Skip to content
25 અઠવાડિયા (માત્ર પ્રથમ ગર્ભાવસ્થા)
તમારા સંભાળ પ્રદાતા આ કરશે:
- તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા હોય તો પૂછશે
- તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
- તમારું બાળક સારી રીતે વધી રહ્યું છે તે જોવા માટે તમારા પેટનું કદ માપશે
- તમને આશ્વાસન આપવા અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટેનું માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે
16 અઠવાડિયા
તમારા સંભાળ પ્રદાતા:
- તમે કેવું અનુભવો છો અને જો તમને કોઈ સમસ્યા છે કે નહીં તે પૂછશે
- તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
- તમારી સાથે સ્થાનિક પ્રસૂતિ પહેલાના વર્ગોની ચર્ચા કરશે
- તમે લીધેલા કોઈપણ ટેસ્ટના પરિણામોની સમીક્ષા કરશે, રેકોર્ડ કરશે અને તેની ચર્ચા કરશે
- તમારા બાળકની હિલચાલ અને તમારા બાળક સાથેના સંબંધની ચર્ચા કરશે
- તમને આશ્વાસન આપશે અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ માટે માર્ગદર્શન કરવામાં સમર્થ હશે.
મુલાકાતનો સમય નક્કી કરવો (8-12 અઠવાડિયા)
તમારી મિડવાઇફ:
- તમારી ઊંચાઈ અને વજન માપશે
- તમારું બ્લડ પ્રેશર અને પેશાબ તપાસશે
- તમને કેટલાક બ્લડ ટેસ્ટ કરાવશે અને ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી તપાસ અને ટેસ્ટની ચર્ચા કરશે
- તમારા ઘરમાં ધૂમ્રપાનની સ્થિતિ વિશે પૂછશે અને તમારૂં કાર્બન મોનોક્સાઇડનું સ્તર તપાસશે
- તમને તમારા તબીબી, માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સામાજિક સંજોગો વિશે પૂછશે
- તમારી અગાઉની કોઈપણ ગર્ભાવસ્થા વિશે તમારા
- બાળકના પિતાના તબીબી, વ્યક્તિગત અને સામાજિક સંજોગો વિશે પૂછશે
- તમે કેવું અનુભવો છો તેની ચર્ચા કરો અને જુઓ કે તમને કોઈ વધારાના સહકાર ની જરૂર છે કે નહિ
- તમારી સાથે તમારી ગર્ભાવસ્થાની સંભાળની યોજના બનાવશે
- તમને તમારી સંભાળ અને સ્વાસ્થ્ય વિશેની માહિતી આપશે અને તમારા કોઈપણ પ્રશ્નોના જવાબ આપશે
- તમને આશ્વાસન આપશે અને, જો જરૂરી હોય તો, તમને યોગ્ય સેવાઓ પર માર્ગદર્શન કરવા માટે સમર્થ હશે