વ્યાયામએ તંદુરસ્ત જીવનશૈલીનું એક મહત્વપૂર્ણ પાસું છે અને સામાન્ય રીતે તમે વ્યાયામ ફરી શરૂ કરી શકો તે સમય વ્યક્તિગત પસંદગીની બાબત છે. જો તમે સિઝેરિયન કરાવ્યું હોય તો ઓછામાં ઓછા આઠ અઠવાડિયા રાહ જોવી મહત્વપૂર્ણ છે. મોટાભાગની મહિલાઓ વ્યાયામ ફરી શરૂ કરતા પહેલા GP સાથે તેમના છ અઠવાડિયા પછી પ્રસૂતિ પછીની તપાસ થાય ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કરે છે.જ્યારે તમે વ્યાયામ શરૂ કરો છો ત્યારે તે યાદ રાખવું અગત્યનું છે:
જો દુખાવો થાય તો બંધ કરો
જો તમને પેલ્વિક(પેડુ) ફ્લોરની કોઈ સમસ્યા હોય તો બંધ કરો, દા.ત., જો તમને કોઈ પેશાબ લિકેજ જણાય અથવા વ્યાયામ દરમિયાન યોનિમાર્ગમાં ભારેપણુંની લાગણી અનુભવાય
જ્યારે તમે થાકી જાઓ ત્યારે બંધ કરો
જ્યારે તમે અસ્વસ્થતા અનુભવતા હોવ ત્યારે ક્યારેય વ્યાયામ ન કરો.
જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી સખત વ્યાયામ (જોગિંગ અને જમ્પિંગ) ટાળવાનો પ્રયત્ન કરો.સખત વ્યાયામ સ્નાયુઓ, સાંધાઓ અને પેલ્વિક(પેડુ) ફ્લોર પર બિનજરૂરી ખેચાવ લાવી શકે છે. તમારી નજીક કોઈ સ્થાનિક પોસ્ટનેટલ કસરત, યોગ અથવા પીલેટસ વર્ગો છે કે કેમ તેનો પતો લગાવો.આ પ્રેરણાની સાથે મદદ કરી શકે છે અને સામાજિક આઉટલેટ પ્રદાન કરી શકે છે. યાદ રાખો કે જન્મ પછી દરેક મહિલાઓની રિકવરી અલગ હોય છે, અને તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું અથવા અવાસ્તવિક લક્ષ્યો નક્કી કરવાનું ટાળો. તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં હળવી વ્યાયામનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવો એ એક ઉત્તમ શરૂઆત છે અને સાથે સાથે પુષ્કળ આરામ કરવો પણ મહત્વપૂર્ણ છે.