જો તમારૂં લોહી ગંઠાવાને લીધે અથવા એવું થવાની શક્યતાને લીધે તમને લોહી પાતળું કરવાના ઇન્જેક્શનની સારવારની માત્રા સૂચવવામાં આવી છે, તો અહીં તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી છે.આ પણ વાંચો:
જો તમને લાગે કે લેબર શરૂ થઈ ગયું છે અથવા તમારું પાણી તૂટી ગયું છે અથવા તમને યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવાનો અનુભવ થાય છે
તો એ પછી લોહી પાતળું કરવાનાં ઇન્જેક્શન ન લો અને રિવ્યુ માટે તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરો.લેબર વોર્ડમાં લેબરની સ્વયંભૂ શરૂઆત સાથે યોનિમાર્ગથી બાળકને જન્મ આપવાનું લક્ષ્ય રાખો.
જો જન્મનું પ્લાનિંગ વૈકલ્પિક સિઝેરિયન સેક્શન તરીકે કરવામાં આવે છે
પ્રસુતિ પીડા શરુ કરાવવા માટે દાખલ થવાનાં 24 કલાક પહેલાં લોહી પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું બંધ કરો. તમે છેલ્લું ઇંજેક્શન ક્યારે લીધું હતું એની જાણ તમારી દાયણને કરો.
લેબરમાં
લોહીના ગંઠાઈ જવાના જોખમને ઓછું કરવા માટે, લોહીને પાતળું કરવાના ઈન્જેક્શન વિના રહેવાનો તમારો સમય ઘટાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. દાખલ થાઓ ત્યારે તમે છેલ્લું ઇન્જેક્શન કયા સમયે લીધું તે દાયણને જણાવો.પ્રસુતિ અને પ્રસુતિ પીડા શરુ કરાવવા દરમિયાન તમારી સાથે મેડિકલ અને એનેસ્થેટિક સામેલગીરી હશે.પ્રસુતિનાં ત્રીજા તબક્કાનાં એક્ટિવ મેનેજમેન્ટની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે વાંચો:
જો પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) થાય, તો પ્રસુતિ ટીમના વરિષ્ઠ સભ્યો તેને તાત્કાલિક મેનેજ કરશે.
જો તમે લેબર દરમિયાન એપિડ્યુરલ વિશે વિચારી રહ્યાં છો
લોહી પાતળું કરવાના ઇન્જેક્શન અને એપિડ્યુરલ વચ્ચેનો સલામત સમયગાળો ઓછામાં ઓછો 24 કલાકનોછે. આ રક્તસ્રાવના જોખમને ઘટાડવા માટે કરવામાં આવે છે. તમારા છેલ્લાં ઇંજેક્શનનાં સમય વિશે સ્ટાફને માહિતી આપો.
જન્મ પછી
જન્મ પછી શક્ય તેટલી વહેલી તકે ડોઝ ફરીથી શરૂ કરવામાં આવશે અને તે તમારા રક્તસ્રાવના જોખમ પર નિર્ભર રહેશે.
જન્મ પછી સારવારની અવધિ
જન્મ પછી ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી સારવાર ચાલુ રાખવી જોઈએ કારણ કે જન્મ પછી લોહી ગંઠાઈ જવાની સંભાવના સૌથી વધુ હોય છે. સારવારનો કુલ સમયગાળો ગર્ભાવસ્થા દરમિયાન સારવાર ક્યારે શરૂ કરવામાં આવી હતી તેના પર નિર્ભર રહેશે અને ઓછામાં ઓછા 3 મહિનાનો હોવો જોઈએ.તમે ઘરે જાઓ તે પહેલાં પ્રસુતિ ટીમ દવાના વિકલ્પો વિશે ચર્ચા કરશે. મૌખિક એન્ટિ-કોગ્યુલેશન દવા શરૂ કરવાનું વિચારી શકાય છે પરંતુ એ માટેનો સમયગાળો જન્મ પછી 5 દિવસ અથવા વધુ હોવો જોઈએ. જો તમે બોટલથી દૂધ પીવડાવતા હોય, તો સીધી મૌખિક એન્ટીકોએગ્યુલેશન દવા માત્ર એક વિકલ્પ છે.વોરફરીન અને LMWH સ્તનપાન કરાવતા સમયે લેવા માટે સલામત છે.
હોસ્પિટલમાંથી રજા મળ્યા પછીનું ફૉલો-અપ
આગામી ગર્ભાવસ્થા સહિત ભવિષ્ય માટે તમને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત ડૉક્ટર સાથે તમારી ક્લિનિક એપોઇન્ટમેન્ટ ગોઠવવામાં આવશે.
પરિવાર નિયોજનની પદ્ધતિ નક્કી કરો
પ્રોજેસ્ટેરોન ઓન્લી પિલ (POP)/ઇમ્પ્લાન્ટ/ઇન્ટ્રાયુટેરિન ડિવાઈસ/અન્ય. વધુ માહિતી માટે અહીં જુઓ: