Contractions

સંકોચન

Heavily pregnant woman kneeling on her bedroom floor and leaning over with one elbow on her bed જ્યારે પ્રારંભિક પ્રસૂતિ (ક્યારેક સુપ્ત તબક્કા તરીકે ઓળખાય છે) શરૂ થાય છે, ત્યારે તમે અનિયમિત સંકોચન અનુભવી શકો છો જે સમય અને શક્તિના હિસાબે બદલાય છે. આ કેટલીકવાર થોડા દિવસો સુધી ટકી શકે છે, અને જ્યાં સુધી તે નિયમિત ન થાય ત્યાં સુધી તમારે બની શકે એટલો આરામ કરવો મહત્વપૂર્ણ છે. જ્યારે તમારા સંકોચન મજબૂત અને નિયમિત બને છે, ત્યારે તેમનો સમય નોંધવાનું શરૂ કરવું મદદરૂપ થઈ શકે છે (તેઓ લગભગ કેટલી વાર આવે છે અને તે કેટલા સમય સુધી રહે છે). જો તે તમારું પ્રથમ બાળક છે, તો સામાન્ય રીતે જ્યારે તમારું સંકોચન દર ત્રણ મિનિટે થાય અને 60 સેકન્ડ સુધી ચાલે ત્યારે તમને પ્રસૂતિ એકમમાં આવવાની સલાહ આપવામાં આવશે. જો તે તમારું બીજું કે પછીનું બાળક હોય, તો જ્યારે તમારું સંકોચન દર પાંચ મિનિટે થાય અને 45 સેકન્ડ સુધી ચાલે ત્યારે તમને પ્રસૂતિ એકમમાં આવવાની સલાહ આપવામાં આવી શકે છે. તમે કોઈપણ સમયે તમારા મેટરનિટી યૂનિટ (પ્રસૂતિ એકમ)ને સપોર્ટ માટે કૉલ કરી શકો છો, અને દાયણ તમને પ્રસૂતિ એકમમાં ક્યારે આવવું તે અંગે સલાહ આપશે. જો તમે ઘરે જન્મ આપવાનું આયોજન કરી રહ્યાં હોવ, તો તમારી મિડવાઇફ (દાયણ)યોગ્ય સમયે ઘરે આવશે અને તમારી મુલાકાત લેશે. ઘણી સ્ત્રીઓ ઘરે હોય ત્યારે જુદી જુદી સ્થિતિઓ અજમાવે છે, જેમ કે ચાલવું, ગરમ સ્નાન, વિક્ષેપ અને આરામની તકનીકો, મસાજ અને સંકોચન વચ્ચે આરામ કરવો વગેરે તેમને ઉપયોગી લાગે છે. નિયમિત હળવો નાસ્તો લેવો (ભલે તમને ભૂખ ન લાગી હોય) અને શક્ય હોય ત્યારે સૂવું મહત્વપૂર્ણ છે. હાઇડ્રેટેડ રહેવા માટે પ્રવાહીની નિયમિત નાના ચુસ્કીઓ લેતા રહેવું પણ મહત્વપૂર્ણ છે. તમારે સામાન્ય કરતાં વધુ પ્રવાહી પીવાની જરૂર નથી.

Leave a Reply