળકનું લિંગ જાણવા માંગતા હો, તો તમે સોનોગ્રાફરને પૂછી શકો છો, જો કે સ્પષ્ટપણે જોવાનું હંમેશા શક્ય નથી.યુકેમાં તમામ ગર્ભવતી મહિલેઓને પ્રસૂતિ પહેલાની ટેસ્ટ અને તપાસની માંગણી કરવામાં આવે છે. ગર્ભાવસ્થામાં ટેસ્ટ અને તપાસ તમને તમારા બાળકનેની કોઈ પરિસ્થિતિ અંગે હા/ના નો જવાબ આપી શકતી નથી. તે માત્ર તમને એટલું જ કહી શકે છે કે તમારા બાળકને અસર થવાની શક્યતાઓ શું છે. ગર્ભાવસ્થામાં ટેસ્ટ અને તપાસમાં બ્લડ ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકનનો સમાવેશ થાય છે (અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકન સૂચવે છે કે ત્યાં કોઈ પરિસ્થિતિ હોઈ શકે છે (જેમ કે ડાઉન્સ સિન્ડ્રોમના માટે ટેસ્ટમાં હોય છે) અથવા સમર્થન કરી શકે છે કે ત્યાં કોઈ પરિસ્થિતિ છે (જેમ કે સ્પાઇન બિફિડાના નિદાનમાં)).
પરિણામો મોટાભાગે આંકડાકીય તક તરીકે નોંધવામાં આવે છે અને કેટલીકવાર “વધેલી તક” અથવા “ઓછી તક” શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે.
“જોખમ” અને “તક” શબ્દો ઘટના બનવાની સંભાવનાનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, 100 માંથી 1ની તકનો અર્થ એ છે કે આ પરિણામ ધરાવતી 100 સ્ત્રીઓમાંથી 1ને સહલક્ષણો વાળું બાળક હશે અને 99 ને નહીં. આ બાળકને સહલક્ષણ હોવાની 1% શક્યતા અને સહલક્ષણ નહીં હોવાની 99% શક્યતા છે.
મોટાભાગની મહિલાઓને પરિણામો દ્વારા આશ્વાસન મળશે પરંતુ કેટલીક (આશરે 5%) ને પરિણામ આપવામાં આવશે જે રોગનિદાન પરીક્ષણ વિશેના નિર્ણયો તરફ દોરી જાય છે. કોઈપણ પરીક્ષણ કરવું તે તમારી પસંદગી છે.
રોગનિદાન પરીક્ષણ જેવા કે CVS અને Amniocentesis માં કસુવાવડનું નાનું જોખમ (0.5 અને 1% ની વચ્ચે) હોય છે, જેનો અર્થ છે કે તેમને કરાવવું કે કેમ તે અંગેનો નિર્ણય મુશ્કેલ હોઈ શકે છે. કમનસીબે, તમારા બાળકને ડાઉન્સ સિન્ડ્રોમ અને અમુક અન્ય આનુવંશિક વિકૃતિઓ છે કે કેમ તેની ખાતરી કરવા માટે અન્ય કોઈ રીત નથી.
ગર્ભાવસ્થા દરમિયાન રોગનિદાન પરીક્ષણ તમને ચોક્કસ કહી શકે છે કે તમારા બાળકને કોઈ સ્થિતિ છે કે નહીં. સગર્ભાવસ્થામાં રોગનિદાન ટેસ્ટમાં CVS, એમ્નીયોસેન્ટેસીસ અને અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકન નો સમાવેશ થાય છે.
તમામ પરીક્ષણો થાય તે પહેલાં તમારા ડૉક્ટર અથવા દાયણ દ્વારા તમને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.
સોનોગ્રાફર સૂક્ષ્મ અવલોકન પૂર્ણ કરશે તે દિવસે તમારા સૂક્ષ્મ અવલોકનનાં પરિણામો તમને આપવામાં આવશે. મોટાભાગના પ્રસૂતિ એકમો તમને ઓછા ખર્ચે સ્કેન સૂક્ષ્મ અવલોકનનાં ચિત્રો પ્રદાન કરશે.