તમે કેવું અનુભવો છો તે વિશે વાત કરવી અને સહાયતા મંગાવી મુશ્કેલ હોય શકે છે.આના સામાન્ય કારણો છે:
તમે કદાચ જાણતા નથી કે શું ખોટું છે
તમે શરમ અનુભવી શકો છો કે તમે તમારા બાળકનો આનંદ માણી રહ્યાં નથી અથવા તમે માનો છો તેવો સામનો કરી રહ્યાં છો
તમે ચિંતા કરી શકો છો કે તમારું બાળકને લઈ જવામાં આવશે.
મદદ માંગવાનો અર્થ એ નથી કે તમે તમારા બાળકની દેખભાળ કરી શકતા નથી અથવા તમે દેખભાળ કરવામાં સક્ષમ નથી. તમે જે માતા-પિતા બનવા માંગો છો તેની ખાતરી કરવા માટે યોગ્ય મદદ અને સમર્થન મેળવવાની આ શરૂઆત છે.તમે જેના પર વિશ્વાસ કરતા હોવ (મિત્રો અથવાપરિવાજનો) સાથે વાત કરવાનો પ્રયત્ન કરો અને તમે કેવું અનુભવો છો તેની ચર્ચા કરવા માટે તમારી દાયણ, આરોગ્ય તપાસનીશ અને/અથવા GPનો સંપર્ક કરો. તમારા આરોગ્ય દેખભાળ વ્યાવસાયિકો બધા પ્રસુતિ પછીની હતાશાને ઓળખવા માટે પ્રશિક્ષિત છે અને તમને મદદ કરવા માટે સહાયક સેવાઓની શ્રેણી ઑફર કરવામાં સક્ષમ હશે.વધુ ગંભીર અથવા જટિલ બીમારીઓ ધરાવતી મહિલાઓ, ઉદાહરણ તરીકે, ગંભીર ચિંતા, ગંભીર હતાશા, માનસિક વ્યાધિ અને બાયપોલર ઈફેક્ટિવ ડિસઓર્ડર(દ્વિધ્રુવી લાગણીશીલ વિકાર), નિષ્ણાત પેરીનેટલ મેન્ટલ હેલ્થ ટીમ દ્વારા જોવી જોઈએ.