લ્યુપસ (ચામડીનો ચાંદાવાળો રોગ) ધરાવતી મોટા ભાગની મહિલાઓ સુરક્ષિત રીતે ગર્ભવતી થઈ શકે છે અને યોગ્ય સમર્થન અને કાળજી સાથે સામાન્ય ગર્ભાવસ્થા પસાર કરીને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. જોકે, કોઈ બીમારી ન ધરાવતી મહિલાઓની સરખામણીમાં SLE સાથેની ગર્ભાવસ્થા ધરાવતી માતા અને બાળક બન્નેને વધુ જોખમ છે. આ કારણોસર, તમારી પ્રસુતિ ટીમ આવી ગર્ભાવસ્થાને ‘ઉચ્ચ જોખમભરી સ્થિતિ’ ગણશે અને તમારી આ ક્લિનિકલ કંડિશન માટે તમારી યોગ્ય કાળજી લેવાય છે અને તેમાં ઘણા હેલ્થકેર પ્રોફેશનલ્સ સામેલ છે તેની ખાતરી કરશે.અમે ભલામણ કરીએ છીએ કે ગર્ભાવસ્થા પહેલાં અને દરમિયાન લેવામાં આવેલી દવાઓ સંબંધિત માહિતી અને સલાહ માટે તમે BUMPS વેબસાઇટ (ગર્ભાવસ્થામાં દવાઓનો શ્રેષ્ઠ ઉપયોગ) જુઓ. તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરતાં પહેલાં કોઈ પણ દવા બંધ ન કરવી કારણકે આમ કરવું તમારા અથવા તમારા બાળક માટે હાનિકારક હોઈ શકે છે.
મારી ગર્ભાવસ્થા માટે આનો અર્થ શું છે?
મારા માટે:
સામાન્ય રીતે, ગર્ભાવસ્થા SLE ફ્લેર થવાનું (બગડવાનું) કારણ નથી, પરંતુ એ થવાનું વધુ જોખમ એવી મહિલાઓમાં નોંધવામાં આવે છે જેમને ગર્ભાવસ્થાના છ મહિનામાં એવું થયું હોય, જેમને ખૂબ જ સક્રિય રોગ હોય, અથવા જો SLEની સારવાર બંધ કરવામાં આવી હોય. જો ફ્લેર થાય, તો તે ઘણીવાર ગર્ભાવસ્થાના પ્રથમ અથવા બીજા ત્રિમાસિક દરમિયાન અથવા જન્મ પછીના પ્રથમ થોડા મહિનામાં થાય છે.ફ્લેરની તાત્કાલિક જાણ કરવી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાં લીધે જોખમ વધે છે. જોખમમાં પ્રી-એક્લેમ્પસિયા, નસોમાં ઊંડે સુધી અથવા ફેફસામાં લોહીનું ગંઠાઈ જવું, ગંભીર ચેપ અને સ્ટ્રોકનો સમાવેશ થઈ શકે છે.
મારા બાળક માટે
કોઈ શારિરીક સમસ્યા ન ધરાવતી મહિલાની સરખામણીમાં ગર્ભાવસ્થામાં SLE હોવું કસુવાવડ, અકાળ જન્મ, ગર્ભાશયમાં ધીમી વૃદ્ધિ (ઇન્ટ્રાયુટેરિન વૃદ્ધિ પર પ્રતિબંધ) અને મૃત્યુનાં જોખમમાં વધારો કરે છે,. અગાઉની કસુવાવડ, એન્ટિફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ, સગર્ભાવસ્થા પહેલાં અથવા દરમિયાન સક્રિય લ્યુપસ, કિડની રોગ અને પ્રી-એક્લેમ્પસિયા જેવા પરિબળો આ જોખમને વધારે છે.તમારા બ્લડ ટેસ્ટમાં એન્ટિ-રો અને એન્ટિ-લા એન્ટિબોડીઝ માટે તમારી એન્ટિબોડીઝની સ્થિતિની તપાસ થશે. જો આ બન્ને હાજર હોય, તો આ એન્ટિબોડીઝ પ્લેસેન્ટાને ઓળંગીને બાળકને અસર કરી શકે છે, જેના કારણે બાળકમાં જન્મજાત હાર્ટ બ્લોકનું 2% જોખમ અને ક્યુટેનીયસ નિયોનેટલ લ્યુપસ (જેમાં ચોક્કસ એન્ટિબોડીઝ માતાથી બાળકને મળે છે) નું 5% જોખમ રહે છે. જો કે, નવજાત લ્યુપસ હોવાને લીધે તમારા બાળકને પુખ્ત વયના જીવનમાં SLE થવાની શક્યતા વધી જતી નથી.
મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
મેડિકલ ટીમનો ઉદ્દેશ્ય તમારી સ્થિતિ અને તમારી ક્લિનિકલ સ્થિતિ માટે કેરને પર્સનલાઈઝ કરવાનો રહેશે. તમારે નિષ્ણાત સલાહકારની આગેવાની હેઠળનાં મેટર્નલ મેડિસિન એન્ટેનેટલ ક્લિનિકની વારંવાર મુલાકાત લેવી પડશે અને તમારી મિડવાઇફરી ટીમ દ્વારા સંભાળની સાથે, બાળકના વિકાસ પર દેખરેખ રાખવા માટે નિયમિત સ્કેન પણ ઓફર કરવામાં આવશે.જો તમારામાં Ro અને La એન્ટિબોડીઝ છે, તો ટીમ તમારા બાળક માટે સ્પેશિયાલિસ્ટ હાર્ટ સ્કેન (ઇકોકાર્ડિયોગ્રામ)નું આયોજન કરશે.પ્રી-એક્લેમ્પસિયાના તમારા જોખમને ઘટાડવા માટે તમને 12અઠવાડિયાથી 36 અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 75mg એસ્પિરિન લેવાની સલાહ આપવામાં આવશે. તમને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સની જરૂર પણ પડી શકે છે. લોહીના ગંઠાવાનું (થ્રોમ્બોસિસ થવાનું) જોખમ વધી જતું હોવાથી તમને લોહીને પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું પણ કહેવામાં આવી શકે છે.અન્ય મેડિકલ સારવાર તમારા રોગની તીવ્રતા અનુસાર આપવામાં આવશે અને તમારી ક્લિનિકલ ટીમ તમારી સાથે આની વિગતવાર ચર્ચા કરશે.
ગર્ભાવસ્થાની શરૂઆતમાં, બેઝલાઇન બ્લડ ટેસ્ટમાં કિડની અને લિવર ફંક્શન ટેસ્ટ, જો અગાઉ કરવામાં આવ્યા ન હોય તો એન્ટિ-રો અને લા એન્ટિબોડીઝ જેવા એન્ટિબોડી પરીક્ષણો અને અન્ય રોગ સંબંધિત ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. પ્રોટીન માટે પેશાબની તપાસ કરવામાં આવશે. તમારા ભૂતકાળના મેડિકલ ઇતિહાસના આધારે, ઇકોકાર્ડિયોગ્રામ, લંગ ફંક્શન ટેસ્ટ જેવા અન્ય પરીક્ષણો પણ કરવામાં આવી શકે છે.જો તમને વિટામિન ડીની ઉણપનું જોખમ હોય, તો તે લેવલ પણ તપાસવામાં આવશે. સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન, તમારું બ્લડ પ્રેશર, પેશાબમાં પ્રોટીનનું સ્તર અને લોહીના પરિણામોની નજીકથી દેખરેખ રાખવામાં આવશે. જો તમને હાયપરટેન્શન, પ્રી-એક્લેમ્પસિયા અને/અથવા રીનલ ડિસીઝ હોય તો બ્લડ પ્રેશર અને પેશાબની તપાસની માત્રા વધારવામાં આવશે.
મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?
ગર્ભાવસ્થા-સંબંધિત લક્ષણો અને SLEનાં લક્ષણો વચ્ચે તફાવત કરવો મુશ્કેલ હોઈ શકે છે. તમે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન જે ફેરફારો જોશો તેનો સંબંધ તમારા SLE સાથે જ હોવો જરૂરી નથી, પરંતુ તમને સમસ્યા કરાવે તેવા કોઈ પણ લક્ષણો વિશે જણાવવું મહત્વપૂર્ણ છે.તમારે એવા ટ્રિગર્સનો ટાળવા જોઈએ જે તમારા ફ્લેરને વધારી શકે છે.
એવા કયા લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
SLEના ફ્લેર તમારા લક્ષણોને વધુ ખરાબ કરે છે અને તમને અસ્વસ્થતાનો અનુભવ કરાવે છે. મોટે ભાગે, આમાં તમે અગાઉ નોંધેલા લક્ષણોનો સમાવેશ થાય છે અને કેટલાક લોકોમાં નવા લક્ષણો પણ વિકસિત થાય છે. સામાન્ય લક્ષણો કે જે ફ્લેર સૂચવે છે તેમાં ચેપ વગર જ શરીરના તાપમાનમાં વધારો, સાંધામાં પીડા અને સોજો, થાકમાં વધારો, ફોલ્લીઓ, મોં અથવા નાકમાં અલ્સર અને તમારા પગમાં સોજામાં વધારો વગેરે સમાવિષ્ટ છે.શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, હૃદયના ધબકારા, પીડાદાયક સોજો, અસ્વસ્થતા અનુભવવી, તીવ્ર માથાનો દુખાવો, ચમકતી લાઇટ્સ દેખાવી અથવા પેટના ઉપરના ભાગમાં દુખાવો અનુભવવો, સંકોચન, યોનિમાર્ગ રક્તસ્રાવ, પટલ ફાટવું અથવા બાળકની હલનચલન ઓછી થવી જેવા લક્ષણોની તમારે સત્વરે જાણ કરવી જોઈએ;
મારી દેખભાળ વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?
ઉપચારનાં વિકલ્પો
ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન દવાઓના ઉપયોગ અંગે ઘણાં સર્વોચ્ચ માર્ગદર્શક સિદ્ધાંતો છે. દવાઓ વ્યક્તિગત ક્લિનિકલ કંડિશનનાં આધારે અલગ અલગ હશે. સામાન્ય રીતે, SLE દવાઓ જે ગર્ભાવસ્થામાં, સ્તનપાન દરમિયાન સલામત હોય છે અને રિમીશન જાળવવા અને/અથવા ફ્લેરની સારવાર માટે જરૂરી હોય છે તેમાં હાઇડ્રોક્લોરોક્વિન, એઝાથિઓપ્રિન, સાયક્લોસ્પોરીન અને ટેક્રોલિમસનો સમાવેશ થાય છે. એસ્પિરિન અને પેરાસિટામોલ ગર્ભાવસ્થામાં સલામત છે. કોર્ટીકોસ્ટેરોઈડ સક્રિય રોગને નિયંત્રિત કરવા માટે સલામત છે.હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે દવાઓ જરૂરી બને છે.
જન્મનો સમય
SLE ધરાવતા લોકોમાં પ્રિટર્મ જન્મ થવાની એટલે કે 37 અઠવાડિયા પહેલાં જન્મ થવાની શક્યતા વધુ હોય છે. સક્રિય લ્યુપસ, કિડની રોગ, હાયપરટેન્શન અને પ્રી-એક્લેમ્પસિયાની હાજરીમાં જોખમ ઘણું વધે છે. જન્મ સ્વયંભૂ શરૂ થઈ શકે છે અથવા તમારા અથવા તમારા બાળકના સ્વાસ્થ્યને લગતા જોખમને કારણે ઇંડ્યુસ કરવામાં આવી શકે છે.તમારી ટીમ તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમારી સાથે જન્મના સમય વિશે ચર્ચા કરશે.
આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરી શકે?
SLE ધરાવતી મોટાભાગની મહિલાઓ માટે યોનિમાર્ગમાંથી જન્મ આપવો શક્ય બને છે, પરંતુ આ પસંદગી ગર્ભાવસ્થા કેવી રીતે આગળ વધે છે, અગાઉના જન્મો અને અન્ય સંભવિત સમસ્યાઓ પર આધારિત છે.તમારી વ્યક્તિગત જન્મ પસંદગીઓની ચર્ચા ટીમ સાથે કરો.
જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?
તમારી ટીમે જન્મ પછી તમારી અને તમારા બાળકની સંભાળ માટે તમારી સાથે કેર પ્લાન બનાવવો જોઈએ.જે દવા ચાલુ રાખવાની જરૂર છે અને સ્તનપાન કરતી વખતે લેવામાં સલામત છે એ દવા વિશે તમને માર્ગદર્શન આપવામાં આવશે. જન્મ પછી SLE ફ્લેર થવાનું જોખમ વધી જાય છે અને તમારે તરત જ આની જાણ કરવી જોઈએ જેથી દવાઓ એડજસ્ટ કરી શકાય.તમારે લોહીને પાતળું કરવાની દવાઓની જરૂર પડશે કારણ કે જન્મ પછી લોહીના ગંઠાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ દવાને જન્મ પછી છ અઠવાડિયા સુધી ચાલુ રાખવાની જરૂર પડી શકે છે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે?
તમારી આગળની તમામ ગર્ભાવસ્થાને સફળ બનાવવા માટે ભાવિ ગર્ભાવસ્થાની યોજના કરવી મહત્વપૂર્ણ છે. બીજા બાળક માટે પ્રયત્ન કરતા પહેલા એક વર્ષ રાહ જોવી અને સારવાર લીધાં પછી ઓછામાં ઓછા છ મહિના સુધી તમારું SLE નિષ્ક્રિય હોય, પછી ગર્ભધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય મૂલ્યાંકન અને દવાની યોજનાને સક્ષમ કરવા માટે તમે ગર્ભાવસ્થા માટે પ્રયત્ન શરૂ કરો તેના ત્રણથી છ મહિના પહેલાં તમારે તમારા ડૉક્ટરને મળવું જોઈએ. જ્યાં સુધી તમે બીજી ગર્ભાવસ્થા માટે પ્રયાસ કરવા ન ઇચ્છતા હોવ ત્યાં સુધી ગર્ભનિરોધકનો ઉપયોગ કરો.