ઉપયોગ માટેની આ શરતો નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ (“આ કરાર”) વિગતવાર સમજાવે છે કે તમે ‘મમ એન્ડ બેબી’ એપ્લિકેશન (‘એપ’) નો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને અમારી સેવાની જોગવાઈને લગતા અધિકારોનું વર્ણન કરે છે.‘મમ એન્ડ બેબી’ નો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને નીચે આપેલને કાળજીપૂર્વક વાંચો. એપ માટેનો તમારો ઍક્સેસ (ઉપયોગ) આ ઉપયોગ માટેની શરતો સાથેના કરારને આધીન છે. એપનો ઉપયોગ કરીને, તમે આ ઉપયોગ માટેની શરતોથી સંપૂર્ણપણે બંધાયેલા હોવા માટે સંમત થાઓ છો. જો તમે આ ઉપયોગ માટેની શરતોના કોઈપણ ભાગ સાથે અસંમત થાવ છો, તો તમારે અમારી એપનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કૃપા કરીને અમારી ગોપનીયતા નીતિ પણ જુઓ જે આ કરારનો ભાગ નથી.તમે એ સુનિશ્ચિત કરવા માટે પણ જવાબદાર છો કે જે લોકો તમારા ઉપકરણ પર એપનો ઉપયોગ કરે છે તેઓ આ ઉપયોગ માટેની શરતોથી વાકેફ છે અને તેનું પાલન કરે છે.
1. આ કરારના પક્ષકારો
1.1 ‘મમ એન્ડ બેબી’ એપ Imagineear Ltd દ્વારા, CW+ અને North West London Local Maternity System (“અમે”, “આપણું”, “આપણે”) ના સહયોગથી પ્રદાન કરવામાં આવી છે. Imagineear Ltd એ યુનાઇટેડ કિંગડમમાં કંપની નંબર 0688 7633 હેઠળ નોંધાયેલ છે અને અમારી નોંધણી થયેલ ઓફિસ The Bloomfield Rooms, Fulham Palace, London SW6 6EA ખાતે છે.1.2 જે વપરાશકર્તાઓએ એપ ડાઉનલોડ કરી છે તેઓ દરેક વ્યક્તિગત રીતે આ કરારના પક્ષકાર છે (“તમે”, “તમારું”).અલગ-અલગ રીતે આ કરારના પક્ષકારો છે અને સાથે મળીને પક્ષકારો એમ બંને છે.
2. અમારી સેવા
‘Mum & Baby’ઍપમાં માહિતી અને સૂચનો સામેલ છે જેનો ઉદ્દેશ્ય આપણે બાળકના જન્મ સાથે સંબંધિત ઘણા વિષયો વિશે જાણકારી આપવાનો છે. આમાં એવી માહિતીને સામેલ કરવાની કાળજી લેવામાં આવી છે કે જે RCOG (Royal College of Obstetricians and Gynaecologists), UNICEF (United Nations International Children’s Emergency Fund) અને NICE (National Institute for Health and Care Excellence) જેવી શ્રેણી અથવા સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલ માર્ગદર્શન, સલાહ અને/અથવા ગુણવત્તાના ધોરણોને અનુરૂપ છે.તેવો હેતુ છે કે આ એપની માહિતીનો ઉપયોગ માત્ર સહાયક સંસાધન તરીકે થાય. માહિતીને વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારના વિકલ્પ તરીકે ગણવામાં ન આવવી જોઈએ અથવા તેના પર આધાર રાખવો જોઈએ નહીં. જ્યાં તમને તમારી અથવા તમારા બાળકની સલામતી અને સુખાકારીને લગતી કોઈ ચિંતા હોય, ત્યારે તમારે તમારા ડૉક્ટર, દાયણ, આરોગ્ય તપાસનીસ અથવા અન્ય વ્યાવસાયિક આરોગ્ય કર્મચારી પાસેથી તબીબી સલાહ લેવી જોઈએ.‘મમ એન્ડ બેબી’ માં આપવામાં આવેલી માહિતી વપરાશકર્તાઓ માટે સચોટ, અદ્યતન અને સુસંગત છે તેની ખાતરી કરવા માટે માહિતીની સમીક્ષા ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે અને તે મુજબ તેને North West London Local Maternity System ના ચિકિત્સકો અને સેવા વપરાશકર્તાઓની માન્ય પેનલ દ્વારા અપડેટ કરવામાં આવે છે. પૂરી પાડવામાં આવેલ માહિતી અદ્યતન અને સંપૂર્ણ રાખવામાં આવેલ છે તે સુનિશ્ચિત કરવા માટેના આ પ્રયાસો છતાં, અમે સંભવિત ભૂલો અથવા ત્રુટિઓ માટે જવાબદારી સ્વીકારતા નથી. જેમ કે, એપમાંની માહિતી પરની કોઈપણ નિર્ભરતા તમારા પોતાના જોખમે છે. તે જ પ્રમાણે, Imagineear Ltd અને એપના વપરાશકર્તાઓ વચ્ચે એવો કોઈ સંબંધ નથી કે જે અમારા તરફની કોઈપણ ફરજોને જન્મ આપે.
3. માહિતીની માલિકી
Imagineear Ltd અને CW+ એ એપ અને માહિતી માટેના તમામ અધિકાર, શીર્ષક અને રુચિના સંયુક્ત માલિકો અથવા લાઇસન્સ ધારકો છે, જેમાં તમે પ્રદાન કરેલ માહિતી કે જેને એપ દ્વારા એક્સેસ કરી શકાય છે તેને બાદ કરતાં, અને જેમાં કોઈ પણ મર્યાદા વિનાના તમામ બૌદ્ધિક સંપદા અધિકારો સામેલ છે. તેઓ આંતરરાષ્ટ્રીય કૉપિરાઇટ કાયદા અને સંધિઓ દ્વારા સુરક્ષિત છે. આવા તમામ અધિકારો આરક્ષિત છે.
4. માહિતીનો ઉપયોગ
તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકતા નથી:4.1 કોઈ પણ રીતે સગીરોને નુકસાન પહોંચાડવાના અથવા નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવાના ઉદ્દેશ્ય માટે;4.2 કોઈપણ ડેટા અથવા સામગ્રીને જાણી જોઈને ટ્રાન્સમિટ કરવા માટે કે જેમાં વાઈરસ, ટ્રોજન હોર્સ, વોર્મ્સ, ટાઈમ-બોમ્બ, કીસ્ટ્રોક લોગર્સ, સ્પાયવેર, એડવેર અથવા અન્ય કોઈપણ હાનિકારક પ્રોગ્રામ્સ અથવા સમાન કોમ્પ્યુટર કોડનો સમાવેશ થાય છે કે જે કોઈપણ કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા હાર્ડવેરની કામગીરીને પ્રતિકૂળ અસર કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે;4.3 કોઈપણ અયોગ્ય અથવા વાંધાજનક સામગ્રી અથવા કોઈપણ અવાંછિત અથવા અનધિકૃત જાહેરાત અથવા પ્રચાર સામગ્રી અથવા આ જ પ્રકારના કોઈ અન્ય અનુરોધ (સ્પામ)ને મોકલવા અથવા મોકલવાની પ્રાપ્તિ માટે;4.4 એવી કોઈપણ રીતે કે જે એપને નુકસાન પહોંચાડી શકે છે, અક્ષમ કરી શકે છે, વધારે બોજ આપી શકે છે અથવા ખરાબ કરી શકે છે;4.5 અથવા અમારા અથવા અમારા લાઇસન્સકર્તાઓ પાસેથી આવું કરવા માટે લાઇસન્સ મેળવ્યા વિના વ્યવસાયિક હેતુઓ માટે એપની માહિતીનો કોઈપણ ભાગ;4.6 કોઈપણ કાયદા અથવા તૃતીય પક્ષના અધિકારોના ઉલ્લંઘનમાં સામગ્રીને ઍક્સેસ, કૉપિ, ટ્રાન્સફર, ટ્રાન્સકોડ અથવા પુનઃપ્રસારિત કરવા માટે; અથવા4.7 કોઈપણ રીતે કે જે કોઈપણ લાગુ સ્થાનિક, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કાયદા અથવા નિયમનો ભંગ કરે છે અથવા કપટપૂર્ણ છે અથવા તે કોઈ ગેરકાયદેસર અથવા કપટપૂર્ણ ઉદ્દેશ્ય અથવા પ્રભાવ ધરાવે છે.તમે એ વાતથી પણ સંમત થાઓ છો કે તમે આ કરશો નહીં કે કોઈપણ તૃતીય પક્ષને આની મંજૂરી આપશો નહીં :4.8 કૉપિ, એમ્યુલેટ (અનુકરણ), ક્લોન, ભાડું, લીઝ, વેચાણ, સંશોધિત કરવું, લાઇસન્સ, વિતરણ, ટ્રાન્સફર, સંશોધિત કરવું, અનુકૂલન કરવું, અનુવાદ કરવો, વ્યુત્પન્ન કાર્યો તૈયાર કરવા, ડીકમ્પાઇલ કરવું, રિવર્સ એન્જિનિયર, ડિસએસેમ્બલ અથવા અન્યથા કોઈપણ ઉદ્દેશ્ય માટે ઉપયોગની આ શરતોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને એપ અથવા માહિતીમાંથી સ્રોત કોડ મેળવવાનો પ્રયાસ કરવો કે જેને એપના મધ્યમ દ્વારા પ્રસ્તુત અથવા ઍક્સેસ કરી શકાય છે, સિવાય કે અન્યથા પરવાનગી આપવામાં આવી હોય;4.9 એપમાં સમાવિષ્ટ કોઈપણ કાર્યક્ષમતા દ્વારા પૂરા પાડવામાં આવેલ, પ્રસારિત કરાયેલ અથવા લાગુ કરાયેલ સુરક્ષા અથવા સામગ્રી વપરાશ નિયમોને અવગણવા અથવા તેને હરાવવા માટે કોઈપણ પગલાં લેવા; અથવા 4.10 એપ સાથે અથવા તેના દ્વારા જોડાણમાં જોડાયેલ અથવા અંદર સમાયેલ અથવા ઍક્સેસ કરેલ Imagineear Ltd અથવા કોઈપણ તૃતીય પક્ષની કૉપિરાઇટ સૂચનાઓ, ટ્રેડમાર્ક્સ અથવા અન્ય માલિકી અધિકારની સૂચનાઓને દૂર કરો, અસ્પષ્ટ કરો અથવા તેમાં ફેરફાર કરો.
5. સસ્પેન્સન અને સમાપ્તિ
જો અમે નક્કી કરીએ છીએ કે તમે આ કરારમાં સમાવિષ્ટ ઉપયોગ માટેની શરતોનો ભંગ કર્યો છે, તો અમે આવા પ્રકારના ઉલ્લંઘન માટે જવાબદારીને બાકાત રાખીએ છીએ, અને નીચે જણાવેલ માટે અધિકાર સંરક્ષિત રાખીએ છીએ:5.1 તાત્કાલિક સસ્પેન્શન દ્વારા એપનો ઉપયોગ કરવાના તમારા અધિકારને પ્રતિબંધિત કરવા;5.2 ઔપચારિક ચેતવણી જારી કરવી;5.3 કાનૂની કાર્યવાહી શરૂ કરવા અને સંબંધિત કાયદા અમલીકરણ અધિકારીઓને જરૂરી માનવામાં આવતી તમામ માહિતી પૂરી પાડવી; અથવા5.4 કોઈપણ અન્ય ઉચિત રીતે યોગ્ય પગલાં લેવા.
6. ક્ષતિપૂર્તિ
કાયદા દ્વારા મંજૂર મહત્તમ હદ સુધી, તમે Imagineear Ltd, તેની સહયોગી કંપનીઓ અને તેમના સંબંધિત ડિરેક્ટર્સ, અધિકારીઓ, કર્મચારીઓ અને એજન્ટોને કોઈપણ અને તમામ દાવાઓ, કાર્યો, મુકદ્દમાઓ અથવા કાર્યવાહીઓ તેમજ તમારા ડાઉનલોડિંગ, ઇન્સ્ટોલેશન અથવા એપનો ઉપયોગ અથવા આ ઉપયોગ માટેની શરતોના તમારા ઉલ્લંઘન સહિતના તમારા એપના ઉપયોગમાંથી ઉદ્ભવતા અથવા ઉપાર્જિત થતા કોઈપણ અથવા તમામ નુકસાન, કિંમત અને ખર્ચ (વાજબી કાનૂની ફી સહિત) માટે અને તેની વિરુદ્ધમાં ક્ષતિપૂર્તિ કરવા માટે સંમત થાઓ છો.
7. જવાબદારીની મર્યાદા
કાયદા દ્વારા મંજૂર મહત્તમ હદ સુધી, Imagineear Ltd અને તેની સહયોગી કંપનીઓ કોઈપણ પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, વિશેષ પરિણામલક્ષી અથવા અનુકરણીય નુકસાન માટે જવાબદારીના કોઈપણ સિદ્ધાંત હેઠળ તમારા માટે જવાબદાર નથી, પછી ભલે તે કરારમાં હોય, ટોર્ટ (બેદરકારી), વૈધાનિક ફરજનો ભંગ હોય, અથવા અન્યથા, તે તમારા દ્વારા એપના ઉપયોગ દ્વારા કરવામાં આવ્યું હોય, પછી ભલે તે નિકટ હોય, એપના ઉપયોગના સંબંધમાં અથવા તેનો ઉપયોગ કરવામાં અસમર્થતાના સંબંધમાં ઉત્પન્ન થયું હોય; અથવા એપ પર પ્રદર્શિત કોઈપણ માહિતીનો ઉપયોગ અથવા તેના પર નિર્ભરતા હોય.આમ, એપનો ઉપયોગ કરીને, તમે તેમાં સમાવિષ્ટ સામગ્રી અને માહિતીનો ઉપયોગ કરવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારો છો અને તમે સમજો છો કે Imagineear Ltd કે તેની સહયોગી કંપનીઓ કોઈપણ દાવા, ખોટ, નુકસાન (ઉદાહરણ તરીકે વાયરસ અથવા અન્ય તકનીકી રીતે હાનિકારક સામગ્રી કે જે તમારા કમ્પ્યુટર સાધનોને સંક્રમિત કરી શકે છે), તેના ઉપયોગથી થતા કિંમત અથવા ખર્ચ માટે જવાબદાર કે ઉત્તરદાયી નથી.અમે એપ્લિકેશનમાં લિંક કરેલ તૃતીય પક્ષની વેબસાઇટ્સ, નામવાળી એજન્સીઓ, કંપનીઓ, ઉત્પાદનો, સેવાઓ અથવા પ્રકાશનોની માહિતી માટે કોઈ જવાબદારી સ્વીકારતા નથી. આ લિંક્સને Imagineear Ltd અથવા North West London Local Maternity System દ્વારા ભલામણ અથવા સમર્થન તરીકે માનવામાં આવવી જોઈએ નહીં. અને અમે તમારા તેના ઉપયોગથી થતા કોઈપણ નુકસાન અથવા ક્ષતિ માટે જવાબદાર નથી.
8. ફેરફારો
ઉપયોગની આ શરતો આ દસ્તાવેજની શરૂઆતમાં દર્શાવેલ તારીખથી અસરકારક છે.Imagineear Ltd કોઈપણ સૂચના અથવા જવાબદારી વિના આ ઉપયોગ માટેની શરતો અથવા એપના પોતાના પાસાઓને ઉમેરવા, બદલવા, સ્થગિત કરવા અથવા દૂર કરવાનો અધિકાર અનામત રાખે છે. જો તમે અમારી એપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો છો, તો એવું માનવામાં આવશે કે તમે આ ફેરફારોને સમજી અને સ્વીકારી લીધા છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે નિયમિતપણે આ ઉપયોગ માટેની શરતોની સમીક્ષા કરો અને કરેલા ફેરફારોની નોંધ લો.જો, કોઈપણ સમયે, તમે ઉપયોગ માટેની શરતોના વર્તમાન સંસ્કરણના કોઈપણ ભાગ સાથે સંમત નથી, તો તમારે તરત જ એપનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
9. સમાપન
ઉપયોગ માટેની આ શરતો તમારા અથવા અમારા દ્વારા સમાપ્ત કરવામાં ન આવે ત્યાં સુધી લાગુ રહેશે. તમે માનક અનઇન્સ્ટોલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમારા ઉપકરણમાંથી એપ્લિકેશનને કાયમી ધોરણે કાઢી નાખીને કોઈપણ સમયે ઉપયોગની આ શરતોને સમાપ્ત કરી શકો છો.જો તમે આ ઉપયોગની શરતોની કોઈપણ જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમારા અધિકારો આપમેળે અને તરત જ સૂચના વિના સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં, તમારે તરત જ એપને કાઢી નાખવી પડશે.
10. વિવિધ
10.1 ઉપયોગ માટેની આ શરતો એપને લગતા તમારા અને અમારી વચ્ચેના સમગ્ર કરારની રચના કરે છે અને એપના તમારા ઉપયોગને નિયંત્રિત કરે છે અને એપને લગતા તમારા અને અમારા વચ્ચેના કોઈપણ અગાઉના અથવા સમકાલીન કરારોને સંપૂર્ણપણે બદલી નાખે છે.10.2 ઉપયોગ માટેની આ શરતોના કોઈપણ અધિકાર અથવા જોગવાઈનો ઉપયોગ અથવા લાગુ કરવામાં Imagineear Ltd ની નિષ્ફળતા આવા અધિકાર અથવા જોગવાઈની માફીનું નિર્માણ કરતી નથી, જે હજી પણ અમારા માટે ઉપલબ્ધ રહેશે.10.3 જો આ બાબત પર નિર્ણય લેવાનું અધિકારક્ષેત્ર ધરાવતી કાયદાની કોઈપણ અદાલત નિયમ બનાવે છે કે ઉપયોગ માટેની આ શરતોની કોઈપણ જોગવાઈ અમાન્ય છે, તો તે જોગવાઈને ઉપયોગની બાકીની શરતોને અસર કર્યા વિના ઉપયોગની શરતોમાંથી દૂર કરવામાં આવશે. ઉપયોગ માટેની આ શરતોની બાકીની જોગવાઈઓ માન્ય અને લાગુ કરવા યોગ્ય રહેશે.10.4 આ ઉપયોગ માટેની શરતોમાં આપવામાં આવેલા અધિકારોને અન્ય પક્ષકારોની પૂર્વ લેખિત મંજૂરી વિના તમારા અથવા અમારા દ્વારા બીજાને સોંપી અથવા ટ્રાન્સફર કરી શકાશે નહીં. અન્ય પક્ષકારોની પૂર્વ લેખિત મંજૂરી વિના ન તો તમને અથવા ન તો અમને આ ઉપયોગની શરતો હેઠળ તમારી અથવા ન તો અમારી જવાબદારીઓને અથવા ફરજોને સોંપવાની મંજૂરી નથી.10.5 ઉપયોગ માટેની આ શરતો અને તેમાંથી ઉદ્ભવતા કોઈપણ વિવાદોને England અને Wales અદાલતોમાં અંગ્રેજી કાયદા દ્વારા સંચાલિત કરવામાં આવશે જે તે વિવાદોમાંથી ઉદ્ભવતા કોઈપણ કાનૂની મુદ્દાને ઉકેલવા માટે વિશિષ્ટ અધિકારક્ષેત્ર ધરાવે છે.
11. સંપર્ક કરો
ઉપયોગ માટેની આ શરતો પરના પ્રશ્નો અને ટિપ્પણીઓ આવકાર્ય છે અને તેમને કાનૂની વિભાગને ઈમેલ દ્વારા legaldepartment@imagineear.com, પર, ફોન દ્વારા: 020 3954 3515, પર, અથવા પોસ્ટ દ્વારા:Legal Department,
Imagineear Ltd,
The Bloomfield Rooms,
Fulham Palace,
London SW6 6EA,
United Kingdom