જો તમે વિદેશથી મુલાકાત લેતા બિન-યુકે નિવાસી છો, તો તમારે NHS સારવાર (માતૃત્વ દેખભાળ સહિત) મેળવવા માટે માહિતી પ્રદાન કરવાની જરૂર પડશે. આમાં નીચેના તમામ પુરાવાનો સમાવેશ થશે:
તમારી ઓળખ
તમારું કાયમી સરનામું
તમને યુકેમાં રહેવા/કામ કરવાની પરવાનગી.
જ્યારે તમે દાયણની તમારી પ્રથમ મુલાકાત માટે આવો ત્યારે તમને આ માહિતી આપવા માટે કહેવામાં આવશે.જો તમે તમારી યોગ્યતા વિશે અચોક્કસ હોય, તો તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરો.જો તમે અસ્વસ્થ હોવ, અથવા તમારા સમયથી પહેલાં જન્મેલા બાળકની સુખાકારી વિશે ચિંતિત હોવ, તો તમારે તાત્કાલિક દેખભાળ માટે તમારા નજીકના પ્રસૂતિ યૂનિટમાં હાજરી આપવી જોઈએ.