દારૂ
અજાત બાળક માટે દારૂનું સેવન કઈ બાબતો જોખમી બની જાય છે તે અજ્ઞાત છે. દારૂની અસરો સામે રક્ષણ મેળવવાનો સૌથી સલામત રસ્તો એ છે કે તેને સંપૂર્ણપણે ટાળવું. જે માતાઓ ગર્ભવતી હોય ત્યારે વધુ પડતો દારૂ પીતી હોય, તે માતાઓથી જન્મેલા બાળકો ફેટલ આલ્કોહોલ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે ઓળખાતી વિકૃતિઓથી પ્રભાવિત થઈ શકે છે. જો તમને ગર્ભાવસ્થા દરમિયાન દારૂ વિશે ચિંતા હોય તો તમારી દાયણ અથવા GP સાથે વાત કરો.
