Placenta praevia

પ્લેસેન્ટા પ્રેવિયા (નાળનો અવરોધ)

Graphic of baby in the womb with a low lying placenta ગર્ભાવસ્થાની મધ્ય અવસ્થામાં નીચે સરી આવેલી નાળ તરીકે આ પરિસ્થીતિ અલ્ટ્રાસાઉન્ડના સૂક્ષ્મ અવલોકન વખતે જાણી શકાય છે. આવું ત્યારે થાય છે જ્યારે નાળ ગર્ભાશયના પ્રવેશદ્વારના તમામ અથવા થોડા ભાગને આવરી લે છે. જો તમને નીચે સરી આવેલી નાળ હોવાનું જણાયું, તો તમને 32-36 અઠવાડિયાની વચ્ચે ફરીથી સ્કેન (સૂક્ષ્મ અવલોકન) કરવામાં આવશે. મોટાભાગની નીચે સરી આવેલી નાળ 36 અઠવાડિયા સુધીમાં ગર્ભાશયના ઉપરના ભાગમાં જતી રહે છે, જો કે 10% કિસ્સામાં નીચે સરી આવેલી નાળ નીચે જ રહે છે. આને લીધે ગર્ભાવસ્થામાં અચાનક અને ગંભીર રક્તસ્રાવ થઈ શકે છે, જે હોય છે. ગંભીર નાળના અવરોધનાં કિસ્સામાં સિઝેરિયન દ્વારા બાળકનાં જન્મની ભલામણ કરવામાં આવી શકે છે, અને લોહી ચઢાવવાની જરૂર પડવાની સંભાવના વધારે હોઈ શકે છે.

Leave a Reply