ગર્ભાવસ્થાના પ્રારંભથી જ કબજિયાત થઈ શકે છે. પુષ્કળ પાણી પીવો, તમને દરરોજ 1.5 થી 2 લિટર પાણી અને અન્ય પ્રવાહીની જરૂર પડશે.ખાતરી કરો કે તમે તમારા આહારમાં ઘણાં ફળો, શાકભાજી અને ફાઇબર (રેશાં) મેળવી રહ્યાં છો.જ્યારે તમે તમારા આંતરડા ખાલી કરવા માટે શૌચાલય પર બેસો, ત્યારે તમારા પગ સ્ટૂલ પર રાખવાથી તમારા ઘૂંટણ તમારા નિતંબ કરતા ઉંચા રહે છે અને તમે થોડાં આગળ ઝૂકો તો તમને તે મદદરૂપ થશે. આવું કરવાથી ઘણીવાર તમારાં આંતરડાં સરળતાથી ખાલી થાય છે.જો સમસ્યા ચાલુ રહે તો સલાહ માટે તમારા ઔષધવિક્રેતાની સલાહ લો.